________________
નિત્યાનંદમાં પુરુષાર્થથી જોડાવું, એકાગ્ર થવું, પોતે જ પરમાત્મા છે તેમાં વર્તમાન સમ્યક્ જ્ઞાન પરિણતિ દ્વારા જોડાવું તે યોગ છે. સુખ-દુ:ખ, રાગ-દ્વેષ વગેરે મિથ્યાભાવોને સર્વથા છોડીને સાધક અંતર્મુખ થાય છે અને અંતમાં સ્થિરતારૂપ નિર્મળદશા પ્રગટ કરે છે, તે નિશ્ચય યોગભક્તિ છે.
આ જ વાત મુનિ શ્રી પદ્મપ્રભમલધારિ દેવ ‘નિયમસાર’ ગ્રંથની ટીકામાં યોગભક્તિધારી વ્યક્તિને દર્શાવતાં કહે છે –
आत्मानमात्मनात्मायं युनक्त्ये व निरन्तरम् ।
स योगभक्तियुक्तः स्यान्निश्चयेन मुनीश्वरः ।। २२८ ।। અર્થ : જે આ આત્માને આત્મા સાથે નિરંતર જોડે છે તે મુનીશ્વર નિશ્ચયથી યોગભક્તિવાળો છે.
‘યોગ’ને સમજાવતાં આગળ કહે છે
विवरीयाभिणिवेसं परिचत्ता जोण्हकहियतच्चेसु । जो जुंजदि अप्पाणं णियभावो सो हवे जोगो ।। १३९ ।। નિયમસાર
અર્થ : વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને જે જૈનકથિત તત્ત્વોમાં આત્માને જોડે છે, તેનો નિજ ભાવ તે યોગ છે.
જેણે મિથ્યાત્વના પોષક એવા કુદેવ આદિનો આદ૨ છોડી સાચા દેવ ગુરુ તથા સર્વજ્ઞ ભગવંતે કહેલાં તત્ત્વો પર શ્રદ્ધા કરી છે, નવ/સાત તત્ત્વો જાણીને શુદ્ધ આત્મા જ આદરણીય છે એવી નિઃશંક- પણે શ્રદ્ધા કરી છે તેણે નવ તત્ત્વ અને છ યે દ્રવ્યમાં સારરૂપ શુદ્ધાત્મતત્ત્વમાં આત્માને જોડ્યો છે. મિથ્યાત્વ આદિ આસવોને જીતીને સંવ૨-નિર્જરારૂપ શુદ્ધ પર્યાયને પ્રગટ કર્યો છે. પુણ્ય, પાપ, આસવ, બંધથી જુદો પડીને સ્વમાં એકાગ્ર થયો છે, તેણે નવ તત્ત્વોને ખરેખર જાણ્યાં છે. આનું નામ સાચો યોગ છે. પુણ્ય-પાપ આસવ-બંધનું કારણ છે. તેનાથી રહિત એકલા ચૈતન્યના આશ્રયે થતા ભાવ તે સંવ૨-નિર્જરા છે. તે નવ તત્ત્વને યથાર્થપણે જાણી, નિર્વકલ્પ ઉપયોગનું કારણ એવા નિજ આત્મામાં આત્માને જોડે છે, એકાગ્ર થાય છે તેનો નિજ ભાવ તે યોગ છે અર્થાત્ સમ્યદર્શનજ્ઞાન-ચારિત્ર છે.
३४
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની