________________ --> આદર્શ મુનિ. શ્રયુત અબુજાક્ષ એમ. એ. બી. એલ. ના અભિપ્રાય: એ સારી રીતે સાબિત થઈ ચુકયું છે કે જૈનધર્મ બૈદ્ધધમની શાખા નથી. મહાવીર સ્વામી જૈનધર્મના સ્થાપક નથી, પરંતુ તેમણે તે માત્ર પ્રાચીન ધર્મને પ્રચારજ કર્યો છે.” રાજા શિવપ્રસાદ સિતારે હિંદ પિતાના પુસ્તક “ભૂગલ હસ્તામલક”માં લખ્યું છે કે - બે અઢી હજાર વર્ષ પહેલાં દુનીઆને મેટે ભાગ જૈનધર્મનો અનુયાયી હતે.” એક સ્થળે તેઓ લખે છે. “જૈન તથા બૌદ્ધ એ એક નથી. સનાતન કાળથી એ બંને ભિન્ન ભિન્ન છે. જર્મન દેશના એક મહાન વિદ્વાને આના અનુમોદનમાં એક ગ્રન્થ લખે છે.” અનેક ધર્મવેત્તા સાહિત્યરત્ન શ્રી લાલા કર્નોમલજી એમ. એ. સેશન જજ ઘેલપુર સ્ટેટના લાલા લાજપતરાયે જૈનધર્મ પર કરેલા મિથ્યા આક્ષેપના પ્રત્યુતરમાં “લાલા લાજપતરાયને ભારતવર્ષને ઇતિહાસ તથા જૈનધર્મ " એ મથાળા હેઠળ સને ૧૯૨૩ના જુલાઈની ૨૨મી તારીખના “જૈનપથ પ્રદર્શક”ના અંકના લેખમાં લખે છે - સઘળા લોકો જાણે છે કે જૈન ધર્મના આદિ તીર્થકર શ્રી ષભદેવજી સ્વામી છે, કે જેમને સમય ઐતિહાસિક સીમાથી પણ અત્યંત પૂર્વેનો છે. એમનું વર્ણન સનાતન ધર્મ હિંદુઓના શ્રીમદ્ભાગવત પુરાણમાં પણ આવે છે. ઐતિહાસિક શેધખોળથી એમ માલમ પડે છે કે જૈનધર્મની ઉત્પત્તિને કઈ પણ સમય નિશ્ચિત નથી. અત્યંત પ્રાચીન ગ્રંથોમાં પણ જૈનધર્મના હેવાલ મળે છે.”