________________ > આદર્શ મુનિ હતાં કે જૈનધર્મ એ માત્ર બદ્ધધર્મની શાખા છે અધ્યાપક વિલસન (Wilson), લેસન (Lassen), બાર્થ (Barth), વેબર (Weber) ઈત્યાદિ યુરોપિયન પ્રખ્યાત વિદ્વાનો પણ એજ મત હતો. પરંતુ કયે વખતે ક્યા કારણથી એ શાખા રૂપે પલટાઈ ગયે તે બાબતમાં એ લેકે કશું જણાવતા નથી. પ્રખર વિદ્વાન બાર્થે “ભારતવર્ષના ધર્મો” ( Religions of India) નામના પોતાના ગ્રંથમાં કબુલ કર્યું છે કે આ વિષયમાં મારૂં જ્ઞાન કંઈજ નથી. એ જ પ્રમાણે પંડિત મહાશય વેબરે પણ “ભારતીય સાહિત્યનો ઈતિહાસ” (History of Indian Literature) નામના પુસ્તકમાં કબુલ કર્યું છે કે “જૈનધર્મ સંબંધી અને જે કંઈ જ્ઞાન છે, તે બ્રાહ્મણ શાસ્ત્રના આધારે મેળવેલું છે.” આ ઉતારાઓ ટાંકવાથી ઉપરોક્ત વિદ્વાનો પણ જૈન ધર્મના બારામાં પિતાની અજ્ઞાનતા જાહેર કરે છે એ સિદ્ધ છે. આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે જૈનધર્મની અપ્રાચીનતા સંબંધી જે કંઈ કહેવામાં આવે છે, તે તદ્દન બીનપાયાદાર છે. એટલું જ નહિ પરંતુ એ સઘળાને પૂર્વ તથા પશ્ચિમના અનેક વિદ્વાન એ છડેચોક ખંડિત કર્યું છે, તથા પિતાની અગાધ ઐતિહાસિક શેધદ્વારા જૈનધર્મને વાસ્તવિક રીતે તે જે છે તેજ અનાદિ તથા પ્રાચીન સિદ્ધ કરી બતાવ્યું છે. આ વિષયનું મન્થન કરનારમાં એક ડોક્ટર બૂલર (હૂલર) છે અને બીજા પ્રોફેસર જેકેબી છે. બંને મહાશયે જર્મનીના સુવિખ્યાત વિદ્વાન છે. શ્રીયુત જૈકેબીએ તે જૈનધર્મ એ બદ્ધ ધર્મ કરતાં ઘણુંજ પ્રાચીન છે. તે પિતાની શોધદ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે. આજ પ્રમાણે ઉદયગિરી, જૂનાગઢ વિગેરે સ્થાનેના શિલાલેખે ઉપરથી પણ બૌદ્ધધર્મ કરતાં