________________
જૈન યોગનો વર્તમાન યુગ – વીસમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં આચાર્ય તુલસીએ મનોનુશાસનમ્ ગ્રંથ લખીને વિલુપ્ત થતી જૈન યોગપરંપરાને પુનર્જિવિત કરવાનો પ્રયાસ કર્યો. એમના ઉત્તરાધિકારી આચાર્ય મહાપ્રજ્ઞજી છે. એમણે ૧૩ વર્ષ સુધી જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરી, જૈન સિદ્ધાંતોને સમજી, વૈજ્ઞાનિક તથ્યો સાથે તુલના કરી, પ્રયોગ અને અનુભવના આધારે પ્રેક્ષાધ્યાન પદ્ધતિનો વિકાસ કર્યો છે. પ્રેક્ષા ધ્યાન પદ્ધતિ જૈન સાધના પદ્ધતિના મૌલિક સ્વરૂપનો પુનરુદ્ધાર છે. પ્રેક્ષાધ્યાનનો મૂળ સ્કોત આચારાંગ છે જેમાં પ્રેક્ષા નામનો પ્રયોગ કરેલો છે. આચારાંગમાં ભગવાન મહાવીરની ધ્યાન-સાધનાનું વર્ણન છે. તેમણે ધ્યાનની ઉત્કૃષ્ટ સાધના કરી. પરંતુ કાલાંતરે ધ્યાનનો પ્રવાહ ક્ષીણ થતો ગયો. આચાર્ય મહાપ્રજ્ઞજીએ આગમના સંશોધન, અભ્યાસ કરીને જૈન સાધનાપદ્ધતિ વિકસિત કરી. પ્રેક્ષાધ્યાનની પૂરી પ્રક્રિયા જ જૈન યોગ છે. આચાર્ય મહાપ્રજ્ઞજીએ યોગ અને ધ્યાન સંબંધી ઘણાં પુસ્તકો લખ્યાં છે જેમાંથી મુખ્ય છે – ‘જેન યોગ’, ચેતના કા ઊધ્વરોહણ’, ‘અપ્રાણ શરણં ગચ્છામિ’, ‘મહાવીર કી સાધના કા રહસ્ય’, ‘અપના દર્પણ અપના બિમ્બ’, ‘તબ હોતા હે ધ્યાન કા જન્મ', ‘અધ્યાત્મ વિદ્યા” આદિ. આવી રીતે ભગવાન મહાવીર પછી જૈન યોગ - જૈન સાધનાપદ્ધતિમાં ભરતી -ઓટ જોવા મળે છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની