________________
પોતાનો વિકાસ કરીને પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે. જૈન આગમોમાં યોગના અર્થમાં અધિકતર ‘ધ્યાન’ શબ્દ પ્રયુક્ત થયેલો છે. જૈન દર્શનોમાં યોગ શબ્દ સમાધિના અર્થમાં પણ પ્રયુક્ત થયેલો છે. આપણે એતિહાસિક દૃષ્ટિથી વિચારીએ તો જૈન પરંપરામાં યોગ અથવા યોગસાધનાને ચાર વિભાગમાં વિભક્ત કરી શકાય : ૧. આગમ અને આગમ સાહિત્યમાં યોગ ૨. આચાર્ય કુંદકુંદદેવથી આચાર્ય હરિભદ્રસૂરિ સુધી (વિક્રમની આઠમી શતાબ્દી
સુધી) ૩. આચાર્ય હરિભદ્રસૂરિથી ઉપાધ્યાય યશોવિજયજી સુધી (વિક્રમની અઢારમી
શતાબ્દી સુધી) ૪. ઉપાધ્યાય યશોવિજયજીથી અત્યાર સુધી (અઢારમી શતાબ્દી પછી) (૧) આગમ અને આગમ સાહિત્યમાં યોગ :
આ અવસર્પિણી કાળમાં જૈન ધર્મના આદ્ય પ્રણેતા ભ. ઋષભદેવ છે જે સ્વયં મહાયોગી હતા. એટલે જેન યોગના પ્રણેતા તરીકે પણ એમને જ સ્થાપી શકાય. આચાર્ય માનતુંગના રચેલા ભક્તામર સ્તોત્ર'માં (ભ.ઋષભદેવની સ્તુતિ) ઋષભદેવ ભગવાનને “યોગીશ્વર તરીકે વર્ણવેલા છે. त्वामव्ययं विभुमचिन्त्य मसंख्य माद्यं । ब्रह्माण मीश्वरमनन्तमनंगकेतुम् । योगीश्वरं विदित योगमनेकमेकं । ज्ञान - स्वरुपममलं प्रवदन्ति सन्तः ।।२४।।
અર્થ : હે ભગવાન ! સંતપુરુષો તમને જુદા જુદા નામથી સંબોધે છે, જેવાં કે – અવ્યય, વિભુ, અચિંત્ય,અસંખ્ય, આદિપુરુષ, બ્રહ્મા, ઈશ્વર, અનંત, કામદેવવિજેતા, યોગીશ્વર, યોગવિશારદ, અનેક, એક, જ્ઞાનમય, નિર્મળ વગેરે.
૨૪મા અને અંતિમ તીર્થકર ભગવાન મહાવીરનો સંસારત્યાગ પછી કેવળજ્ઞાનપ્રાપ્તિ સુધીનો જે સાડા બાર વરસનો સાધનાકાળ હતો. એ
જૈન યોગ : ઐતિહાસિક વિહંગાવલોકન