________________
છે. વિક્રમની ચોથી-પાંચમી શતાબ્દીમાં પૂજ્યપાદ દેવાનંદિએ ધ્યાનને લગતા બે ગ્રંથો - સમાધિતંત્ર અને ઇષ્ટોપદેશ લખ્યા. આચાર્ય કુંદકુંદની જેમ પૂજ્યપાદે પણ આત્માની ત્રણ અવસ્થાઓ – બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું નિરૂપણ કરેલું છે. આ ગ્રંથમાં કેવળ આત્મામાં લીન થવું અને આત્મામાં આત્મબુદ્ધિ રાખવી એને જ દુ:ખમુક્તિનો ઉપાય કહ્યો છે. પૂજ્યપાદના બીજા ગ્રંથ ઇષ્ટોપદેશમાં ઇષ્ટ અર્થાત્ મોક્ષનું પ્રતિપાદન કરેલું છે. મનની એકાગ્રતાથી ઇંદ્રિયોનું નિયમન કરી આત્મા દ્વારા આત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે. છઠ્ઠી શતાબ્દીમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે “ધ્યાનશતક' ગ્રંથની રચના કરી. આ ગ્રંથમાં યોગસાધના અને ધ્યાનસાધનાની મૌલિક પદ્ધતિઓ છે. ધ્યાનના મહત્ત્વનું નિરૂપણ કરેલું છે કે ધ્યાનથી કર્મોનો નાશ થાય છે. છદ્મસ્થ અને કેવળી બેઉને ધ્યાનમાં રાખી જિનભદ્રગણિએ ધ્યાનની સ્પષ્ટ પરિભાષા આપી છે. એક વસ્તુ પર ચિત્તને એકાગ્ર કરવું અને યોગનિરોધ એ ધ્યાન છે.
(૩) જૈન યોગનો તૃતીય યુગ : આચાર્ય હરિભદ્રસૂરિથી ઉપાધ્યાય યશોવિજયજી સુધી | વિક્રમની આઠમી શતાબ્દીમાં આચાર્ય હરિભદ્રસૂરિએ જૈન યોગસાહિત્યમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી. એમણે જૈન દર્શનમાં પ્રતિપાદિત આત્માના વિકાસક્રમનું વર્ણન યોગરૂપથી કર્યું. એમણે પાતંજલ યોગપદ્ધતિ અને પરિભાષાઓ સાથે જૈનપદ્ધતિઓનો સમન્વય કરી જૈન યોગને નવી દિશા આપી. આ સમન્વયમાં એમણે જૈન ધર્મમાં પ્રતિપાદિત ચોદ ગુણસ્થાનોને પાતંજલિ યોગપદ્ધતિઓ સાથે તુલનાત્મક સ્વરૂપમાં પ્રસ્તુત કર્યા. એમના યોગવિષયક ચાર ગ્રંથ છે – યોગબિંદુ, યોગદૃષ્ટિસમુચય, યોગશતક અને યોગવિશિકા. પાતંજલ યોગદર્શનમાં અષ્ટાંગ યોગ બતાવેલો છે. હરિભદ્રસૂરિએ યોગદષ્ટિસમુચ્ચયમાં આઠ દૃષ્ટિઓનું નિરૂપણ કર્યું છે અને અષ્ટાંગ યોગ સાથે એનો સમન્વય કર્યો છે. પાતંજલિના યોગદર્શનમાં સમાધિના બે પ્રકાર દર્શાવેલા છે - સમ્રજ્ઞાત સમાધિ અને અસમ્પ્રજ્ઞાત સમાધિ. આચાર્ય હરિભદ્રસૂરિએ યોગના પાંચ પ્રકાર બતાવ્યા છે – અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય. પ્રથમ ચાર પ્રકારની તુલના સમ્પ્રજ્ઞાત સમાધિ સાથે અને અંતિમ પ્રકારની તુલના અસગ્મજ્ઞાત સમાધિ સાથે કરી છે. આવી રીતે
જેન યોગ : ઐતિહાસિક વિહંગાવલોકન
૨૩