________________
યોગભક્તિવાળો છે. અનંતા તીર્થકરોએ આવી શુદ્ધ રત્નત્રયની યોગભક્તિથી પરમાત્મતત્ત્વને પ્રાપ્ત કર્યું છે.
નિયમસારનો સાર ‘નિયમસાર’ એ આચાર્ય કુંદકુંદદેવના પાંચ પરમાગમમાંથી એક છે. “શ્રી નિયમસાર’માં મોક્ષમાર્ગનું સત્યાર્થ નિરૂપણ છે. “નિયમ” એટલે જે અવશ્ય કરવા યોગ્ય હોય તે અર્થાત્ રત્નત્રય. ‘નિયમસાર એટલે શુદ્ધ રત્નત્રય. નિગોદથી માંડીને સિદ્ધ સુધીની સર્વ અવસ્થાઓમાં શાશ્વત એકરૂપ શુદ્ધ દ્રવ્ય સામાન્ય તે પરમાત્માતત્ત્વ છે. જે શુદ્ધાત્મા છે. એને જ કારણ પરમાત્મા, પરમ પારિણામિક ભાવ વગેરે નામોથી કહેવાય છે. આ પરમાગમનો એકમાત્ર ઉદ્દેશ જીવોને પરમાત્મતત્વની ઉપલબ્ધિ અર્થાત્ આશ્રય કરાવવાનો છે. હું ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ્ય સામાન્ય છું એવી શ્રદ્ધા, અનુભવની પરિણતિ એ જ પરમાત્મતત્ત્વનો આશ્રય છે. અને એ જ સમ્યગ્દર્શન છે, તે જ સમ્યજ્ઞાન છે, તે જ સમ્યચ્ચારિત્ર છે. પરમાત્મતત્ત્વના આશ્રયથી અન્ય એવા ભાવોને અર્થાત્ વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન વગેરે શુભ વિકલ્પરૂપ ભાવોને મોક્ષમાર્ગ કહેવામાં આવે છે તે તો કેવળ ઉપચારથી કહેવામાં આવે છે. આ શુભ ભાવો તો જીવ અનંતીવાર કરી ચૂક્યો છે પણ તે ભાવો પરમાત્મતત્ત્વના આશ્રય વિનાના હોવાથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી. એટલે ‘નિયમસારમાં આચાર્ય કુંદકુંદદેવ કહે છે કે સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર અર્થાત્ શુદ્ધ રત્નત્રય એની ભક્તિ કરવી અર્થાત્ આરાધના કરવી તે મોક્ષનો માર્ગ છે. અને તે જ યોગભક્તિ છે. કારણ કે યોગ એટલે આત્માને આત્માના શુદ્ધ સ્વરૂપ સાથે અર્થાત્ પરમાત્મતત્ત્વ સાથે જોડવું. પોતે જ શક્તિ રૂપે પરમાત્મા છે તેમાં વર્તમાન સમ્યકજ્ઞાન પરિણતિ દ્વારા જોડાવું તે યોગ છે. એટલે જ જે આત્મા, આત્માને આત્મા સાથે (શુદ્ધાત્મા સાથે) નિરંતર જોડે છે તે નિશ્ચયથી યોગભક્તિવાળો છે. અનંતા તીર્થકરોએ આવી શુદ્ધ રત્નત્રયની યોગભક્તિથી પરમાત્મતત્ત્વને પ્રાપ્ત કર્યું છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS