________________
વૈટસન રેડીંગ કંપનીની ફીસ.
૧૭
જોઈએ તેવી સવડ છે. નીચે મોટો ખુલ્લો ચેક છે. મેટી એસરીઓ અને ઓરડીઓ છે.”
“ચંદ્રકુમાર ! તે ઠીક બારીક અવલોકન કર્યું છે. આપણા ઉપાશ્રયમાં તે છાની યુક્તિ પ્રયુક્તિઓને પ્રબંધ કરવો હોય તે બની શકે તેવું નથી. સાધુઓએ ધર્મશાળા ઠીક શોધી કાઢી.”
“તેમના સંબંધી ઘણી ઘણી વાતે મારા પિતાશ્રીએ મને કરી છે. તેમના ટોળામાં એક બે સાધુ તે તદ્દન પતિત થયેલા છે. એક ચકોરવિજય કરીને યુવાન સાધુ છે, તે તેમને શિષ્ય છે, તેમણે તે હદ છેડી છે છતાં આચાર્ય તેને નિભાવી રહ્યા છે. આચાર્ય જે કે એવા જણાતા નથી પણ ચેલાઓને લીધે તે પણ વગોવાય છે. મેં સાંભળ્યું છે કે આજે રાત્રે આપણું જૈનમહાજન જૈનધર્મશાળામાં એકઠું થવાનું છે.”
ઈન્તજારીથી રસિકલાલે પુછયું “શા માટે ?”
“ આવા મોટા કલેશત્પાદક આચાર્ય પધાર્યા છે તેમના માનાર્થે કાંઈક ધામધુમ કરી તેમનું બહુમાન કરવા માટે.”
મને લાગે છે કે તેમના ભક્તોએ આ વાત ઉપાડી હશે.”
“તે વિના બીજું કોણ ઉપાડે? સિદ્ધ અને સાધકની યુક્તિ છે. હું ખાસ કરીને સભામાં જવાનો છું અને તમે પણ જરૂર આવજે, કારણકે આપણું મંડળીના ગૃહસ્થ હોય તો ઠીક ફાવે. આ આચાર્ય અગ્ય દીક્ષાના ચુસ્ત હીમાયતી છે. બાવા બેઠા જપે જે આવે તે ખપે એવી પ્રવૃત્તિવાળા છે. પાત્રતા કે અપાત્રતા જોતા જ નથી.”
“ચંદ્રકુમાર ! તને આ જાણું દિલગીરી થતી નથી ? આપણું જૈનના સાધુ જે કંચન અને કામિનીના ત્યાગી કહેવાય તેમાં કેટલાક બદમાસ નીકળવાથી આ સાધુસમાજ વગોવાય છે. તેવા સાધુએને તેમના ગુરૂઓએ કાઢી મુકવા જોઈએ. શરમ છે ગુરૂને કે તેવા ચેલાઓને તે નિભાવે છે અને સાથે રાખે છે.”
“રસિકલાલ! તમારું કહેવું બરાબર છે. મને પણ લાગી આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com