________________
અર્થાત્ ધર્માસ્તિકાયાદિનું શ્રદ્ધાન તે સમ્યકત્વ, અંગપૂર્વસંબંધી જ્ઞાન તે જ્ઞાન અને તપમાં પ્રવૃત્તિ તે ચારિત્ર - આ પ્રમાણે વ્યવહાર મોક્ષમાર્ગ છે. અને જે આત્મા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે એકાગ્ર થયો છે, અન્ય કાંઈ પણ કરતો નથી કે છોડતો નથી તે નિશ્ચયનયથી મોક્ષમાર્ગ કહેવામાં આવ્યો છે. આગળ કહે
जो चरदिणादि पेच्छदि अप्पाणं अप्पणा अणण्णमयं । सो चारित्तं णाणं दंसणमिदि णिच्छिदो होदि ।।१६२।।
પંચાસ્તિકાય અર્થ : જાણે, જુએ ને આચરે નિજ આત્મને આત્મા વડે,
તે જીવ દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે નિશ્ચિતપણે.
અર્થાત્ જે આત્મા અનન્યમય આત્માને આત્માથી આચરે છે, જાણે છે, દેખે છે, તે જ ચારિત્ર છે, જ્ઞાન છે, દર્શન છે – એમ નિશ્ચિત છે. આ જ મોક્ષમાર્ગ હોવાથી દર્શન-જ્ઞાન-ચારિત્ર જ સેવવા યોગ્ય છે.
આવી રીતે આચાર્ય કુંદકુંદદેવ ‘સમયસાર’ અને ‘નિયમસાર’ બંનેમાં નિશ્ચયથી શુદ્ધ રત્નત્રયને અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને જ મોક્ષમાર્ગ કહ્યો છે.
૩૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની