________________ આદર્શ મુનિ - પૂજ્ય વીસ તીર્થંકરે પણ સૂર્યવંશી કે ચંદ્રવંશી વિગેરે ક્ષત્રિય કુલેમાં ઉત્પન્ન થયેલા મહાન રાજ્યાધિકારીઓ હતા જેને પુરા જૈનગ્રંથે તથા અજૈન શાસ્ત્ર તેમજ ઐતિહાસિક ગ્રન્થમાંથી મળી આવે છે. આ ધર્મમાં અહિંસાનું તવ તથા યતિધર્મ અત્યંત ઉચ્ચસ્થાને છે. પિતાના હાથથી હિંસા ન થાય તે માટે જૈને જેટલા ડરે છે, તેટલા બધે ડરતા નથી. કેઈ કાળે આ દેશમાં જૈનધર્મ ઘણી જ ઉન્નત અવસ્થામાં હતું. ધર્મનીતિ, રાજનીતિ, શાસ્ત્રનીતિ તથા સમાજેન્નતિ વિગેરે બાબતોમાં તેઓ અન્ય મનુષ્ય કરતાં ઘણાજ આગળ વધ્યા હતા” રાયબહાદુર પૂણેનારાયણસિંહજી, એમ.એ., (બાંકીપુર) લખે છે કે –“જૈનધર્મને અભ્યાસ કરવાની મારી અંતરાભિલાષા છે, કેમ કે મારું માનવું છે કે વ્યાવહારિક યોગાભ્યાસને માટે તેનું સાહિત્ય સર્વથી પ્રાચીન (oldest) છે. મહામહોપાધ્યાય પંડિત ગંગાનાથ ઝા, એમ. એ. ડી. એ. લિટ. અલ્હાબાદ લખે છે કે –“જ્યારથી મેં “શંકરાચાર્ય દ્વારા જૈન સિદ્ધાન્તનું ખંડન વાંચ્યું છે, ત્યારથી મને વિશ્વાસ બેઠે છે કે આ સિદ્ધાન્તમાં ઘણુંય એવું છે જેને વેદાન્તના આચાર્ય સમજ્યા નથી. અત્યારસુધી હું જે કંઈ થોડું ઘણું જૈનધર્મ વિષે જાણી શકો છું તે ઉપરથી મારે વિશ્વાસ દઢ થયો છે કે જે તેમણે જૈનધર્મને તેના પ્રાચીન ગ્રન્થ મારફત “નિહાળે હેત તે તેમને જૈનધર્મને વિરોધ કરવાનું કંઈ પણ કારણ મળતું નહિ.”