________________
સમજાવ્યો અને હરિભદ્રએ પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે એમની પાસે દીક્ષા ગ્રહણ કરી અને પોતાને યાકિની મહત્તા સુનુ તરીકે ઓળખાવ્યા અને જૈન દીક્ષા લઈને જૈન આગમોનો અભ્યાસ ચાલુ કરી થોડા જ સમયમાં આગમોના પારગામી બન્યા. ગીતાર્થ બન્યા. ગુરુદેવે તેમની સર્વતોમુખી પ્રતિભા અને યોગ્યતા જોઈ આચાર્યપદે સ્થાપિત કર્યા.
આચાર્ય હરિભદ્રસૂરિએ લખેલ ગ્રંથોની સંખ્યા ઘણી મોટી છે. તેઓ ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા મનાય છે. તેઓએ પ્રાકૃત અને સંસ્કૃત બને ભાષામાં તથા ગદ્ય અને પદ્ય બન્ને શૈલીમાં લખ્યું છે. જૈન યોગસાહિત્યમાં નવો યુગ સ્થાપિત કર્યો છે. તેઓએ પાતંજલ યોગની પદ્ધતિઓ અને પરિભાષાઓનો જૈન પદ્ધતિએ સમન્વય સ્થાપિત કરી જૈનયોગને નવી દિશા પ્રદાન કરી. ‘યોગબિંદુ', યોગદષ્ટિસમુચ્ચય’, ‘યોગશતક’ અને ‘યોગવિંશિકા’ એમના મુખ્ય ગ્રંથો છે. આ બધા ગ્રંથોમાં તેમની યોગભિરુચિ અને યોગવિષયક વ્યાપક બુદ્ધિનાં દર્શન થાય છે.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૪૧