________________
‘સમયસાર’ અને ‘નિયમસાર માં વર્ણવેલો મોક્ષમાર્ગ
જૈન દર્શનમાં પ્રત્યેક આત્મા (જીવ) દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે. દરેક જીવ દ્રવ્ય સ્વભાવથી નિત્ય, ધ્રુવ અને શુદ્ધાત્મા છે, અનંતગુણાત્મક છે, શક્તિરૂપ છે. આચાર્ય કુંદકુંદદેવે લખેલા ‘સમયસારમાં આ શુદ્ધાત્માને જ્ઞાયક કહેલો છે, જ્યારે નિયમસારમાં કારણ પરમાત્મા કહ્યું છે, એકરૂપભાવ કહ્યું છે તો એ અનંતગુણોનો પિંડ છે. ગુણ અનંત છે. એમાંથી નીચેનાં પ્રયોજન મુખ્ય ગુણો છે -
૧. અનંત જ્ઞાન ૨. અનંત દર્શન (શ્રદ્ધા) ૩. અનંત વીર્ય (ચારિત્ર) ૪. અનંત સુખ પર્યાય સ્વભાવમાં જીવનું બે રીતે પરિણમન થાય છે - ૧. સ્વભાવરૂપ પરિણમન ૨. વિભાવરૂપ પરિણમન
સ્વભાવરૂપ પરિણમન એ સમ્યક્ જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક્ ચારિત્ર આ રત્નત્રયીરૂપ છે. એનું ફળ અતીન્દ્રિય સુખ છે.
વિભાવરૂપ પરિણમન એટલે જીવની વર્તમાન અવસ્થા જે અશુદ્ધતા - અપૂર્ણતા છે; એને સંસારી જીવ કહેવાય છે. જ્યાં મિથ્યા જ્ઞાન, દર્શન, ચારિત્ર છે અર્થાત્ જ્ઞાન અલ્પ છે, શ્રદ્ધા મિથ્યા છે અને ચારિત્રમાં શુભાશુભ ભાવ અર્થાત્ રાગદ્વેષનાં પરિણામ છે. આ વિભાવરૂપ પરિણમનના કારણે જીવ આ સંસારની ચાર ગતિમાં અનાદિકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે. આ સંસાર અર્થાત (મિથ્યાત્વ) એટલે કે વિપરીત ખોટી શ્રદ્ધા એના દુ:ખનું કારણ છે. કર્મ દુ:ખનું કારણ નથી. કર્મ તો મિથ્યાભાવ અર્થાત્ વિભાવ અને તેથી થતા મિથ્યા અસદાચરણનું ફળ છે. કર્મ ત્રણ પ્રકારનાં છે –
૧. દ્રવ્ય કર્મ (આઠ કર્મ - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ....) ૨. ભાવ કર્મ (રાગ, દ્વેષ, મિથ્યાત્વનાં પરિણામ) ૩. નો કર્મ (દેહ અને પ્રાપ્ત સંયોગ) જીવના દુ:ખનું કારણ એના દ્રવ્યકર્મ કે નો કર્મ (મન, વચન, કાયા) નથી
(આચાર્ય કુંદકુંદદેવની કૃતિઓમાં જેન યોગ
૩૧