________________
ક્ષમા : સાચાં કે ખોટાં એવાં ક્રોધનાં કારણો આવે છતાં બાહ્ય કે અંદ૨ ક્રોધનો ઉદય થતાં તે ક્રોધને રોકવો, તેને સફળ ન થવા દેવો.
સદાચાર : સર્વ ઉપર ઉપકાર કરવો. પ્રિય વચન બોલવું. સકૃત્રિમ અને અકૃત્રિમ સ્નેહ રાખવો વગેરે સજ્જનયોગ્ય પ્રવૃત્તિ ક૨વી.
યોગવૃદ્ધિ : સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે મુક્તિના ઉપાદાનકારણરૂપ યોગની અપ્રમત્તભાવે સાધના કરાય.
આદેયતા : બીજાઓ પોતાનું વચન અને પ્રવૃત્તિ સાદર સ્વીકારે.
ગુરુતા : બધા સ્થળે ગોરવ મળે.
શમસુખ : કષાયરૂપ વિષદોષ અતિમંદ થવાથી અનુભવાતું શમસુખ જે વિષયસેવનથી થયેલા આનંદથી ચડિયાતું હોય છે.
યોગનું આ ફળ તો વિષમ એવા પંચમકાળમાં પણ આબાલગોપાળ અનુભવી શકે છે જે ઘણું અલ્પ છે તો ચતુર્થ આરામાં યોગનું વિશેષ સ્વરૂપ ‘આવશ્યક નિર્યુક્તિ’ જેવા આગમોમાં કહેલું છે. ‘આવશ્યક નિર્યુક્તિ’માં કહ્યું છે કે આમર્દોષધિ, સર્વોષધિ, ચારણ જેવી અનેક લબ્ધિઓ તેમજ બળદેવત્વ, વાસુદેવત્વ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન અને યાવત્ તીર્થંકરત્વની પ્રાપ્તિ યોગના પ્રભાવથી થાય છે. આ યોગનું સ્વરૂપ આત્મપુરુષોએ આગમમાં સારી રીતે સમજાવ્યું છે માટે મુમુક્ષુ આત્માઓ તે ૫૨ શ્રદ્ધા રાખી અધ્યાત્મયોગનો અભ્યાસ કરે એમ ‘યોગબિંદુ’ ગ્રંથમાં કહ્યું છે.
આત્માદિ અતીન્દ્રિય વસ્તુઓ યોગીઓ પ્રત્યક્ષ પ્રમાણથી ભાવપૂર્વક દેખે છે, જાણે છે એટલે અન્ય જે અયોગી છે એટલે આપણને તે ન દેખવાથી તે વસ્તુઓની સિદ્ધિ નથી એમ ન કહી શકાય કારણ કે અનુમાન પ્રમાણ, આગમથી આપણને એ વસ્તુ પરોક્ષ હોવા છતાં તેનું અસ્તિત્વ અવશ્ય ઘટે છે.
જૈન દર્શન પ્રમાણે વિશ્વના સમગ્ર દ્રવ્યનું બે વર્ગમાં વર્ગીકરણ કરેલ છે – જડ અને ચેતન. પૃથ્વી આદિ પાંચ ભૂત અચેતન છે, જડ છે જ્યારે ચેતના વિજ્ઞાનરૂપ છે, અર્થાત્ જ્ઞાનમય છે, પ્રકાશમય છે તેથી તે જડ ભૂતનો ધર્મ ન હોઈ શકે. જડતા અને ચૈતન્ય અન્યોન્ય વિરુદ્ધ છે તેથી તે એક અધિકરણમાં ન
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૪૮