________________
શ્રી કુંદકુંદાચાર્ય એમના પરમાગમોમાં તીર્થકરદેવોએ પ્રરૂપેલા સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે. ભગવાન મહાવીરથી ચાલ્યા આવતા મોક્ષમાર્ગના બીજભૂત જ્ઞાનને તેમણે અધ્યાત્મ અને તત્ત્વમરૂપક શાસ્ત્રોમાં સંગ્રહિત કરેલું છે જે પાંચ પરમાગમ તરીકે પ્રસિદ્ધ છે. એ પાંચ શાસ્ત્રો છે – સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય સંગ્રહ, નિયમસાર અને અષ્ટપાહુડ - જેમાં તેમણે મોક્ષમાર્ગ વર્ણવેલો છે. મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ કહેવામાં આવ્યું છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન છે. સમયસાર અને નિયમસારમાં નિશ્ચય-વ્યવહારનયના મુખ્યતાથી અધ્યાત્મ અને વસ્તુસ્વરૂપ બંનેને સારી રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. મોક્ષમાર્ગના સ્વરૂપ માટે નિર્ણય કરવા કહે છે - નિશ્ચયથી વીતરાગભાવ જ મોક્ષ છે. વ્રત આદિકને મોક્ષમાર્ગ કહ્યો છે પણ તે માત્ર કહેવામાત્ર જ છે. પરમાર્થે બાહ્ય ક્રિયા મોક્ષ નથી. ‘ધર્મપરિણત જીવને વીતરાગભાવની સાથે જે શુભભાવરૂપ રત્નત્રય (વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્ર) હોય છે તેને વ્યવહારનય દ્વારા ઉપચારથી વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. પણ જ્યાં સુધી જીવને પોતાની શુદ્ધતાનો અનુભવ થતો નથી ત્યાં સુધી તે મોક્ષમાર્ગી નથી; પછી ભલે એ વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ વ્યવહારચારિત્ર પાળતો હોય, સર્વ આગમો પણ ભણેલો હોય. જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન હોય ત્યાં સુધી આત્માનું જ્ઞાન-શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન થઈ શકતું નથી. જેને શુદ્ધ આત્માનો અનુભવ વર્તે છે તે જ સમ્યગ્દષ્ટિ છે. સમસ્ત જિનશાસનનું પ્રતિપાદ્ય એક શુદ્ધાત્મા જ છે. એના જ આશ્રયથી સમ્યક્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રકટ થાય છે. આ યથાર્થ મોક્ષમાર્ગ નિશ્ચય-વ્યવહારના મુખ્યતાની “સમયસાર’, ‘નિયમસાર”માં વર્ણવેલો છે.
સમયસારનો સાર સમયસાર અથવા સમયપ્રાભૂત એ આચાર્ય કુંદકુંદદેવની સર્વોત્કૃષ્ટ કૃતિ છે. યથાર્થ આત્મસ્વરૂપની ઓળખાણ કરાવવી તે આ શાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ છે. તેમાં મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ કહેવામાં આવ્યું છે. સમય એટલે આત્મા અને સાર એટલે શુદ્ધ અવસ્થા. અર્થાત્ સમયસાર એટલે આત્માની શુદ્ધ અવસ્થા. તેને કહેનારું આ શાસ્ત્ર છે. આચાર્ય કુંદકુંદદેવ આ શાસ્ત્ર શરૂ કરતાં
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )