________________
રહી શકે. ચૈતન્ય જ્ઞાનરૂપ છે અને જડતા એ તભાવરૂપ છે. એટલે જ જાયાધિરણમાં ચૈતન્યનું ભાન ન થઈ શકે. આત્મા ચેતન છે. જેમ ચેતના એ જડ ભૂતનો ધર્મ નથી તેમ તેનું કાર્ય પણ નથી જ. ચેતનાનું અધિકરણ જડ ન હોઈ શકે. એટલે જ યોગી શરીરથી (એટલે જ જડથી) સ્વનું એટલે કે આત્માનું પૃથક્કરણ કરે છે. એટલે જ યોગી શરીરના સુખે સુખી હોતા નથી અને દુઃખે દુઃખી હોતા નથી. એ શરીરના સુખની ઇચ્છા અને દુઃખની અનીહા ધરાવતા નથી. પણ ઉભય સમયે ઔદાસીન્ય કેળવે છે. જેમ અંધકારના કારણે દોરડામાં સર્પનું ભાન થાય એ ભાનની દૃષ્ટિએ સત્ય હોવા છતાં વિષયની દૃષ્ટિએ સર્વથા અસત્ય જ છે તેમ અજ્ઞાનાદિ અથવા મિથ્યાત્વના કારણે શરીર અને આત્માનું અભેદ માનવું તે પણ બ્રાન્ત જ છે અને મહાત્મા તથા યોગી પુરષો શરીર અને આત્માનો ભેદ સ્પષ્ટપણે સમજવાથી તેમના પર ગમે તેવાં શારીરિક કષ્ટો આવે કે જીવલેણ હુમલાઓ થાય તો પણ તેમને દુઃખ થતું નથી. કે એનાથી વિપરીત ગમે તેવી સુખસામગ્રી પ્રાપ્ત થાય તો આનંદ થતો નથી. બેઉ પરિસ્થિતિમાં તેઓ માધ્યસ્થ જ હોય છે.
જૈન દર્શન આત્મવાદી છે. આત્માના અસ્તિત્વને સ્વીકારે છે. આત્મા નામક તત્ત્વ વિદ્યમાન છે. આત્મા કર્મનો કર્તા છે. કરેલાં ફળ-સુખ-દુઃખનો ભોક્તા છે. સ્વકૃતકર્માનુરૂપ ગતિગામી છે. જેના યોગે કર્મબંધ અને સંસાર થાય છે તેના પ્રબળ વિરોધી સાધનોના ઉત્કટ સેવનથી એ જ કર્મબંધનનો વિનાશ પણ શક્ય છે. શ્રીમદ્ રાજચંદ્ર એમના લખેલ આત્મસિદ્ધિમાં કહે છે -
આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજકર્મ; છે ભોક્તા, વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ //૪૩ાા આત્મસિદ્ધિ
ચેતનાનો સ્વભાવ મોલિક પૂર્ણ જ્ઞાનમય છે. સૂર્યનો સ્વભાવ પ્રકાશ આપવાનો છે, એ પણ મેઘપટલાદિ આવરણમાં આચ્છાદિત થાય છે તેમ આત્મિક સ્વભાવ પણ રાગ, દ્વેષ, મોહ વગેરે આવરણોથી આચ્છાદિત થયેલો છે તે ધ્યાનાદિના પ્રભાવે આત્મારૂપ સૂર્યના જ્ઞાનરૂપ પ્રકાશ પર પડેલાં રાગાદિ આવરણો દૂર થઈ જાય છે. અજ્ઞાનરૂપ ગાઢ અંધકાર નષ્ટ થાય છે. અને આત્મા પૂર્ણ પ્રકાશિત થાય છે. આ પરિપૂર્ણ પ્રકાશી આત્મા સર્વજ્ઞ કહેવાય છે. આ પ્રકારે
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૪૯