________________ >આદર્શ મુનિ. તેઓએ મરાઠી “કેસરી” પત્રના તંત્રી સ્થાનેથી સને ૧૯૦૪ના ડિસેમ્બરની ૧૩મી તારીખના અંકમાં જૈનધર્મ ઉપર લખાણ કરી પોતાની આ પ્રમાણે સંમતિ આપી હતી:– “ગ્રંથો તથા સામાજીક વ્યાખ્યાનો ઉપરથી એમ માલમ પડે છે કે જૈનધર્મ અનાદિ છે; આ વાત તદ્દન નિર્વિવાદ તથા મતભેદ રહિત છે. આ ઉપરાંત આ બાબતમાં અનેક ઐતિહાસિક સુદઢ પ્રમાણે છે. ઈ. સ. પૂર્વે પર૬ની સાલ સુધી તો આ ધર્મ સારી રીતે સિદ્ધ થયેલ છે. મહાવીર સ્વામી તેને ફરીથી પ્રકાશમાં લાવ્યા, તેને પણ આજ કાલ કરતાં 2430 વર્ષ વીતી ગયાં છે. બૌદ્ધધર્મની સ્થાપના પહેલાં જૈનધર્મ પ્રચલિત હતું, એ વાત વિશ્વાસનીય છે. ગ્રેવીસ તીર્થકરમાં મહાવીર સ્વામી છેલા તીર્થકર હતા, તે ઉપરથી પણ જૈન ધર્મની પ્રાચીનતા જણાઈ આવે છે. બૌદ્ધધર્મ પાછળથી થયો એ ચોક્કસ છે.” શ્રીયુત કમલજી* એમ.એ, ધી થી ઓફીસ્ટ (The Theosophist)ના સને ૧૯૦૪ના ડીસેમ્બરના તથા સને ૧૯૦૫ના જાયુઆરીના અંકમાં પિતાનો મત ઉચ્ચારે છે કે - જૈનધર્મ એ એક એ પ્રાચીન ધર્મ છે કે જેની ઉત્પત્તિ તથા ઇતિહાસને પત્તા મેળવવો એ એક દુષ્કર કાર્ય છે. વિગેરે.” ઈન્ટેરનિવાસી શ્રીયુત્ વાસુદેવ ગોવિંદ આપ્ટે, બી. એ. ને મત એ છે કે –“પ્રાચીન સમયમાં જૈનેએ ઉત્કૃષ્ટ પરાક્રમ કર્યા છે તથા રાજ્ય કાર્યભાર ચલાવ્યા છે. એ કાળમાં ચક્રવર્તી, મહારાજાધિરાજ અગર માંડલિક વિગેરે મોટા મોટા પદવીધ પણ જૈનધીઓ થઈ ગયા છે. જૈન ધર્મના પરમ * ઘેલપુર સ્ટેટના સેશન જજ.