________________ આદર્શ મુનિ. જૈનધર્મનું પ્રાચીનપણું માલુમ પડે છે. આ સ્થળે અમે કેટલાક દેશી તથા વિદેશી વિદ્વાનોના મત ટાંકીએ છીએ, જે જૈન ધર્મના પ્રાચીનપણા ઉપર તથા ધર્મના જુદાપણા ઉપર સારે પ્રકાશ પાડે છે. બનારસ સંસ્કૃત કોલેજના માજી ફેસર શ્રીયુત મહામહોપાધ્યાય 5. સ્વામી રામમિશ્ર શાસ્ત્રીએ સં. ૧૯૬૧ને પોષ સુદ 1 ને દિવસે કાશીમાં વ્યાખ્યાન કરેલું તેમાં જણાવેલું કે જૈનદર્શન એ વેદાન્તાદિ દશનથી પણ પૂર્વનું છે. જ્યારથી સૃષ્ટિનો આરંભ થયે ત્યારથી જેનામત પ્રચલિત થયો છે. એક કાળ એ પણ હતો કે જ્યારે જૈન“ધમ ના ધુરંધર આચાર્યોના હકારથી દશે દિશાઓ ગાજી રહેતી હતી. જેનધર્મ એ સ્યાદ્વાદ અભેદ્ય કટ છે, કે જેની અંદર વાદી પ્રતિવાદીઓના માયાવી ગેળા દાખલ થઈ શકતા નથી. | સુપ્રસિદ્ધ સાહિત્યરત્ન તથા ઇતિહાસવેત્તા શ્રીમાન લોકમાન્ય પં. બાલ ગંગાધર ટિળક મહારાજે સને ૧૯૦૪ના નવેમ્બરની ૩૦મી તારીખે વડોદરા નગરીમાં આપેલાં વ્યાખ્યાનમાં એમ કહેલું કે - હા પHT :" આ ઉદાર સિદ્ધાન્ત બ્રાહ્મણ ધર્મ ઉપર ચિરસ્મરણીય પ્રભાવ પાડે છે. પૂર્વે યજ્ઞયાગાદિ માટે અસંખ્ય પશુઓની હત્યા કરવામાં આવતી હતી. તેનું પ્રમાણ મેઘદૃત કાવ્ય વિગેરે અનેક ગ્રન્થમાંથી મળી આવે છે. પરંતુ આ ઘેર હિંસા બ્રાહ્મણ ધર્મમાંથી વિદાય લઈ ચાલી ગઈ, તેનું ખરું માન જૈનધર્મને જ ઘટે છે. ખરૂં બોલાવે તે જૈનધર્મેજ બ્રાહ્મણ ધર્મને અહિંસા ધર્મ બનાવ્યો.”