Book Title: Samprat Sahchintan Part 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/002055/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ ૧૧ ૨મણલાલ ચી. શાહ Page #2 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ અગિયારમો લેખક રમણલાલ ચી. શાહ પ્રકાશક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. મુખ્ય વિતા આર. આર. શેઠની કાં. મુંબઈ-૪00 00૨. અમદાવાદ-૩૮000૨૧. Page #3 -------------------------------------------------------------------------- ________________ SAMPRAT SAHCHINTAN (Part X1) (A collection of articles on various subjects) by Dr. RAMANLAL C. SHAH Published by - Shree Mumbai Jain Yuvak Sangh, 385-Sardar Vallabhbhai Patel Road, Mumbai-400004. First Edition : MAY 1999 Price : Rs. 30-00 પ્રથમ આવૃત્તિ: મે ૧૯૯૯ મૂલ્ય રૂ. ૩૦-૦૦ NO CPYRIGHT લેખકના સર્વ લખાણોનાં અનુવાદ, સંક્ષેપ, સંપાદન કે પુનર્મુદ્રણ માટે કોઈ કોપીરાઈટ રાખવામાં આવ્યા નથી. પ્રકાશક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૪. મુખ્ય વિતા આર. આર. શેઠની કાં. મુંબઈ-૪૦૦૦૦૨. અમદાવાદ-૩૮૦૦૦૧. મુદ્રક : મુદ્રાંકન ડી/૫૭, ગૌતમનગર, એલ.ટી. રોડ, બોરીવલી (વેસ્ટ) મુંબઈ-૪૦૯૨. B Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ મુ. ડૉ. શિવલાલ જેસલપુરાને સ્નેહાદરપૂર્વક | રમણલાલ ચી. શાહ Page #5 -------------------------------------------------------------------------- ________________ કૉપીરાઇટનું વિસર્જન મારા પ્રગટ થયેલ સર્વ ગ્રંથો અને અન્ય સર્વ લખાણોનાં અનુવાદ, સંક્ષેપ, સંપાદન, પુનઃપ્રકાશન ઈત્યાદિ માટેના કોઈ પણ પ્રકારના કૉપીરાઇટ હવેથી રાખવામાં આવ્યા નથી. અન્ય કોઈ વ્યક્તિને કે કોઇ પ્રકાશકને કોઇ પણ ગ્રંથની પ્રથમ આવૃત્તિ માટે કૉપીરાઇટ આપેલા હોય તો તેનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. હવે પછી પ્રકાશિત થનારા મારાં કોઈ પણ લખાણ માટે કૉપીરાઈટ રહેશે નહિ. મુંબઈ તા. ૧-૧-૧૯૯૨ રમણલાલ ચી. શાહ Page #6 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એકાંકીસંગ્રહ • શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ • ગુલામોનો મુક્તિદાતા • ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ૦ હેમચંદ્રાચાર્ય ૦ શ્રી મોહનલાલજી મહારાજ • વંદનીય હૃદયસ્પર્શ, ભા. ૧-૨ ૦ શેઠ મોતીશાહ • બેરરથી બ્રિગેડિયર • પ્રભાવક સ્થવિરો, • તિવિહેણ વંદામિ ભાગ ૧ થી ૫ પ્રવાસ–શોધ-સફર • એવરેસ્ટનું આરોહણ • ઉત્તરધ્રુવની શોધ-સફર • પાસપોર્ટની પાંખે પ્રદેશે જય-વિજયના • રાણકપુર તીર્થ • પાસપોર્ટની પાંખે-ઉત્તરાલેખન નિબંધ • સાંપ્રત સહચિંતન, ભાગ ૧ થી ૧૧ • અભિચિંતના સાહિત્યવિવેચન • ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) • ગૂર્જર ફાગુ સાહિત્ય નરસિહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય • બંગાકુ-શુમિ : પડિલેહા • સમયસુંદર • ક્રિતિકા • ૧૯૬૨નું ગ્રંથસ્થ વાલ્મય ૦ નળ-દમયંતીની કથાનો વિકાસ સંશોધન-સંપાદન • નલ-દેવદતી રાસ (સમયસુંદરકૃત) • જંબુસ્વામી રાસ (યશોવિજયજીકૃત) • કુવલયમાળા (ઉધ્યોતનસૂરિકૃત) • મૃગાવતીચરિત્ર ચોપાઈ(સમયસુંદરકૃત) • નલ-દવદંતી પ્રબંધ (ગુણવિનયકૃત) • થાવસ્યાસુત રિષિ ચોપાઇ (સમયસુંદરકૃત) E Page #7 -------------------------------------------------------------------------- ________________ ♦ નલરાય-દવદંતી ચરિત્ર (ઋષિવર્ધનસૂરિષ્કૃત) • ધન્ના-શાલિભદ્ર ચોપાઇ (ગુણવિનયકૃત) • બે લઘુ રાસકૃતિઓ (જ્ઞાનસાગરસ્કૃત અને ક્ષમાકલ્યાણકૃત) નલ-દવદંતી પ્રબંધ (વિજયશેખરકૃત) ધર્મ-તત્ત્વજ્ઞાન ♦ જૈન ધર્મ (છઠ્ઠી આવૃત્તિ) ૰ જૈન ધર્મ (હિન્દી આવૃત્તિ) ♦ જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ) ૭ બૌદ્ધ ધર્મ • નિહ્નવવાદ Buddhism-An Introduction Jina Vachana • જિનતત્ત્વ, ભાગ ૧ થી ૬ ૭ તાઓ દર્શન કન્ફયૂશિયસનો નીતિધર્મ ♦ અધ્યાત્મસાર, ભાગ ૧ સંક્ષેપ ♦ સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાઠ્યસંક્ષેપ) અનુવાદ ♦ રાહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી, દિલ્હી) • ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી) સંપાદન (અન્ય સાથે) મનીષા ૭ શ્રેષ્ઠ નિબંધિકાઓ • શબ્દલોક ૭ ચિંતનયાત્રા • ૦ નીરાજના અક્ષરા અવગાહન ♦ જીવનદર્પણ ૦ કવિતાલહરી ૭ સમયચિંતન તત્ત્વવિચાર અને અભિવંદના મહત્તરા શ્રી મૃગાવીશ્રીજી ♦ જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨-૩-૪ • શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ • યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ પ્રકીર્ણ • એન. સી. સી. • જૈન લગ્નવિધિ • ઑસ્ટ્રેલિયા F Page #8 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ અગિયારમો (‘પ્રબુદ્ધ જીવન’માં પ્રકાશિત થયેલા લેખોનો સંગ્રહ) અનુક્રમ ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. નિદ્રાદેવીનું અકળ આવાગમન जं छन्न तं न वत्तव्वं કચરો વીણનારા બૌદ્ધ ધર્મ ફાગુનો કાવ્યપ્રકાર दुक्कर करेठं जे तारुण्णे समणत्तणं વૈમાનિક અસભ્યતા સ્વ. ડૉ. શિવાનંદ અધ્વર્યુ એન. સી. સી. દ્વારા લશ્કરી તાલીમ મધ્યકાલીન ધર્મવિષયક જૈન પદ્યપરંપરા પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા काले कालं समायरे । H પૃષ્ઠ ૧૬ ૩૦ ૩૯ ૬૪ ૮૪ ૯૮ ૧૦૯ ૧૨૫ ૧૫૨ ૧૬૨ ૧૭૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ નિવેદન શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્ર “પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત થયેલા મારા લેખોનો એક વધુ સંગ્રહ “સાંપ્રત સહચિંતન-ભા અગિયારમો પ્રકાશિત થાય છે. આઝાદી પૂર્વે, મહાત્મા ગાંધીજીના પ્રભાવ હેઠ, કશી પણ જાહેરખબર લીધા વિના શરૂ થયેલા વૈચારિક મુખપત્ર “પ્રબુદ્ધ જીવનને ૬૦ વર્ષ હવે પૂરાં થાય છે. છેલ્લાં સોળ વર્ષથી એના તંત્રી તરીકે વિવિધ વિષયો પર તંત્રીલેખો લખવાનું મારે પ્રાપ્ત થયું છે. આથી “સાંપ્રત સહચિંતન'ના સંગ્રહોમાં સાહિત્ય, શિક્ષણ, ધર્મ, રાજકારણ વિશેના લેખો ઉપરાંત અંજલિલેખો જેમ જેમ લખાતા-છપાતા ગયા તેમ તેમ ગ્રંથરૂપે પ્રકાશિત થતા ગયા છે. ભવિષ્યમાં આ બધા લેખોનું વિષયવાર વર્ગીકરણ કરીને જુદા જુદા સંગ્રહો પ્રગટ કરી શકાય. “સાંપ્રત સહચિંતન'ના આ અગિયારમા ભાગમાં “બૌદ્ધ ધર્મ અને એન.સી.સી.' વિશેના લેખો પણ સમાવી લીધા છે, કારણ કે ધમાં વર્ષો પહેલાં પરિચય પુસ્તિકારૂપે છપાયેલા એ લેખો સુલભ રહ્યા નથી. આ ગ્રંથના પ્રકાશન માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો હું ઋણી છું. મુદ્રણકાર્ય માટે “મુદ્રાંકન'ના માલિક શ્રી જવાહરભાઈનો તથા ડૉ. શિવલાલ જેસલપુરા અને શ્રી ગિરીશ જેસલપુરાનો પણ હું આભારી છું. ચૈત્ર સુદ, સં. ૨૦૫૫ પ ૨મણલાલ ચી. શાહ તા. ૧૮-૩-૯૯ Page #10 -------------------------------------------------------------------------- ________________ નિદ્રાદેવીનું અકળ આવાગમન નિદ્રાદેવીની લીલા અપરંપાર છે. એનું આવાગમન, વિશેષતઃ. આગમન કેટલીયે વાર અકળ રહે છે. તે ભલભલા મોટા મોટા ભક્તને પણ અકાળે અકળ રીતે વિવશ કરી ઉપહાસમય બનાવી દઈ શકે છે અને અપ્રસન્ન થાય ત્યારે ભક્તને લાંબા સમય સુધી દર્શન ન આપીને ક્રૂરતાપૂર્વક અકળાવી મારે છે, તરફડિયાં મરાવડાવે છે, અરે ક્યારેક તો આપઘાત પણ કરાવડાવે છે. નિદ્રાદેવીનો પ્રભાવ એવો અકળ છે કે એનો પ્રસાદ પામનાર કોઈપણ ભક્ત “હવે હું નિદ્રાધીન છું' એવું કહેવા માટે પણ જાગતો રહી શકતો નથી. દેવીઓમાં એક નિદ્રાદેવી એવી છે કે જે પધારવા માટે નિમંત્રણ મળવા છતાં કેટલાયે ભક્તો પાસે જલદી જતી નથી, તો બીજી બાજુ વગર નિયંત્રણો કેટલાયની પાસે પહોંચી જાય છે. ને પધારવા માટે ભક્તની આજીજીભરી વિનંતીનો અનાદર કરીને પણ તે પોતાના ભક્તને શરણાધીન બનાવી દે છે. ' બીજાં દેવદેવીઓમાં માણસ શ્રદ્ધા ધરાવે કે ન ધરાવે, આ દેવી પ્રત્યે પણ માણસને શ્રદ્ધા હોય કે ન હોય, એનું શરણું લીધા વગર છૂટકો નથી. નિદ્રાદેવીના સામ્રાજ્યનો ક્યારેય કાયમનો અંત આવવાનો નથી. એનું આસન ચલાયમાન થવાનું નથી. પરંતુ ભિખારી હોય કે શહેનશાહ, સૌના આસન સ્થિર કરી દઈને એની પ્રતિષ્ઠાને એ ચલાયમાન કરી દઈ શકે એમ છે. કેટલાક સમય પહેલાં ભારતનાં કેટલાંક રાજ્યોમાં ચૂંટણીપ્રચારનું કાર્ય જોરશોરથી ચાલ્યું હતું. ઠેરઠેર સભાઓ યોજાઈ હતી. કેટલાક રાજદ્વારી નેતાઓ ચૂંટણી પ્રચાર માટે એક સ્થળેથી બીજે સ્થળે ભાષણ કરવા પહોંચી જતા. વિલંબને કારણે સ્થાનિક કાર્યકર્તાઓને અને શ્રોતાઓને રાતના બાર-એક વાગ્યા સુધી બેસી રહેવું પડતું. એવી Page #11 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૧ -- સભાનાં દશ્યો વિડિયો-પત્રકારો ઝડપી લેવા લાગ્યા હતા. આવી સભા ચાલતી હોય એમાં કેટલાયે શ્રોતાજનો ઊંઘતા હોય એ તો જાણે સમજાય, પણ મંચ પર બેઠેલા મોટા મોટા રાજદ્વારી નેતાઓને પણ ઊંઘતા બતાવાયા હતા. થાક અને ઉજાગરાને લીધે, ઊંઘવું ન હોય છતાં ઊંઘ આવી ગઇ હોય એવાં લાક્ષણિક દશ્યો ટી.વી. પર બતાવવાથી એવા મોટા નેતાઓની પ્રતિભા ઝાંખી પડી ગઇ હતી. મોટા માણસ થયા એટલે ઊંધ ન આવે એવું નથી. ઊંઘ એ તો શરીરનો ધર્મ છે. આપણા એક ભૂતપૂર્વ વડાપ્રધાન એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ઊંઘી ગયા હતા. કેમેરામાં ઝડપાઇ ગયેલા એ દશ્ય દુનિયાભરમાં ઘણી રમૂજ ફેલાવી હતી. પોતે આંખો મીંચી ધ્યાનથી સાંભળે છે એવો કોઇનો પણ સ્વબચાવ તદ્દન જૂઠો છે એવું એની લાક્ષણિક રીતે નમી પડેલી ડોક પુરવાર કરી આપે છે. ઝોકાં ખાવાની પ્રવૃત્તિ અનાદિકાળથી ચાલી આવે છે. મહાભારતની કથામાં અર્જુનની પત્ની સુભદ્રા સગર્ભા હોય છે ત્યારે પોતાના ભાઇ શ્રીકૃષ્ણ પાસેથી યુદ્ધના કોઠા(વ્યૂહ)ની વાત સાંભળતાં સાંભળતાં ઝોકું ખાઇ લે છે ત્યારે ઉદરમાં રહેલો અભિમન્યુનો જીવ હોંકારો ભણે છે. તે કળી જઈને શ્રી કૃષ્ણ આગળ સમજાવવાનું બંધ કરે છે. એક ઝોકાંથી પરિસ્થિતિ કેટલી પલટાઇ જાય છે તે મહાભારતમાં જોવા મળે છે. વિડિયો ફિલ્મની શોધ પછી કેટલાયે માણસોને અજાણતાં ઊંઘતા ઝડપી લઇ શકાય છે. માણસને પોતાને ખ્યાલ પણ ન હોય કે દૂર ખૂણામાં રહેલો કોઇક કેમરા પોતાના ચહેરા પર ફરી વળ્યો છે. ‘ક્લોઝ અપ' દ્વારા કેમેરા ચહેરો, આંખો, હાથપગના આંગળા ઉપર કેન્દ્રિત થઇ જાય છે. ઝોકાં ખાતાં, બગાસું ખાતાં, છીંક ખાતાં, ખાનગી ગુસપુસ કે ઈશારા કરતાં કે મોંમાં કંઇક ચૂપચાપ નાખતાં Page #12 -------------------------------------------------------------------------- ________________ નિદ્રાદેવીનું અકળ આવાગમન તમને તે પકડી પાડે છે અને તમારી એ લાક્ષણિક વિચિત્ર મુદ્રા કે ક્રિયા ટી.વી. દ્વારા અનેક પ્રેક્ષકો સુધી પહોંચાડે છે. જાહેર જીવનમાં પડેલા માણસોએ કેમેરાથી વધુ સાવધ રહેવાનો વખત આવી ગયો છે. ઊંઘવું બિલકુલ ન હોય, છતાં ક્યારે પોતાની આંખ ઢળી પડી છે તેની ખબર પણ ન પડે એવા અનુભવો બધાને થતા હોય છે. અચાનક ઝોકું આવવાનાં ઘણાં કારણો છે. ઉજાગરો હોય, થાક લાગ્યો હોય, ભારે ભોજન લીધું હોય, નીરસ વાતો કે કંટાળાજનક ભાષણ સાંભળવાનો પ્રસંગ હોય, દારૂનો કે માદક દ્રવ્યનો નશો ચડ્યો હોય, ભારે દવાની અસર થઈ હોય, let-lag (જેટ-લેગ) હોય, કશું કરવાપણું ન હોય, લયબદ્ધ ચાલતા વાહનમાં બેઠાં હોય કે એવાં બીજાં અનેક કારણોને લીધે માણસે ઇચ્છા ન કરી હોય, બલ્ક જાગૃત રહેવાનો હેતુપૂર્વકનો ભારે પુરુષાર્થ કર્યો હોય છતાં આંખો ઘેરાવા લાગે છે. ટ્રેનમાં, બસમાં, વિમાનમાં, થિયેટરમાં, સભા-મંડપમાં, અધ્યાપકના વર્ગમાં, સેમિનારમાં, સંમેલનોમાં, ધ્યાન માટેની શિબિરોમાં માણસને અચાનક ઝોકું આવવાનાં, આગન્તુકી નિદ્રાનાં દશ્યો હવે સામાન્ય બની ગયાં છે. દુનિયાભરમાં હવે રાત્રિની જાગૃતિ વધતી ચાલી છે. રાતપાળી કરતાં કારખાનાંઓની સંખ્યા ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી રહી છે. હવાઈ મથકો, રેલવે સ્ટેશનો, પંચતારક હોટેલો, હોસ્પિટલો, લશ્કરી કેન્દ્રો, પોલીસ મથકો, જુગારખાનાંઓ, કૂટણખાનાંઓ વગેરે વિવિધ ક્ષેત્રોમાં રાત્રે જાગતા, પોતાની ફરજ બજાવતા, મોજમઝા માણતા કે ચોરીડાકુગીરી કરતા માણસો સર્વત્ર જોવા મળશે. વિદ્યુતશક્તિના અજવાળાએ તે માટે ઘણી સગવડ કરી આપી છે. એટલે ઉજાગરા કરનારા માણસોને કસમયે ઝોકું આવી જાય એની નવાઈ નથી. વીજળીના દીવાની શોધ થઈ તે પહેલાં માણસનું જીવન બહુધા નિયમિત હતું. Eary to bed and early to rise કે “રાત્રે નિદ્રા, Page #13 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ દિવસે કામ” કે “પરોઢિયે નિત્ય ઊઠીને' કે “રાત્રે વહેલો સૂઈને વહેલો ઊઠે વીર” જેવાં ડાહ્યાં વચનો ચરિતાર્થ થતાં. ત્યારે કુદરતી અંધારું વધારે રહેતું. ચાંદની રાતનું ત્યારે ઘણું મહત્ત્વ ગણાતું. પૂનમની રાત એટલે ઉત્સવપૂર્વક જાગરણ કરવાની રાત. પરંતુ વીજળીના દીવાઓના પ્રકાશે પૃથ્વી પરથી અંધારાનું પ્રમાણ ઓછું કરી નાખ્યું છે. એથી ઊંઘની નિયમિતતા દુનિયાભરમાંથી ઓછી થઈ ગઈ છે. પર્યાવરણવાદીઓએ પૃથ્વી ઉપર અંધકારના ઘટેલા પ્રમાણ માટે હજુ બૂમરાણ મચાવી નથી. આંતરરાષ્ટ્રીય વિમાન વ્યવહાર વધતાં દુનિયાના એક ખંડમાંથી બીજા ખંડમાં, એક ગોળાર્ધમાંથી બીજા ગોળાર્ધમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ રોજ સહેજે પચાસ લાખ કરતાં વધુ હશે. તેઓ પોતાના સ્થાનિક સમયે નીકળી બીજે સ્થળે પહોંચે ત્યારે એ બે દેશો વચ્ચે સમયનું અંતર હોય છે. ભારતમાં સવાર હોય ત્યારે અમેરિકામાં રાત્રિ હોય. લંડનમાં સવાર હોય ત્યારે જાપાન કે ઓસ્ટ્રેલિયામાં રાત્રિ હોય, એટલે પ્રવાસીઓ પોતાના દેશમાંથી સવારે નીકળી બાર કલાકે બીજા દેશમાં પહોંચે ત્યારે તે દેશના સ્થાનિક સમય પ્રમાણે ત્યાં સવાર પડી ગઈ હોય. એટલે મુસાફરને દિવસને અંતે દિવસ મળે, રાત્રિ ન મળે. આ સમયાન્તરની-Time Differenceની- અસરને જેટ વિમાનોને કારણે જેટ-લેગ (Jet-lag) કહેવામાં આવે છે. આવા લાખો પ્રવાસીઓ રોજે રોજ બીજા દેશમાં જઈને દિવસે ઊંઘતા હોય છે અને રાત્રે જાગતા હોય છે. એમની ઊંઘ અને જાગૃતિનું ચક્ર અનિયમિત થઈ જાય છે. પછી દિવસે અનિચ્છાએ એમને ઝોકાં આવે એમાં એમનો વાંક નથી. દુનિયામાં પીડાશામક દવાઓનો વપરાશ વધતો ચાલ્યો છે. એવી દવાઓથી બેહોશી આવી જાય છે. જુદા જુદા રોગો પરની. ભારે દવાઓ પણ નિંદર લાવી દે છે. દવાઓના પેકિંગમાં આ ચેતવણી લખેલી જ હોય છે. વળી માનસિક તનાવને કારણે અશાન્ત બનેલા Page #14 -------------------------------------------------------------------------- ________________ નિદ્રાદેવીનું અકળ આવાગમન માણસોને જે શાન્તિકારક દવાઓ અપાય છે તે તરત ઊંઘ લાવે છે. દિવસ હોય કે રાત, એવી દવાઓ લેતાં થોડીવારમાં જ એની અસર ચાલુ થાય છે. સમગ્ર દુનિયામાં આવી દવાઓનો વપરાશ ઘણો જ વધી ગયો છે. એટલે અકાળે ઊંઘ આવવાની ઘટનાઓ પણ એટલી જ બનવા લાગી છે. બીજાની નીરસ વાત લાંબી ચાલે અને તે ફરજિયાત સાંભળવી પડે જ એવી સ્થિતિ હોય તો શ્રોતાનું થાકેલું ચિત્ત આંખોને ઝીણી બનાવી દે છે અને પછી ચિત્ત પણ નિદ્રાદેવીની સ્તુતિમાં લાગી જાય છે. હોંકારો ભણતા જવું અને વચ્ચે વચ્ચે ઝોકાં ખાઈ લેવાં એવી સ્થિતિનો અનુભવ કેટલાયને થયો હશે ! ક્યારેક સભાગૃહોમાં ભિન્નભિન્ન વક્તાઓના વક્તવ્યની ઝડી વરસતી હોય, ભોજનનો સમય વીતી ચૂક્યો હોય અને કાર્યક્રમ હજુ અધવચ્ચે પહોંચ્યો હોય ત્યારે ભૂખ્યા પેટે શ્રવણ કરનારાઓની પડખે આવીને નિદ્રાદેવી ક્યારે બેસી જાય છે તેની ખબર પડતી નથી. કોઈકને પ્રશ્ન થાય કે ધાર્મિક વ્યાખ્યાનોમાં માણસોને ઝોકાં કેમ આવતાં હશે? એ માટે કોઈક કવિએ કલ્પના કરી છે કે જેને ઉઠાડવા માટે ઢોલનગારાં વગાડવાં પડતાં, જેના નાકમાં સાપ ફેરવવા પડતા એવા ઊંઘણશી કુંભકર્ણની મહારાણી તરીકે નિદ્રાને ઓળખાવવામાં આવે છે. રાવણ સાથેના યુદ્ધ દરમિયાન ભગવાન રામના હાથે થયેલા કુંભકર્ણના મૃત્યુ પછી એની પ્રિય રાણી નિદ્રા વિધવા થઈ. એટલે તે પોતાના વૈધવ્યના દિવસો પસાર કરવા ધર્મકથાઓ સાંભળવા જવા લાગી. પોતે ઓળખાય નહિ એ માટે તે ત્યાં કેટલાક શ્રોતાઓના ચિત્તમાં જઇને બેસી જવા લાગી છે. निद्राप्रियो यः खलु कुंभकर्णो हतः समीके स रघूत्तमेन । वैधव्यमापद्यततस्य कांता श्रोतुं समायाति कथापुराणम् ॥ Page #15 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ જો કે આ નિદ્રાપ્રિયા પણ સમયે સમયે આધુનિક બનતી રહી છે અને હવે તો તે મોટી પ્રચારસભાઓના મંચ પર કે આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં પણ ભાગ લેવા લાગી છે. એક સમારંભમાં કાર્યક્રમ બહુ દીર્ઘસૂત્રી બની ગયો અને મધ્યાહુનના ભોજનનો સમય થયો છતાં વક્તાઓનાં વકતવ્યો ચાલુ રહ્યાં. એ સમયે થાકેલા શ્રોતાગણમાં એક વડીલની આંખો ઘેરાવા લાગી. થોડી વારમાં તો તેઓ બેઠાં બેઠાં ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. કેટલીક વાર પછી આ પરિસ્થિતિ સહન ન થતાં બાજુમાં બેઠેલી એક યુવતીએ વડીલને હડબડાવીને કહ્યું, “એય કાકા, કેટલું ઊંધો છો ?' આંખો ચોળતાં કાકાએ કહ્યું, “બહેન માફ કરજો. એક તો મારે કાલનો ઉજાગરો છે અને એમાં આ વક્તાનું લાંબુ લચક ભાષણ, એટલે ઊંઘ ચડી ગઈ...પણ બહેન, તમે આટલા બધા રોષભર્યા અવાજે મને હડબડાવ્યો, તો હું એમ પૂછી શકું કે મારી બેઠકમાં હું ઊંઘતો હોઉં તો તમે તે સામે કાયદેસર કંઈ વાંધો લઈ શકો? શું મને ઊંઘવાનો અધિકાર નથી ?' “કાકા, તમે ઊંધો એનો વાંધો નથી લેતી, પણ તમે આ જોરશોરથી નસકોરાં બોલાવો છો એનો વાંધો છે.” ઓહ, માફ કરજો બહેન, મારાં નસકોરાંથી તમને સાંભળવામાં ખલેલ પહોંચી. મને ખબર નહિ કે તમને વક્તાના ભાષણમાં આટલો બધો રસ હશે !' “મને વક્તાના ભાષણમાં જરા પણ રસ નથી, કાકા! પણ તમારા આ જોરશોરથી બોલતાં નસકોરાંથી મારી ઊંઘમાં ખલેલ પહોંચે છે. તમને તમારી બેઠકમાં ઊંઘવાનો અધિકાર છે, તો મને પણ અધિકાર જાહેરમાં, સમુદાયમાં ઝોકાં ખાવાને લીધે ઝઘડા વારંવાર થતા રહે છે. પોતાનું મસ્તક બીજા અજાણ્યાના ખભા પર ઢળી પડતું હોય ત્યારે તો ઝઘડામાં ઉગ્રતા આવી જાય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ નિદ્રાદેવીનું અકળ આવાગમન ભર ઉનાળામાં બપોરે પેટ ભરીને કેરીનો રસ કે અન્ય ભારે ભોજન લીધા પછી માણસની, વિશેષતઃ પ્રૌઢો-વૃદ્ધોની આંખ ન ઘેરાય એવું બને નહિ. ઠંડા દેશોમાં એવું ઓછું બને. એક વખત જાપાનથી મારા એક મિત્ર ઉનાળામાં ભારત આવેલા. એમણે મને પ્રશ્ન કર્યો, ડો. શાહ, ઇન્ડિયામાં કેટલાક લોકો બપોરે જમીને સૂઈ જાય છે એ સાચી વાત છે ?' હા, કેમ ?' પણ દિવસે ઊંઘ આવે કેવી રીતે ? અમારા જાપાનમાં દિવસે લોકો સૂતા નથી.' એનું કારણ આબોહવા છે. માત્ર ભારતમાં જ નહિ યુરોપમાં સ્પેન, પોર્ટુગલ વગેરેમાં તથા લેટિન અમેરિકામાં લોકો બપોરે સૂઈ જાય છે. એને 'SIESTA (છા કલાકનો આરામ) કહે છે.” બપોરે ઊંઘવાની વાતથી એમને બહુ આશ્ચર્ય થયું. અમે એમને કેનેરીની બૌદ્ધ ગુફાઓ જોવા લઈ ગયા હતા. ત્યાંથી બોરીવલીમાં એક મિત્રને ત્યાં રસપૂરીનું ભોજન લઈ અમે પાછા ફર્યા. એ જાપાનીઝ મિત્રે આખે રસ્તે ઊંધ્યા કર્યું. હોટેલ આવી ત્યારે એમને જગાડ્યા. એમણે કહ્યું, “ભારતમાં લોકો બપોરે કેમ સૂઈ જાય છે તે હવે મને જાત અનુભવથી સમજાઈ ગયું.” કેટલાક લોકોને મન રાતની ઊંઘ કરતાં બપોરની ઊંઘનું મહત્ત્વ વધારે હોય છે. કોઈક લેખકે કહ્યું છે : “There is more refreshment and stimulation in a nap, even of the briefest, than in all the alcohol ever distiiied.' કેટલાક માણસોને ઊંઘમાંથી જગાડીએ તો ગમે છે અને કેટલાકને ગમતું નથી. કેટલાક વિફરે પણ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ કેવા પ્રકારના સૂતેલા માણસોને જગાડવાનું આપણું કર્તવ્ય છે અને કેવા પ્રકારના જીવોને ન જગાડવામાં ડહાપણ રહેલું છે તે વિશે “ચાણક્યનીતિ'માં કહ્યું છે : . विद्यार्थी सेवकः पान्यः क्षुधार्तो भयकातर ।। भांडारी प्रतिहारश्च सप्त सुप्तान् प्रबोधयेत् ॥ (વિદ્યાર્થી, સેવક, પથિક, ભૂખથી પીડિત, ભયથી ડરપોક થયેલો, ભંડારી અને દ્વારપાળ એ સાત સૂતેલા હોય તો તેમને જગાડવા.) अहिं नृपं च शार्दूलं किटिं च बालकं तथा । परश्वानं च मूर्ख च सप्त सुप्तान् न बोधयेत् ॥ (સાપ, રાજા, વાઘ, ભૂંડ, બાળક, બીજાનો પાળેલો કૂતરો અને મૂર્ખ એ સાત સૂતા હોય તો તેમને જગાડવા નહિ.). કેટલાક લોકોનું જીવન જ રાત્રે ચાલુ થાય છે. અમુક વ્યવસાયવાળા, જુગારસટ્ટો રમવાવાળા, ચોરી લૂંટફાટ કરનારા, નાઈટ કલબોમાં રખડનારા એવા અનેક લોકો રાત પડે એટલે રાજા જેવા બની જાય છે. રાતના ઉજાગરા પછી દિવસે પણ કાર્ય કરવાનું આવે તો તેવા માણસો અચાનક ઊંઘનો શિકાર બની જાય છે. નીરસ કાર્ય પરાણે કરવાનું આવે તો પણ ઊંઘ આવે છે. વિદ્યાર્થીઓને એનો બહોળો અનુભવ હોય છે. ધનાઢ્ય દેશોમાં વિશાળ હાઈવે પર ગાડી ચલાવાતી હોય, સામેથી કોઈ વાહન કે વ્યક્તિ આવવાની કોઈ સંભાવના ન હોય, સવાસો-દોઢસો કિલોમિટરની ગતિ હોય, રસ્તો સળંગ સીધો હોય ત્યારે નીરસપણે ગાડી ચલાવતાં ચલાવતાં દિવસે પણ ઝોકું આવી જવાનો સંભવ રહે છે. આથી જ રસ્તામાં થોડે થોડે અંતરે વિવિધ નિશાનીઓ, બોર્ડ વગેરે આવે છે, જેથી ચિત્ત નવરું ન પડે. વળી ચલાવનાર પણ સંગીત વગેરેની કેસેટ સાંભળવાનું રાખે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ નિદ્રાદેવીનું અકળ આવાગમન ભારતમાં મોટરકારના અકસ્માતો ઘણા થાય છે. એમાંથી બહુધા રાતના-અડધી રાતે થાય છે કે જ્યારે ઉજાગરાને લીધે કે નશો કરવાને લીધે અથવા ડ્રાઇવિંગની કંટાળાજનક એકવિધતાને લીધે કે ઠંડકને લીધે મગજ વિચારશૂન્ય બનતાં આંખો થોડીક ક્ષણ માટે ઘેરાઇ જાય છે અને તે જ વખતે અકસ્માત થાય છે. જાણીને આશ્ચર્ય થશે પણ એ વાત સાચી છે કે લાંબા અંતરનાં વિમાન ચલાવનાર પાઇલોટો વિમાન ચલાવતાં ચલાવતાં કોકપિટમાં ઝોકાં ખાઇ લે છે. વિમાન આકાશમાં ઉપર એની ઊંચાઇએ પહોંચી ગયા પછી અને દિશાની ડિગ્રી મેળવી લીધા પછી બહુ કરવાનું રહેતું નથી. જાણે પોતે નિષ્ક્રિય બેઠા હોય એવો અનુભવ ઘણા પાઇલોટને થાય છે. એવા નીરસ કલાકોમાં તેઓ માંહોમાંહે વાતચીત કરતા રહે છે, પણ એથી પણ કંટાળી જાય છે ત્યારે ઝોકું આવી જાય છે. આવા બનાવોનું NASA કે AVA દ્વારા વખતોવખત જે સર્વેક્ષણ થાય છે એ પ્રમાણે એની ટકાવારી ઉત્તરોત્તર વધતી જાય છે. 2 કેટલાક સમય પહેલાં, ૧૯૯૭ના નવેમ્બરમાં અમેરિકામાં યુનાઈટેડ એરલાઈન્સના એક માલવાહક વિમાનમાં ફક્ત બે પાઇલોટ જ હતા. એક હવાઇ મથકેથી બીજા દૂરના લોસ એન્જલસના હવાઇ મથકે માલવાહક વિમાનને ઉતારવાનું જ એમનું કામ હતું. પ્રવાસીઓ અને એરહોસ્ટેસ તથા અન્ય કર્મચારીઓવાળાં વિમાનો સતત પ્રવૃત્તિશીલ હોય છે. પણ માલવાહક વિમાનને સીધી ગતિએ ઊડવા સિવાય બીજું કશું કરવાનું નહોતું. આથી બંને પાઇલોટોને ઊંઘ ચડી ગઇ, નીચે જમીન પર કોઇ આવી રીતે ચાલતું વાહન હોય તો ક્યાંક ભટકાઇ પડે. આકાશમાં એવું જવલ્લે જ બને. એટલે એ વિમાન એની મેળે પેસિફિક મહાસાગર પર ગતિ કરતું રહ્યું. પોતાનું માલવાહક વિમાન કેમ આવ્યું નહિ એની તપાસ ચાલુ થઇ અને નક્કી થયું કે વિમાન Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ - - આગળ નીકળી ગયું છે. પાયલોટોને જગાડવા માટે વાયરલેસ સંદેશાઓ સતત મોકલાતા રહ્યા. છેવટે પાયલોટ જગ્યા. પણ ત્યારે તો તે વિમાન એક કલાક જેટલું-પાંચસો છસો માઈલ જેટલું આગળ નીકળી ગયું હતું. વિમાનને ત્યાંથી પાછું વાળવામાં આવ્યું. પ્રમાદને માટે બંને પાયલોટને શિક્ષા થઈ. માણસ અવાજથી, સ્પર્શ થવાથી, તીવ્ર વિચિત્ર દુર્ગધથી, શ્વાસ રૂંધાવાથી, ભૂખ, તરસ, શૌચાદિની શંકાથી, વિલક્ષણ કે ભયંકર સ્વપ્નથી અચાનક જાગી જાય છે. અન્યથા ઊંઘ પૂરી થતાં કુદરતી રીતે એની આંખ ઊઘડી જાય છે. વીસમી સદીના આરંભકાળમાં જ્યારે માઈક વગર મુંબઈમાં નાટકો ભજવાતાં હતાં અને રાત્રે નવ વાગ્યાથી પરોઢિયે ત્રણચાર વાગ્યા સુધી ચાલતાં, ત્યારે એમ મજાકમાં કહેવાતું કે નાટક કંપનીના માલિકને કોઈ નવા નાટકલેખકે પોતાનું નાટક પસંદ કરવા માટે આપ્યું હોય ત્યારે માલિક છેલ્લો અંક પહેલાં વાંચતા અને છેલ્લાં એક બે દશ્યોમાં વીજળીના કડાકા, બંદૂકના ઘડાકા, યુદ્ધની રણભેરી, તલવારના અવાજો, ઢોલનગારાં વાગવાં વગેરે મોટા શોરબકોરની ઘટના ન હોય તો નાટક પસંદ કરતા નહિ, કારણ કે જો એવું કોઈ દશ્ય નાટકમાં છેલ્લે ન હોય તો થિયેટરમાં ઊંઘી ગયેલા શ્રોતાઓને એક પછી એક ઉઠાડીને રવાના કરવામાં તેઓને ઘણો શ્રમ પડતો. થાક ઉતારવા માટે, શારીરિક ફુર્તિ અને ચિત્તની પ્રસન્નતા માટે યોગ્ય પ્રમાણમાં ઊંઘ દરેક જીવને જરૂરી છે. ઊંઘ અને અનિદ્રાની શરીર પર કેવી સારી અને માઠી અસર થાય છે એ વિશે કહ્યું છે : निद्रायत्तं सुखं दुःखं पुष्टिकायें बलाबलम् । वृषताऽकलीबता ज्ञानमज्ञानं जीवितं न च ॥ Page #20 -------------------------------------------------------------------------- ________________ નિદ્રાદેવીનું અકળ આવાગમન ૧૧ (સુખપૂર્વકની સારી ઊંઘથી શરીરની પુષ્ટિ, બલ, વીર્યની વૃદ્ધિ, જ્ઞાન અને સારું આયુષ્ય પ્રાપ્ત થાય છે. અનિદ્રાથી રોગ, નિર્બળતા, નપુંસકતા, અજ્ઞાન, અલ્પાયુ પ્રાપ્ત થાય છે.) ઊંધ ન આવતી હોય તો તે રોગરૂપ મનાય છે. શેક્સપિયરના મેક્લેથની જેમ કેટલાકને અનિદ્રાનો રોગ થાય છે, વૃદ્ધાવસ્થામાં તે સવિશેષ થાય છે. ઊંઘ માટે તેઓ તરફડે છે, પડખાં ફેરવે છે. એમ કરતાં પરોઢિયે માંડ કલાક-બે કલાકની ઊંઘ આવે છે. કેટલાકની ઊંઘ વૃદ્ધાવસ્થામાં કુદરતી રીતે ઓછી થઇ જાય છે. ત્યાગી સંત મહાત્માઓને બેત્રણ કલાકની ઊંઘ પૂરતી લાગે છે. રાતના તેઓ સૂતાં સૂતાં કે બેઠાં બેઠાં ધ્યાન ધરતા હોય છે, શુભ ચિંતન-આત્મચિંતન કરતા હોય છે કે જાપ જપતા હોય છે. પોતાનાં ત્યાગ અને સંયમને કારણે તેઓ દિવસ-રાત સતત પ્રસન્ન અને સ્ફુર્તિવાળા રહે છે. એટલે જ કહેવાયું છે કે યા નિશા સર્વ ભૂતાનાં તસ્યાં જ્ઞાતિ સંયમી સ્થૂલ દૃષ્ટિએ એ જેટલું સાચું છે તેથી વિશેષ સાચું સૂક્ષ્મ દૃષ્ટિએ છે સામાન્ય રીતે સંધ્યા પછી રાત્રિની શરૂઆતથી બીજા દિવસની સવાર સુધીના કલાકોને રાત્રિના ચાર પ્રહરમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલા પ્રહરે સૌ કોઇ જાગતા હોય છે, બીજા પ્રહરે ભોગીઓ જાગતા રહે છે, ત્રીજા પ્રહરે ચોરો જાગે છે અને ચોથા પ્રહરે યોગીઓ જાગી જાય છે. ઊંઘનું પ્રમાણ બાળકોમાં સૌથી વધારે, યુવાનોમાં મધ્યમ અને વૃદ્ધોમાં અલ્પ હોય છે. બીજી બાજુ ઝોકાં યુવાનો કરતાં બાળકોને અને તેમના કરતાં વૃદ્ધોને વધુ આવતાં હોય છે. કુંભકર્ણ અને રિપ વેન વિંકલની ઘોર નિદ્રાનાં ઉદાહરણો જેમ જાણીતાં છે તેમ સતત જાગૃતિપૂર્વકની નિદ્રા તરીકે શ્વાનનિદ્રા જાણીતી છે. કૂતરું જાગતું-ઊંઘતું પ્રાણી છે. ગમે તેવી નિદ્રા આવતી હોય, પણ અચાનક મોટો ભય આવી પડે તો માણસની ઊંઘ હરામ થઇ જાય છે. ધરતીકંપ, આગ, ઘરમાં ચોર ઘૂસ્યા હોય તો માણસની ઊંઘ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ ઊડી જાય છે. ઘરમાં સાપ ક્યાંક ભરાઈ ગયો છે એવી ખબર પડ્યા પછી કયો માણસ ઘરમાં નિરાંતે ઊંઘી જાય ? યુદ્ધના મોરચે અડધી રાતે ગોળીઓ છૂટતી હોય ત્યાં કયા સૈનિકને ઊંઘ આવે? આયુર્વેદની દષ્ટિએ કફની પ્રકૃતિના માણસને વધુ ઊંઘ આવે છે, કારણ કે કફનું સ્થાન મસ્તક છે. ભારે ભોજન પછી લોહીમાં ચરબીનું પ્રમાણ વધી જતાં માણસને તરત સૂવાનું ગમે છે. ન સૂવે તો બેઠાં બેઠાં ઝોકાં આવે છે. આયુર્વેદમાં નિદ્રાનાં કારણો બતાવવામાં આવ્યાં છે. ચરકસંહિતા'માં કહ્યું છે : तमोभवा श्लेष्मसमुद्भवा च मनः शरीरश्रमसंभवा च ।। आगन्तुकी व्याध्यनुवर्तिनी च रात्रिस्वभावप्रभवा च निद्रा ॥ ઊંઘ છ પ્રકારની છે : (૧) તમોભવ-મૃત્યુ સમીપ આવી રહ્યું હોય તે સમયની નિદ્રા, (૨) શ્લેષ્મ અર્થાત્ કફની વૃદ્ધિથી આવતી નિદ્રા, (૩) મન અને શરીરના પરિશ્રમથી સંભવતી નિદ્રા, (૪) અચાનક આવી ચડતી નિદ્રા, (૫) વ્યાધિને કારણે આવતી નિદ્રા અને (૬) રાત પડતાં કુદરતી રીતે આવતી નિદ્રા. જૈન ધર્મમાં દર્શનાવરણીય કર્મના ઉદય રૂપે આવતી નિદ્રાના પાંચ પ્રકાર નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા છે : निद्दा तहेव पयला निद्दानिद्दा पयलापयला च । तत्तो य थिणगिद्दी उ पंचमा होइ नायव्वा ॥ નિદ્રાના પાંચ પ્રકાર આ પ્રમાણે છે : (૧) નિદ્રા, (૨) પ્રચલા એટલે કે બેઠાં બેઠાં કે ઊભાં ઊભાં ઊંઘ લેવી, (૩) નિદ્રા-નિદ્રા એટલે કે પ્રગાઢ નિદ્રા, (૪) પ્રચલા-પ્રચલા અને (૫) સ્વાનગૃદ્ધિ અથવા થિણદ્ધિ'. આ પાંચમા પ્રકારની નિદ્રા એટલી ભારે હોય છે કે વચ્ચે જાગીને માણસ કશુંક કામ કરી લે, બહાર જઈને પાછો આવી જાય Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૩. નિદ્રાદેવીનું અકળ આવાગમન તો પણ એને એ કશું યાદ નથી હોતું. SOMNAMBULISTના પ્રકારના આવા માણસોમાં ગજબની શારીરિક તાકાત હોય છે. આહાર, નિદ્રા, ભય, મૈથુન અને પરિગ્રહ એ જીવ માત્રની સંજ્ઞા તરીકે ઓળખાવાય છે. અનાદિકાળના આ સંસ્કાર છે. એમાં નિદ્રાને પણ ગણાવવામાં આવે છે. જીવે આ સંજ્ઞાઓ ઉપર વિજય મેળવવો જોઇએ, જો એણે આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય તો. એટલે નિદ્રા ઉપર પણ એનું પ્રભુત્વ હોવું જોઈએ. મહાત્માઓ, સ્વસ્થ નીરોગી માણસો સૂતાંની સાથે જ ઘસઘસાટ ઊંઘી જાય છે અને નિશ્ચિત સમયે એમની આંખ ઊઘડી જાય છે; જાણે કે એમના મગજમાં ઊંઘનું ‘ટાઈમર' મૂક્યું ન હોય ! અધ્યાત્મશાસ્ત્રીઓ કહે છે કે જ્યાં નિદ્રા છે ત્યાં પ્રમાદ છે અને જ્યાં પ્રમાદ છે ત્યાં મૃત્યુ છે. મૃત્યુ એટલે ચિરનિદ્રા. નિદ્રા એટલે મૃત્યુનો અભિનય, Death's Counterfeit. એટલે જ ક્યારેક ઊંઘતા માણસ અને તરતના મૃત્યુ પામેલા માણસ વચ્ચેનો ભેદ કળવો મુશ્કેલ થઈ જાય છે. ઊંઘવાની ગોળી વધારે પડતી લેવાથી માણસ નિદ્રામાંથી ચિરનિદ્રામાં સરી પડે છે. ઊંઘની વિલક્ષણતા કેવી છે તે તો જુઓ ! જ્યારે બધા જાગતા હોય ત્યારે તે બધાને માટે દશ્યમાન એવું ફક્ત એક જ જગત હોય છે અને તે પ્રમાણે જ વ્યવહાર થાય છે, પરંતુ માણસો જ્યારે ઊંઘી જાય છે ત્યારે દરેકને પોતપોતાનું જગત-સ્વપ્નજગત ચાલુ થાય છે. બે સ્વપ્નજગત ક્યારેય એકસરખાં હોતાં નથી. બીજી બાજુ ઊંઘની બીજી વિલક્ષણતા એ છે કે માણસ જ્યારે જાગતો હોય છે ત્યારે સ્વતંત્ર વ્યક્તિ રૂપે-વૈયક્તિક સ્વરૂપે હોય છે. મનુષ્ય અને મનુષ્ય વચ્ચે પાર વગરની ભિન્નતા હોય છે, પણ માણસો ઊંઘી ગયા હોય છે ત્યારે રાજા હોય કે રંક, બધા એકસરખા બની જાય છે. પોતાનાં ધનવૈભવ, Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૧ હોદો, સત્તા, શિક્ષણ વગેરે કશું જ ઊંઘમાં યાદ નથી રહેતું. વળી, ચિરનિદ્રામાં તો કશો જ ફરક રહેતો નથી. શરીરને આહાર કરતાં નિદ્રાની વધુ આવશ્યકતા છે. માણસ આહાર વગર બેચાર મહિના જીવી શકે પણ નિદ્રા વગર એમ રહી ન શકે. એમ કહેવાય છે કે ઊંઘ અને આહાર વધાર્યાં વધે અને ઘટાડ્યાં ઘટે. એટલે વધારે ઊંઘવાથી ઊંઘ પૂરી થાય છે એવું નથી, પણ વધુ ને વધુ ઊંઘવાની ટેવ પડે છે. એટલે જ કહેવાયું છે કે ન વખેર કનિદ્રાં સ્વપ્ન અર્થાત્ ઊંઘ દ્વારા ઊંઘ પર વિજય મેળવવાનો પ્રયત્ન ન કરવો જોઇએ. નિદ્રાદેવીનું જેમ અકાળે અકળ આગમન થાય છે તેમ બીજી બાજુ ઘણી આજીજી, કાલાંવાલાં કરવા છતાં નિદ્રાદેવી પધારતી નથી... એટલે નિદ્રાદેવીને પ્રસન્ન કરવાના વિવિધ પ્રયોગો થાય છે. એવો એક પ્રયોગ તે ઘેટાં ગણવાનો છે. એક ઘેટું, બે ઘેટાં, ત્રણ ઘેટાં એમ બોલતા જવાથી મગજ થાકી જાય છે અને ઊંઘ આવી જાય છે. એક દર્દીએ દાક્તરને કહ્યું, “ગઈ કાલે રાત્રે મેં કેટલાં ઘેટાં ગયાં, ખબર છે ? બે લાખ અને સાત હજાર.' દાક્તરે કહ્યું, “ભલેને એટલાબધાં ગયાં, પણ છેવટે તો ઊંઘ આવી ગઈ ને ?' દર્દીએ કહ્યું, “ના, ત્યારપછી સવાર પડી ગઈ, એટલે ગણવાનો કોઈ અર્થ નહોતો.” કેટલાકને ઊંઘ લાવવા માટે કંઈક વાંચવું પડે છે. કેટલાકને કંઈક ખાવું પડે છે; ભૂખ્યા પેટે ઊંઘ નથી આવતી. કેટલાકને ભરેલા પેટે ઊંઘ નથી આવતી. કેટલાકને આંટા મારવા પડે છે. કેટલાક નવકાર મંત્ર કે અન્ય કોઈ મંત્રની માળા ફેરવે છે, કેટલાક કોઈ સ્તોત્રનું પઠન કરે છે. કોઈક દીર્ઘ શ્વાસ લેતા જઈ તેના આવાગમનનું અવલોકન (અનાપાન) કરે છે. કેટલાકને ઊંઘની ગોળી નિયમિત લેવી પડે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ નિદ્રાદેવીનું અકળ આવાગમન ૧૫ પ્રાચીન સમયમાં જે જુદી જુદી ગુપ્ત રહસ્યમય વિદ્યાઓ હતી એમાંની એક તે “અવસ્થાપિની વિદ્યા” હતી કે જેના પાઠ-પ્રયોગથી ધાર્યું હોય તે માણસને ઘેન ચડાવી ઊંધાડી દેવાય. આજના ક્લોરોફોર્મ જેવી અસર એમાં થાય છે. પ્રભવ ચોરે જંબુકુમારના ઘરમાં ચોરી કરવા દાખલ થતાં પહેલાં આ વિદ્યાનો પ્રયોગ કર્યો હતો, પણ તે નિષ્ફળ થયો હતો કારણ કે જંબુકમાર ઊંચી કોટિના સાધક હતા. (જબુકુમારે ત્યાર પછી ખંભિની વિદ્યાનો પ્રયોગ કર્યો હતો કે જેથી ચોરો પોતાના સ્થાને એવા ચીટકી ગયા, સ્તંભ જેવા અક્કડ થઈ ગયા કે ત્યાંથી જરા પણ ચસકી ન શક્યા.). યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં સારી મીઠી ગાઢ ઊંઘ આવે એ સૌને માટે મનગમતી વાત છે. એટલે નિદ્રાદેવીનું યોગ્ય સમયે આગમન આવકાર્ય છે. કવિ કોલરિજની જેમ સહુ કોઈ કહી શકે કે Oh, Sleep ! it is a gentle thing, Beloved from pole to pole To Mary Queen the praise be given ! She sent the gentle sleep from Heaven. નિદ્રાની જીવનમાં આટલી બધી આવશ્યકતા હોવા છતાં પણ મૂલ્ય તો જાગૃતિનું જ ગણાયું છે. શાસ્ત્રકારોએ જાગતા રહેવાનો જ બોધ આપ્યો છે. “બૃહત્સલ્યભાષ્ય'માં કહ્યું છે : __ जागरह । नरा णिच्चं, जागरमाणस्स वड्ढते बुद्धी । जो सुवति न सो सुहितो, जो जग्गति सो सया सुहितो । सुवति सुवंतस्स सुयं, थिरपरिचितमप्पमत्तस्स । (હે મનુષ્પો, નિત્ય જાગતા રહો. જાગવાવાળાની બુદ્ધિ વધે છે. જે સૂઈ જાય છે તે સુખી થતા નથી. જે જાગે છે તે સદા સુખી રહે છે. સૂતા રહેનારનું શ્રુત-જ્ઞાન સૂઈ જાય છે. અપ્રમત્તનું શ્રુતજ્ઞાન સદા સ્થિર અને પરિચિત રહે છે.) Page #25 -------------------------------------------------------------------------- ________________ जं छन्नं तं न वत्तव्वं । - ભગવાન મહાવીર (જે ગુપ્ત રાખવા જેવું હોય તે કહી ન દેવું) ભગવાન મહાવીરે સાધુઓને શિખામણ આપતાં કેટલીક વ્યવહારુ ભલામણો કરી છે, જે તેઓને આધ્યાત્મિક સાધનામાં પણ ઉપયોગી થાય એવી છે. કોઇની ગુપ્ત માહિતી પ્રગટ ન કરી દેવા વિશે ભગવાને મુનિઓને માટે કહેલી વાણીના સંયમની આ વાત ગૃહસ્થોએ પણ એટલી જ લક્ષમાં રાખવા જેવી છે. વ્યવહારુ જીવનમાં મનુષ્યને અનેક પ્રસંગે કેટલીયે વાતો બીજા આગળ જતી અટકાવવી પડે છે. સમાજમાં રહેતા માણસને ટીકાનિંદા કે અપકીર્તિનો ભય રહે છે. એનાથી બચવા માણસ પોતાની અંગત વાત છાની રાખવા પ્રયત્ન કરે છે. અંગત વાત દરેક વખતે દુરાચારની મોટી ઘટનાની નથી હોતી. કેટલીક વાર તો ખાવાપીવાની, સૂવાઊઠવાની કે હરવાફરવાની કોઈક વિચિત્ર ટેવ જેવી નાની બાબત પણ હોઈ શકે છે. પણ માણસને બીજા આગળ પોતાની છાપ બગાડવી ગમતી નથી. એથી જ તે પોતાની કે પોતાનાં સ્વજનોની કે કુટુંબની કેટલીક વાત ખાનગી રાખવા ઈચ્છે છે. બીજી બાજુ પ્રત્યેક સમાજમાં વિઘ્નસંતોષીઓનો તોટો નથી હોતો. તેઓ ગુપ્ત માહિતી મેળવીને બીજાનાં સારાં કાર્યોને ધૂળમાં મેળવી દે છે. એમ ન થાય એ માટે પણ વાતને અપ્રગટ રાખવાની આવશ્યકતા ઊભી થાય છે. કુટુંબમાં માલ-મિલકતની વહેંચણીની વાત કે સગાઈ- સંબંધીની કે ધંધાની લેવડદેવડની વાત પણ વહેલી બહાર પડી જવાથી બંને પક્ષને ઉશ્કેરનારા ઈર્ષાળુ માણસો પ્રવૃત્ત થઈ જાય છે. મનુષ્ય જ્યારથી વસ્ત્ર પહેરતો થયો ત્યારથી કે એની પણ પહેલાંથી એને કશુંક છુપાવતાં આવડવા લાગ્યું છે. મનુષ્યમાં રહેલી આ વૃત્તિ Page #26 -------------------------------------------------------------------------- ________________ जं छन्नं तं न वत्तव्वं ૧૭ આમ જોઈએ તો જન્મજાત છે. નાના બાળકને પોતાનું રમકડું બીજા બાળકને ન આપવું પડે માટે સંતાડી દેવાનું શીખવવું પડતું નથી. એ એનું કુદરતી લક્ષણ છે. ગામના પાદરે કે વગડામાં કૂતરાઓ પણ ખાડો ખોદીને પોતાનું વધેલું ખાવાનું છૂપાવી દે છે. ધન કે કીમતી વસ્તુ જમીનમાં દાટવાની પ્રથા અનાદિ કાળથી ચાલી આવી છે. શરીરની ચેષ્ટાઓ કે વચનના ઉગારોને સંતાડવા કરતાં પણ મનના વિચારોને સંતાડવાનું ક્ષેત્ર અત્યંત વિશાળ છે. કોઇ સમાજ એવો ક્યારેય હોઈ ન શકે કે જ્યારે એ સમાજની કોઈ ને કોઈ વ્યક્તિને કશુંક છુપાવવાનું ન હોય. પ્રત્યેક પ્રસંગે છૂપાવવાનો આશય દુષ્ટ જ હોય એવું નથી. એકનું છુપાવેલું બીજા ન જાણી જાય એવું નથી. અજાણતાં બીજાની નજર પડે છે અને વાત પકડાઈ જાય છે. માણસના હાવભાવ કે વર્તન પણ એની ચાડી ખાય છે. ક્યારેક પોતાની અંગત ખાનગી વાત મદદ મેળવવા માટે ગરજે બીજાને જણાવવાની જરૂર ઊભી થાય છે. સમાજમાં બીજાની ખાનગી વાતો જાણનારા વર્ગમાં પત્રકારો અવશ્ય આવે. પરંતુ સાધુસંતો પાસે પણ ઘણી ગુપ્ત વાતોની જાણકારી હોય છે. ફરક એટલો છે કે પત્રકારો પોતાની ફરજ રૂપે, વ્યાવસાયિક ધોરણે વાતો શોધી લાવે છે. સાચા સાધુસંતો કોઈને સામેથી પૂછતા ન હોવા છતાં કેટલાયે લોકો જાતે આવીને પોતાની કે બીજાની અંગત વાતો તેમને કહી જાય છે. પત્રકારોને બીજાની વાત પ્રગટ કરી દેવાનો ઉત્સાહ અને આનંદ હોય છે. સાધુસંતોને બીજાની વાત ગોપવ્યાનો સંતોષ હોય છે. માટે જ સાધુસંતોનું કર્તવ્ય ચડિયાતું ગણાય છે. એટલે જ સાચા સાધુઓએ કોઈની ખાનગી વાત બીજાને ન કહી દેવી જોઈએ એમ ભગવાન મહાવીરે કહ્યું છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ બીજાની વાત કહી દેવી એને ભાષાના-વચનના દોષમાં ગણાવવામાં આવે છે. સાધુઓએ ભાષાસમિતિનો અર્થાત્ વાણી પરના સંયમનો બરાબર ઉપયોગ કરવો જોઇએ. ભાષાસમિતિ વિશે “સૂત્રકૃતાંગ'માં કહ્યું છે : तत्थिमा तइया भासा, जं विदित्ताऽणुतापति । जं छन्नं तं न वत्तव्वं एसा आणा णियंठिया ॥ (૧-૯-૨૬) [સાધુએ ત્રીજી ભાષા ન બોલવી જોઈએ, જે બોલ્યા પછી અનુતાપ (પશ્ચાત્તાપ) થાય તેવી ભાષા ન બોલવી જોઇએ તથા જે વાત ગુપ્ત રાખવાની હોય તે ન કહી દેવી જોઇએ. આ નિગ્રંથની - (ભગવાન મહાવીરની) આજ્ઞા છે. ] અહીં “ત્રીજી ભાષા” ન બોલવાનું કહ્યું છે એનો શો અર્થ થાય? એક અપેક્ષાએ ભાષાના મુખ્ય ચાર પ્રકાર પાડવામાં આવે છે : (૧) સત્ય, (૨) અસત્ય, (૩) મિશ્ર અને (૪) વ્યવહાર. આમાં અસત્ય ન બોલવું એ તો સ્પષ્ટ જ છે. સત્ય જ બોલવાનું હોય. પણ ક્યારેક અસત્ય મિશ્રિત સત્ય અથવા સત્ય મિશ્રિત અસત્ય બોલવા માટે માણસનું મન લલચાઈ જાય છે. ક્યારેક “નરો વા કુંજરો વા' જેવી વાણી ઉચ્ચરાઈ જાય છે. એવી વાણીને ત્રીજી ભાષા તરીકે અહીં ઓળખાવવામાં આવી છે. સાધુઓએ એવી સંદિગ્ધ વાણી ન બોલવી જોઈએ. વળી ભાષાની બાબતમાં “સૂત્રકૃતાંગ'માં કહ્યું છે : Page #28 -------------------------------------------------------------------------- ________________ जं छन्नं तं न वत्तव्वं भासमाणे न भासेज्जा, णेव बंफेज्ज मम्मणं । माइठ्ठाणं विविज्जेज्जा, अणुचिंतिय वियागरे ॥ (૧–૯-૨૫) (મુનિ ગુરુ બોલતા હોય ત્યારે વચ્ચે ન બોલે, બીજાના મર્મને પ્રકાશિત ન કરે, માયાકપટથી ન બોલે. જે બોલે તે વિચારપૂર્વક બોલે.) ભાષામિતિ અંગે ‘સૂત્રકૃતાંગ’ની બીજી એક ગાથામાં કહ્યું છેઃ होलावायं सहीवायं, गोयावायं न वदे । तुमं तुमं ति अमणुन्नु, सव्वसो तं न वत्तह ॥ ૧૯ (૧-૯-૨૭) (મુનિ કોઇને પણ નિષ્ઠુર વચનથી, હલકાં વચનથી કે ખુશામતભરેલાં વચનથી ન બોલાવે, તથા કોઇને પણ તે તુંકારીને, તુચ્છકારથી, અમનોજ્ઞ વચનથી ન બોલાવે.) આમ ભગવાન મહાવીરે જુદે જુદે સમયે જે બોધ સાધુઓને ભાષાસમિતિ વિશે એટલે કે વાણી પરના સંયમ વિશે આપ્યો છે તેમાંથી ‘સૂત્રકૃતાંગ’ની આ ત્રણ ગાથાઓ અહીં આપી છે. ભગવાનનું પ્રત્યેક હિતવચન અર્થસભર હોય છે. એમાંથી અહીં આપણે એક જ સૂત્રનો વિચાર કરીશું : અંછનંતેંન વત્તબં Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ બીજાની છાની વાત, ગુપ્ત વાત કોઈને કહી દેવી, ચાડીયુગલી કરવી તે અધર્મ છે. પશુન્યને મોટા પાપસ્થાનક તરીકે ગણવામાં આવે છે. બીજાની છાની વાત કોઈને ન કહેવી જોઈએ એમાં વ્યવહારદષ્ટિએ કેટલું બધું ડહાપણ રહેલું છે ! પરંતુ આજની દુનિયા એનાથી ઊલટી દિશામાં ચાલી રહી છે. “બીજાની છાની વાત શોધી કાઢો એ જાણે કે વર્તમાનકાળનાં પ્રચાર માધ્યમોનો એક મુખ્ય ઉદ્દેશ બની ગયો છે. જો કે Investigative Journalism થી લાભ પણ થાય છે. ખાસ કરીને જાહેર જીવનમાં પહેલા માણસો કંઈપણ છાનુંછપનું કરતાં ડરે છે. અયોગ્ય, હીન, ગુપ્ત આચરણ પ્રગટ થવાથી સમાજને યોગ્ય ન્યાય મળી રહે છે. એ દષ્ટિએ સમાજને એટલો લાભ અવશ્ય થાય છે. કેટલાંયે માણસોનાં કરતૂકો બહાર આવતાં તેઓને યોગ્ય શિક્ષા અદાલત દ્વારા થાય છે અને ઘણીવાર જેમને અન્યાય થયો હોય અને એ વ્યક્તિ જો વિદ્યમાન હોય તો એને યોગ્ય ન્યાય કે વળતર મળી રહે છે. પ્રચારમાધ્યમોથી માણસ ડરતો રહે છે. દુનિયાભરમાં મોટા મોટા સત્તાધીશોનાં અશિષ્ટ યૌન સંબંધો કે નાણાંકીય કૌભાંડો જ્યારે પ્રગટ થાય છે ત્યારે આપણને આશ્ચર્ય થાય છે કે અહો, આવા સાજન ગણાતા પુરુષે પણ કેવું અધમ આચરણ કર્યું હતું ! ચોરી, ખૂન, લૂંટ, લાંચરૂશ્વત, બળાત્કાર, ગર્ભપાત, વ્યભિચાર, નિદાકુથલી, રાજ્યદ્રોહ, વ્યક્તિદ્રોહ, ભાંગફોડ, નનામા પત્રો વગેરે અનેક પ્રકારની ગુપ્ત ઘટનાઓ દુનિયામાં બનતી રહે છે. એવી કેટલીયે ઘટનાઓ પરથી ક્યારેય પડદો ઊપડતો નથી. સંસારમાં કેટલાંયે ગુપ્ત પાપો, કાયમને માટે વિસ્મૃત થઈ જાય છે. કેટલાંયે રહસ્યો ક્યારેય પ્રગટ થતાં નથી. અલબત્ત આ સામાજિક દષ્ટિ છે, ધાર્મિક કે Page #30 -------------------------------------------------------------------------- ________________ जं छन्नं तं न वत्तव्वं ૨૧ આધ્યાત્મિક દષ્ટિએ તો દરેકે દરેક પાપનો હિસાબ ચૂકવવો જ પડે છે.) એ આચારનારાઓ અને એમની આખી પેઢી ચાલી જતાં વાત ભુલાઈ પણ જાય છે. નવા કાળસંદર્ભમાં એનું બહુ મૂલ્ય પણ રહેતું નથી. દુનિયામાં ગુનાહિત કૃત્યો અસંખ્ય પ્રકારનાં હોય છે. એવાં કૃત્યો કરનાર પહેલાં તો એમ માને છે કે પોતાની વાતની કોઈને પણ ખબર પડવાની નથી. એટલી બધી તકેદારી તેઓ રાખે છે. પરંતુ એમ કહેવાય છે કે ચોરી કરનાર કશીક તો પોતાની નિશાની મૂકતો જાય છે કે જેની એને પોતાને પણ ખબર નથી હોતી. અનેક વાતો પાછળથી પકડાઈ જાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બનેલી અનેક ઘટનાઓ પચાસ વર્ષે પણ પ્રકાશિત થઈ છે. માણસને ગુપ્ત રાખવા જેવી બાબતો શુભ, શ્રેષ્ઠ, હિતકારી વગેરે પ્રકારની સામાન્ય રીતે નથી હોતી. હોય તો પણ એ પ્રગટ કરી દેવામાં સામાન્ય માણસોને અનૌચિત્ય નથી જણાતું. એથી ખાસ કંઈ નુકસાન થતું નથી. ક્યારેક તો લાભ થાય છે. સારી સાચી વાતનો પ્રચાર થવો જોઈએ એવો ભાવ ઘણાંને રહે છે. કોઈક માણસે મોટું ગુપ્ત દાન આપ્યું હોય, કોઈનો જીવ બચાવ્યો હોય, કોઈને પાપથી અટકાવ્યો હોય, કોઈનાં દુરાચારી વ્યસનો છોડાવ્યાં હોય ને એના કત્વનો યશ પોતાને ન જ જોઈતો હોય-ઇત્યાદિ પ્રકારની ગુપ્ત વાતો એક અથવા બીજા સ્રોતથી પ્રસરે જ છે. એમાં કશું અજુગતું લાગતું નથી. પરંતુ માણસે જો ખોટાં કામ કર્યા હોય અથવા પ્રામાણિક ભૂલ થઈ ગઈ હોય તો એની એવી વાતમાં બીજાઓને બહુ રસ પડે છે. મનુષ્યનો નિદક સ્વભાવ ત્યારે પ્રવૃત્ત થઈ જાય છે. આવી વાતોથી સમાજનું વાતાવરણ કલુષિત થાય છે. ખોટા દાખલા બેસે છે. કલહ, સંઘર્ષ થાય છે. આથી એવી કેટલીક વાતો પ્રચ્છન્ન રહે એ વ્યક્તિ તથા સમાજના જ હિતમાં છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ જ્યારે કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક બેશરમ બનીને વારંવાર અધમ કૃત્યો કરે છે ત્યારે તેને ઉઘાડો પાડવામાં સમાજનું હિત રહેલું હોય છે. ત્યાં વ્યક્તિએ કોઈને વિશ્વાસમાં રાખીને પોતાની ગુપ્ત વાત પશ્ચાત્તાપપૂર્વક કરેલી નથી હોતી. એણે પોતાની વાતો સંતાડેલી હોય છે. દુનિયાને શી ખબર પડવાની છે ? – એવો ધૃષ્ટતાભર્યો ભાવ એનામાં હોય છે. “ખબર પડશે તો હું પણ જોઈ લઈશ'-એવો મિથ્યાભિમાનનો હુંકાર એના અવાજમાં હોય છે. એવી વ્યક્તિ પકડાય અને એને સામાજિક કે સરકારી પ્રકારની શિક્ષા થાય તો એમાં તો સામાજિક ન્યાય રહેલો છે. સમાજમાં સૌથી વધુ ગુપ્ત વાતો રાજકારણમાં થાય છે અને એટલી બધી વાતો ઉઘાડી પણ થઈ જાય છે. અસત્ય પણ એટલું જ બોલાય છે અને ખોટા આક્ષેપો પણ એટલા જ થાય છે. રાજકારણમાં પડેલા માણસોએ તો પોતાનું મોઢું ખોલતાં પહેલાં બહુ વિચાર કરવો જોઈએ. પોતાનો બીજાની આગળ બોલાયેલો એકે એક શબ્દ મોડોવહેલો જાહેર થઈ જ જવાનો છે એવી માનસિક પૂર્વતૈયારી એણે રાખવી જ જોઈએ. રાજકારણમાં કોઈ કાયમના મિત્ર રહેતા નથી કે નથી હોતા કાયમના શત્રુ. જે સમયે જે રીતે રીતે સ્વાર્થમૂલક સંબંધો ગોઠવીને સત્તા હાંસલ કરાતી હોય તે રીતે તેઓ સત્તા મેળવવા મથતા હોય છે. એટલે આજે આપેલી ગુપ્ત રહસ્યમય બાતમીને આવતી કાલે જાહેર કરીને એનો દુરુપયોગ કરનારા રહેવાના જ. હવે તો અવાજ અને દશ્યનું પોતાને ખબર પણ ન પડે એ રીતે રેકર્ડિંગ થઇ જાય છે. કોમ્યુટરની મદદથી ખોટાં બનાવટી પણ સાચાં લાગે એવાં દશ્યો બતાવી શકાય છે. ભીંતને પણ કાન હોય છે અને હવા પણ વાત લઈ જાય છે એ જૂની વ્યવહારુ શિખામણ આજે પણ એટલી જ સાચી અને ઉપયોગી છે. સંપૂર્ણ પારદર્શક જીવન જીવવાનું ઘણું દુષ્કર છે. માણસને ધન, સ્ત્રી, સત્તા, કીર્તિ વગેરે માટેની જાતજાતની એષણાઓ હોય છે. એ Page #32 -------------------------------------------------------------------------- ________________ जं छन्नं तं न वत्तव्वं ૨૩ બધી જ સ્પષ્ટપણે બીજાની આગળ વ્યક્ત કરાતી નથી. માણસને વિવિધ પ્રકારની ખાવાપીવાની, સૂવાબેસવાની, રહેણીકરણીની સુટેવો કે કુટેવો હોય છે. મનના ખૂણામાં કેટલીયે વાસનાઓ પડેલી હોય છે જેના ફક્ત એકમાત્ર પોતે જ સાક્ષી હોય છે. પરંતુ સંજોગવશાત્ માણસની એ વાતની જાણ ક્યારેક બીજાને જો થઇ જાય છે ત્યારે માણસ શરમાય છે કે ચિંતિત કે ભયભીત થઇ જાય છે. સંસ્કૃતમાં એક વ્યવહારવચન છે : ષટ્ નેં મિત્તે વાર્તા | છ કાન જે વાત સાંભળે તે વાત ભેદાઇ જાય છે, તે ગુપ્ત રહેતી નથી. છ કાન એટલે ત્રણ વ્યક્તિ. જ્યાં સુધી બે વ્યક્તિ વચ્ચે અર્થાત્ ચાર કાન વચ્ચે વાત થાય છે ત્યાં સુધી તે ગુપ્ત રહેવાના સંજોગો સબળ હોય છે. બેમાંથી એકની મતિ બગડે ત્યારે તે વાતને ફોડી નાખે છે. ફોડનાર ત્યારે જાહેર થઈ જાય છે. ત્રણ વ્યક્તિ વચ્ચે વાત થઈ હોય ત્યારે બાકીના બેમાંથી કોણે વાત પ્રગટ કરી દીધી હશે તેની ખબર ન પડે. વાત ફોડનાર પણ બીજાના ઉપર આરોપ મૂકીને કહે કે પોતે વાત ફોડી નથી પણ બીજાએ ફોડી છે. માટે ડાહ્યા માણસે પોતાની ગુપ્ત વાત એક સાથે બે કે વધારે વ્યક્તિ ઉપસ્થિત હોય ત્યારે ન કરવી જોઇએ. બે વ્યક્તિને કહેવા જેવી હોય તો પણ તે દરેકને અંગત રીતે એકાંતમાં જુદા જુદા બોલાવીને કહેવી જોઇએ કે જેથી એ વાતનો બીજો કોઇ જાણકાર છે એવો વહેમ સાંભળનારને ન પડે. કેટલાંયે કુટુંબો વર્ષો સુધી પોતાની કૌટુંબિક સ્વભાવની કે સુખદુઃખની નાનીમોટી વાતને ગુપ્ત રાખી શકે છે, પરંતુ એકાદ બે દીકરા-દીકરીનાં લગ્ન થતાં એ કુટુંબનો ગઢ ભેદાઇ જાય છે. ઘર પોલું થઈ જાય છે. વાતો બહાર જવા લાગે છે. નવી અણસમજુ પુત્રવધૂ પોતાની માને વાત કર્યા વગર રહે નહિ અને મા પોતાનાં - Page #33 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૧ સગાંસંબંધીને વાત કર્યા વગર રહે નહિ. કેટલાંક શ્રીમંત કુટુંબોની વાત ઘરનોકર, રસોઇયો, ડ્રાઈવર વગેરે દ્વારા છતી થઇ જાય છે. કેટલાક દુશ્મનો વાત મેળવવા પોતાના માણસોને બીજાને ત્યાં ગુપ્ત રીતે નોકરીએ રખાવી દે છે, અને એની મારફત બાતમી મેળવતા રહે છે. કેટલાક ડ્રાઇવરોને ખબર હોય છે કે પોતાના શેઠ ક્યાં ક્યાં, કોને કોને ઘરે કે ઓફિસે જાય છે, શેઠ કોને વારંવાર ‘લિફ્ટ' આપે છે, કોને તેડવા માટે ખાનગીમાં ગાડી મોકલાવે છે. પોતાના શેઠ કોની સાથે પૈસાની હેરાફેરી કરે છે, દાણચોરીનો માલ સંતાડે છે, આડો વ્યવહાર રાખે છે, શસ્ત્રો પૂરાં પાડે છે વગેરે વિશેની બાતમી ડ્રાઇવરો જાણતા હોય છે. એવા ડ્રાઇવરોને મોટી બક્ષસની, મોટી નોકરીની કે બીજી કોઈ લાલચ બતાવીને કે ધમકી આપીને એમની પાસેથી સહજ રીતે વાતવાતમાં વાત કઢાવી લેવાની ચતુર માણસોને માનસશાસ્ત્રીય પદ્ધતિ આવડતી હોય છે. જાસૂસોને જાસૂસી કરવા માટે દરેક દેશમાં વૈજ્ઞાનિક પદ્ધતિની તાલીમ અપાય છે. ૨૪ કેટલાક માણસોની પ્રકૃતિ જ વાત કઢાવવાની અને ચગાવવાની હોય છે. ‘કેમ, શી નવાજૂની છે ?' અથવા ‘તમે સાંભળ્યું ?' જેવાં વાક્યો વારંવાર ઉચ્ચારનારા બીજાના મોંઢામાં આંગળા નાખીને વાત કઢાવવાનો પ્રયત્ન કરે છે. પ્રશ્નોની ઝડી તેઓ શરમ રાખ્યા વગર વરસાવે છે. થોડો વખત તેઓ સમાજમાં લોકપ્રિય કદાચ થાય છે, પરંતુ સરવાળે વગોવાય છે અને સૌ એમનાથી અંતર રાખે છે. કેટલીક વાર ઘટના જ એવી રીતે બને છે કે બીજી ત્રીજી વ્યક્તિને અજાણતાં ખાનગી વાતની ખબર પડી જાય છે. તો કેટલીક વાર ડૉક્ટર, વકીલ, પોલીસ કે એવો વ્યવસાય કરનાર આગળ ગરજે પોતાની ખાનગી વાત કરવી પડે છે. કેટલીક વાર જેની સહાય વિના ઉકેલ આવે એમ ન હોય એવા માણસ આગળ સામે ચાલીને જવું Page #34 -------------------------------------------------------------------------- ________________ जं छन्नं तं न वत्तव्वं ૨૫ પડે છે અને પોતાની વાત કહેવી પડે છે. આવા અનપેક્ષિત સંજોગોમાં બીજી ત્રીજી વ્યક્તિ જ્યારે એક વાત જાણી જાય છે ત્યારે એને ચૂપ રાખવા માટે કિંમત ચૂક્વવી પડે છે. ક્યારેક એના બ્લેકમેઇલ'ના - ધાકધમકીના ભોગ થવું પડે છે. કેટલીક ગુપ્ત બાબતો સમયબદ્ધ હોય છે. અમુક નિશ્ચિત સમય સુધી જ તે ગુપ્ત રાખવાની હોય છે. પછીથી એ ગુપ્ત રાખનારાઓ તરફથી જ એની જાહેરાત થાય છે અથવા આપોઆપ તે પ્રગટ થઈ જાય છે. કોઈકની સગાઈ કે લગ્નની વાત, કોઈક ધંધાની લેવડદેવડની વાત, ઘર, ગાડી કે બીજી કોઈ ખરીદીની વાત, કોઈકના ઓપરેશનની, કોઈક દીક્ષાની, સંન્યાસની, ગૃહત્યાગની વાત, કોઈકના અદાલતના ખટલાની વાત, પરીક્ષાના પરિણામોની વાત, રાજકીય દાવપેચની વાત નિર્ધારિત કાળ સુધી ગુપ્ત રાખવી પડે છે. સંરક્ષણના વિષયમાં શસ્ત્રોની, સૈનિકોની ટુકડીઓની હેરફેરની, આક્રમણની વાત અત્યંત ગુપ્ત રખાય છે. સરકારી પ્રધાનોને કેટલીક માહિતી સોગંદવિધિ પછી જ અપાય છે. આવી કાળબદ્ધ મર્યાદાની ગુપ્ત વાત અગાઉથી જો કોઈ જાહેર કરી દે તો યોજના બગડી જાય છે, પરિણામ ધાર્યું આવતું નથી અથવા ઊલટું આવે છે. ઘણી ગરબડ મચી જાય છે અને દુશ્મનો ગેરલાભ ઉઠાવી જાય છે. આવી ગુપ્ત વાતો જો જાણતા હોઈએ તો પણ તે પ્રગટ ન કરી દેવી જોઈએ. કેટલાક માણસો એટલા જૂઠા અને એટલા હોંશિયાર હોય છે કે ન હોય એવી વાત ઉપજાવીને અંગત વર્તુળોમાં એનો પ્રચાર કરે છે અને પછી એવી ન બનેલી વાતો પણ લોકો માનવા લાગે છે. એટલા માટે માણસે પોતાનું જીવન જ એવું સ્વચ્છ અને સ્વસ્થ રાખવું જોઈએ કે ક્યારેક કોઈ ખોટું આળ મૂકીને પ્રચાર કરવા જાય તો તે ભોંઠો પડે. લોકો એ માનવા ક્યારેય તૈયાર ન થાય. સાધુસંતોનું જીવન Page #35 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ૧૧ ખુલ્લી કિતાબ જેવું, સ્વચ્છ અને પારદર્શક હોય છે. મન, વચન અને કાયાની એકરૂપતા એમના જીવનમાં હોય છે. આત્મકલ્યાણ અને લોકકલ્યાણની એમની ભાવના બહુ પ્રબળ હોય છે. એમને પોતાનું કશું છુપાવવાનું હોતું નથી. એટલે એમને માટે કરાયેલા ખોટા આક્ષેપો કે એમના જીવનરૂપી સૂર્યના પ્રકાશને મેલો કરવાના પ્રયત્નો વૃથા નીવડે છે. ૨૬ કેટલાક માણસો પોતાનાથી થયેલી ભૂલને પોતાના હૃદયમાં ઝાઝો વખત રાખી શકતા નથી. એનો એમને એવો પસ્તાવો થાય છે કે જ્યાં સુધી એ વિશે તેઓ હૃદય ખોલીને કોઇને કંઇ વાત ન કરે ત્યાં સુધી તેમને ચેન પડતું નથી. પાપનો એકરાર અને પ્રાયશ્ચિત્ત એ મનુષ્ય જીવનનું સ્વાભાવિક લક્ષણ છે. --- માણસે પોતાની પેટછૂટી વાત કોઈને કરવી જ હોય તો યોગ્ય પાત્રને, યોગ્ય સમયે જ કહેવી જોઇએ. જગતમાં બધા જ માણસો ખરાબ નથી હોતા. કેટલાયે બીજાની વાતોને જીવનભર સાચવી રાખે છે. પરંતુ અધકચરા, અણસમજવાળા, ઉતાવળિયા સ્વભાવના, વાતડાહ્યા, અતિ ઉત્સાહી, જશ ખાટવાની વૃત્તિવાળા, નિંદક સ્વભાવનાં, વૈરવૃત્તિવાળા, બીજાની ચડતી જોઇ ખેદ અનુભવનારા, બે જણને લડાવે નહિ ત્યાં સુધી સંતોષ ન અનુભવનારા, સ્વાર્થઘેલા, સંકુચિત મનોવૃત્તિ ધરાવનારા-એવા કોઇકને જો કોઇક ખાનગી નબળી વાતની ખબર પડે તો તેનો ગેરલાભ ઉઠાવ્યા વગર તેઓ રહી શકતા નથી, એવા માણસ આગળ પોતાની અંગત વાત કરતાં પહેલાં માણસે સો વખત વિચાર કરવો જોઇએ. સમાજમાં કેટલીયે એવી સંનિષ્ઠ, પ્રામાણિક, નીતિમાન, આદરપાત્ર વ્યક્તિ હોય છે કે જે બધાંનો વિશ્વાસ ધરાવે છે. એની આગળથી કોઇની વાત બીજા પાસે જતી નથી. એવી વ્યક્તિ ખાનગી રાહે સાચી Page #36 -------------------------------------------------------------------------- ________________ जं छन्नं तं न वत्तव्वं સલાહ પણ આપે છે. હૃદય ખોલીને પોતાની અંગત ગુપ્ત વાત કરવા માટે સાધુસંતો જેવું અન્ય કોઈ સ્થાન નથી. સાધુસંતો કોઈની ગુપ્ત વાત છતી કરતા નથી એટલું જ નહિ, કોઈની અંગત વાત જાણવામાં એમને રસ પણ નથી હોતો. પ્રશ્નો પૂછીને વાત કઢાવવાનો કે બીજાને શરમાવવાનો તેમનો સ્વભાવ હોતો નથી. એટલે જ સમાજમાં તેઓ સૌથી વધુ વિશ્વસનીય મનાય છે. ભારતીય સંત પરંપરામાં હિંદુ, જૈન, બૌદ્ધ એ ત્રણે ઘર્મમાં પાપના એકરારની પ્રથા છે. ગુરુ સમક્ષ એકાંતમાં માણસ પોતાનાં પાપોની આલોચના' કરે છે અને ગુરુ મહારાજ કહે એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત લેવાય છે. પોતાના દોષોની કબૂલાત ગુરુ સમક્ષ ક્યારે અને કેવી રીતે કરવી એના નિયમો બહુ ઝીણવટપૂર્વક આપણાં શાસ્ત્રોમાં આપેલાં છે. “આલોયણા'નો વિષય એક સ્વતંત્ર વિષય છે. ખ્રિસ્તી ધર્મમાં એકરાર (Confessions)ની પ્રથા હોય છે. માણસે કોઈ પાપ કર્યું હોય તો દેવળમાં જઈ પાદરી પાસે તેનો એકરાર કરે છે અને પાદરી કહે તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત લે છે. એક કેબિન જેવી રચનામાં પાદરી બેસે છે. પાદરીના કાન પાસે કેબિનના લાકડામાં એક કાણું કરેલું હોય છે. એકરાર કરનારી વ્યક્તિ ઘૂંટણીએ પડી બહારથી એ કાણામાં બોલે છે જે પાદરી સાંભળે છે. પાપનો એકરાર કરનારી વ્યક્તિને પાદરીએ જોઈ નથી હોતી કે એકરાર કરનારી વ્યક્તિએ પાદરીને જોયા નથી હોતા. આમ કોણે કોની પાસે એકરાર કર્યો તેની ખબર નથી પડતી. (એકબીજાને જોઈ-જાણી શકે એ રીતે પણ એકરાર થાય છે.) આવી એકરાર કરવાની પ્રથામાં પણ એકરાર સાંભળનાર પાદરી કાચી ઉંમરનો ન હોવો જોઇએ, તે એકરાર કરનાર પાપી સ્ત્રી-પુરુષનો તન, મન, ધનથી ગેરલાભ ઊઠાવનાર ન હોવો જોઇએ, એકરારની વાતને છતી કરી દે એવો ક્ષુલ્લક મનનો કે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ અભિમાની તે ન હોવો જોઇએ, પાપીને અકારણ વધારે પડતી સજા કરનાર ન હોવો જોઇએ, પાપીને માનસિક રીતે ત્રાસ આપનાર કે ગુલામ બનાવી દેનાર ન હોવો જોઈએ - વગેરે બાબતો વિશે બહુ જ ચીવટ રાખવામાં આવે છે. રોજે રોજ કેટલાયે માણસોનાં પાપોનો એકરાર સાંભળનાર પાદરીના મુખમાંથી ક્યારેય ક્યાંય એક શબ્દ પણ નીકળતો નથી કે પોતાને ઘણાંનાં પાપોની ખબર છે એવી સભાનતાનો ભાસ એમના ચહેરા પર આવતો નથી. આ જ એમની મહત્તા છે. સંતની સંતપણાની કસોટી આવી ગુપ્ત વાતોના પ્રગટીકરણ વખતે થતી હોય છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ સંત મહાત્માઓ બીજાની પ્રચ્છન્ન વાત કોઈને કહેતા નથી. સમાજમાં જ્યારે કોઇક વ્યક્તિ પોતાની ટીકાનિંદા કરવાનું ચાલુ કરે છે ત્યારે માણસને એની વર્ષોથી સાચવેલી ગુપ્ત વાત પ્રગટ કરીને એને સીધો કરી દેવાનું મન થાય છે. પોતાને કોઈ આર્થિક નુકસાન થયું હોય, બીજા દ્વારા અપકીર્તિ થતી હોય, ખોટા આક્ષેપો પોતાના પર થતા હોય, જાતજાતની ધમકીઓ મળતી હોય ત્યારે વેર લેવાના ભાવથી, બીજાને પરાજિત અને શાન્ત કરી દેવાના આશયથી એની મોટી ગુપ્ત વાત પ્રકાશિત કરી દેવાની લાલચ માણસ રોકી શકતો નથી. એમ કરવાથી પરિસ્થિતિ તરત જ પોતાને અનુકૂળ થઈ જવાની સંભાવના હોય છે. પરંતુ એવે વખતે જ માણસના સત્ત્વની કસોટી થાય છે. જેઓ ત્યાગી છે, નિસ્પૃહ છે તેઓ તો બધી વાત હૃદયમાં રાખી શકે છે. પોતાના હૃદયમાં બીજાની ખાનગી વાત છે એવો અણસાર પણ તેઓ બીજા આગળ આવવા દેતા નથી. સાધુને કોઈની ખાનગી વાત બીજાને કહી દેવાનું પ્રયોજન જ ન હોવું જોઈએ. વસ્તુતઃ જે સાધક છે તેનું તો એ દિશામાં લક્ષ્ય જ હોતું નથી. એક દષ્ટિએ જોઈએ ' Page #38 -------------------------------------------------------------------------- ________________ जं छन्नं तं न वत्तव्वं ૨૯ તો બીજાની ગુપ્ત વાતને પોતાની પાસે જીવનના અંત સુધી ગુપ્તપણે સાચવી રાખવી એ પણ ઘણી કઠિન સાધના છે. કેટલાક તો માણ જાય પણ વાત જવા ન દે એવી કોટિના હોય છે. સાચા સાધકો તો એથી પણ ઘણા આગળના તબક્કાની સાધના કરવાવાળા હોય છે. પોતાની પાસે કોઇની ગુપ્ત વાત છે એટલી સભાનતા પણ તેમને રહેતી નથી. કોઇ પ્રસંગે ખાસ એ વાત કરવાની આવશ્યકતા ઊભી ન થાય તો એ વાત એમના જીવનમાં વિસ્મરણ જેવી બની જાય છે. તેઓની પાસે ઘણાંની ઘણી નબળી વાતો ગુપ્તપણે આવતી રહેતી હોય છે તો પણ તેઓ તો સંસારની વિષમતા વિશે અને જીવોનાં શુભાશુભ કર્મોના ઉદય વિશે, સાક્ષીભાવે ચિંતન કરતા હોય છે. જેઓ જ્ઞાતાદષ્ટાની દશા સુધી પહોંચે છે તેમને માટે આવું ભાવચિંતન સહજ અને સાધનામય બની જાય છે. જેઓ સરળ છે, નિસ્પૃહ છે, નિરભિમાની છે, સ્વસ્થ છે, સત્યનિષ્ઠ છે, ઉચ્ચત્તમ આધ્યાત્મિક ધ્યેયને વરેલા છે, તેઓને પોતાના જીવનમાં કશું છુપાવવા જેવું હોતું નથી. જેમને કશું છુપાવવાનું નથી હોતું તેઓ નિર્ભય હોય છે. જેઓ બીજાની અનેક ખાનગી વાતો જાણવા છતાં નિર્લોભી છે, નિરાકાંક્ષી છે, ક્ષમાશીલ છે, હિતેચ્છુ છે, સંસારના સ્વરૂપનું ચિંતનમનન કરવાવાળા છે તેઓને બીજાની ગુહ્ય વાત પ્રકાશિત કરવાનું કોઇ પ્રયોજન હોતું નથી. બીજાની ગુહ્ય વાતોને પોતાના પેટમાં આજીવન સમાવી દઇને સંત બનવું એ કાર્ય સરળ નથી. Page #39 -------------------------------------------------------------------------- ________________ કચરો વીણનારા દિવાળીનું પર્વ આવે એટલે અગાઉથી ઘરોમાં, દુકાનોમાં સાફસૂફી ચાલે, રંગરોગાન થાય, સ્વચ્છ અને ઊજળા થઇને તે પર્વ ઊજવવાનું ગમે. દિવાળીમાં કેટલી બધી જની વસ્તુઓ અને નકામો કચરો ઘરમાંથી નીકળે. કેટલાકને કચરો કાઢવાનો આનંદ હોય છે, તો કેટલાકને કચરો મેળવ્યાનો આનંદ થાય છે. ઉભય પક્ષે પર્વોત્સવ હોય છે. આપણાં કેટલાંક પર્વો સાથે કચરો (સ્થૂલ અને સૂક્ષ્મ) કાઢવાની પ્રથા સંકળાયેલી છે એમાં કેટલું બધું દૂરંદેશીપણું રહેલું છે! આવાં પર્વો ન હોય તો જીવન અસ્વચ્છ અને પ્રમાદી બની જાય. કચરો એ મનુષ્ય જીવનનું સનાતન અંગ છે. મૃત્યુની ઘટના તમામ જીવોના શરીરને કચરામાં રૂપાંતરિત કરી નાખે છે. પદાર્થોને નકામા બનાવી દેવાની શક્તિ વાયુ, જલ, તેજ અને અગ્નિ ધરાવે છે. ધરતીકંપ, વાવાઝોડું, પૂર, આગ વગેરેનો ઉપદ્રવ થાય ત્યારે તો કેટકેટલી વસ્તુ ભાંગી જાય છે, તૂટીફૂટી જાય છે. આવા મોટા ઉપદ્રવો ન હોય તો પણ વસ્તુને જીર્ણ કરવાની તાકાત કાળમાં રહેલી છે. જૂની વસ્તુનો નિકાલ અને નવી વસ્તુના ઉત્પાદનમાં વિપુલ માનવશક્તિ સતત વપરાતી રહે છે. જગતમાં સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા હંમેશાં એવી ત્રૂટિવાળી રહેવાની કે જેથી એક માણસનો કેટલાક પ્રકારનો કચરો તે બીજાને માટે ઉપયોગની વસ્તુ બની રહે છે. જૂનાં કપડાં, જૂનાં વાસણો, જૂનું રાચરચીલું, જૂનાં સાધનો, જૂની મોટરકાર, અરે જૂનાં વિમાનો સુદ્ધાં એકને કાઢી નાખ્યાનો આનંદ છે તો બીજાને તે મેળવ્યાનો આનંદ છે. ક્યારેક તેમાં નાણાંની લેવડદેવડ હોય છે, ક્યારેક નહિ. ફેંકી દેવાયેલો કચરો ફેંદીને તેમાંથી પોતાને કામની વસ્તુ મેળવનારા પણ પછાત દેશોમાં ઘણા બધા માણસો જોવા મળશે. બીજાના Page #40 -------------------------------------------------------------------------- ________________ કચરો વીણનારા ૩૧ એંઠવાડમાંથી ખાનારા ભૂખ્યા ગરીબ માણસો પણ ધરતી પર ઓછા નથી. રસ્તા પર રાખવામાં આવેલા કચરાના ડબ્બામાંથી દાણા વીણીને ખાનારા માણસો પણ ક્યાંક જોવા મળશે. સભ્ય સંસ્કૃતિને માટે કલંકરૂપ આવી ઘટનાઓ છે. એ નથી બનતી એવું નથી. ફેંકી દેવા લાયક કચરામાંથી વસ્તુઓ મેળવીને તેમાંથી કલાત્મક વસ્તુઓ બનાવનારો વર્ગ પણ દુનિયામાં ઘણે સ્થળે છે, પણ તેનો આશય નિરાળો છે. જૂની-પુરાણી ચીજ વસ્તુઓની લે-વેચનું ક્ષેત્ર પણ અત્યંત વિશાળ છે. તેનો વિષય પણ મોટો છે. અહીં તો આપણે ફેંકી દેવાયેલો કચરો વીણીને આજીવિકા રળનાર (Rag-Pickers) વિશે થોડું વિચારીશું. આ વિશ્વમાં દરેકે દરેક વ્યક્તિને પોતાની ઇચ્છા પ્રમાણે, પોતાની શક્તિ અને પાત્રતા અનુસાર વ્યવસાય મળી રહે અને દરેકને એનાથી સંતોષ રહે એવું બનવાનું શક્ય નથી, કારણ કે તક કરતાં ઉમેદવારો હંમેશાં વધુ રહેવાના અને ઇચ્છામાં વધઘટ થતી રહેવાની. અસંખ્ય લોકોને તો આજીવિકા મળી, બેકાર નથી બેસી રહેવું પડતું એટલી વાત પણ સંતોષ-સમાધાન કરાવનાર નીવડે છે. માણસનો રસનો વિષય એક હોય ને વ્યવસાયનું ક્ષેત્ર ભિન્ન હોય એવું અનેક લોકોની બાબતમાં બનતું રહે છે. થોડાક ભાગ્યશાળી માણસોને પોતાનાં રસરુચિ, ઇચ્છા, પાત્રતા અનુસાર વ્યવસાય મળી રહે છે અને એનો એમને પરમ સંતોષ પણ હોય છે. આર્થિક દૃષ્ટિએ પછાત દેશોમાં જ્યાં અનેક લોકોને નોકરી ધંધો ન મળતાં, આજીવિકાનું સાધન પ્રાપ્ત ન થતાં બેરોજગાર બનીને બેસી રહેવું પડે છે, ભીખ માગવી પડે છે, ચોરી લૂંટફાટનો આશ્રય લેવો પડે છે, આપઘાત કરવો પડે છે ત્યાં પરિસ્થિતિ બહુ વિષમ હોય છે. માણસ સશક્ત હોય, કામ કરવા માટે ઉત્સુક હોય ને છતાં રોજી ન Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ મળતી હોય એ વખતનું નૈરાશ્ય તો જેણે અનુભવ્યું હોય તેને જ વધુ સમજાય. સુશિક્ષિત માણસોની આવા કપરા કાળની સંવેદના વધુ ઘેરી હોય છે. જ્યાં ગરીબી અને બેરોજગારીનું પ્રમાણ વધુ હોય છે ત્યાં ગુનાખોરીનું પ્રમાણ પણ વધુ હોય છે. પેટનો ખાડો પૂરો કરવા માટે ગમે તેવું હલકું, ગંદુ, જોખમભરેલું કામ માણસ સ્વીકારી લે છે અને પછી એનાથી ટેવાઈ જાય છે. - માણસ ઘરબાર વગરનો હોય, લાચાર હોય, ભૂખે મરતો હોય તો એ આજીવિકા મેળવવા માટે કચરામાંથી પણ બીજા કોઈકને કામ લાગે એવી વસ્તુ શોધી કાઢે છે, એકઠી કરે છે અને એ વેચીને નજીવી કમાણી કરી લે છે. બેસી રહેવું અને ભૂખે મરવું એના કરતાં એટલું કરીને પણ પેટ ભરવું એ સારું છે એમ તે સમજે છે. દરેક દેશમાં દરેક વખતે ક્યરાને લગતા આવા જુદા જુદા કામધંધા લોકો શોધી કાઢે છે. લશ્કરી તાલીમ કેન્દ્રોમાં તાલીમ લેતી વખતે - રાઈફલ કે મશીનગનના ફાયરિંગ પછી એ જગ્યાએ ફૂટેલાં કારતૂસોના ધાતુના ઝીણા ટુકડા વીણવા માટે આસપાસના ગરીબ સ્ત્રીપુરુષો જાનના જોખમે પડાપડી કરતાં હોય. રોજેરોજ એકઠ કરેલા ધાતુના ટુકડા પછી ભંગારવાળાને તેઓ વેચીને ગુજરાન ચલાવતા હોય છે. કોલસાથી ચાલતા રેલવેના એન્જિનોમાંથી પડેલી કોલસાની ભૂકી કે રાખ વીણનારા પણ કેટલા બધા હોય છે ! ઢોરોનું છાણ વણી છાણાં થાપનારાં માણસો હજુ પણ વસે છે. જૂના વખતમાં ધૂળધોયાનો ધંધો કરનારા માણસો ઘણા ગામોમાં રહેતા. આજે પણ એવો વ્યવસાય કરનારા ક્યાંક ક્યાંક હોય છે. તેઓ જ્યાં સોના-ચાદીનું કે મોતી-ઝવેરાતનું કામ થતું હોય એ રસ્તા પરથી ધૂળ તગારામાં એકઠી કરી લે છે અને પછી તળાવ કે નદી કિનારે જઈ એમાં પાણી નાખી ધીમે ધીમે નીતારતા જાય છે. ધૂળ Page #42 -------------------------------------------------------------------------- ________________ કચરો વીણનારા ૩૩ બધી ધોવાઈ જાય અને કાંકરા અને બીજી નક્કર વસ્તુ રહે તેમાંથી જે કંઈ મળે તે વેચીને આજીવિકા ચલાવે. ઘણી વાર તો દિવસો સુધી કશું જ ન મળે. મહેનત માથે પડે. કોઈની કોઈ કિંમતી ચીજવસ્તુ ખોવાઈ ગઈ હોય ને ધૂળધોવાને પહેલેથી કહી રાખ્યું હોય તો તેઓ પ્રમાણિક એવા કે તે વસ્તુ મળે તો એના માલિકને આપી દે. પછી તે માલિક રાજીખુશીથી જે બક્ષિસ આપે તે સ્વીકારી લે. (અમે અમારા કિશોરકાળમાં કેટલાંયે ગામોમાં આવા ધૂળધોયા જોયા છે.) ધૂળધોયાનો વ્યવસાય હવે લુપ્તપ્રાયઃ થઈ ગયો છે. કેટલાંક કુટુંબોની અટકમાં તે શબ્દ રહ્યો છે અને બહુ મહેનતે અત્યંત અલ્પ ફળ આપનારા કામના અર્થમાં રૂઢિપ્રયોગમાં તે રહ્યો છે. ધૂળધોયા કરતાં કચરો વીણનારાઓનો વ્યવસાય ચડિયાતો છે, કારણ કે સાંજ સુધીમાં પેટ પૂરતી થોડીક રોજગારી તો અવશ્ય મળે છે. માણસને કચરો વીણવાનો વ્યવસાય કેમ ગમતો હશે ? ગરીબ, અભણ, બેકાર, લાચાર, નિરાધાર માણસ તરત શરૂ કરી શકે એવું આ કામ છે. વળી તેનું કારણ એ છે કે આ એક એવો ધંધો છે કે જેમાં બીજી કોઈ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. તેમાં મૂડીરોકાણ નથી. તેમાં કોઈની લાગવગ કે ભલામણની જરૂર નથી. તે સ્વેચ્છાએ ગમે ત્યારે, ગમે તે સ્થળેથી ચાલુ કરી શકાય છે. એમાં કામના નિશ્ચિત કલાકો નથી કે કોઇ હાજરીપત્રક નથી. તેમાં રજા લેવા માટે કોઈ નિયમ કે બંધન નથી. તેમાં સ્ટોક રાખવાનો કે બગડવાનો, સડવાનો કે ચોરાઈ જવાનો ભય નથી. તેમાં રોજેરોજની કમાણી રોકડી મળી જાય છે. તેમાં પોતે જ શેઠ અને પોતે જ નોકર જેવી સ્થિતિ હોય છે. ધનાઢ્ય દેશોમાં કેટકેટલી સારી વસ્તુઓ કચરામાં નાખી દેવામાં આવે છે. તેમાં પણ વાંચી લીધેલા સારા સારા ગ્રંથો કોઈ લેનાર ન WWW.jainelibrary.org Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ હોવાથી કચરામાં નખાતાં જોઇને જીવ બળે. કાચની કે પ્લાસ્ટિકની બાટલીઓ, ખોખાં, રાચરચીલું, અરે, જૂની મોટરકાર સુદ્ધાં કચરામાં નાખી દેવાય છે. પણ તેઓનો સૌથી મોટો કચરો કાગળનો હોય છે. હવે ત્યાં પર્યાવરણની દૃષ્ટિએ જાગૃતિ આવી છે. Recyclingનો કચરો જુદો એકઠો થાય છે. તેમ છતાં પાર વગરનો કાગઝી ક્ચરો ધનાઢ્ય દેશોમાં દરિયામાં કે અન્યત્ર ઠલવાય છે. ત્યાં કચરો કાઢનારા બધા જ હોય છે, કચરો વીણનારા કોઇ નથી હોતા, કારણ કે ત્યાંનું જીવનધોરણ એટલું સમૃદ્ધ છે. કચરો વીણનારા મુખ્યત્વે અર્ધવિકસિત દેશોમાં જોવા મળે છે. કચરો વીણનારાઓમાં મુખ્યત્વે તો કાગળિયા વીણનારા હોય છે, પરંતુ વર્તમાન સમયમાં પ્લાસ્ટિકની કોથળીઓ, ખાલી બાટલીઓ, ઇલેક્ટ્રિક વાયરના ટુકડા, ચીંથરાં, લોખંડ, પિત્તળ અને અન્ય ધાતુઓનાં ભંગાર પણ વીણે છે. સાંજે તેઓ પોતાની વીણેલી વસ્તુઓ છૂટી પાડે છે અને પસ્તીવાળા, રદ્દી કાગળવાળા, ભંગારવાળાને તેઓ વેચી આવે છે. કચરો વીણનારાઓમાં છેલ્લા કેટલાક વખતથી કાગળિયાં વીણનારાનો વ્યવસાય ઠીક ઠીક ફેલાયો છે. ભારતમાં ગરીબી અને બેકારી એટલી બધી છે કે આવા વ્યવસાય તરફ એવા માણસો ખેંચાય એ સ્વાભાવિક છે. જૂની પસ્તીનો વેપાર કરનારની વાત જુદી છે. આ તો રસ્તામાં કચરા તરીકે પડેલાં કાગળિયાં વીણનારાની વાત છે. ફક્ત મુંબઇ શહેરમાં જ દોઢ લાખથી વધુ માણસો આવું કામ કરે છે. એમાં ગરીબ સ્ત્રીઓ પણ છે અને કુમળી વયના છોકરાઓ પણ છે. મુંબઇ ઉપરાંત દિલ્હી, કલકત્તા, મદ્રાસ જેવાં મોટાં શહેરો અને નાનાં નાનાં નગરોમાં પણ ખભે કોથળો લઇને નીકળી પડેલ માણસો જોવા મળે છે. ભારત જેવા અર્ધવિકસિત દેશમાં લાખો માણસો ચીથરાં-કાગળિયાં વીણનાર (Rag-Pickers) તરીકે કામ કરે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ કચરો વીણનારા ૩પ રોજેરોજ કાગળિયાં વીણનારા માણસો સામાજિક દષ્ટિએ ઉપકારક પણ છે. નગરોની સ્વચ્છતામાં તેમનો ફાળો હોય છે, (તેઓ પોતાના વિસ્તારમાં ગંદકી કરે તેની વાત જુદી છે) પણ તદુપરાંત પર્યાવરણની દષ્ટિએ પણ તેઓ ઉપયોગી કામ કરે છે. ધનાઢ્ય દેશોમાં Recyclingનો પ્રચાર તો હવે ચાલુ થયો, પણ આપણાં દેશમાં તો પહેલેથી જ એ ચાલે છે. કાગળિયાં વીણનારાઓને કારણે કાગળ, પૂઠાં વગેરે બનાવનારી મિલોને આવો કાચો માલ સસ્તા ભાવે મળે છે અને એથી જંગલનાં વૃક્ષો ઓછાં કપાય છે. સમૃદ્ધ રાષ્ટ્રોમાં રસ્તાઓ એટલા બધા સ્વચ્છ હોય છે કે એક - ચબરખી જોવા ન મળે. કાગળિયાં વીણવાનો વ્યવસાય કરનારા ત્યાં ભૂખે મરે. આપણે ત્યાં રસ્તામાં ગમે ત્યાં કાગળનો કચરો ફેંકવાની ટેવને લીધે લાખો લોકોને આજીવિકા મળે છે. એથી એવો કુતર્ક કરવાનો નથી કે કરુણાભાવથી વધુ કચરો રસ્તામાં નાખીએ તો વધુ લોકોને કમાણીનું સાધન મળે, કારણ કે અસ્વચ્છતાના બીજા અનર્થો ઘણા છે. વર્તમાન સમયમાં તો એક અનિષ્ટ આવશ્યકતા (Necessary Evi) તરીકે જ એનો વાસ્તવિક સ્વીકાર કરવો પડે છે. એની હિમાયત ન થઈ શકે. વસ્તુતઃ રસ્તાઓ સ્વચ્છ હશે તો ગંદકી, માંદગી નહિ થાય અને કચરો વીણનારને બીજો વ્યવસાય મળી રહેશે. કાગળિયાં વીણનારા ઘણું ખરું સવારમાં નીકળી પડતા હોય છે. રસ્તાઓ પર અને શેરીઓમાં નગરપાલિકાના ઝાડુવાળા કર્મચારીઓ કચરો સાફ કરી નાખે એ પહેલાં તેઓ નીચું જોતાં જોતાં ચક્કર મારી લે છે કે જેથી છૂટાછવાયાં પડેલાં કાગળિયા હાથ લાગી જાય. પોતાનો કોથળો ભરાય એટલે એક ચક્કર પૂરું થાય. જો કોઈ સાચવનાર હોય તો પોતાના મુકામે કોથળો મૂકીને બીજો કોથળો Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ લઈને તે નીકળી પડે છે. કેટલાક વીણનારા દિવસ દરમિયાન ફક્ત એક ચક્કર લગાવે છે. કેટલાક બે કે ત્રણ ચાર ચક્કર લગાવે છે. કોથળો ભરાતાં તેઓ એવી રદીનો વેપાર કરનારને વેચી આવે છે. કેટલાક એટલી આવકથી સંતોષ માને છે, તો કેટલાક મજૂરીના પ્રકારનું બીજું પરચુરણ કામ પણ કરી લે છે. કચરો વીણનારાને પણ વર્ષાઋતુમાં ઓછી આવક મળે છે. કાગળો ભીના થઈ જાય છે. બીજો કચરો પણ ભીનો થઈ ગયો હોય તો કામમાં આવતો નથી. એવે વખતે રાતના આશ્રયનો પ્રશ્ન પણ ઊભો થાય છે. પોતાનું ઠામઠેકાણું ન હોવાથી આવા કેટલાક લોકો વર્ષાઋતુમાં સ્થળાંતર કરી જાય છે. કેટલાક પોતાના વિસ્તારમાં જ બીજું કોઈક કામ શોધી લે છે જે વર્ષાઋતુમાં જ પ્રાપ્ત થતું હોય છે. કચરા સાથે કામ પાડનાર વ્યક્તિ જો તદ્દન તંદુરસ્ત હોય તો પણ માંદી પડી જવાનો સંભવ છે, તો પછી જેઓને પૂરતો પોષક ખોરાક મળતો નથી અને જેઓને આરોગ્ય વિશે કશી ગતાગમ નથી એવા લોકો અવારનવાર માંદા પડે તેમાં નવાઈ શી ? માંદા પડે ત્યારે દવાના પૈસા તો હોય નહિ, એટલે આવા લોકો થોડા દિવસ પડ્યા રહે છે અને સાજા થાય એટલે ફરી પાછા કામે લાગી જાય છે. કાગળિયાં વીણીને રોજી મેળવનારા નાની વયના છોકરાઓની પણ એક જુદી જ દુનિયા છે. તેમના જીવન અને કાર્યનો અભ્યાસ યુનિવર્સિટીઓના સમાજશાસ્ત્રના અને સમાજકાર્યના વિભાગો તરફથી થાય છે અને તેઓના અહેવાલો અને ભલામણો નગરપાલિકા કે સરકારી ખાતાઓને સોંપાય છે અને તેના અમલ દ્વારા કેટલાક સુધારા પણ થાય છે. ગરીબ, અભણ અને લાચાર માણસો કચરો વીણવાનો ધંધો કરતા હોવાથી તેમનો કચરો લેનાર વેપારીઓ પણ તેમનું શોષણ કરે એ Page #46 -------------------------------------------------------------------------- ________________ કચરો વીણનારા ૩૭ સ્વાભાવિક છે. ક્યારેક વજનમાં કે ભાવમાં પણ છેતરપિંડી થાય છે. કચરો વીણનારાઓ તો વેપારી આપે તે રકમ લઈ લેતા હોય છે. હિસાબ કરતાં તેઓને આવડે નહિ, પણ કેટલાકને અંદાજે સમજ પડે છે. તેમને સરખો વ્યાજબી ભાવ આપે અને બિલકુલ છેતરપિંડી ન કરે, એવા પણ કેટલાક વેપારીઓ હોય છે. જ્યાં વિશ્વાસ બેસે ત્યાં જ કાગળિયાં આપનારા વારંવાર જાય છે. વખત જતાં એકબીજાથી પરિચિત પણ થઈ જાય છે. કચરો વીણનારા લોકો વર્ષો સુધી એ જ કામ કર્યા કરે એવું બનતું. નથી. અડધાથી વધુ લોકોને પોતાનું આ કામ ગમતું નથી. મનથી તે નારાજ હોય છે, પણ લાચારીથી તે કરવું પડે છે. તેમને પ્રતિષ્ઠાનો કોઈ પ્રશ્ન હોતો નથી, પણ કામ જ ન ગમે એવું હોય છે. બીજી જરાક સારી તક મળતાં તેઓ ચાલ્યા જાય છે. ક્યારેક સામાન ઊંચકવાની મજૂરીનું કામ, રેલ્વે, બસ સ્ટેશન કે શાક મારકીટ કે એવા કોઈ સ્થળે મળતાં કે હોટેલમાં વાસણ ધોવાનું કામ મળતાં તેઓ તે તરફ વળી જાય છે. ઓછી અક્કલવાળા, શારીરિક ખોડવાળા, માનસિક ગ્રંથિવાળા કેટલાક આવા વ્યવસાયમાં વધુ ટકે છે. રોજે રોજ કચરો વીણનારા તરીકે કામ કરી અનિશ્ચિત આવક મેળવવા કરતાં નગરપાલિકાના સફાઈ કામદાર તરીકે નોકરી મળી જાય તો તે તેમાં જોડાઈ જાય છે, તો કેટલાકને પોતાના કામધંધામાં મળતી સ્વતંત્રતા વધુ વહાલી લાગે છે. વાસ્તવિકતાનો સ્વીકાર કરીને, વર્તમાન પરિસ્થિતિને વધુ સારી કેમ કરી શકાય એ વિશે સરકારે અને સેવાભાવી સંસ્થાઓએ નક્કર વિચારણા કરવી ઘટે. કચરો વીણનારાઓનું વેપારીઓ દ્વારા થતું શોષણ અટકાવવા માટે પ્રયાસો થવા જોઈએ. કચરો વીણનારા બહુધા ઘરબાર વિનાના હોય છે. તેમને વ્યવસ્થિત આશ્રયસ્થાન મળી રહે એવી Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ વ્યવસ્થા વિચારાવી જોઈએ. તેઓને યોગ્ય ખોરાક સસ્તા ભાવે મળી રહે એવી વ્યવસ્થા પણ થવી ઘટે. રોટરી, લાયન્સ કે અન્ય કેટલીક સેવાભાવી સંસ્થાઓ કે વ્યક્તિઓ આવા લોકોને સારા મોટા કોથળા આપવાનો તથા કંઈક ખાવાનું આપવાનો પ્રબંધ કરે જ છે. કુમળી વયનાં બાળકો હોય તો તેમને રસ પડે એ પ્રકારની કેળવણી આપવાનો પ્રબંધ થવો જોઈએ. એવો પ્રબંધ ક્યાંક ક્યાંક થયો પણ છે. તેઓ પોતાની કમાણી સિગરેટ, શરાબ, જુગાર, વેશ્યા વગેરેમાં ન વેડફી નાખે એ માટે સેવાકાર્ય કરતી સંસ્થાઓએ આવા છોકરાઓનાં મંડળો રચીને કાર્ય કરવાની આવશ્યકતા છે. એવું કેટલુંક કાર્ય સારી રીતે ચાલી રહ્યું પણ છે. કચરો વીણનારાઓમાં પણ તેજસ્વી છોકરાઓ હોય છે. તેવાને વધુ સારી તક પૂરી પાડવામાં આવે તો તેઓ જીવનમાં ઘણી પ્રગતિ સાધી શકે. એ અંગે પણ વ્યવસ્થિત પ્રયાસ થવાની જરૂર છે. પોતાના અનેક નાગરિકો ક્યરો વીણવાના વ્યવસાયમાં પડેલા હોય એ કોઇ પણ રાષ્ટ્ર માટે શોભાસ્પદ વાત નથી. પરંતુ જે રાષ્ટ્રોમાં આર્થિક અવ્યવસ્થાને કારણે અનેક લોકો વ્યવસાયવિહીન હોય, ભૂખે મરતા હોય ત્યાં આ વ્યવસાય પણ ખોટો નથી એમ લાગે. પ્રત્યેક રાષ્ટ્ર સમૃદ્ધ થાય અને એના નાગરિકોને આવો અણગમતો વ્યવસાય સ્વીકારવાનો વખત ન આવે એવી શુભ ભાવના આપણા સૌના અંતરમાં રહેલી હોવી જોઈએ. Page #48 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ ભારતીય સંસ્કૃતિની ધર્મની દષ્ટિએ બે મુખ્ય પરંપરા છે : બ્રાહ્મણ પરંપરા અને શ્રમણ પરંપરા. બ્રાહ્મણ પરંપરામાં વૈદિક ધર્મ છે. શ્રમણ પરંપરામાં મુખ્યત્વે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ છે. વૈદિક ધર્મ અને જૈન ધર્મ ઘણા પ્રાચીન છે. જ્યારે બૌદ્ધ ધર્મનો પ્રચાર એના સંસ્થાપક ભગવાન બુદ્ધના સમયથી એટલે કે લગભગ અઢી હજાર વર્ષથી થયો છે. ભારતમાં જ્યારે ધર્મના નામે કેવળ જડ કર્મકાંડ, અંધશ્રદ્ધા, યજ્ઞો અને એમાં નિર્દોષ પશુઓની હત્યા, વર્ણભેદ અને જાતિભેદ વગેરે ખૂબ વધી રહ્યાં હતાં ત્યારે ભગવાન મહાવીરે અને ભગવાન બુદ્ધે એ બધાંનો વિરોધ કરી ધર્મના ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આણ્યું હતું. ભગવાન મહાવીરના નિર્વાણ પછી બૌદ્ધ ધર્મને પણ રાજ્યાશ્રય મળ્યો અને એનો પ્રચાર ભારતમાં અને ભારત બહાર પુષ્કળ થયો. જગતના મુખ્ય ધર્મોમાં બૌદ્ધ ધર્મનું સ્થાન મહત્ત્વનું છે. આજે દુનિયામાં કરોડો લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. દુનિયામાં આ ધર્મનો પ્રચાર શસ્ત્રથી નહીં, રાજાઓ કે ધર્માચાર્યોના અત્યાચારથી નહીં પણ અહિંસા અને સંયમની, પ્રેમ અને કરુણાની, સહિષ્ણુતા અને શાંતિની, આત્મહિત અને લોકકલ્યાણની ભાવનાથી થયો છે. બૌદ્ધ ધર્મનો પરિચય કરીએ તે પહેલાં એના સંસ્થાપક ભગવાન બુદ્ધના જીવનની મહત્ત્વની કેટલીક ઘટનાઓ સંક્ષેપમાં જોઇએ. સિદ્ધાર્થ ગૌતમ હિમાલયની તળેટીમાં, નેપાળની સરહદમાં કપિલવસ્તુ નામની નગરીમાં શુદ્ધોદન નામના શાક્ય જાતિના ક્ષત્રિય રાજાને બે રાણી હતી, મહામાયા અને મહાપ્રજાપતિ. બંને બહેનો હતી. ઇ. સ. પૂર્વે ૬૨૩માં કપિલવસ્તુથી થોડે દૂર આવેલા લુમ્બિની વનમાં એક શાલવૃક્ષ Page #49 -------------------------------------------------------------------------- ________________ ४० સાંપ્રત સહચિંતન - ભાગ ૧૧ નીચે મહામાયાએ પુત્રને જન્મ આપ્યો. પિતાની ઇચ્છા પૂર્ણ થઇ માટે પુત્રનું નામ “સિદ્ધાર્થ' રાખવામાં આવ્યું. એમના ગોત્રનું નામ “ગૌતમ” હતું. સિદ્ધાર્થના જન્મ પછી સાતમે દિવસે મહામાયાનું અવસાન થયું અને મહાપ્રજાપતિએ સિદ્ધાર્થને ઉછેરી મોટો કર્યો. સિદ્ધાર્થ નાનપણથી જ વારંવાર અંતર્મુખ બની જતા. એક વખત કૃષિસમારંભમાં પિતા એમને લઇ ગયા ત્યારે એક જબ્બવૃક્ષ નીચે એમને ધ્યાનનો પહેલો અનુભવ થયો હતો. યુવાન વયે યશોધરા નામની એક રાજકન્યા સાથે એમનાં લગ્ન થયાં. તેમને એક પુત્ર થયો જેનું નામ પાડવામાં આવ્યું “રાહુલ.' મહાભિનિઝમણ અને ધર્મચક્રપ્રવર્તન સિદ્ધાર્થને રાજમહેલના ભોગોપભોગ નીરસ અને બંધનરૂપ લાગતા હતા. દંતકથા છે કે એક વખત સિદ્ધાર્થ રથમાં બેસી બહાર ફરવા નીકળ્યા ત્યારે એમણે એક વૃદ્ધને, એક રોગીને, એક શબને અને એક સંન્યાસીને જોયાં. તેઓ વિચાર કરવા લાગ્યા કે હું પોતે જરાધર્મી, વ્યાધિધર્મી, મરણધર્મી, શોકધર્મી છું, છતાં એ બધાં સાથે સંબંધ રાખનારી વસ્તુઓ ઉપર સુખનો આધાર માની બેઠો છું તે યોગ્ય નથી. માટે એમણે ગૃહત્યાગ કરવાનો નિશ્ચર્ય કર્યો. મધરાતે તેઓ પોતાની પત્ની યશોધરા અને સાત દિવસના પુત્ર રાહુલને છોડી દુ:ખનિવારણના ઉપાયની શોધમાં ચાલી નીકળ્યા. આ ઘટનાને બૌદ્ધ ધર્મમાં “મહાભિનિષ્ક્રમણ” કહે છે. ગૃહત્યાગ કરીને સિદ્ધાર્થ આધાર કાલામ નામના પરિવ્રાજક પાસે ગયા. એણે તેમને પરિવ્રાજકોના આચારોનું પાલન કરાવી ધ્યાનની પદ્ધતિ, એના પ્રકાર તથા સમાધિ માટે આવશ્યક સાત પગથિયાં શીખવ્યાં. પરંતુ સિદ્ધાર્થને એથી સંતોષ થયો નહીં, કારણ કે તેઓ આખી માનવજાતિના કલ્યાણ માટેનો માર્ગ શોધવા નીકળ્યા હતા. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૧ બૌદ્ધ ધર્મ ફરતા ફરતા સિદ્ધાર્થ ત્યાંથી ઉવેલા પાસે સેનાનિગમ નામના સ્થળે આવ્યા. એ રમણીય અને એકાંત સ્થળ પોતાની તપશ્ચર્યા માટે અત્યંત અનુકૂળ છે એમ જણાતાં તેઓ ત્યાં તપશ્ચર્યા કરવા લાગ્યા. ત્યાં તેમની સાથે પાંચ બ્રાહ્મણ તપસ્વીઓ પણ તપશ્ચર્યા કરતા હતા. કાયા અને ચિત્ત ઉપર વિજય મેળવવા માટે સિદ્ધાર્થે છ વર્ષ સુધી વિવિધ પ્રકારની અત્યંત ઉગ્ર તપશ્ચર્યાઓ કરી, પરંતુ છેવટે પ્રતીતિ થઈ કે બાનમાર્ગ વડે જ તત્વબોધ પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે સિદ્ધાર્થે તપશ્ચર્યાનો માર્ગ છોડી દીધો ત્યારે પાંચ બ્રાહ્મણ તપસ્વીઓએ એમને “યોગભ્રષ્ટ યોગી' કહી તેમની નિંદા કરી. ત્યારપછી સિદ્ધાર્થ ફરતા ફરતા કેટલેક સમયે ગયા નગરી પાસે નેપંજરા નદીને કાંઠે આવ્યા. વૈશાખી પૂર્ણિમાનો એ દિવસ હતો. તેઓ પીપળાના એક વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠા અને જ્યાં સુધી તત્ત્વબોધ થાય નહીં ત્યાં સુધી ત્યાંથી ઊઠવું નહીં એવો દઢ નિશ્ચય કર્યો. તે સમયે મારદેવે (કામોપભોગ, કલેશ, મૃત્યુના દેવતાએ) તૃષ્ણા, અરતિ અને રતિ નામની પોતાની ત્રણ કન્યાઓ મોકલીને તેમને ધ્યાનમાંથી ચલિત કરવા પ્રયત્ન કર્યો. પરંતુ છેવટે મારદેવનો પોતાનો પરાજય થયો અને સિદ્ધાર્થને તત્ત્વબોધ થયો. તેમને ચાર આર્યસત્ત્વ અને આર્ય અષ્ટાંગમાર્ગનું જ્ઞાન થયું. તેઓ બોધિસત્વ મટી બુદ્ધ થયા. બોધિ એટલે જ્ઞાન અર્થાત્ પોતાના અને જગતના કલ્યાણ માટેનું જ્ઞાન. એ પ્રાપ્ત કરવા માટે જે સત્ત્વ (પ્રાણી) પ્રયત્ન કરે છે તે બોધિસત્વ. અનેક જન્મોના પરિશ્રમથી પુણ્ય અને જ્ઞાનનો એટલો સંચય થાય કે એ જીવનું બુદ્ધ થવું નિશ્ચિત થઈ જાય ત્યારે તે જન્મના તે સમયથી બુદ્ધત્વ પ્રાપ્ત થાય ત્યાં સુધીના તેના જન્મો અને જીવનને બોધિસત્વ કહેવામાં આવે છે. બોધિ પ્રાપ્ત થતાં તે બોધિસત્ત્વ મટી બુદ્ધ બને છે. ભગવાન બુદ્ધના પૂર્વના કેટલાક ભવ માટે તથા સિદ્ધાર્થ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ ગૌતમ તરીકે જન્મ થયો ત્યારથી તે તેમને જ્ઞાન થયું ત્યા સુધીના તેમના જીવન માટે “બોધિસત્ત્વ' શબ્દ વપરાય છે. બુદ્ધત્વ પ્રાપ્ત થયું તે સમયે સિદ્ધાર્થની ઉમર પાંત્રીસ વર્ષની હતી. જે સ્થળે એમને જ્ઞાન થયું તે સ્થળ “બુદ્ધગયા' અને તે પીપળાનું (પીપળનું વૃક્ષ “બોધિવૃક્ષ' તરીકે ઓળખાયાં. તત્ત્વબોધ થયા પછી તેઓ પોતાના પેલા પાંચ સાથીઓને ઉપદેશ આપવો એમ નક્કી કરી વારાણસી પાસે ઋષિપત્તન પહોંચ્યા. ભગવાને તેમને ચાર આર્યસત્ય અને આર્ય અષ્ટાંગમાર્ગનો ઉપદેશ આપ્યો. ભગવાનનો આ પ્રથમ ઉપદેશ “ધર્મચક્રપ્રવર્તન” તરીકે ઓળખાય છે. આ પાંચે ભિક્ષુઓ ભગવાનના પ્રથમ શિષ્યો બન્યા અને તે પાંચ વડે પ્રથમ ભિક્ષુ સંઘની સ્થાપના થઈ, જેમાં ક્રમે ક્રમે બીજાઓ જોડાતા ગયા અને એમ ભિક્ષુ સંઘનો વિસ્તાર થતો ગયો. ભગવાન બુદ્ધ સતત પિસ્તાળીસ વર્ષ સુધી જુદે જુદે સ્થળે ફરી ઉપદેશ આપ્યો. ૮૦ વર્ષની વયે ઈ. સ. પૂર્વે ૫૪૩માં તેઓ મહાપરિનિર્વાણ પામ્યા. ચાર આર્યસત્ય અને આર્ચ અષ્ટાંગમાર્ગ ભગવાન બુદ્ધ ચાર આર્યસત્ય અને આર્ય અષ્ટાંગમાર્ગનો જે ઉપદેશ આપ્યો તે બૌદ્ધ ધર્મનો પાયો છે. એ આર્યસત્યો આ પ્રમાણે છે : ૧. દુઃખ–આ સંસારમાં દુઃખ છે એ વાતની માણસને જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી ધર્મ તરફ એની બુદ્ધિ વળતી નથી. જન્મ, જરા, વ્યાધિ, મરણ, શોક, વિલાપ, અપ્રિય વસ્તુઓ અને મનુષ્યોનો સમાગમ, પ્રિય વસ્તુઓ અને મનુષ્યોનો વિયોગ, ઈચ્છાઓની અતુતિ ઇત્યાદિને કારણે દુઃખ ઉત્પન્ન થાય છે. આ દુઃખ સર્વસાધારણ છે અને તેમાંથી કોઈ મુક્ત રહી શકતું નથી. ધર્મમાર્ગે વાળવા ઈચ્છનાર માણસે સંસારમાં દુઃખ છે એ પ્રથમ આર્યસત્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. Page #52 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ ૨. દુઃખસમુદય-બધાં દુઃખોનો ઉદય તૃષ્ણામાંથી થાય છે. તૃષ્ણા એટલે વાસના અથવા અતૃપ્તિ. તૃષ્ણા અનેક વિષયોમાં રમનારી છે. કામતૃષ્ણા, ભવતૃષ્ણા અને વિભવતૃષ્ણા એ ત્રણ મુખ્ય તૃષ્ણાઓ છે. કામતૃષ્ણા એટલે કામભોગના પદાર્થોની તૃષ્ણા. ભવતૃષ્ણા એટલે જીવવાની તૃષ્ણા. વિભવતૃષ્ણા એટલે વિનાશ તૃષ્ણા. પોતાનો વિનાશ કરવાની ઈચ્છા. કેટલાક લોકોનું જીવન તદ્દન નીરસ થઈ ગયેલું હોય છે. વળી તેઓ નિર્દય પણ હોય છે. એવા લોકો આત્મઘાત કરીને પોતાનું અને બીજાનું દુઃખ વધારે છે. ૩. દુઃખનિરોધ-–એટલે દુઃખનો નાશ કરી એમાંથી મુક્ત થવું. જ્યાં સુધી તૃષ્ણા છે ત્યાં સુધી દુ:ખ છે. માટે તૃષ્ણાનો નાશ થાય તો જ દુ:ખનો નાશ થાય. તૃણા ઉપર વિજય મેળવવા માટે જરૂર છે વૈરાગ્યની. ૪. દુઃખનિરોધગામિની પ્રતિપદા--તૃષ્ણાનો નાશ કેવી રીતે કરી શકાય અને દુ:ખનો નિરોધ કેવી રીતે કરી શકાય તે માટે ભગવાન - બુદ્ધ આર્ય અષ્ટાંગમાર્ગ શોધી કાઢ્યો. એ માર્ગ આ પ્રમાણે છે : (૧) સમ્યગુ દષ્ટિ–એટલે સારી દષ્ટિ અર્થાત ચાર આર્યસત્યોનું યથાર્થ જ્ઞાન. સ્વાર્થ, અહંકાર, અજ્ઞાન ઇત્યાદિનો જ્યાં સુધી ત્યાગ થતો નથી ત્યાં સુધી સંસારની અનિત્યતાનું અને પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થતું નથી. (૨) સમ્યફ સંકલ્પ--એટલે સારો નિશ્ચય, કામભોગમાં રચ્યાપચ્યા ન રહેવું, પ્રાણી માત્ર પ્રત્યે શુદ્ધ પ્રેમ રાખવો, બીજાઓની હિંસા ન કરવી કે તેમને ત્રાસ ન આપવો, તેમના સુખમાં વધારો થાય તેવો પ્રયત્ન કરવો, વગેરે શુભ કાર્યો કરવાનો નિશ્ચય કરવો. (૩) સમ્યગુ વ્યાયામ –એટલે સારો માનસિક પ્રયત્ન. એ ચાર પ્રકારનો છે : (ક) જે દુષ્ટ વિચારો મનમાં આવ્યા ન હોય તે વિચારોને આવવાની તક આપવી નહીં. (ખ) જે દુષ્ટ વિચારો આવ્યા હોય તેને Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ દૂર કરવા. (ગ) જે સુવિચારો મનમાં આવ્યા ન હોય તેને મનમાં આણવા, અને (ઘ) જે સુવિચારો મનમાં ઉત્પન્ન થયા હોય તેને સ્થિર કરી પૂર્ણતા તરફ લઈ જવા. (૪) સમ્યફ સ્મૃતિ--એટલે સારી રીતે જાગ્રત રહેવું. પોતાના ચિત્તનું સતત અવલોકન કરતા રહેવું. શરીરની અંદર સુખદુઃખ વગેરેના અનુભવો શા માટે થાય છે, ઈન્દ્રિયો અને તેના વિષયોમાંથી કેવાં કેવાં બંધનો જન્મે છે, તેનો કેવી રીતે નાશ કરી શકાય ઇત્યાદિનું સતત ચિંતન કરવું અને તત્ત્વચિંતન કરી વિવેકશક્તિને જાગ્રત રાખવી. (પ) સમ્યગૂ વાક-એટલે સારી વાચા. અસત્ય ન બોલવું, ચાડી ન ખાવી, નિંદા ન કરવી, નિરર્થક બોલ બોલ ન કરવું, હિંસા કે ઝઘડા પેદા થાય તેવું બોલવું નહીં. પ્રિય, મિત અને બીજાનું હિત સાધે તેવી વાણી હોવી જોઇએ. (૬) સમ્યક કર્માન્ત--એટલે સારાં કર્મો. હિંસા, ચોરી, વ્યભિચાર ઈત્યાદિ કર્મો ન કરવાં. પરંતુ બીજાઓનું કલ્યાણ થાય તેવાં સારાં કર્મો કરવાં. (૭) સમ્યગૂ આજીવ--એટલે સારો ઉદ્યમ કરીને એવી આજીવિકા પ્રાપ્ત કરવી જોઇએ કે જેથી બીજાઓને નુકસાન ન પહોંચે. (૮) સમ્યફ સમાધિ--એટલે ચિત્તની સારી એકાગ્રતા. ધ્યાન દ્વારા સમાધિ સાધી શકાય છે. બધી કામવાસનાઓ અને દુષ્ટ મનોવૃત્તિઓનો નિરોધ કરીને સુખદુઃખવિરહિત તથા ઉપેક્ષા અને જાગૃતિથી પરિશુદ્ધ એવું ધ્યાન ધરતાં નિર્વાણ માટે આવશ્યક એવી સમ્યક સમાધિ પ્રાપ્ત થયા છે. પંચવર્ગીય ભિક્ષુઓને આ ચાર આર્યસત્ય અને આર્યઅષ્ટાંગમાર્ગનો ઉપદેશ આપતાં ભગવાન બુદ્ધે કહ્યું હતું કે ધાર્મિક માણસે બે છેડા પર જવું નહીં. એક છેડો તે કામોપભોગમાં સુખ છે એમ માનવું તે. આ છેડો હીન, ગ્રામ્ય, સામાન્યજનસેવિત, અનાર્ય અને અનર્થકારક છે. બીજો છેડો દેહદમનનો છે. એ છેડો પણ દુઃખકારક, અનાર્ય અને અનર્થકારક છે. માટે એ બેની વચ્ચેનો આર્ય અષ્ટાંગમાર્ગ તે મધ્યમ Page #54 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ ૪૫ માર્ગ છે જે “મધ્યમ પ્રતિપદા' તરીકે ઓળખાય છે. તે માર્ગથી હૃદય પવિત્ર બને છે અને જ્ઞાનચક્ષુ ઊઘડે છે. એ માર્ગ ઉપશમ, પ્રજ્ઞા, સંબોધ અને નિર્વાણ પ્રાપ્ત કરવામાં ઉપકારક છે. જે ભિક્ષુઓ નિર્વાણના માર્ગ તરફ ઉદ્યમ અને વેગથી ગતિ કરવા ઈચ્છતા હોય તેમણે સર્વ પ્રકારના અભિનિવેશોનો ત્યાગ કરવો જોઈએ અને સ્તુતિ-નિંદા, રતિ-અરતિ, જય-પરાજય, વગેરેથી પર થઈ દુઃખનિરોધ અને વિશુદ્ધિના માર્ગ માટે ત્રિશિક્ષાની સાધના કરવી જોઈએ. એ ત્રણ શિક્ષા છે શીલ, સમાધિ અને પ્રજ્ઞા, અર્થાત્ અધિશીલ, અધિચિત્ત અને અધિપ્રજ્ઞા. જે માણસ શીલમાં પ્રતિષ્ઠિત છે, અને સમાધિ તથા પ્રજ્ઞાની ભાવના કરે છે તે જ તૃષ્ણાનો નાશ કરી શકે છે. સર્વ પ્રકારનાં પાપ કરતાં અટકવું તે શીલ છે. શુભમાં ચિત્તને કેન્દ્રિત કરવું તે સમાધિ છે. સર્વ સંસ્કાર અનિત્ય અને દુ:ખકારક છે એવું દર્શન થયું તે પ્રજ્ઞા છે. આ ત્રિશિક્ષા એ આર્ય અષ્ટાંગ માર્ગનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. પંચશીલ, અષ્ટશીલ, દશશીલા ભગવાન બુદ્ધ સર્વ પ્રકારનાં પાપથી અટકવા માટે અને પવિત્ર જીવન ગાળવા માટે ભિક્ષુઓ તથા ગૃહસ્થો માટે જીવનમાં આચરવાનાં વ્રતો બતાવ્યાં છે, જે પંચશીલ, અષ્ટશીલ, દશશીલ તરીકે ઓળખાય છે. શીલ એટલે ચારિત્ર અથવા નીતિનિયમ. બૌદ્ધ મંદિરોમાં આજે પણ આ શીલ પ્રતિજ્ઞારૂપે ઉચ્ચારાય છે. પંચશીલ આ પ્રમાણે છે : (૧) પ્રાણાતિપાતવિરતિ--હિંસા ન કરવી. આહાર માટે તો નહીં જ, બલ્બ ધર્મકાર્યનિમિત્તે પણ પ્રાણીઓનો વધ ન કરવાનું વ્રત દરેક બૌદ્ધ ધર્મીએ લેવાનું હોય છે. (૨) અદત્તાદાનવિરતિ-ચોરી ન કરવી. કોઈનું વગર આપેલું લેવું એ ચોરી જ છે. (૩) અબ્રહ્મચર્યવિરતિભિક્ષુઓએ નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરવું. ગૃહસ્થોએ પરસ્ત્રી સાથેના સંબંધનો ત્યાગ કરવો. (૪) મૃષાવાદવિરતિ–અસત્ય ન બોલવું. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ ચાડી, ઈર્ષા, નિંદા, ક્રોધ, ભય વગેરેને કારણે પણ અસત્ય બોલવું એ પાપ છે. (પ) સુરા-મૅરેય-પ્રમાદસ્થાનવિરતિ–મદ્યપાન ન કરવું. માદક પદાર્થો તથા જીવનને વિલાસમય અને આળસુ બનાવે તેવા પદાર્થોનું સેવન ન કરવું. આ પંચશીલનું કડક પાલન ગૃહસ્થોએ અને ભિક્ષુઓએ કરવાનું હોય છે. આ ઉપરાંત ભિક્ષુઓએ બીજાં પાંચ શીલનું પણ પાલન કરવાનું હોય છે. તે આ પ્રમાણે છે : (૧) અકાલભોજનવિરતિ-- મધ્યાહન પછી ભોજન ન કરવું. (૨) નૃત્યગીતવાદિત્રવિરતિ–નૃત્ય, સંગીત વગેરેના સમારંભોથી દૂર રહેવું. (૩) માલ્યગંધવિલેપનવિરતિ--પુષ્પહાર, ચંદન, સુગંધી પદાર્થો વગેરેનો ઉપયોગ ન કરવો. (૪) ઉચ્ચાસનશયનવિરતિ-નવી, મોટી, ઊંચી પથારીમાં નહીં પણ જમીન ઉપર માત્ર સાદડી પાથરીને સૂઈ રહેવું.(૫) જાતરૂપરજતપ્રતિગ્રહવિરતિસોનું, ચાંદી, રત્નો જેવાં કિંમતી દ્રવ્યો, અલંકારો વગેરે પાસે ન રાખવાં. જે ગૃહસ્થો ઘર્મમય જીવન ગાળવા ઇચ્છતા હોય તેમણે મહિનામાં ઓછામાં ઓછા ચાર દિવસ યથાશક્તિ પહેલાં આઠ વ્રતોનું પણ પાલન કરવું જોઇએ. આ પ્રકારની વ્રતચર્યાને “ઉપોસથ' કહેવામાં આવે છે. આમ, સાધારણ ગૃહસ્થો માટે પંચશીલ, ઉપોસથ કરનારાઓ માટે અષ્ટશીલ અને ભિક્ષુ-ભિક્ષુણીઓ માટે દશશીલનો ઉપદેશ આપવામાં આવ્યો છે. જેમ દશશીલ બતાવવામાં આવ્યાં છે તે પ્રમાણે દશ પાપસ્થાન બતાવવામાં આવ્યાં છે. આ પાપસ્થાનોને “સ્કુશળ કર્મપથ' તરીકે ગણવામાં આવે છે. અકુશળ કર્મપથનું કાયિક, વાચસિક અને માનસિક એમ ત્રણ પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. પ્રાણઘાત, ચોરી અને Page #56 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ ૪૦ વ્યભિચાર એ ત્રણ કાયિક પાપકર્મો છે. અસત્ય, ચાડી, ગાળ-અપમાન અને વૃથા પ્રલાપ એ ચાર વાચસિક પાપકર્મો છે. પરદ્રવ્યનો લોભ, બીજાઓની પ્રત્યે દ્વેષ અને અશ્રદ્ધા અર્થાત્ નાસ્તિક દષ્ટિ એ ત્રણ માનસિક પાપકર્મો છે. આ પાપકર્મોથી નિવૃત્ત થવું તે કુશલ કર્મપથ ચાર ભાવના અને દશ પારમિતા. બૌદ્ધ ધર્મમાં બ્રહ્મવિહારનો મહિમા ઘણો મોટો છે. બ્રહ્મ એટલે જીવલોક. એમાં વિહાર કરવો એટલે સમસ્ત જીવસૃષ્ટિ સાથે પ્રેમમૂલક વૃત્તિઓ કેળવવી. એ વૃત્તિઓ તે ચાર ભાવનાઓ છે : (૧) મૈત્રી, (૨) કરુણા, (૩) મુદિતા અને (૪) ઉપેક્ષા. આ ચાર ભાવનાઓ વડે રાગ, દ્વેષ, ઈર્ષા, અસૂયા વગેરે ચિત્તના મલિન ભાવો દૂર થાય ૧. મૈત્રી–સર્વ જીવો પ્રત્યે સ્નેહભાવ ઘારણ કરવો એ મૈત્રી છે. બીજા જીવો ઉપર ઉપકાર કરવો, એમનું સુખ ચિંતવવું, એમના પ્રત્યેના દેષ કે દ્રોહનો પરિત્યાગ કરવો એ મૈત્રીનું લક્ષણ છે. ૨. કરુણા--બીજાનું દુઃખ જોઈને સત્પુરુષોનું હૃદય દ્રવે છે. એને કરુણા કહેવામાં આવે છે. સંસારનાં દીનદુઃખી જીવોને કરુણાયુક્ત માણસોએ સુખી કરવા પ્રયત્ન કરવા જોઈએ. ૩. મુદિતા–એટલે હર્ષ. બીજાઓનાં ગુણલક્ષણો, પુણ્ય, સંપત્તિ, પ્રભાવ, કીર્તિ ઈત્યાદિ જોઈને ઈર્ષા, અસૂયા કે દ્વેષ ન થતાં આનંદ થાય તે મુદિતાનું લક્ષણ છે. * ૪. ઉપેક્ષા–જીવો પ્રતિ ઉદાસીન ભાવ રાખવો એ ઉપેક્ષા છે. બીજાઓ તરફથી પોતાના પ્રત્યે પ્રિય કે અપ્રિય, અનુકૂળ કે પ્રતિકૂળ વર્તન થતું હોય તો પણ તેમની તરફ ઉપેક્ષાની વૃત્તિ કેળવવી. Page #57 -------------------------------------------------------------------------- ________________ ४८ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ પારપામવાની, અંતિમ કોટી સુધી પહોંચવાની, પૂર્ણતાને પામવાની સાધના તે પારમિતા. આ સંસારને પાર પામવા માટે, બુદ્ધત્વની પ્રાપ્તિ માટે, સાધન તરીકે એવી દશ પારમિતાઓ અનિવાર્ય છે. સાધકે એ માટે દઢ સંકલપવાળા બનવું જોઈએ અને પોતાના સંકલ્પો પાર પાડવા માટે પોતાના શરીરની પણ પરવા ન કરવી જોઈએ. એ દશ પારમિતા આ પ્રમાણે છે : (૧) દાન પારમિતા–ધન, અન્ન વગેરેનું દાન મુક્ત મનથી કરવું. દાન કરતી વખતે પોતાના યશ, પત્ની, પુત્ર વગેરે કશાનો વિચાર કરવો નહીં. કશા પણ ફળની અપેક્ષા વગર દાન આપવું. સર્વ દાનમાં ધર્મોપદેશનું દાન ઉત્તમ દાન છે. (૨) શીલ પારમિતા--સાધકે પોતાના પ્રાણના ભોગે પણ પોતાના શીલની રક્ષા કરવા માટે હંમેશાં પ્રવૃત્ત રહેવું જોઈએ. (૩) નૈષ્કર્મે પારમિતા–જેમ કારાગારમાં ભલે લાંબો વખત માણસ રહ્યો હોય તોપણ એને કારાગાર પ્રત્યે સ્નેહ થતો નથી, પરંતુ એમાંથી છૂટવાની ઇચ્છા રહ્યા કરે છે, તેવી રીતે બધી યોનિઓમાં જીવે ઘણું પરિભ્રમણ કર્યું છે, પરંતુ હવે તેમાંથી મુક્ત થવાની એને તાલાવેલી લાગવી જોઈએ. (૪) પ્રજ્ઞા પારમિતા--ભિક્ષુએ સર્વ પ્રકારના પંડિતો, જ્ઞાનીઓ પાસેથી પ્રશ્નો પૂછતાં પૂછતાં જે જ્ઞાન મળે તેની ચરમ સીમા સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઇએ. (૫) વીર્ય પારમિતા--સાધકે હંમેશા ઉદ્યમશીલતાની અંતિમ કોટી સુધી પહોંચવું જોઈએ. (૬) સાત્તિ પારમિતા–જેવી રીતે પૃથ્વી ઉપર અશુભ વસ્તુઓ ફેંકવામાં આવે છે છતાં તે ક્રોધ કરતી નથી, પરંતુ ક્ષમાભાવ ધારણ કરી હંમેશાં પ્રસન્ન રહે છે, તેવી રીતે સાધકે માન-અપમાન હંમેશાં સહન કરી ક્ષમાભાવ કેળવવો જોઈએ. (૭) સત્ય પારમિતા–ધન વગેરેનાં પ્રલોભનો કે અનેક સંકટો આવે તો પણ સાઘકે સત્યના માર્ગ પરથી વિચલિત ન થવું જોઈએ. (૮) અધિષ્ઠાન પારમિતા--જેવી Page #58 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ ૪૯ રીતે ગમે તેવા ભયંકર વાવાઝોડામાં પણ પર્વત પોતાના સ્થાન પર સ્થિર, અડોલ રહે છે તેવી રીતે સાધકે પોતાના અધિષ્ઠાનના દઢ નિશ્ચયમાં અચલ, સુસ્થિર રહેવું જોઈએ. (૯) મૈત્રી પારમિતા--જેવી રીતે જળ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર પાપી કે પુણ્યાત્મા બધાંને શીતળતા આપે છે અને બધાંનો મેલ દૂર કરે છે તેવી રીતે સાધકે સર્વ પ્રત્યે સમાન ભાવથી મૈત્રીની ભાવનાને વિકસાવવી જોઈએ. (૧૦) ઉપેક્ષા-પારમિતા–સાધકે સુખદુઃખ પ્રત્યે ઉપેક્ષાનો ભાવ રાખવો જોઈએ. આ દસ પારમિતાનું છ પારમિતામાં પણ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. દાન, શીલ, શાન્તિ, વીર્ય, ધ્યાન અને પ્રજ્ઞા એમ છ પારમિતા પણ બતાવવામાં આવે છે અને તેમાં સૌથી મહત્ત્વની પારમિતા તે પ્રજ્ઞા પારમિતા છે. પ્રજ્ઞા એટલે યથાર્થ જ્ઞાન. એ વિના નિર્વાણ પ્રાપ્ત થતું નથી. બીજી પારમિતાઓ તે પ્રજ્ઞાની સિદ્ધિને અર્થે છે એમ મનાય દશ સંયોજનો આર્ય અષ્ટાંગમાર્ગ પર સરળતાથી પ્રયાણ થઈ શકતું નથી. તેમાં આગળ વધવામાં માણસને કેટલાંક બંધનો નડે છે. એને “સંયોજન' કહેવામાં આવે છે. એવાં દશ સંયોજન છે. એમાંથી જેમ જેમ માણસ મુક્તિ મેળવે તેમ તેમ તે અહંતુ બનવાના માર્ગે પ્રગતિ કરી શકે. જે સાધક દસે સંયોજનોમાંથી મુક્ત થાય તે અહંતુ બને છે. એ સંયોજનો આ પ્રમાણે છે : (૧) સત્કાયદષ્ટિ-એટલે આત્માના સ્વરૂપ વિશે સંશયદષ્ટિ. આત્મા એ ભિન્ન પદાર્થ હોઇ નિત્ય છે એવી દષ્ટિ. (૨) વિચિકિત્સા--બુદ્ધનો ઉપદેશ સાચો હશે કે ખોટો એવી શંકા થવી, ધર્મ પ્રમાણે આચરણ કરવા છતાં તેનું ફળ કેમ મળતું નથી એવો પ્રશ્ન થવો. સંઘમાં અવિશ્વાસ થવો ઇત્યાદિ સંશય. (૩) શીલવ્રતપરામર્શ– Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સ્નાન, ઉપવાસ વગેરે ફક્ત વ્રતોથી જ મુક્તિ મળશે એવું ચિંતન કરવું. (૪) કામરાગ--કામવાસનાનું સેવન કરવું. (૫) પ્રતિધ ક્રોધ, દ્વેષ, વેર વગેરેના ભાવો થવા. (૬) રૂપરાગ--નજરે જોઇ શકાય તેવા સાંસારિક પદાર્થો પ્રાપ્ત કરવાની ઇચ્છા કરવી. (૭) અરૂપરાગ--નજરે ન જોઇ શકાય એવા સૂક્ષ્મ પદાર્થોની એટલે કે દેવલોક, સ્વર્ગનાં સુખો વગેરેની ઇચ્છા કરવી. (૮) માન--પોતાની શક્તિ અને સિદ્ધિઓ માટે અહંકાર કરવો. (૯) ઔદ્વત્ય--ઉદ્ધૃતપણું. ગર્વથી ઉત્પન્ન થતી ચિત્તની અવસ્થા. (૧૦) અવિદ્યા-અજ્ઞાન. સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ d જે સાધક અર્હત્ બને છે તેને પુનર્જન્મ હોતો નથી. તેઓ જીવનમુક્ત બને છે, નિર્વાણ પદનો સાક્ષાત્કાર છે. અર્હત્ અને બુદ્ધમાં થોડ ફેર છે. જે પોતાની મેળે જ્ઞાન પ્રાપ્ત કરી નિર્વાણનો સાક્ષાત્કાર કરે છે તે બુદ્ધ. જે બીજાનો ઉપદેશ સાંભળીને નિર્વાણને યોગ્ય બને છે તે અર્હત્ જ્યાં સુધી રાગ, દ્વેષ, લોભ, મોહ વગેરે મનના અકુશળ સંસ્કારો નષ્ટ થતા નથી ત્યાં સુધી નિર્વાણનો સાક્ષાત્કાર થતો નથી. જ્યારે એ બધી વાસનાઓનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે નિર્વાણનો સાક્ષાત્કાર થાય છે. આ સાક્ષાત્કાર થયા પછી અહ્ત કે બુદ્ધને માનસિક કષ્ટ કે દુઃખ ભોગવવાનાં રહેતાં નથી, પરંતુ રોગ, ટાઢ-તડકો ઇત્યાદિ શારીરિક દુઃખ સહન કરવાનાં રહે છે. અર્હત્ જ્યારે દેહ છોડે છે ત્યારે તેને પરિનિર્વાણ કહેવામાં આવે છે. બુદ્ધ જ્યારે દેહ છોડે છે ત્યારે તેને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે. એક પછી એક સંયોજનોમાંથી મુક્ત થતા સાધકની ક્રમિક ચાર અવસ્થા બતાવવામાં આવી છે : (૧) સ્રોતાપન્ન-સ્રોત એટલે પ્રવાહ, સ્રોતાપન એટલે નિર્વાણના વહેણમાં જે પડે છે તે. એ વહેણમાં પડનારને પછી પાછા ફરવાનો પ્રશ્ન રહેતો નથી. સાધના કરવાવાળા જે ભિક્ષુ સત્કાયદષ્ટિ, વિચિકિત્સા અને શીવ્રતપરામર્શ એ ત્રણ Page #60 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ બંધનો તોડી નાખે છે ત્યારે તે સ્રોતાપન્ન કહેવાય છે. સ્રોતાપત્રને નિર્વાણપ્રાપ્તિ માટે વધુમાં વધુ સાત વાર જન્મ લેવો પડે છે. (૨) કૃદાગામ--એટલે જેને હજી એક વાર જન્મ લેવાનો છે તે. સ્રોતાપન્ન ભિક્ષુ ઉત્સાહિત થઈને સાધનામાર્ગમાં આગળ જતાં જતાં કામરાગ અને પ્રતિધનાં બંધનો છેદીને મુક્તિના માર્ગે પ્રયાણ શરૂ કરે છે. એ માટે આમ્રવનો ક્ષય કરવો એ એનું પ્રધાન કાર્ય રહે છે. એમ કરવામાં જો તે એ જન્મમાં જ અહંતુ ન થઈ શકે તો તે માટે તેને વધુમાં વધુ એક જન્મ ધારણ કરવો પડે છે. (૩) અનાગામી–એટલે ફરી જેને પાછા આવવાનું રહેતું નથી તે. એટલે કે જેને હવે પછી જન્મ લેવાનો રહેતો નથી તે સાધક. કામરાગ અને પ્રતિધનો સર્વથા ત્યાગ જેણે કર્યો છે તેવો યોગારૂઢ ભિક્ષુ અનાગામી થાય છે. એ મૃત્યુ પામીને બ્રહ્મલોકમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી અહં થાય છે. (૪) અહે--જે ભિલું રૂપરાગ, અરૂપરાગ, માન, ઔદ્ધત્ય અને અવિદ્યાનાં બંધનો સર્વથા છેદી નાખે છે તે અત્ થાય છે. એના સર્વ કલેશો દૂર થઈ જાય છે અને સર્વ આસ્રવ ક્ષીણ થઈ જાય છે. એ જ્યારે દેહ છોડે છે ત્યારે જન્મમરણના ચક્રમાંથી તે સર્વથા મુક્ત થઇ જાય છે અને પરમપદની પ્રાપ્તિ કરે છે. સમાધિ, કર્મસ્થાન, શમથયાન, વિપશ્યના આર્ય અશગિક માર્ગમાં ધ્યાન અથવા સમાધિ ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. સમાધિ બે પ્રકારની છે : કુશલ સમાધિ અને અકુશલ સમાધિ. શુભ વિચારોમાં ચિત્ત તલ્લીન થાય તે કુશલ સમાધિ અને અશુભ વિચારોમાં તલ્લીન થાય તે અકુશલ સમાધિ. કુશલ સમાધિના બે પ્રકાર છે : ઉપચાર સમાધિ અને અર્પણા સમાધિ. ઉપચાર સમાધિ એ યોગની શરૂઆતની સમાધિ છે, કારણ કે તેમાં ચિત્ત વધારે વખત ટકતું નથી. અભ્યાસ વડે ચિત્ત ધીમે ધીમે વધુ Page #61 -------------------------------------------------------------------------- ________________ પર સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ સમય એકાગ્ર થતું જાય છે. એમ કરતાં કરતાં નિયત સમય સુધી ચિત્ત એકાગ્ર રહે ત્યારે તેને અર્પણા સમાધિ કહેવામાં આવે છે. અર્પણા સમાધિના પણ ઉત્તરોત્તર ચડિયાતા ચાર પ્રકાર છે. પ્રથમ પ્રકારમાં વિતક, વિચાર, પ્રીતિ, સુખ અને એકાગ્રતા એ પાંચ અંગો હોય છે. બીજામાં પ્રીતિ, સુખ અને એકાગ્રતા રહે છે. ત્રીજામાં માત્ર સુખ અને એકાગ્રતા એ બે રહે છે અને ચોથામાં એકાગ્રતાની સાથે ઉપેક્ષા આવે છે. જે પદાર્થોનું ધ્યાન કરતાં કુશળ સમાધિ સાધી શકાય છે તે પદાર્થોને “કર્મસ્થાન' કહેવામાં આવે છે. સમથયાન' એટલે ચિત્તની એકાગ્રતામાં આવતાં વિનોને શાંત કરવાનો માર્ગ. એને લૌકિક સમાધિ કહેવામાં આવે છે. લોકોત્તર સમાધિને વિપશ્યના કહેવામાં આવે છે. શમથયાનની પ્રાપ્તિ પછી સાધકે વિપશ્યનાની વૃદ્ધિ કરવી જોઈએ, કારણ કે તે વિના અતિપદની પ્રાપ્તિ થતી નથી. જ્યારે એવા જ્ઞાનનો ઉદય થાય કે સંસારની સર્વ વસ્તુઓ અનિત્ય છે, દુ:ખમય છે અને અનાત્મ છે ત્યારે વિપશ્યનાનો પ્રાદુર્ભાવ થાય છે. એટલા માટે વિપશ્યના એ પ્રશાનો માર્ગ છે. શીલવિશુદ્ધિ, દષ્ટિશુદ્ધિ, કાંક્ષાવિતરણ (સંશયોથી પર થવું) ઈત્યાદિ સાત પ્રકારની વિશુદ્ધિ જ્યારે થાય છે ત્યારે વિપશ્યના માર્ગનું ફૂલ પ્રાપ્ત થાય છે. પંચરૂંધ અને પ્રતીત્યસત્પાદ અન્ય ભારતીય દર્શનોની જેમ બૌદ્ધ ધર્મમાં પણ સમગ્ર વિશ્વ અને એના પદાર્થો, કાલ અને આકાશ, આત્મા અને પંચસ્કંધ, કર્મ અને પુનર્જન્મ, ચિત્ત અને વિજ્ઞાન ઇત્યાદિ વિષયોની ગહન તત્ત્વચર્ચા થયેલી છે. જૈન અને સાંખ્યદર્શનની જેમ બૌદ્ધ દર્શન પણ આ સૃષ્ટિના કર્તા અને પ્રેરક તરીકે ઈશ્વરને સ્વીકારતું નથી. આત્મા વિશે પણ બૌદ્ધ દર્શનની સ્વતંત્ર માન્યતા છે. તે એમ માને છે કે આત્મા નામનો Page #62 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ ૫૩ કોઇ પદાર્થ સ્વભાવતઃ નથી. આત્માનું સ્વતંત્ર કોઇ અસ્તિત્વ નથી. રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન એ પાંચ ધર્મો અથવા સ્કંધોનો સમુદાય છે. જેમ રથ નામનો કોઇ સ્વતંત્ર પદાર્થ નથી, પરંતુ જુદા જુદા ભાગોનો સમુદાય થાય છે ત્યારે રથ નામની આકૃતિ થાય છે. તેવી રીતે માત્ર પાંચ સ્કંધનો સમુદાય થાય છે. એને બીજાં કેટલાંક દર્શનો આત્મા કહે છે. આ પાંચ સ્કંધ ક્ષણિક છે. દુઃખકારક છે અને અનાત્મ છે. ભગવાન બુદ્ધનો આ અનાત્મવાદ છે, જેનો ઉપદેશ ઇન્દ્રિયસંયમ અને અહંકારમુક્તિ માટે અપાયો છે, જેથી આધ્યાત્મિક પ્રજ્ઞા ઉત્પન્ન થઇ શકે. પૃથ્વી, પ્રાણી, તેજ અને વાયુ એ ચાર મહાભૂતોને અને તેમાંથી ઉત્પન્ન થનારા પદાર્થોને રૂપસ્કંધ કહેવામાં આવે છે. વેદના ત્રણ પ્રકારની હોય છે ઃ સુખ, દુઃખ અને ઉપેક્ષા. એ વેદનાઓને વેદનાસ્કંધ કહેવામાં આવે છે. સ્ત્રી, પુરુષ, ગાય, બળદ, ઘર, ગામ ઇત્યાદિ વિશેની કલ્પનાઓને, પદાર્થોને ભિન્નભિન્ન નામથી ઓળખવાની ચિત્તની શક્તિને સંજ્ઞાસ્કંધ કહેવામાં આવે છે. સંસ્કાર ત્રણ પ્રકારના છે : કુશલ, અકુશલ અને અવ્યાકૃત. પ્રેમ, દયા, સ્વાર્પણ, જાગૃતિ વગેરે કુશલ સંસ્કારો છે. ક્રોધ, માન, માયા, લોભ, દ્વેષ, મત્સર વગેરે અકુશલ સંસ્કારો છે. જે કુશલ પણ નથી અને અકુશલ પણ નથી એવા કેટલાક સંસ્કારો જે પૂર્વકર્મના ફળ રૂપ છે તે અવ્યાકૃત છે. વિજ્ઞાન એટલે ચિત્ત અને એના દ્વારા થતી જાણવાની ક્રિયા. ચક્ષુવિજ્ઞાન, શ્રોત્રવિજ્ઞાન, ઘ્રાણવિજ્ઞાન, જિાવિજ્ઞાન, કાર્યવિજ્ઞાન અને મનોવિજ્ઞાન-એ છનો સમુદાય તે વિજ્ઞાનસ્કંધ. આ પાંચ સ્કંધો અનિત્ય હોવાથી ક્ષણે ક્ષણે નાશ પામે છે, શૂન્યમાં પરિણમે છે અને ફરી નવા ઉત્પન્ન થાય છે. આ પાંચ સ્કંધો જ્યારે વાસનાયુક્ત હોય છે ત્યારે એમને ઉપાદાનસ્કંધ કહેવામાં આવે છે. ઉપાદાનસ્કંધને લીધે જ પુનર્જન્મ થાય છે. એક જન્મમાં જે કંઇ કુશલ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ કે અકુશલ કર્મ કરવામાં આવે છે તેના ફળરૂપે આ જન્મમાં કે બીજા જન્મ આ પાંચ ઉપાદાનસ્કંધની ઉત્પત્તિ થાય છે. જ્યારે વાસના નિર્મૂળ થાય છે ત્યારે ઉપાદાન સ્કંધ ફક્ત સ્કંધ રહે છે અને તેથી પુનર્જન્મ થતો નથી. જેઓ અતિપદને પ્રાપ્ત કરે છે તેમની વાસનાઓનો ઉચ્છેદ થયેલો છે. એટલે કે એમને પુનર્જન્મ નથી હોતો. પરંતુ તેમના પંચસ્કંધ તેમના નિર્વાણ સુધી રહે છે. નિર્વાણ સમયે તેમના પંચસ્કંધોનો લય થાય છે અને તેમાંથી ફરીથી પંચસ્કંધ ઉત્પન્ન થતા નથી. પ્રતીત્યસમુત્પાદ એટલે સાપેક્ષ કાર્યકારણવાદ અથવા હેતુ ફલપરંપરાની તાત્ત્વિક વિચારણા. “પ્રતીત્ય' એટલે કોઈ એક વસ્તુની પ્રાપ્તિ, “સમુત્પાદ' એટલે બીજી કોઈ વસ્તુ ઉત્પન્ન થવી તે. દુઃખનો નિરોધ કરવા માટે દુઃખની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તેનું જ્ઞાન આવશ્યક છે. અવિદ્યા એટલે પૂર્વજન્મની કલેશદશા. એમાંથી સંસ્કાર એટલે પૂર્વજન્મની કર્ભાવસ્થા ઉત્પન્ન થાય છે. તેવી રીતે સંસ્કારમાંથી વિજ્ઞાન, વિજ્ઞાનમાંથી નામરૂપ અને એ પ્રમાણે છેવટે જાતિમાંથી જરા, મરણ, શોક, દુઃખ વગેરે પેદા થાય છે. એ બધાંનો નિરોધ કરવો હોય તો અવિદ્યાના નિરોધથી શરૂઆત કરવી પડે. પૂર્ણ વૈરાગ્ય વડે અવિદ્યાનો નિરોધ થાય છે. અવિદ્યાના નિરોધથી સંસ્કારનો નિરોધ થાય છે. અને એ ક્રમે જરા, મરણ, શોક વગેરેનો નિરોધ થાય છે. પ્રતીત્યસમુત્પાદ, અનાત્મવાદ, ક્ષણભંગવાદ, શૂન્યવાદ, સવસ્તિવાદ, વિજ્ઞાનવાદ, નિરીશ્વરવાદ વગેરેની ઘણી ગહન તત્ત્વચર્ચા બૌદ્ધદર્શનમાં થયેલી છે અને એના જુદા જુદા પંથો વચ્ચે પણ ઘણો મોટો વાદવિવાદ થયેલો છે. બૌદ્ધ સંઘ બૌદ્ધ ધર્મમાં ભગવાન બુદ્ધ અને ધર્મ જેટલું જ ત્રીજું અગત્યનું અંગ તે સંઘ છે. બૌદ્ધ સંઘમાં ભિક્ષુ અને ભિક્ષુણી, પ્રામણેર અને Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૫ બૌદ્ધ ધર્મ શ્રામણેરી, ઉપાસક અને ઉપાસિકા એવા વર્ગ પાડવામાં આવ્યા હતા. જેઓ ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી સાધુ કે સાધ્વી થવા ઇચ્છતા હોય તેમને સંઘમાં ભિક્ષુ અને ભિક્ષુણી તરીકે દીક્ષા આપવામાં આવતી. તેમના નિવાસસ્થાનને વિહાર અથવા ઉપસથાગાર કહેવામાં આવે બૌદ્ધ સંઘમાં વર્ણભેદ કે જાતિભેદને સ્થાન ન હતું. રોગી, ચોર, લૂંટારો, કેદી, ગુલામ, શરીરે ખોડવાળો ઇત્યાદિ સિવાયના લોકોને ભિક્ષુસંઘમાં દીક્ષા આપવામાં આવતી. એવી વ્યક્તિ માથાના વાળ ઉતરાવી, પીળાં વસ્ત્રો ધારણ કરી ભિક્ષુઓના ચરણમાં મસ્તક નમાવી ત્રણ વાર શરણત્રય ઉચ્ચારી ભિક્ષુ બને છે. પાલિ ભાષામાં એ શરણત્રય આ પ્રમાણે છે : યુદ્ધ પર છાપી 1 -- હું બુદ્ધને શરણે જાઉં છું. ધનં ૨i છાની | -- હું ઘર્મને શરણે જાઉં છું. સંઘં સરળ છમી ! -- હું સંઘને શરણે જાઉં છું. આ ત્રિશરણ અથવા જેને “રત્નત્રયી' કહેવામાં આવે છે એ બૌદ્ધ ઘર્મની મુખ્ય પ્રાર્થના છે. દરેક શુભ અને માંગલિક પ્રસંગે એનું ત્રણ વાર ઉચ્ચારણ કરવા-કરાવવામાં આવે છે. ભગવાન બુદ્ધ પોતાના ઘર્મગ્રંથમાં આરંભમાં ફક્ત ભિક્ષુઓને જ સ્થાન આપ્યું હતું. તેઓ એમ માનતા હતા કે સંઘમાં ભિક્ષુણીઓને સ્થાન આપવાથી શિથિલાચાર પ્રવેશશે. પરંતુ ઘણી આનાકાની પછી ભગવાને શિષ્ય આનંદની ભલામણ સ્વીકારી ભિક્ષુસંઘમાં ગૌતમીને સ્થાન આપી, ભિક્ષુણી સંઘની સ્થાપના કરી. તેમાં ખેમા, ઉપલવણ વગેરે મુખ્ય ભિક્ષુણીઓ હતી. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬. સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ શ્રામણેર એટલે શ્રમણ થવા માટે જેમને કાચી દીક્ષા આપવામાં આવી હોય છે. સામાન્ય રીતે વીસ વર્ષની અંદરના ભિક્ષુને સામણેર અને ભિક્ષુણીને શ્રામણેરી કહેવામાં આવે છે. ભગવાન બુદ્ધે પોતાના પૂર્વાશ્રમના પુત્ર રાહુલને નાની ઉંમરે દીક્ષા આપી પ્રથમ શ્રામણેર બનાવ્યો હતો. જેઓ બીજા સંપ્રદાયોમાંથી બૌદ્ધ ભિક્ષુ થવા આવતા તેઓને પણ ચાર મહિના શ્રામોર તરીકે રહેવું પડતું અને તે પછી તેમની પૂરી ચકાસણી કર્યા પછી વડી દીક્ષા આપીને તેમને સંઘમાં ભિક્ષુ તરીકે દાખલ કરવામાં આવતા. ચારિકા, વર્ષાવાસ, પ્રવાસણા, ચીવરમાસા ભગવાન બુદ્ધ પોતાના ભિક્ષુઓ સાથે એક સ્થળેથી બીજે સ્થળે વિહાર કરતા રહેતા. તેઓ રોજ ભિક્ષુઓને ઉપદેશ આપતા, ઘમ અને વિનયની સમજણ આપતા અને ભિક્ષુઓની શંકાઓનું નિવારણ કરતા. વર્ષાઋતુમાં વિહાર બંધ કરી, ઉપાસકોએ જ્યાં પધારવા માટે નિમંત્રણ આપ્યું હોય ત્યાં તેઓ વર્ષાવાસ કરતા. ઉપાસકો તેમના રહેવા માટે તથા ભિક્ષા ઈત્યાદિ માટે વ્યવસ્થા કરતા. વર્ષાવાસ પૂરો થયા પછી ફરી પાછો વિહાર ચાલુ થતો. વર્ષાવાસ પૂરો થવા આવે ત્યારે વિહાર કરતાં પહેલાં ભિક્ષુઓ અને ઉપાસકોનો એક ઉત્સવ યોજવામાં આવતો, જેને “પ્રવારણાકહેવામાં આવે છે. તેમાં પાપનો સ્વીકાર થતો અને તેની આલોચના થતી, તથા તેમાં ઉપદેશ અપાતો અને ઉપાસકો ભિક્ષુઓને જરૂરિયાતની ચીજ-વસ્તુઓનું દાન આપતા. ત્રિભુઓ ભગવા કે પીળા રંગનાં જે વસ્ત્ર ધારણ કરે છે તેને ચીવર' કહેવામાં આવે છે. તેઓએ ફક્ત ત્રણ ચીવર ધારણ કરવાનાં હોય છે. વર્ષાવાસ દરમિયાન છેલ્લા મહિનામાં ભિક્ષુઓને ગૃહસ્થો તરફથી ચીવર આપવામાં આવે છે, એટલે એ માસને ચીવરમાસ કહેવામાં આવે છે. WWW.jainelibrary.org Page #66 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ ૫૭ ભિક્ષુ તથા ભિક્ષુણીઓ માટેનો આહાર વગેરે ક્રિયાઓને લગતા વિધેયાત્મક અને નિષેધાત્મક નિયમોને પ્રાતિમોક્ષ કહેવામાં આવે છે. દરેક મહિનાના કૃષ્ણચતુર્દશી અને પૂર્ણમાસીને દિવસે બધા ભિક્ષુઓ તથા ભિક્ષુણીઓ પોતપોતાના ઉપોસથગારમાં ઉપસ્થિત થાય છે અને પ્રાતિમોક્ષનું વાચન કરે છે, અને પ્રત્યેક પ્રકરણને અંતે ભિક્ષુઓભિક્ષુણીઓ પોતાના દોષોનો એકરાર કરી, ક્ષમાયાચના, કરી કે પ્રાયશ્ચિત્ત લઇને શુદ્ધ થાય છે. ભગવાન બુદ્ધે પોતાના ઉત્તરાધિકારી તરીકે કોઇ શિષ્ય કે આચાર્યને સ્થાન આપ્યું નથી, પણ સમગ્ર સંઘ ઉત્તરાધિકારી છે એમ બતાવી સંઘનું સર્વોપરીપણું સ્થાપ્યું છે. નિર્વાણ પામતાં પહેલાં ભગવાન બુદ્ધે આનંદને કહ્યું હતું કે જો સંઘની ઇચ્છા હોય તો પોતાના નિર્વાણ પછી સંઘે નાના નિયમોમાં દેશ અને કાળ અનુસાર ફેરફારો કરવા. ભગવાન બુદ્ધ અંધશ્રદ્ધા કે અંધપરંપરાના કેટલા વિરોધી હતા તે નીચેના એમના શબ્દો પરથી પણ જોઇ શકાય છે : ‘હે લોકો ! હું જે કાંઇ કહું છું તે પરંપરાગત છે, તર્કસિદ્ધ છે એમ જાણી ખરું માનશો નહીં. લોકિક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં. હું પૂજ્ય છું એમ જાણી ખરું માનશો નહીં, પણ તમારી પોતાની વિવેકબુદ્ધિથી મારો ઉપદેશ ખરો લાગે તેમ જ જો સૌના હિતની વાત છે એમ લાગે તો જ તેનો સ્વીકાર કરજો.' ઉપાસના અને યાત્રા ભગવાન બુદ્ધનો જ્યાં જન્મ થયો તે લુમ્બિનીવન, એમને જ્યાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે બુદ્ધગયા, સૌ પ્રથમ ધર્મોપદેશ આપી ધર્મચક્ર પ્રવર્તાવ્યું તે સારનાથ, અને તેઓ જ્યાં નિર્વાણ પામ્યા તે કુશિનારા—એ ચાર સ્થળો બૌદ્ધ ધર્મનાં મહત્વનાં યાત્રાધામ ગણાય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ આ ઉપરાંત ભગવાન બુદ્ધનાં કેશ, દાંત, અસ્થિ વગેરે ભારતમાં અને ભારત બહાર જુદે જુદે સ્થળે દાટી એના ઉપર સૂપ બનાવવામાં આવ્યા અથવા બોધિવૃક્ષની ડાળ લઇ જઇ જ્યાં જ્યાં રોપવામાં આવી તે સ્થળો પણ યાત્રાનાં પવિત્ર સ્થળો મનાયાં. કેટલાંક સ્થળે પર્વતોમાં ગુફાઓ કોતરી ત્યાં સૂપ બનાવવામાં આવ્યા અને સાથે વિહારો માટે પણ ગુફાઓ કોતરવામાં આવી. ભારતમાં અને ભારત બહાર, વિશેષતઃ એશિયાના દેશોમાં આવાં ઘણાં યાત્રાધામ છે. ભગવાન બુદ્ધને બોધિવૃક્ષ હેઠળ જ્ઞાન પ્રાપ્ત થયું અને એમણે એ જ્ઞાનનો ઉપદેશ આપી ધર્મચક્ર પ્રવર્તાવ્યું એટલા માટે બોધિવૃક્ષ અને ધર્મચક્રની પ્રતીક તરીકે પૂજા થવા લાગી. લાકડાનો એક સ્તંભ ઊભો કરી તેના ઉપર રેશમી વાવટ ચડાવવામાં આવે છે, જેમાં ૐ મળ ૫ જુન ! (વિશ્વરૂપી કમળમાં ભગવાન બુદ્ધરૂપી મણિ છે) એમ લખેલું હોય છે. તે બોધિવૃક્ષનું પ્રતીક ગણાય છે અને લાકડાનાં કે ધાતુનાં ચક્ર બનાવી તેના ઉપર મંત્રો કે ઉપદેશવચનો લખવામાં આવે છે. એ બોધિવૃક્ષની પૂજા કરી ચક્ર ફેરવવામાં આવે તો તેથી પુણ્ય થાય છે એમ માનવામાં આવે છે. તિબેટ, લડાખ વગેરેમાં સ્થળે સ્થળે જ્યાં જ્યાં બૌદ્ધ મંદિરો કે મઠો હોય છે ત્યાં આ જોવા મળે છે. બૌદ્ધ ધર્મમાં, ખાસ કરીને એમાં મહાયાન પંથમાં ભગવાન બુદ્ધનાં વિવિધ સ્વરૂપોની પૂજા ચાલુ થઈ, જેમાં મુખ્યત્વે મંજુશ્રી, અવલોકિતેશ્વર અને વજપાણીના સ્વરૂપો છે. મંજુશ્રી એ ભગવાન બુદ્ધનું જ્ઞાનનું સ્વરૂપ છે જેમાંથી જ્ઞાનવિજ્ઞાનની બધી શાખાઓ પ્રગટ થઈ. આ જગતને અવલોકનાર સર્વશક્તિમાન બોધિસત્વ તે અવલોક્તિશ્વર છે. એમનું શક્તિરૂપી સ્વરૂપ તે વજૂ ધારણ કરનાર વજ્રપાણિ છે. બૌદ્ધ ધર્મમાં કેટલેક સ્થળે પાંચ ધ્યાની બુદ્ધ, પાંચ બોધિસત્ત્વ અને પાંચ માનુષી બુદ્ધની પૂજા થાય છે. તેમાં અમિતાભ અથવા અમિતાયુ Page #68 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ ૫૯ એ ધ્યાની બુદ્ધ છે, અવલોકિતેશ્વર એ બોધિસત્ત્વ છે અને ગૌતમ બુદ્ધ એ માનુષી બુદ્ધ છે. ત્રિપિટક ગ્રંથોમાં બુદ્ધની ત્રણ પ્રકારની કાયાનું--ધર્મકાય, રૂપકાય અને સંભોગકાયનું વર્ણન થયેલું, જેને ત્રિકાયવાદ કહેવામાં આવે છે. પ્રજ્ઞા પારમિતા એ બુદ્ધનો ધર્મકાય છે. ધર્મકાય અરૂપ, નિર્વિકાર, અતુલ્ય, સર્વવ્યાપી અને પ્રપંચરહિત છે. બુદ્ધનું શરણ લેવું એટલે બુદ્ધના ધર્મકાયનું શરણ લેવું. સંસારના કલ્યાણને માટે બુદ્ધ રૂપકાય કરે છે. એ એમની માત્ર લીલા હોય છે. બુદ્ધ રૂપકાય વડે અનેક પ્રકારનું રૂપ ધારણ કરી શકે છે. સંસારમાં ધર્મની પ્રતિષ્ઠા માટે સમયે સમયે બુદ્ધ રૂપકાય ધારણ કરીને અવતરે છે. બોધિસત્ત્વ પરિનિર્વાણ પામતાં સુધી લોકકલ્યાણ માટે પોતાનું જે દિવ્ય સ્વરૂપ ધારણ કરેલું તે સંભોગકાર્ય અથવા વિપાકકાય. એમાં બુદ્ઘના ધર્મકાયનો સત્, ચિત્, આનંદ, કરુણા ઇત્યાદિના રૂપમાં વિકાસ હોય છે. બૌદ્ધ ધર્મના ગ્રંથો ભગવાન મહાવીરની જેમ ભગવાન બુદ્ધે પણ લોકો સમજી શકે એ માટે લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. એથી બૌદ્ધ ધર્મના પ્રાચીન ગ્રંથો તે સમયની જૂની પ્રાકૃત ભાષા માગધી અથવા પાલિમાં લખાયેલા છે. એ ધર્મગ્રંથોનું નામ છે ત્રિપિટક, પિટક એટલે પેટી અથવા ટોપલી. ત્રણ પિટકનો સમૂહ તે ત્રિપિટક. એ ત્રણ પિટક તે સુત્તપિટક, વિનયપિટક અને અભિધર્મપિટક. ત્રિપિટકની શ્લોકસંખ્યા લગભગ ત્રણ લાખ જેટલી થાય છે. ભગવાન બુદ્ધના નિર્વાણ પછી અજાતશત્રુ રાજાના સમયમાં રાજગૃહી નગરીમાં ભરાયેલી પહેલી સભા, જેને ધર્મસંગીતિ કહેવામાં આવે છે તેમાં ભગવાન બુદ્ધના ઉપદેશનો આ રીતે ત્રણ પિટકમાં સંગ્રહ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે સમયે મહાકશ્યપે પાંચસો Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ ભિક્ષુઓને એકઠા કર્યા હતા. તેમાં શિષ્ય ઉપાલિને પૂછીને વિનયપિટકનો સંગ્રહ કરવામાં આવ્યો. તેવી રીતે શિષ્ય આનંદને પૂછીને સુત્તપિટક અને અભિધમપિટકનો સંગ્રહ કરવામાં આવ્યો. બીજી ધર્મસંગીતિ ત્યારપછી લગભગ સૌ વર્ષે વૈશાલી નગરીમાં મળી હતી. એ સંગીતિમાં માત્ર વિનયપિટકના ગ્રંથોનો પાઠનિર્ણય થયો હતો. ત્રીજી ધર્મસંગીતિ સમ્રાટ અશોકના સમયમાં પાટલીપુત્રમાં મળી હતી. ચોથ ધર્મસંગીતિ અશોકના પુત્ર મહામહેન્દ્ર સિંહલદ્વીપમાં (શ્રીલંકામાં) ભરી હતી. ત્યારપછી મહારાજા કનિષ્ક અને મહારાજા શીલાદિત્યે પણ ધર્મસંગીતિ ભરી હતી. ત્રિપિટક ગ્રંથોમાં સૌથી પ્રાચીન સુત્તપિટક છે. એના પાંચ વિભાગ છે ઃ દીપનિકાય, મઝિમનિકાય, સંયુત્તનિકાય, અંગુત્તરનિકાય અને ખુદનિકાય. ખુદનિકાયના પંદર પેટાવિભાગ છે, જેમાં “ધર્મોપદ', “થેરગાથા', “ઘેરીગાથા”, “જાતક' વગેરેનો સમાવેશ થાય છે. ધમ્મપદ બૌદ્ધ ધર્મનો એક પ્રતિનિધિગ્રંથ છે કારણ કે એમાં એ ધર્મના સાર રૂપે વિષયવાર ઉપદેશ આપવામાં આવ્યો છે. વિયનપિટકના પારાજિકા, પાચિત્તિયાદી, મહાવગ્ન, ચુલ્લવગ અને પરિવારપાઠ એ પાંચ વિભાગ છે. તેમાં ભિક્ષુઓ માટેના આચારના નિયમો આપવામાં આવ્યા છે. અભિધમપિટકના ધમ્મસંગણિ, વિભંગ, ધાતુકથા, કથાવત્યુ વગેરે સાત વિભાગ છે. તેમાં ઉપદેશ ઉપરાંત દાર્શનિક સિદ્ધાન્તોની છણાવટ કરવામાં આવી છે. ત્રિપિટક ઉપરાંત બૌદ્ધ ધર્મનું બીજું જે સાહિત્ય મળે છે તેમાં શ્રીલંકામાં સિંહલ ભાષામાં લખાયેલી “અકથા’ મુખ્ય છે. અકથા એટલે અર્થકથા. સૂત્રોનો ઉપદેશ રોચક બનાવવા માટે દાન્તરૂપે જે કથાઓ કહેવામાં આવતી તેનો સંગ્રહ તે અઢકથા. બુદ્ધઘોષાચાર્યે તેનું પાલિમાં ભાષાન્તર કર્યું તેથી તે સાહિત્યનો પણ ત્રિપિટકની જેમ આદર થયો. FOT | IN Page #70 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ ૬૧ પાલિ ઉપરાંત સંસ્કૃત ભાષામાં પણ બૌદ્ધ ધર્મના ઘણાં ગ્રંથો લખાયા છે. બૌદ્ધ ધર્મનો પ્રચાર શ્રીલંકા, નેપાળ, તિબેટ, બ્રહ્મદેશ, મલાયા, સિયામ, જાવા, સુમાત્રા, ચીન, કોરિયા, જાપાન વગેરે ઘણા દેશોમાં થયો એટલે તે તે દેશોની ભાષામાં પણ સૈકાઓ પહેલાં બૌદ્ધ ગ્રંથોનું ભાષાન્તર થયેલું છે અને સ્વતંત્ર ગ્રંથોની રચના પણ થયેલી છે. હીનયાન અને મહાયાન ધર્મનું ક્ષેત્ર જ એવું છે કે જેમાં સમય જતાં મતમતાંતર થયા વગર રહે જ નહીં. ભગવાન બુદ્ધના નિર્વાણ પછી સો વર્ષે ભરાયેલી પહેલી ધર્મસંગીતિમાં બે પક્ષ પડી ગયા--સ્થવિરવાદી અને મહાસાધિક. એમાં પણ મતભેદ વધતા ગયા અને સમ્રાટ અશોકના સમયમાં મહાસાધિક સંપ્રદાયના અને સ્થવિરવાદી સંપ્રદાયના સર્વાસ્તિવાદી, સૌત્રાન્તિક, વિજ્ઞાનવાદી, ચૈત્યવાદી, ગોકુલિક વગેરે અઢાર પેટા સંપ્રદાયો થયા. ઈ.સ.ની બીજી સદીમાં આ બધા સંપ્રદાયો મુખ્ય બે પંથમાં વહેંચાઈ ગયા--હીનયાન અને મહાયાન. હીનયાન શાખાનાં મૂળ સ્થવિરવાદી સંપ્રદાયમાં જોવા મળે છે. તેઓ ત્રિપિટકના મૂળ ઉપદેશ ચાર આર્યસત્ય, આર્ય અષ્ટાંગમાર્ગ, દશશીલ, બ્રહ્મવિહારને સ્વીકારે છે. ત્રિપિટક સિવાયના ગ્રંથોને તેઓ સ્વીકારતા નથી. તેઓ બુદ્ધની પ્રતિમાની પૂજા કરતા નથી. પરંતુ બુદ્ધના અવશેષો જેમાં રાખવામાં આવ્યા છે તે તૂપોની પૂજા કરે છે. તેઓ રૂઢિચુસ્ત છે અને સંઘને જ અને ગૃહસ્થ કરતાં ભિક્ષુક જીવનને વધુ મહત્ત્વ આપે છે. ભિક્ષુક બન્યા વગર નિર્વાણમામિ શકય નથી એમ તેઓ માને છે. મનુષ્ય પોતે નિર્વાણ પામી અહેતુ બનવું એને તેઓ ઉત્તમ ગણે છે. મહાયાન શાખાનાં મૂળ મહાસાધિકના ચૈત્યવાસી સંપ્રદાયમાં રહેલાં મનાય છે. સમય અનુસાર નવા નવા ફેરફારને મહાયાન સ્વીકારતો ગયો અને એમ એનો વિસ્તાર થતો ગયો. મહાયાને બ્રાહ્મણ ધર્મનો Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ પ્રભાવ પણ સ્વીકાર્યો, અને એણે ભગવાન બુદ્ધની અને એમના અવતારોની પૂજા પણ સ્વીકારી. પરિણામે મહાયાનમાં ભક્તિના તત્ત્વનો પ્રવેશ થયો અને ભગવાન બુદ્ધની પ્રતિમાઓની પૂજા થવા લાગી. વળી, ભક્તિ દ્વારા પણ નિર્વાણ પાણી શકાય છે એ માન્યતા તેમાં દઢ થવા લાગી. માત્ર પોતે જ નિર્વાણ પામે તે અહિત કરતાં પોતાના નિર્વાણની સાથે જગતના અન્ય જીવોને પણ ઉપદેશ આપી નિર્વાણને પંથે દોરી જાય તે બોધિસત્વને તેઓ વધુ ચડિયાતા ગણી તેની પૂજા કરવામાં માને છે. ઉત્તરકાળમાં આ બંને પંથોની એકબીજા ઉપર પુષ્કળ અસર થતી રહી અને બંનેએ એકબીજાની કેટકેટલીક બાબતો સ્વીકારી લીધી. આજે દુનિયામાં મહાયાન સંપ્રદાયનો પ્રચાર સૌથી વધારે છે. બૌદ્ધ ધર્મની ચડતીપડતી : બૌદ્ધ ધર્મનો પ્રચાર ઉત્તરોત્તર વધતો ગયો કારણ કે એનો આર્ય અષ્ટાંગમાર્ગ, પંચશીલ, બ્રહ્મવિહાર વગેરેનો ઉપદેશ લોકોના હૈયામાં વસી જાય તેવો હતો. વળી એને સમ્રાટ અશોક, કનિષ્ક અને હર્ષવર્ધન જેવા બૌદ્ધધર્મી રાજાઓનો ઘણો મોટો ટેકો મળ્યો. પરંતુ હર્ષવર્ધનના સમય પછી બૌદ્ધ ધર્મની ભારતમાં પડતી થવા લાગી. રાજ્યાશ્રય ઓછો થવા લાગ્યો એ તો ખરું જ, પરંતુ બીજાં ઘણાં કારણોએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો. બૌદ્ધ ધર્મમાં હીનયાન અને મહાયાન વચ્ચેનો સંઘર્ષ તો ચાલ્યા જ કરતો હતો. સંઘનું વર્ચસ્વ ઘટતું હતું અને આચાર્યોની આપખુદ સત્તા વધતી જતી હતી. તઉપરાંત તેની પેટાશાખાઓમાં વિજયાનમાં તાંત્રિકવિદ્યાની સાથે ધર્મને નામે વ્યભિચાર અને અન્ય ભ્રષ્ટાચારો વધવા લાગ્યા. શ્રામણેર-શ્રામણેરીઓ ઉપરાંત ભિક્ષુ-ભિક્ષુણીઓમાં પણ શિથિલાચાર વધી ગયો. ભિક્ષુઓનો વિહાર ઓછો થવા લાગ્યો અને સ્થિરવાસ વધવા લાગ્યો. મફતનું Page #72 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ ખાઇ-પીને આરામથી પડ્યા રહેવા માટે ઘણા ખોટા માણસો ભિક્ષુસંઘમાં ઘૂસી ગયા જેથી સંઘની પ્રતિષ્ઠા હલકી પડવા માંડી. બૌદ્ધ મઠો ભ્રષ્ટાચારનાં ધામ બનવા લાગ્યા. દરમિયાન બ્રાહ્મણ ધર્મનો પ્રભાવ બૌદ્ધ ધર્મ પર વધતો ગયો અને એના ક્રિયાકાંડો બૌદ્ધ ધર્મમાં પ્રવેશતા ગયા, પરિણામે બૌદ્ધ ધર્મનાં પોતાનાં વ્યક્તિત્વ અને પ્રભાવ ઘટતાં ગયાં. બીજી બાજુ બ્રાહ્મણ ધર્મ વ્યવસ્થિત અને સંગઠિત થતો ગયો. ભગવાન બુદ્ધને વિષ્ણુના અવતાર તરીકે એણે સ્વીકાર્યા. એટલે પણ ઘણાં બૌદ્ધ ધર્મીઓ હિન્દુ થવા લાગ્યા. તદુપરાંત સાંખ્ય અને વૈશેષિક દર્શનોએ, શંકરાચાર્ય અને બીજા આચાર્યોએ બૌદ્ધદર્શન ઉપર ઘણાં આકરા પ્રહારો કર્યા. પરિણામે બૌદ્ધ ધર્મની નબળી પડતી ઇમારત ભારતમાં જમીનદોસ્ત થઇ ગઇ. સમ્રાટ અશોકે અને એનાં પુત્ર-પુત્રીએ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે જે વ્યવસ્થિત પ્રયાસ કર્યો તેને કારણે, મધ્યમ માર્ગના બોધને કારણે, મૈત્રી, પ્રેમ અને કરુણાની ભાવનાના સાર્વજનિક પ્રભાવને કારણે બૌદ્ધ ધર્મનો પ્રચાર ભારત બહારના દેશોમાં વધતો ગયો, સમગ્ર એશિયામાં ફરી વળ્યો અને સ્થિર થયો. અલબત્ત, સમયે સમયે અને સ્થળે સ્થળે તેમાં ઘણા ફેરફારો થઇ ગયા અને વખતોવખત તેને હટાવવા માટે તેના ઉપર સ્થાનિક વિપરીત અસરો પણ થઇ, છતાં એકંદરે તે ધર્મ આજ દિવસ સુધી દુનિયાના ઘણા દેશોમાં ટકી રહ્યો છે અને ક્યાંક પુનરુત્થાન પામ્યો છે જે એની મહત્તા દર્શાવે છે. ૬૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ ફાગુનો કાવ્યપ્રકાર પ્રકૃતિની લીલા અપરંપાર છે. મનુષ્યજીવનના ઘડતરમાં પ્રકૃતિનાં તત્ત્વો પણ મહત્ત્વના પરિબળ તરીકે કામ કરે છે. મનુષ્યની ચામડીનો વર્ણ, આંખ, નાક, કાન, વાળ સહિત મનુષ્યની મુખાકૃતિ, શરીરનો બાંધો અને ઊંચાઈ વગેરે તો પ્રકૃતિના નિયમ પ્રમાણે, સ્થળ અને કાળની પરિસ્થિતિ અનુસાર રહે છે. મનુષ્યની આંતરિક ચેતનાના પ્રાદુર્ભાવ અને વિકાસનો આધાર પણ કેટલેક અંશે પ્રકૃતિ પર રહે છે. કુદરતમાં ઋતુચક્રો એના ક્રમ પ્રમાણે ચાલે છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, વાયુ, વાદળાં પોતપોતાના નિયમ પ્રમાણે કામ કરે છે અને એનો પ્રભાવ મનુષ્ય ઝીલે છે. ઋતુઓનું પરિવર્તન નિયમાનુસાર થાય છે. પ્રત્યેક ઋતુ એના સ્વાભાવિક સ્વરૂપમાં સોહામણી છે. ઋતુપરિવર્તન થતાં, નવી ઋતુનું આગમન થતાં માનવચિત્તમાં ઉલ્લાસ જન્મે છે. વર્ષા, શીતલતા, ઉષ્ણતા એના નૈસર્ગિક સહજ ક્રમિક સ્વરૂપમાં આવકાર્ય બને છે, ઉલ્લાસપ્રેરક થાય છે, પણ એની અતિશયતામાંથી મુક્ત થવાનું મનુષ્યને મન થાય છે. અતિશયતા ક્યારેક સંહારક સ્વરૂપ પણ ધારણ કરે છે. ઋતુઓમાં વસંત ઋતુને ઋતુઓના રાજા તરીકે ગણવામાં આવે છે. ગીતામાં કહ્યું છે : ઋતુ કુસુમારિક | મનુષ્યની પ્રવૃત્તિઓને સ્થિગિત કરી નાખનારી અસહ્ય ઠંડી પછી વાતાવરણમાં જ્યારે ધીમે ધીમે ઉષણતાનો સંચાર થાય છે ત્યારે માણસનું મન આનંદથી નાચી ઊઠે છે. શિયાળામાં વૃક્ષો પરથી પાંદડા ખરવા લાગે છે. પરંતુ વસંતઋતુનું આગમન થતાં વૃક્ષો નવપલ્લવિત થવા લાગે છે. વનરાજ ખીલે છે. કેટલાંક પુષ્પો તો આ તુ દરમિયાન મઘમઘે છે. આશ્રમંજરીની તીવ્ર સુગંધ ચિત્તને ભરી દે છે. કોયલ એનાથી પ્રભાવિત થઈ આખો વખત ટહુકાર કરે તેમાં નવાઈ નથી. વસંતઋતુના વાયુમાં અને એના સંચારમાં જ કંઇક અનોખું તત્ત્વ છે જે ચિત્તને હરી લે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉપ ફાગુનો કાવ્યપ્રકાર વાતાવરણ પ્રફુલ્લિત અને પ્રોત્સાહિત બની જાય છે. પક્ષીઓનો મધુર કલરવ એમાં ઉમેરો કરે છે. ભારતીય ઉપખંડમાં ફાગણ અને ચૈત્ર માસ વસંતઋતુના મહિના તરીકે ગણાયા છે. મહાસુદ પાંચમને વસંતપંચમી તરીકે ઓળખાવવામાં આવે છે. સૂર્યના રાશિ સંક્રમણ અનુસાર, શિવરાત્રિ પછી વસંતઋતુ એના શ્રેષ્ઠ સ્વરૂપે ફાગણમાં જોવા મળે છે. જગતના ભિન્ન ભિન્ન દેશોમાં પોતપોતાના સમયાનુસાર વસંતઋતુના આગમનને વધાવવામાં આવે છે. કોઇ પ્રજા એવી નથી કે જ્યાં વસંતઋતુનો ઉત્સવ ઊજવાતો ન હોય. કોઈ સાહિત્ય એવું નથી કે જેમાં વસંત વિશે કવિતા ન લખાઈ હોય. વસંત” નામનો એક શાસ્ત્રીય રાગ પણ છે. ભારતીય સાહિત્યમાં આરંભથી જ ઋતુઓને મહત્ત્વનું સ્થાન અપાયું છે. કવિતામાં ઋતુવર્ણન થાય છે અને તુવર્ણન વિશે સ્વતંત્ર કાવ્યો પણ લખાય છે. સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસનું “ઋતુસંહાર' એનું સુપ્રસિદ્ધ ઉદાહરણ છે. કવિતા યુગે યુગે જુદા જુદા સ્વરૂપે આવિષ્કાર પામે છે. કેટલાક પ્રતિભાસંપન્ન કવિઓ સ્વરૂપલક્ષી કોઈક નવતર પ્રયોગ કરે છે અને એ કાવ્યરસિકોમાં ધ્યાનાર્ડ બનતાં બીજા કવિઓ એને અનુસરે છે. તેઓ બધા નવી નવી સિદ્ધિઓ દાખવે છે અને એ રીતે એક નવા કાવ્ય-પ્રકારનો યુગ પ્રવર્તે છે. ફરી નવી સામાજિક, રાજકીય, ધાર્મિક, આર્થિક વગેરે પ્રકારની પરિસ્થિતિના સંદર્ભમાં વળી નવા તેજસ્વી કવિઓનો નવો યુગ શરૂ થાય છે અને જૂનાં કાવ્યસ્વરૂપોનો યુગ અસ્ત પામે છે. એક જ ઘરેડમાં બંધાઈ ગયેલાં, જૂનાં થઈ ગયેલાં, ઘસાઈ ગયેલાં, લપટાં પડી ગયેલાં, ચમત્કૃતિવિહીન બની ગયેલાં કાવ્યસ્વરૂપોમાં નવી પ્રજાને, નવા કવિઓને તથા નવા ભાવકોને રસ ન પડે એ કુદરતી છે. કાવ્યસર્જનના ક્ષેત્રે નવીનતા અને કાલગ્રસ્તતાની WWW.jainelibrary.org Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૬ * સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ આ પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. અલબત્ત, કેટલાંક કાવ્યસ્વરૂપોને જીર્ણતા જલદી લાગતી નથી. કવિતા તરીકે જે કવિતા શ્રેષ્ઠ છે તે જૂની થતી નથી. મધ્યકાલીન ગુર્જર સાહિત્યમાં (ગુજરાતી અને રાજસ્થાનીમાં) વસંતઋતુને અનુલક્ષીને જે એક કાવ્યપ્રકાર ખીલ્યો તે “ફાગુકાવ્ય' છે. વિક્રમના ચૌદમા શતકથી અઢારમા-ઓગણીસમા શતક સુધીમાં આ કાવ્યપ્રકાર ઠીક ઠીક વિકાસ પામ્યો. એમાં વિવિધ પ્રકારના પ્રયોગો થયા. કેટલાક ઉત્તમ કવિઓને હાથે લખાયેલી શ્રેષ્ઠ મનોહર કાવ્યકૃતિઓ આપણને આ યુગમાં સાંપડી છે, જેમાં કાવ્યતત્ત્વની દષ્ટિએ એક શ્રેષ્ઠ કૃતિ તે સુપ્રસિદ્ધ “વસંતવિલાસ' છે. ફાગુકાવ્યો લગભગ દોઢસો જેટલાં આપણને પ્રાપ્ત થયાં છે. બીજાં પણ મળવાનો સંભવ છે. એમાંના ઘણાખરા કવિઓએ પોતે જ પોતાના કાવ્યને “ફાગુ' અથવા “ફાગ” તરીકે ઓળખાવ્યું છે. એટલે આ કાવ્યસ્વરૂપના નામકરણ વિશે કોઈ સંદિગ્ધતા કે વિવાદ નથી. વળી કવિઓના પોતાના મનમાં પણ આ કાવ્યપ્રકાર વિશે નિશ્ચિત ખ્યાલ બંધાઈ ગયેલો છે. વસંતઋતુને નિમિત્તે ફાગુકાવ્યો લખાયાં છે અને વસંતઋતુમાં સૌથી મહત્ત્વનો માસ તે ફાગણ છે. ફાગણ સુદ પૂર્ણિમા એ હોળીનો ઉત્સવ એટલે કે વસંતઋતુની પરાકાષ્ઠા. “ફાગુ' અને “ફાગણ' એ બે શબ્દો વચ્ચેના સામ્યને કારણે અને એ બે વચ્ચેના સંબંધને કારણે ફાગુ' શબ્દ “ફાગણ' ઉપરથી આવ્યો હશે એવું અનુમાન કરવા કોઈ પ્રેરાય, પરંતુ વિદ્વાનો બતાવે છે તે પ્રમાણે “ફાગુ' શબ્દ દેશ્ય શબ્દ ફગ્ગ' પરથી આવ્યો છે. ફાગણ માટે સંસ્કૃતમાં “ફાલ્ગન' શબ્દ છે અને એ મહિનાના નક્ષત્ર માટે “ફાલ્ગની' શબ્દ અત્યંત પ્રાચીન કાળથી લોકોની ભાષામાં અને વાડ્મયમાં પ્રચલિત છે. ફાગણ Page #76 -------------------------------------------------------------------------- ________________ કાગનો કાવ્યપ્રકાર મહિનામાં, વસંતઋતુમાં ગીતનૃત્યાદિ સાથે ઉત્સવ મનાવવાની પ્રણાલિકા પણ પ્રાચીન કાળથી ચાલી આવે છે. “દડપાતા ફાલ્ગની' એવો ઉલ્લેખ “અમરકોશ'માં છે, એટલે કે ફાલ્યુની નક્ષત્રમાં “દંડપાત” થાય છે. આ “દંડપાત' એટલે શું? ખગોળવિદ્યાનો કોઈ પારિષાષિક શબ્દ છે ? અથવા દંડ એટલે દાંડિયો. એટલે હોળીના દિવસોમાં દાંડિયા વડે રમાય છે એવો અર્થ કદાચ થતો હશે. આદિવાસીઓમાં પણ હોળીના ઉત્સવની એવી પ્રણાલિકા છે. એટલે ફાગણ-ફાલ્યુન મહિના સાથે “ફાગુ'ને સંબંધ છે એ નિર્વિવાદ છે, પરંતુ વ્યુત્પત્તિની દષ્ટિએ “ફાગુ' શબ્દ કેવી રીતે આવ્યો તેની વિચારણા થયેલી છે. પ્રાકૃત સાહિત્યમાં “ફાગુ' શબ્દ એક વિશિષ્ટ કાવ્યપ્રકારના અર્થમાં વપરાયેલો જોવા મળતો નથી. સંસ્કૃતમાં “ફલ્થ” શબ્દ પણ છે. ફલ્ગ એટલે “વસંત'. એના બીજા જુદા અર્થ છે : “હલકું', “નિરર્થક”, “નાનું', “અસાર', “એક નદીનું નામ”. પરંતુ વિદ્વાનો માને છે કે “ફલ્થ' શબ્દ એટલો પ્રાચીન નથી. હેમચંદ્રાચાર્યે “દેશીનામમાલા'માં “ફ” શબ્દ વસંતોત્સવના અર્થમાં આપ્યો છે. એમણે લખ્યું છે “ફગુ મહુરચ્છણે...” ફર્ગ્યુ એટલે મધુ ઉત્સવ અર્થાત્ વસંતોત્સવ. ભોજે “સરસ્વતી કંઠાભરણ'માં પણ “ફ” શબ્દ મધુ-ઉત્સવના અર્થમાં પ્રયોજ્યો છે. પરંતુ હેમચંદ્રાચાર્યે કે ભોજે ફગુ' એટલે એક વિશિષ્ટ કાવ્યપ્રકાર એવો અર્થ આપ્યો નથી. એટલે કે હેમચંદ્રાચાર્યના સમયમાં, વિક્રમની બારમી-તેરમી શતાબ્દીમાં વસંતોત્સવ વિશે કાવ્યો લખાતાં હશે, પણ “ફાગુ' નામનો વિશિષ્ટ કાવ્યપ્રકાર ત્યારે પ્રચલિત થયો નહિ હોય. “ફલ્થ” શબ્દનો એક અર્થ થાય છે “હલકું. કેટલાંક અશ્લીલતામાં સરી પડેલાં ફાગુ હલકાં પ્રકારનાં ગણાય છે. એટલે ફાગુ એટલે હલકું એવો અર્થ કરીને એ શબ્દ “ફલ્થ' પરથી આવ્યો હશે એવું અનુમાન Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ કરાય છે. પણ એવા અનુમાનમાં તર્કસંગતતા નથી. એમાં દુરાકૃષ્ટતા જણાય છે. ફાગુ'નો એક અર્થ ‘વસંત થાય છે અને એક અર્થ “જેમાં . વસંતોત્સવ વર્ણવાયો છે એવું કાવ્ય” પણ થાય છે. ફાગુ અથવા ફાગ શબ્દ હોળીનાં શૃંગારી, અશ્લીલ ગીતો માટે અને બીભત્સ અપશબ્દો માટે પણ વપરાય છે. “ફાગુ' ઉપરથી “ફગવો' એટલે કે હોળીનો ઘેરૈયો એવો અર્થ આવ્યો છે, અને હોળી માટે ૨કમ કે ચીજવસ્તુ ઉઘરાવાય તે માટે તથા તે પર્વ દિને ધાણીચણા વહેંચાય તે માટે પણ વપરાયો છે. “ફાગુ' ઉપરથી રાજસ્થાની-હિંદીમાં “ફગુઆ' (હોળીના ઉત્સવમાં અપાતી ચીજવસ્તુ કે સંભળાવવામાં આવતું અશ્લીલ ગીત), ફગુઆના' (રંગ છાંટવો અથવા અશ્લીલ ગીત ગાવું), ફગુહારા (હોળી ખેલનાર કે ગીત ગાનાર પુરુષ) વગેરે જુદા જુદા શબ્દો પ્રચલિત થયેલા છે. ક્યાંકથી પાછા ફરતાં અકારણ વિલંબ થયો હોય તો “ફાગ રમવા ગયા હતા ?' એવો કટાક્ષયુક્ત રૂઢિપ્રયોગ પણ વપરાય છે. આમ “ફાગુ' અથવા “ફાગ' શબ્દ કાવ્યના એક પ્રકારના અર્થમાં રૂઢ થયો તે પૂર્વે વસંતઋતુ, હોળી, અશ્લીલ ગીત વગેરેના અર્થમાં એ પ્રચલિત રહ્યો હશે. વર્તમાન કાળમાં પણ તે પ્રચલિત જણાય છે. ફાગુ'નો કાવ્યપ્રકાર ગેયત્વથી સભર છે. આમ જોઈએ તો મધ્યકાલીન કવિતા મુખ્યત્વે ગેય પ્રકારની રહી છે. જે જમાનામાં મુદ્રણકલા નહોતી અને મોંઘી હસ્તપ્રતો સર્વસુલભ નહોતી તે જમાનામાં કોઈક વાંચે અને બીજાઓને તે સંભળાવે એવી પ્રથા અનિવાર્ય હતી. એવે વખતે લંબાવીને દીર્ઘ સ્વરે ગવાતી કવિતા સાંભળનારને જો સહેલાઈથી સમજાય તો એને એમાં રસ પડે અને એને યાદ રાખવાનું, કંઠસ્થ કરવાનું મન થાય અને તે સરળ બને. ગાવાથી કવિતાના સંક્રમણનું પ્રમાણ વધારે રહે છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ફાગુનો કાવ્યપ્રકાર ૬૯ ફાગુનો કાવ્યપ્રકાર ઊર્મિપ્રધાન છે. એટલે એમાં ગેય નૈસર્ગિક રીતે આવે જ. ફાગુકાવ્યો મધ્યકાલીન યુગમાં ગવાતાં એ સ્પષ્ટ છે. માણસ એકલો પણ ગાય અને સમૂહમાં પણ ગાય. ફાગુકાવ્યો ગવાતાં, ગાવા માટે જ લખાતાં, ગાવા સાથે ખેલવા-રમવાની પ્રવૃત્તિ પણ થતી અને એવી પ્રવૃત્તિ વાજિંત્રો સાથે સામૂહિક ઉત્સવરૂપે પણ થતી-એવા વિવિધ ઉલ્લેખો મધ્યકાલીન સાહિત્યમાં જોવા મળે છે. એકનું એક ફાગુકાવ્ય માણસ એકલો પણ ગાઈ શકે અને સમૂહમાં પણ ગાઈ શકે; નૃત્ય વગર ગાઈ શકે અને નૃત્ય કરતાં કરતાં, રમતાં રમતાં પણ ગાઈ શકે; નૃત્ય સમયે વાજિંત્રો પણ વગાડી શકે અને વાજિંત્ર વગર પણ નૃત્ય કરી શકે. નૃત્ય વર્તુળાકારે તાળીઓ સાથે ગરબાની જેમ ઘૂમીને કરાય, દાંડિયા સાથે કરાય અને જુદાં જુદાં જૂથ કે જોડીમાં પણ જુદી જુદી રીતે કરી શકાય. જે ગવાય તે રમાય નહિ અથવા જે રમાય તે ફક્ત ગાઈ ન શકાય એવી કોઈ ભેદરેખા નહોતી. ગાવું, રમવું અને વર્તુળાકારે દાંડિયા સાથે રમવું એમાં ત્રીજામાં પહેલા બેનો સમાવેશ થઈ જાય છે. આમ છતાં કવિઓએ પોતે પોતાના ફાગુકાવ્યમાં કરેલા નિર્દેશોના વર્ગીકરણની દષ્ટિએ માત્ર થોડાક જ નમૂના જોઈશું. ફાગુકાવ્ય એકલા કે છંદમાં બેસીને ફક્ત ગાવાની પ્રણાલિકાના જે ઉલ્લેખો થયા છે તેમાંથી નીચેના કેટલાક જુઓ : દેવ સુમંગલપુસ્તફાગુ, ગાયક ભો ભવિયા. (અજ્ઞાત કવિકૃત ભરતેશ્વર ચક્રવર્તી ફાગ) ગાઈ અભિનવ ફાગ, સાચવઈ શ્રીરાગ. (નારાયણ ફા) Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૦ સાંપ્રત સહાચેતન- ભાગ ૧૧ ફાગ ફાગુણિ ગાઉ કૃષણ કેરા, ફલ જોઉં ફોકટ ટલઇ ફેરા (ચતુર્ભુજકૃત ભમરગીત) એહ ફાગ જે ગાઇસઈ, તે ઘરિ મંગલ આર. (અજ્ઞાતકૃત વાહનનું ફાગ) ફાગ ગાઈ સવિ ગોરડી, જબ આવઈ મધુમાસ. (જયવંતરિક્ત સ્થૂલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ) ગાઈ જે નવરંગ ફાગ એ, લાગએ નવિ પાપ લેવ. (આગમમાણિજ્યકૃત જિનહંસગુરુ નવરંગ લાગ) ફાગુ જેમ ગવાતા હતા તેમ ગાતાં ગાતાં રમાતા હતા એવા ઉલ્લેખો ફાગુઓમાં એના આરંભકાળથી જ જોવા મળે છે. એવાં સંખ્યાબંધ ઉદાહરણોમાંથી થોડાંક જુઓ : ખેલા નાચઇ ચૈત્ર માસિ, રંગિહિ ગાવેવઉ. (જિનપuસૂરિકૃત યૂલિભદ્ર ફાગુ) મલહારિહિં રાયસિહરસૂરિકિલ ફાગ રમીજઇ. (રાજશેખરસૂરિકૃતિ નેમિનાથ ફાગુ ભંભલભોલિય બાલ રંગિ, નવ ફાગુ રમતે. (જયસિંહસૂરિત પ્રથમ નેમિનાથ ફાગુ) ફાગુ વસંતિ ખેલઈ, વેલ સુગુન નિધાન (અજ્ઞાત કવિકૃત જંબુસ્વામી ફાગ) X X X Page #80 -------------------------------------------------------------------------- ________________ કાગનો કાવ્યપ્રકાર ફાગ રમી તે ફરિ ફરિ, નેમિ જિસેસર બારિ. (પકૃત નેમિનાથ ફાગ) એ ફાગુ ઉછરંગ રમાઈ જે માસ વસંતે. (કીર્તિસૂરિ ફાગ) ફાગુ જે રમાતા અને ખેલાતા તેમાં વિવિધ પ્રકારનાં સમૂહનૃત્યો હશે. આવા કેટલાંક ફાગુઓ ફક્ત રમનારા પૂરતા જ મર્યાદિત રહેતાં, અથવા એમાં કોઈક માત્ર પ્રેક્ષક તરીકે પણ રહેતા. પરંતુ સમય જતાં આ કાવ્યસ્વરૂપે એક જાહેર મનોરંજક કાર્યક્રમનું રૂપ ધારણ કર્યું હશે. વિવિધ રાગરાગિણીમાં, વાજિંત્રો સાથે ફાગુ પ્રેક્ષક-સમુદાય સમક્ષ ગવાતાં-ખેલાતાં હશે, એટલું જ નહિ, એવા કાર્યક્રમો એક કરતાં વધુ દિવસ સુધી ચાલતા રહેતા હશે ! નીચેના કેટલાક ઉલ્લેખો પરથી એ જોઈ શકાશે : વેણા વંસ વજાવઈ એ, ભાવઈ પંચમ રાગ, રંગ ભરિ ઇક ખેલ ગેલિઈ જિણવર ફાગ. (રાણપુરમંડન ચતુર્મુખ આદિનાથ ફાગ) વેણા યંત્ર કરઈ આલિ વિણિ, કરઈ ગાનિ તે સવિ સુરમણી; મૃદંગ સરમંડલ વાજંત, ભરત ભાવ કરી રમાઈ વસંત. (અજ્ઞાત કવિકૃત યુપઈ ફાગ) વાજે ઝાંઝ પખાજ ને, સાહેલી રમે ફાગ. તાલી દઈ તારુણી, ગાય નવલા રે રાગ. (પ્રેમાનંદ કૃત “ભાસ') X X X Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ - કિવિ નાચઇ મનરંગિ, કેવિ ખેલઇ તિહિ ફાગો; કિવિ વાયંતિ વસંત, નામિ, પયડિય વર રાગો. (પુરુષોત્તમ પાંચ પાંડવ ફાગ) આમ, ફાગુ ગાવા અને રમવા વિશેના ઉલ્લેખો ફાગુકૃતિઓમાંથી જ સાંપડે છે. એટલે એનાં એ લક્ષણો વિશે બહારના કોઇ આધારની અપેક્ષા રહેતી નથી. પ્રત્યેક નવો કાવ્યપ્રકાર પોતાનો વિશિષ્ટ પઘદેહ ધારણ કરીને અવતરે છે. સમય જતાં એમાં પરિવર્તનો પણ થાય છે. એ પદ્યદેહ વિશેનો એક સામાન્ય ખ્યાલ કવિઓમાં અને એના ભાવકોમાં રૂઢ થઇ જાય છે. ઘણા કવિઓ જ્યારે એ પ્રકારના પદ્યદેહને અનુસરે છે ત્યારે એનાં મૂળ ઊંડાં જાય છે. ફાગુના કાવ્યપ્રકારનો વિચાર કરીએ ત્યારે સૌ પ્રથમ આપણે એ ખ્યાલમાં રાખવું જોઇએ કે યુવાન હૈયાંઓની ઊર્મિઓને વ્યક્ત કરતી આ ગેય રચના છે. ફાગુ ગાવા માટે જેટલાં છે તેટલાં વાંચન કે પઠન માટે નથી. ભાવ અને લહેકાથી ગાવામાં વધારે આનંદ અનુભવી શકાય છે, તન્મય થવાય છે. વળી જો એ સમૂહમાં ગવાય તો આનંદની ઓર વૃદ્ધિ થાય છે. ફાગુનો વિષય જ એવો છે કે એ ગાવાવાળા માત્ર વિદગ્ધજનો જ નહિ, સામાન્ય લોકો પણ હોય છે. એટલે શબ્દરચનાની દષ્ટિએ પણ એમાં ઓછેવત્તે અંશે સરળતા રહેલી હોવી જોઇએ. સરળ અને ગેય એવા છંદોમાં માત્રામેળ છંદો અને તેમાં પણ ૨૪(૧૩–૧૧) માત્રવાળો દૂહો વધુ અનુકૂળ ગણી શકાય. વળી દૂહો જુદી જુદી લઢણથી આરોહઅવરોહ સાથે ગાઇ શકાય છે. દૂહાની સળંગ બધી જ કડીઓ એક જ ઢાળમાં કે રાગમાં ગાવાની અનિવાર્યતા નહિ. ઢાળમાં કે રાગમાં પણ વૈવિધ્ય આણી શકાય. આથી જ દૂહો ફાગુકાવ્ય માટે કવિઓને અનુકૂળ જણાયો હશે. ફાગુકાવ્યનો દૂહો પિંગળશાના બંધારણને બરાબર વળગી Page #82 -------------------------------------------------------------------------- ________________ ફાગુનો કાવ્યપ્રકાર ૭૩ રહેતો ન હોવાથી કેટલાક એને “દૂહાની ચાલ' પણ કહે છે. વળી દૂહાની સાથે એટલી જ માત્રાનો સોરઠો અથવા રોળા છંદ ગાઈ શકાય છે. એટલે દૂહા અને રોળાની કડીઓમાં ફાગુકાવ્યની રચના આરંભકાળમાં થયેલી જોવા મળે છે. એક કડી દૂહાની અને બે, ત્રણ કે ચાર કડી રોળાની - એમ એક એકમ ગણીને એને “ભાસ' એવું નામ અપાયું. આરંભનાં ફાગુકાવ્યો આ રીતે ચાર, પાંચ કે વધુ “ભાસ'માં લખાયેલાં જોવા મળે છે. બીજી બાજુ સળંગ દૂહાની કડીઓમાં પણ રચનાઓ થવા લાગી. આવી રચનાઓ પણ આરંભકાળમાં જ આપણને જોવા મળે છે. જિનપદ્મસૂરિકૃત “સ્થૂલિભદ્ર ફાગુ', રાજશેખરસૂરિકૃત “નેમિનાથ ફાગુ', પ્રસન્નચંદ્રસૂરિકૃત રાવણિ પાર્શ્વનાથ ફાગુ', અજ્ઞાત કવિકૃત પુરુષોત્તમ પાંચ પાંડવ ફાગ' જેવી ફાકૃતિઓની રચના “ભાસ'માં થયેલી છે, તો અજ્ઞાત કવિકૃત “જબૂસ્વામી ફાગ', મેરુનંદનકૃત જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ' જેવી કૃતિઓ ફક્ત દૂહાની સળંગ કડીઓમાં થયેલી છે. કવિ જયસિંહસૂરિએ તો નેમિનાથ વિશે એક ફાગુકાવ્યની રચના “ભાસ”માં કરી છે અને બીજી રચના સળંગ દૂહામાં કરી છે. આમ, એમણે બંને પ્રકારની રચનાનો પ્રયોગ કર્યો છે. ભાસરચનાની શૈલી આરંભના સૈકામાં જોવા મળે છે, પરંતુ પછીથી દૂહાની સળંગ કડીઓવાળાં ફાગુમાવ્યો જ વિશેષ પ્રચલિત બન્યાં હતાં. ફાગુકાવ્યમાં સાદા દૂહાને વધુ રળિયામણો બનાવવા માટે અંત્યાનુ પ્રાસ ઉપરાંત આંતરયામકની યોજના આવી. આ આંતરયમકથી અલંકૃત થયેલા દૂહની શોભા ખરેખર વધી. શબ્દો કે અક્ષરોને અર્થફર સાથે બેવડાવવાથી દૂહો વધુ આસ્વાદ્ય બન્યો અને કવિઓને પણ પોતાનું શબ્દપ્રભુત્વ દાખવવાની તક મળી. આથી આંતરયમકવાળા દૂહા વધુ લોકપ્રિય અને કવિપ્રિય બન્યા. “વસંતવિલાસ' જેવી શ્રેષ્ઠ, Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ સુપ્રસિદ્ધ ફાગુકાવ્યની રચના આંતરયમકવાળા દૂહામાં થયેલી છે. એની લોકપ્રિયતાએ ત્યારપછીની ફાગુરચનાઓ પર ઘણો મોટો પ્રભાવ પાડ્યો છે. સમય જતાં આંતરયમકવાળા દૂહાની રચના માટે “ફાગુ' શબ્દ પર્યાયરૂપ બની ગયો. એવી રચના માટે “ફાગની દેશી” અથવા “ફાગની ઢાળ', જેવાં નામ અપાવા લાગ્યાં, એટલે કે “ફાગની દેશી' એમ કવિએ લખ્યું હોય તો તે આંતરયમકવાળા દૂહાની જ રચના છે એવી માન્યતા રૂઢ થઇ ગઇ. અલબત્ત, આપણે એ લક્ષમાં રાખવું જોઈએ કે ફાગુકાવ્યના દૂહામાં આંતરયામકની રચના અનિવાર્ય ગણાતી નહોતી. પાકૃત નેમિનાથ ફાગુ' તથા અજ્ઞાત કવિત “વસંત ફાગુ', મોહિની ફાગુ' વગેરે કેટલાંક ફાગુકાવ્યોમાં આંતરયામકની રચના નથી. બીજી બાજુ એવાં ફાગુકાવ્યો પણ લખાયાં કે જેમાં ફાગુની દેશી હોય અને છતાં એમાં વસંતવર્ણન ન હોય. ફાગુકાવ્યોમાં વિવિધ કથાનકોનું નિરૂપણ કરવાને કારણે કાવ્યરચના સુદીર્ઘ બનતાં, નિરૂપણમાં વૈવિધ્ય લાવવાની દષ્ટિએ કેટલાક કવિઓ દૂહા અથવા ફાગુની દેશી ઉપરાંત ચરણાકુલ, કુંડળિયો, રાસક, અંદોલા, અઢયા, કવિત (શાર્દૂલવિક્રીડિત) ઇત્યાદિમાં કેટલીક કડીઓની રચના કરવા લાગ્યા. ભ્રમરગીતા, રાજગીતા, બ્રહ્મગીતા વગેરે “ગીતા” નામધારી રચનાઓમાં કવિઓએ ફાગુની દેશી ઉપરાંત અન્ય છંદોનો પણ ઉપયોગ કર્યો છે. દૂહો દીર્ધ લયથી લલકારી શકાય એવો છંદ હોવાથી ક્યારેક કવિઓ અને ક્યારેક ગાયકો પંક્તિ શરૂ કરતાં પહેલાં “અહે...', “એ...', “અરે...”, “અહ...” વગેરે પાદપૂરકો ઉચ્ચારે છે. પછી તો કવિઓ પણ એવા પાદપૂરકોવાળી રચના કરવા લાગ્યા. સમુધરકૃત નેમિનાથ ફાગુ', અજ્ઞાત કવિકૃત પુરુષોત્તમ પાંચ પાંડવ ફાગ', ગુણચંદ્રસૂરિકૃત ‘વસંત ફાગુ', અજ્ઞાત કવિત “હેમરત્નસૂરિ ફાગ” વગેરેમાં આવાં પાદપૂરકો જોવા મળે છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ફાગુનો કાવ્યપ્રકાર ૭૫ ફાગુકાવ્યની પદ્યરચનાનો વિચાર કરતાં જણાય છે કે મધ્યકાલીન કેટલાક કાવ્યપ્રકારોમાં ક્યારેક જોવા મળતી એવી એક લાક્ષણિકતા ફાગુકાવ્યમાં પણ જોવા મળે છે. કેટલીક ફાગુકૃતિઓમાં મૂળ કાવ્યની કડીઓના વક્તવ્યને અનુરૂપ વચ્ચે વચ્ચે સંસ્કૃતમાં શ્લોકો આપવામાં આવ્યા હોય છે. આવી શ્લોકરચના કોઈકમાં માત્ર આરંભમાં અને અંતે, કોઈકમાં તદુપરાંત વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક અને કોઈકમાં પ્રત્યેક કડી પછી આપવામાં આવી છે. આવી શ્લોકરચનાનું અવલોકન કરતાં નીચે પ્રમાણે જોવા મળે છે : (૧) કોઈ કોઈ કાવ્યોમાં સંસ્કૃત ઉપરાંત પ્રાકૃતમાં પણ શ્લોકરચના થયેલી છે. (૨) આ શ્લોકરચના કવિની પોતાની જ હોય એવું અનિવાર્ય નથી. કવિએ પોતે શ્લોકની રચના કરી હોય અથવા કવિએ બીજેથી ઉધૃત કરેલા શ્લોકો આપવામાં આવ્યા હોય. કેટલીક શ્લોકરચનામાં વ્યાકરણની દષ્ટિએ કંઈક અશુદ્ધિ જોવા મળે છે. શ્લોક જેવો સાંભળ્યો હોય તેવો ઉતાર્યો હોય તો એવું બનવાનો સંભવ વિશેષ રહે છે, જો કર્તા પોતે સંસ્કૃતજ્ઞ ન હોય તો.) (૩) પ્રત્યેક શ્લોક સ્વયંપર્યાપ્ત હોય છે. કેટલાક શ્લોક તો સુપ્રસિદ્ધ કૃતિઓમાંથી લેવાયા છે. કેટલાક શ્લોક તો સુપ્રસિદ્ધ સુભાષિત છે. કેટલીક કાવ્યકૃતિઓમાં વિષયવસ્તુના નિરૂપણમાં સાતત્ય જાળવવા માટે, વચ્ચે આવતા શ્લોકો અનિવાર્ય અંગરૂપ બની ગયા છે. કોઈક કાવ્યમાં શ્લોકરચના ગુજરાતીમાં લખેલી કડીઓના વક્તવ્યની પુષ્ટિ અર્થે જ માત્ર છે. એ કાઢી લેવામાં Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ આવે તો રસભંગ થતો નથી કે સાતત્ય તૂટતું નથી. શ્લોકો કાઢી લીધા પછી પણ મૂળ કાવ્યનો રસાસ્વાદ સાવંત માણી શકાય છે. “વસંતવિલાસ” એનું સુપ્રસિદ્ધ ઉદાહરણ છે. (૫) કેટલીક કૃતિઓમાં શ્લોક-રચના બે કડીઓ વચ્ચેના અનુ સંધાનરૂપ છે અને કાવ્યાસ્વાદમાં તે અનિવાર્ય છે. કવિએ પોતે જ એવી રચના કરી છે એવું ત્યાં સ્પષ્ટ જણાય છે. આવી શ્લોકરચના એવા કવિઓ જ કરી શકતા કે જેઓ પોતે સંસ્કૃતના પંડિત હોય અને કવિતાકલામાં કુશલ હોય. (૬) કેટલીક કૃતિઓમાં શ્લોકરચના કવિએ પોતે ન કરી હોય, પણ એની હસ્તપ્રત તૈયાર કરતી વખતે લહિયા દ્વારા કે પઠન કરનાર અન્ય કોઈ દ્વારા તે ઉમેરાઈ હોય. આમ “નેમીશ્વરચરિત ફાગબંધ', “દેવરત્નસૂરિ ફાગ', “રંગસાગર નેમિફાગ', “વસંતવિલાસ', “નારાયણ ફાગુ' વગેરે કેટલાંક ફાગુકાવ્યોમાં સંસ્કૃતાદિ ભાષામાં સંમતિસૂચક, અર્થસંવર્ધક કે પુષ્ટિકારક શ્લોકરચના જોવા મળે છે, જે કવિની તથા કાવ્યરસિકોની વિદગ્ધતાની સાક્ષી પૂરે છે અને કાવ્યાસ્વાદને વધુ રુચિકર બનાવે છે. વસંતઋતુ, વસંતક્રીડા, વનવિહારનું નિરૂપણ અને તે નિમિત્તે સંયોગ શૃંગાર અને વિપ્રલંભ શૃંગારનું નિરૂપણ એ ફાગુકાવ્યનો મુખ્ય વિષય છે. વસંતના અર્થમાં જ “ફાગુ' શબ્દની સાર્થકતા છે. કેટલાંક ફાગુકાવ્યોનાં તો નામ જ “વસંત' શબ્દવાળાં છે, જેમાં “વસંતવિલાસ' સુખ્યાત છે. કેટલાયે કવિઓએ પોતાની કૃતિમાં “વસંત'નો સ્પષ્ટ નિર્દેશ પણ ર્યો છે. ઉ. ત. પહુતીય શિવરતિ સમરતિ, હિલ રિતુતણીય વસંત. (વસંતવિલાસ) Page #86 -------------------------------------------------------------------------- ________________ ફાગુનો કાવ્યપ્રકાર શી ગાઈનું માસ વસંત હઉ, ભરોસર નરવિંદો. (ભરતેશ્વર ચક્રવર્તી ફાગ) મધ માધવ રિતિ કામનિ કંત, રતિપતિ રમી રાઉવસંત. (ચુપઇ ફાગ) ફાગુ વસંતિ જિ એલઇ, બેલઈ સગુન નિશાન. (જંબુસ્વામી ફાગ) કેટલાંક કામુકાવ્યોમાં કેવળ વસંતઋતુ અને વાસંતિક ક્રીડાઓનું જ નિરૂપણ થયેલું છે, પરંતુ આ કાવ્યપ્રકારના આરંભકાળથી જ એમાં કથાનકોનું આલંબન લેવાતું રહ્યું છે. નેમિનાથ અને સ્થૂલિભદ્રના વૃત્તાન્તના નિમિત્તે વસંતવર્ણન (ક વર્ષોવર્ણન) એમાં આલેખાયું છે. ફાગુકાવ્યોમાં એમ ઉત્તરોત્તર વર્ય વિષયની સીમા વિસ્તરતી ગઈ છે. નેમિનાથ ઉપરાંત આદિનાથ, વાસુપૂજ્ય, શાન્તિનાથ, પાર્શ્વનાથ વગેરે તીર્થકરો, ગણધર ભગવંત ગૌતમસ્વામી, કેવલી ભગવંત જબુ સ્વામી તથા જિનચંદ્ર, ધર્મમૂર્તિ, સુમતિ સુંદર, કીર્તિરત્ન, હેમવિમલ, પુણ્યરત્ન, પદ્મસાગર, હીરવિજયસૂરિ વગેરે ગુરુભગવંતો તથા રાણકપુર, ચિતોડ, ખંભણવાડા, જીરાપલ્લી વગેરે તીર્થો વિશે પણ ફાગુકાવ્યો લખાયાં છે. વળી, રૂપકશૈલીનાં આધ્યાત્મિક ફાગુકાવ્યો પણ લખાયાં છે અને લોકકથા પર આધારિત ફાગુકાવ્યો પણ લખાયાં છે. પાંચસાત કડીથી માંડીને ત્રણસો કડીથી મોટાં ફાગુકાવ્યોની રચના થયેલી છે. દોઢસો જેટલાં જે ફાગુમાવ્યો હાલ ઉપલબ્ધ છે, તેમાં જૈન સાધુ કવિઓને હાથે જૈન વિષય પર લખાયેલાં ફાગુકાવ્યો મુખ્ય છે. શ્રીકૃષ્ણ વિષયક વૈષણવ પરંપરાનાં ફાગુકાવ્યો, “નારાયણ ફાગુ' કે “હરિવિલાસ ફાગુ' જેવાં ફાગુકાવ્યો પ્રમાણમાં જૂજ જ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન સાધુ કવિઓએ રાસ, પ્રબંધ, ચોપાઈ, વિવાહલ, ફાગુ, બારમાસી, સ્તવન, સક્ઝાય, છંદ, છત્રીસી, Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ પદ વગેરે વિવિધ પ્રકારની કાવ્યરચનાઓ કરી છે. આ બધા પ્રકારોમાં કેટલાક આજ પણ ગવાતા રહેલા છે. એ પ્રકારોમાં સ્તવન મુખ્ય છે. મધ્યકાળમાં જૈન કવિઓને હાથે લખાયેલાં સ્તવનોની સંખ્યા ત્રણ હજારથી પણ વધુ છે અને એમાંનાં કેટલાંયે સ્તવનો, વિશેષતઃ યશોવિજયજી, આનંદઘનજી અને દેવચંદ્રજી વગેરેનાં સ્તવનો અદ્યાપિ પર્યત રોજેરોજ ગવાતાં રહ્યાં છે. કેટલાંયે સ્તવનો કાવ્યરચનાની દષ્ટિએ પણ ઉત્તમ કોટિનાં છે. તદુપરાંત જૈન કવિઓનું મોટું યોગદાન તે રાસાસાહિત્યનું અને ફાગુસાહિત્યનું છે. રાસ અને ફાગુ એ બંને કાવ્યપ્રકારો સહોદર જેવા ગણાયા છે. નાની રાસકૃતિ અને સુદીર્ઘ ફાગુકાવ્ય એકબીજાની સીમાને સ્પર્શે છે. વસંતઋતુના વર્ણનવાળો રાસ અથવા વસંતઋતુમાં ગવાતો રાસ તે ફાગુ એમ કોઈ કહી શકે એટલા પરસ્પર નજીક આ બંને કાવ્યપ્રકારો આવેલા છે. રાસ પણ ગવાતા અને રમાતા. ફાગુકાવ્યો પણ ગવાતાં અને રાસની જેમ વર્તુળાકારે દાંડિયા વડે ખેલાતાં. રાસમાં નૃત્યની દષ્ટિએ તાલારામ અને લકુટારાસ એવા બે પ્રકારના ઉલ્લેખો મળે છે. તાલારાસ એટલે તાળી વડે રમાતો રાસ. સંસ્કૃત લકુટ એટલે દંડ, દાંડિયો. લકુા રાસ એટલે દાંડિયા વડે રમાતો રાસ. (દાંડિયા માટેનો લકુટી શબ્દ, કુનો લોપ થતાં અને ટનો ડ થતાં, સામ્યને કારણે વખત જતાં અશ્લીલતામાં સરી પડ્યો અને નિષિદ્ધ થઈ ગયો.) એવી રીતે ફાગુ પણ તાળી સાથે અને દાંડિયા સાથે રમાતાં અને ગવાતાં. આવા સમૃદ્ધ રાસાસાહિત્ય અને ફાગુસાહિત્યની ભિન્ન ભિન્ન દષ્ટિકોણથી તુલના થઈ શકે છે. મધ્યકાલીન ગૂર્જર સાહિત્યમાં ઋતુવર્ણનનાં કાવ્યોમાં ફાગુ ઉપરાંત બારમાસી નામનો પ્રકાર જોવા મળે છે. ફાગુકાવ્યો મુખ્યત્વે જૈન કવિઓને હાથે લખાયાં છે, જ્યારે બારમાસી પ્રકારનાં કાવ્યો જૈન Page #88 -------------------------------------------------------------------------- ________________ ફાગુનો કાવ્યપ્રકાર ૭૮ જૈનેતર એમ બંનેને હાથે ઠીક ઠીક પ્રમાણમાં લખાયાં છે. અલબત્ત સંખ્યાની દષ્ટિએ ફાગુકાવ્યો બારમાસી કરતાં વધુ લખાયાં છે. ફાગુ કાવ્યમાં મુખ્યત્વે વસંતઋતુનું (ક્યારેક અપવાદરૂપે વર્ષાઋતુનું વર્ણન થયેલું છે. બારમાસીમાં એનું નામ સૂચવે છે તે પ્રમાણે બાર મહિનાનું (અધિક માસ હોય તો તેર મહિનાનું) ક્રમાનુસાર વર્ણન હોય છે. એમાં આરંભ કાર્તિક માસથી જ કરવાનું અનિવાર્ય નથી. બારમાસી કાવ્યપ્રકાર કદમાં નાનો અને ઊર્મિપ્રધાન છે. પ્રત્યેક માસની ઓછામાં ઓછી એક કડી એમ બાર કડીથી માંડીને ૭૨ કડી કે તેથી વધુ લાંબા કાવ્યો લખાયાં છે. એમાં સામાન્ય રીતે વિરહિણી નાયિકાની ઉત્તરોત્તર વધતી જતી વિરહવ્યથાનું, વિપ્રલંભ શૃંગારનું, તે તે મહિનાની લાક્ષણિકતા સાથે નિરૂપણ હોય છે. કોઈક સુખાત્ત બારમાસીમાં અંતે નાયક-નાયિકાનું મિલન વર્ણવાય છે. ફાગુકાવ્યમાં મુખ્યત્વે વસંતઋતુનું જ વર્ણન કરવાનું હોવાથી અને એમાં કડીઓની કોઇ મર્યાદા ન હોવાથી સવિગત નિરૂપણ કરવાનો કવિને સારો અવકાશ સાંપડે છે. બારમાસી મુખ્યત્વે ઊર્મિપ્રધાન કાવ્ય છે, જ્યારે ફાગુમાં કવિ કથાનકનું સવિગત નિરૂપણ કરી શકે છે. આમ ફાગુ અને બારમાસી વચ્ચે આવો કેટલોક મહત્ત્વનો તફાવત છે. અલબત્ત, કોઈક અજ્ઞાત કવિએ તો પોતાના “નેમિનાથ ફાગુ'માં, બારમાસી અને ફાગુનો સમન્વય કરીને, એમાં બારમાસી પણ ગૂંથી લીધી છે. કવિઓને કોણ રોકી શકે? નિશા વય | વસંતઋતુનું વર્ણન કરતો, પણ ફાગુકાવ્ય કરતાં કદમાં નાનો એવો “ધમાલ' નામનો એક કાવ્યપ્રકાર મધ્યકાલીન સાહિત્યમાં વિકાસ પામ્યો હતો. “ધમાલ ખાસ વસંતઋતુમાં ગાવા માટે લખાયા હતા. ધમાલ (અથવા “માલ”) નામ જ સૂચવે છે તે પ્રમાણે એમાં ગાવા સાથે વાજિંત્રોનો કલનાદ પણ એટલો જ મહત્ત્વનો છે. ઢોલ, ચંગ, Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ ઝાંઝ, મંજીરાં વગેરેના ધ્વનિ સાથે, ગાતાં ગાતાં વાતાવરણને ગજવી મૂકવાનો અને એ રીતે પોતાના હૃદયોશ્વાસને પ્રગટ કરવાનો એમાં આશય હોય છે. સમૂહમાં ગવાતા આ કાવ્યપ્રકારમાં, ગાનારાઓ તાનમાં આવીને સ્વેચ્છાએ નૃત્ય પણ કરવા લાગી જાય છે. ધમાલમાં આ રીતે સમૂહનૃત્ય પણ હોય છે. ધ્રુવપદની એકની એક પંક્તિ અને તેવી રીતે બીજી કેટલીક પંક્તિઓ વારંવાર ગવાય છે. “ધમાલ”માં પંક્તિઓ ઓછી હોય છે, પણ એનું રટણ, આવર્તન વારંવાર થાય છે. ફાગુ કરતાં ધમાલમાં નાદ અને લયનું મહત્ત્વ વધારે હોય છે. ફાગુકાવ્યમાં શૃંગારરસનું નિરૂપણ થાય છે. પરંતુ મધ્યકાળમાં સંયમના આરાધક, બ્રહ્મચર્ય વ્રતના ઉપાસક એવા જૈન સાધુ કવિઓએ આટલાં બધાં ફાગુકાવ્યો લખ્યાં એથી આશ્ચર્ય નથી થતું? પોતાની અતુમ વાસનાને વ્યક્ત કરવા માટે એમને ફાગુકાવ્યનું એક બહાનું મળ્યું એમ નથી લાગતું ? ના, જરા પણ નહિ, કારણ કે એમની ફાગુકૃતિઓમાં શૃંગારરસનું એવું નિરૂપણ જોવા મળતું નથી. એમની સંયમની આરાધનાને બાધક થાય એવી કોઈ વાત એમાં આવતી નથી. કેટલાંક ફાગુકાવ્યો તો “નારીનિરાસ”ના પ્રકારનાં છે. વસ્તુતઃ જૈન સાધુકવિઓ ફાગુકાવ્ય લખવા તરફ વળ્યા તેમાં કેટલાંકમાં કાવ્યસર્જનની પ્રેરણા કરતાં સામાજિક અને ધાર્મિક કર્તવ્યની ભાવના વિશેષ રહેલી છે. વસંતઋતુને કામદેવની ઋતુ તરીકે ઓળખાવવામાં આવે છે. મદનોત્સવના આ દિવસોમાં વાતાવરણ એવું માદક બને છે કે જેમાં કામદેવને પોતાનાં આયુધો તીર્ણ કરવાની સરસ તક સાંપડે છે. એટલે જ વસંતઋતુ અને શૃંગારરસનો સંબંધ પરાપૂર્વથી ચાલ્યો આવે છે. પરંતુ ઔચિત્ય અને ગૌરવ એ શૃંગારરસના આભૂષણો છે. અન્ય રસના નિરૂપણ કરતાં શૃંગારરસના નિરૂપણમાં વધુ જોખમ રહેલું છે, કારણ કે રસનિરૂપણ કરનાર તાનમાં આવી જઈને ક્યારે મર્યાદા Page #90 -------------------------------------------------------------------------- ________________ ફાગુનો કાવ્યપ્રકાર ૮૧ ઓળંગી જઈને ઔચિત્યભંગ કરી બેસશે તે કહી શકાય નહિ. ખુદ નિરૂપણ કરનારને પણ એનો ખ્યાલ ન રહે. ઔચિત્યભંગ થતાં રસભંગ થાય છે. કાવ્યરસ અપરસમાં પરિણમે છે. વ્યાવહારિક જીવનમાં પણ શૃંગારરસની વાતોને એક સાંસ્કારિક મર્યાધિ હોય છે. મર્યાદાભંગ સામાજિક ટીકાર્નિદાને પાત્ર ગણાય છે. પરંતુ કામાતુરને ભય કે લજા હોતાં નથી. આથી જ શૃંગારરસનું નિરૂપણ કરતાં કેટલાંયે ફાગુકાવ્યો ઉઘાડા પૂલ શૃંગારરસમાં સરી પડવા લાગ્યાં. કેટલાકે ઇરાદાપૂર્વક એવું નિરૂપણ કર્યું છે. આવાં કાવ્યો જાહેરમાં નહિ પણ ખાનગીમાં વંચાય કે ગવાય. મધ્યકાળમાં “ગણપતિ ફાગુ અને એવાં બીજાં કેટલાંક અશ્લીલ ફાગુઓ લખાયાં છે, જે સામાજિક દષ્ટિએ નિષિદ્ધ ગણાયાં છે અને સાહિત્યિક દષ્ટિએ તેનું કશું મૂલ્ય નથી. હોળીના દિવસોમાં ઉલ્લાસના પ્રતીકરૂપે અબીલ-ગુલાલ એકબીજા ઉપર ઉડાવવાની, રંગ છાંટવાની કે રંગની પિચકારી છોડવાની પ્રથા છે. પરંતુ જ્યારે તે અધમતામાં સરી પડે છે ત્યારે લોકો છાણ અને કાદવનો પણ આશ્રય લે છે. હોળીના દિવસોમાં કેટલાક વર્ગોમાં ખાનગીમાં માંહોમાંહે અશ્લીલ ગાળો બોલવાની, અશ્લીલ કહેવતો કહેવાની કે ગીતો ગાવાની પ્રથા છે. તેવાં ચિત્રો પણ દોરાય છે અને નનામા અશ્લીલ પત્રો પણ લખાય છે. મધ્યકાળમાં ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં હોળીના દિવસોમાં યુવાનોમાં અશ્લીલ ફાગ ગાવાની પ્રથા પ્રચલિત થઈ હતી, જે કેટલેક અંશે હાલ પણ પ્રચલિત છે. અમુક વિસ્તારમાં કે અમુક કોમના લોકોમાં તેનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે જ અશ્લીલ ગાળ માટે “ફાગ' અને સભ્ય સમાજમાં જાહેરમાં ન ગાઈ શકાય એવા અશ્લીલ ફાગ માટે “બેફામ' જેવા શબ્દો રૂઢ થઈ ગયા છે. યુવાનોને બહાવરા બનાવનાર અને એમના માનસને અસંસ્કારી અને વિકૃત કરનાર આવાં ફાગુઓ જ્યારે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ - સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ જોર પકડતાં જતાં હતાં ત્યારે કેવળ શિખામણથી સન્માર્ગે ન વળનાર યુવા પેઢીને વિકલ્પ સારાં સુગેય ફાગુઓ આપીને સન્માર્ગે વાળવાનું કાર્ય જૈન સાધુકવિઓએ કર્યું છે. ધર્મમાર્ગે વળેલા લોકો ચલિત ન થાય એ માટે અધ્યાત્મરૂપી હોળી-હોરી વધારે ચડિયાતી છે એ બતાવવા રૂપક શૈલીનાં ફાગુકાવ્યો પણ લખાયાં. વળી, જેમાં શૃંગારરસનું થોડુંક નિરૂપણ કરી અંતે સંયમનો મહિમા દર્શાવાય એવાં કથાનકો પસંદ થયાં. એમાં નેમિકુમાર અને રાજુલનું લોકપ્રિય પ્રેરક કથાનક સૌથી વધુ અનુકૂળ લાગ્યું. એથી એ વિશે સૌથી વધુ ફાગુકાવ્યો લખાયાં છે. તદુપરાંત સ્થૂલિભદ્ર અને કોશાનું કથાનક તથા જંબુસ્વામીનું કથાનક પણ લેવાયું છે. ફાગણ-ચૈત્રમાં તીર્થયાત્રા માટે નીકળતા સંઘોમાં પણ ધાર્મિક ફાગુ ગાવા-ખેલવાનું દાખલ કરાયું. પોતાના ગુરુભગવંતે સંયમની આરાધના કેવી સરસ કરી છે તથા કામવાસના પર એમણે કેવો સરસ વિજય મેળવ્યો છે એનો મહિમા બતાવવા માટે ગુરુભગવંત વિશે ફાગુકાવ્યો લખાયાં. બહાર ખાનગીમાં ગવાતાં હલકાં ફાગુઓ અને આ ફાગુઓ વચ્ચે કેટલો બધો તફાવત છે એ તેઓએ પોતાનાં ફાગુઓમાં બતાવ્યું અને સાચાં સારાં ફાગુકાવ્યોની ઉત્તમ ફલશ્રુતિ દાખવી છે. “વાસુપૂજ્ય મનોરમ કાગ'માં કવિ કલ્યાણે કહ્યું ફાગ ફાગ પણ સરિષા નહી, છાસિ ધોલી નઈ દૂધ ધોલું સહી, જેવડું અંતર મેરુ સિરશવઇ, તિમ જિનગુણ અવર કથા કવ્યાં. ફાગુકાવ્યની ફલશ્રુતિ બતાવતાં એનો આવો મહિમા ઘણા કવિઓએ ગાયો છે. એમાંથી થોડીક પંક્તિઓ જોઈએ : એ ફાગુ ઉછરંગ રમઈ જે માસ વસંતે, તિણિ મણિનાણ પહાણ કિત્તિ મહિયલ પસરતે. (કીર્તિરત્નસૂરિ ફાગ) Page #92 -------------------------------------------------------------------------- ________________ ફાગુનો કાવ્યપ્રકાર ૨૩ ફાગુ રે સુણતહ ગુણતહ, પાપુ પણાસઈ દૂરિ. (જયસિંહરિત દ્વિતીય નેમિનાથ ફા ગાઈ જે નવરંગ ફાગ એ, લાગએ નવિ પાપ લેવ. (જિનાં ગુરુ નવરંગ ફાગ) શ્રી લક્ષમીવલ્લભ કો રચ્યો હી, ઇહુ અધ્યાત્મ ફાગ; પાવતુ પદ જિનરાજ કો હો, ગાવત ઉત્તમ રાગ. (લક્ષ્મીવલ્લભકૃત “અધ્યાત્મ કાગ') આમ, મધ્યકાળમાં ગુજરાત અને રાજસ્થાનમાં પાંચ સૈકાથી પણ વધુ સમય સુધી પ્રચલિત રહેલા ફાગુના કાવ્યપ્રકારે કેટલીક ઉત્તમ કાવ્યકૃતિઓ દ્વારા સાહિત્યના ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે જનમનરંજનનું તેમજ સંસ્કાર-ઘડતરનું ઉત્તમ વિશિષ્ટ કાર્ય કર્યું છે, જે ઐતિહાસિક દષ્ટિએ પણ એટલું જ મહત્ત્વનું છે. આપણું ફાગુસાહિત્ય ગૂર્જર ભાષાના વિકાસની દષ્ટિએ -- શબ્દભંડોળ, શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો, કહેવતો, વ્યાકરણ-વિષયક લાક્ષણિકતાઓ, વિશિષ્ટ પદાવલિઓ વગેરેની દષ્ટિએ અધ્યયન માટે વિપુલ સામગ્રી પૂરી પાડે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ दुक्करं करेउं तारुण्णे समणत्तणं । --ભગવાન મહાવીર (યવનમાં સાધુપણાનું પાલન દુષ્કર છે.) છેલ્લા એક બે દાયકામાં જૈનોના જુદા જુદા સંપ્રદાયોમાં સાધુઓના શિથિલાચારની, દીક્ષાત્યાગની, આપઘાતની, નાણાંની ઉચાપતની બનતી ઘટનાઓએ સમાજને વારંવાર સંક્ષુબ્ધ કરી મૂક્યો છે. વર્તમાન સમયમાં પ્રચાર માધ્યમો વધ્યાં છે અને સનસનાટભરી ઘટનાઓ પ્રસિદ્ધ કરી યશ ખાટી જવાની તેઓની વૃત્તિ પણ વધતી જાય છે. એથી ક્યારેક ઘટના નાની હોય તો પણ તેને બહુ મોટું સ્વરૂપ આપવામાં આવે છે. ક્યારેક તો ઉતાવળે ખોટી કે અધૂરી માહિતી અપાઈ જાય છે. અલબત્ત, પ્રચાર માધ્યમોને ક્યારેય અટકાવી નહિ શકાય. જો • કે બીજી બાજુ ક્યારેક તો તેઓ એ દ્વારા સમાજને માહિતગાર અને જાગ્રત કરવાની ઈષ્ટ સમાજસેવા પણ બજાવે છે. પરંતુ જે સાવધ રહેવા જેવું છે તે તો સાધુ સમાજે જ છે. સાધુઓના શિથિલાચારની ઘટનાઓ આજકાલની નથી. વિશ્વામિત્રથી પણ વધુ પ્રાચીન કાળની છે. વસ્તુતઃ જેમ ખોટા દાકતરો હોય છે, લેભાગુ ઇજનેરો હોય છે, અપ્રામાણિક અધ્યાપકો હોય છે, લુચ્ચા વેપારીઓ હોય છે, ભ્રષ્ટ ન્યાયાધીશો હોય છે તેમ સમાજમાં વખતોવખત શિથિલાચારી સાધુઓના દાખલા પણ બનતા રહેવાના. એવી ઘટનાઓ દરેક ક્ષેત્રે કેવી રીતે ઓછી બને તે જ સમાજે વિચારવાનું રહે છે. જેમ સૌથી ઊંચી અને કઠિન પરીક્ષાઓમાં પાસ થનારની સંખ્યા અલ્પ હોય છે તેમ સાધુતાની પરીક્ષામાં સારી રીતે પસાર થનારાઓ અલ્પસંખ્ય જ રહેવાના. એમાં પણ દુનિયાના જુદા જુદા ધર્મોમાં ગૃહત્યાગી સાધુસંન્યાસીઓના જે નિશ્ચિત આચાર હોય છે તેમાં સૌથી વધુ કઠિન સાધ્વાચાર જૈન ધર્મમાં ગણાયો છે. અહિંસા, સત્ય, અસ્તેય, Page #94 -------------------------------------------------------------------------- ________________ दुक्करं करेउं तारुण्णे समणत्तणं । ૮૫ બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતનું મન, વચન અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રિવધે ત્રિવિધ અર્થાત્ નવ કોટિએ નિરતિચાર પાલન કરવું ઘણું જ દુષ્કર છે. આ પાલન પણ કિશોરાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં જેટલું દુષ્કર નથી તેટલું દુષ્કર યૌવનાવસ્થામાં છે. એટલે જ ભગવાન મહાવીર સ્વામીએ ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : जहा अग्गिसिहा दित्ता, पाई होइ सुदुक्करा । तहा दुक्कर करेउं जे तारुण्णे समणत्तणं ॥ (જમ અગ્નિની શિખાનું પાન કરવું દુષ્કર છે તેમ તરુણ વયમાં સાધુપણાનું પાલન કરવું દુષ્કર છે.) ઘરબાર છોડી, માતાપિતા અને સગાંસંબંધીઓને છોડી દીક્ષા લેવાનું ઘણું અઘરું છે, પરંતુ દીક્ષા લીધા પછી તેને સાદંત નિભાવવાનું એથી પણ ઘણું બધું અઘરું છે અને નિભાવવા કરતાં એને સાચી રીતે શોભાવવાનું તો દુષ્કરમાં દુષ્કર છે. સમાજની કુલ વસતિમાંથી દીક્ષિત થનારની સંખ્યા અડધા ટકાથી પણ ઓછી હોય છે અને દીક્ષિત થયેલાઓમાંથી સંયમધર્મનું સાચી રીતે પાલન કરનારાઓની સંખ્યા તો એથી પણ ઘણી ઓછી રહે છે. દીક્ષા લીધા પછી કલંકરહિત, પરંતુ ગતાનુગતિકતાપૂર્વક યંત્રવત્ દીક્ષાનો ભાર વહન કરીને જીવન જેમ તેમ પૂરું કરનારાઓની સંખ્યા પણ ઓછી નથી હોતી. આમ બનવું અસ્વાભાવિક નથી, કારણ કે આ માર્ગ જ એવો કઠિન છે. એટલે જ ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયનસૂત્રના ઓગણીસમા અધ્યયનમાં કહ્યું છે : वालुयाकवले चेव निरस्साए उ संजमे । असिधारागमणं चेव दुक्करं चरिउं तवो ॥ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ (સંયમનું પાલન રેતીના કોળિયા જેવું નીરસ છે. તેવી જ રીતે તપશ્ચર્યાનો માર્ગ પણ તલવારની ધાર ઉપર ચાલવા જેટલો દુષ્કર છે) अहिवेगंतदीट्ठीए चरिते पुत्त दुक्करे । जवा लोहमया चेव चायेयव्वा सुदुक्करं ॥ (જમ લોઢાના જવ ચાવવા દુષ્કર છે તેમ સર્પની જેમ એકાન્તદષ્ટિથીએકાગ્રતાથી ચારિત્રનું પાલન કરવું દુષ્કર છે.) जहा भुयाहिं तरिउं दुक्करं रयणायरो । तहा अणुवसन्तेणं दुक्करं दमसागरो ॥ (જેમ ભુજાઓથી સમુદ્ર તરી જવો દુષ્કર છે તેમ ઉપશાન્ત નહિ થયેલા જીવ માટે સંયમરૂપી સાગર તરી જવો દુષ્કર છે.) ઠેઠ પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી દુનિયાના દરેક ધર્મમાં એવા માણસો જોવા મળે છે કે જેઓ ઘરબાર છોડી સાધુ-સંન્યાસી થઈ ગયા હોય. કેટલાક માણસો પ્રકૃતિથી ભોગપભોગથી વિમુખ હોય છે. પરંતુ જેટલા સાધુ-સંન્યાસી, ભિખુ, પાદરી, ફકીર ઇત્યાદિ થયા હોય તે બધા જ ત્યાગ-વૈરાગ્યની સાચી ભાવનાથી પ્રેરાઈને સંયમના માર્ગ સાચી રીતે પ્રવર્યા હોય એવું નથી. કેટલાયે અજ્ઞાનથી, લાચારીથી, દુઃખથી મુક્ત થવા, તેવો માર્ગ સ્વીકાર્યો હોય છે. કેટલાકને ભોળવીને લઇ જવામાં આવ્યા હોય છે. કેટલાકે પોતે આજીવિકા મેળવવાને અસમર્થ હોવાથી કે મંદબુદ્ધિવાળા હોવાથી, કે કોઈ શારીરિક ખોડ હોવાથી કે પોતે તરંગી વિચિત્ર સ્વભાવના હોવાથી આવો માર્ગ ગ્રહણ કરેલો હોય છે. વેશથી તેઓ સાધુ હોય છે, પણ તેમના હૃદયને વૈરાગ્યનો અને સંયમનો પાકો રંગ લાગ્યો નથી હોતો. તેઓ માત્ર દ્રવ્યલિંગી જ હોય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૭ दुक्करं करेउं तारुण्णे समणत्तणं । કેટલાક સાધુઓમાં તત્કાલ પૂરતો દુ:ખગર્ભિત વૈરાગ્યનો ઉદ્રક હોય છે, પરંતુ તે શમી જતાં અને ભોગોપભોગની સામગ્રી સુલભ બનતાં ફરી તેમનામાં સાંસારિક ભાવો જાગ્રત થાય છે. યૌવનાવસ્થામાં એ વિશેષ પ્રબળ બને છે. વિવિધ ઇન્દ્રિયોની અતૃપ્તિ એમને સતાવે છે અને માનસિક પરિતાપ કરાવે છે. બધા સાધુ એક જ સરખી કોટિના ન હોઈ શકે. કોઈકની એક પ્રકારની શક્તિ હોય તો કોઈકની અન્ય પ્રકારની. તેવી રીતે કેટલાક સાધુઓમાં જોવા મળતી શિથિલતાઓ પણ એક સરખી ન હોતાં જુદા જુદા પ્રકારની હોય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ તથા અશુભ યોગ મોટા સાધુઓને પણ પતનના માર્ગે લઈ જાય છે. વિષય અને કષાય એ સાધુજીવનના મોટા શત્રુઓ છે. શિથિલતાની દષ્ટિએ એવા પાંચ પ્રકારના સાધુ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે કે જે અવંદનીય ગણાય છે : (૧) પાર્થ (પાસત્થા), (૨) અવસત્ર (ઓસન્નો), (૩) કુશીલ, (૪) સંસક્ત અને (૫) યથાછંદ (જહાછંદો). આ પાંચ પ્રકારના દરેકના પેટ પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે. ગુરુવંદન ભાષ્ય'માં કહ્યું છે : पासत्थो ओसन्नो कुसील संसत्तओ जहाछंदो । યુ-યુ-તિ--છે-વિ અવંMિા નિણવયંમ || (પાર્શ્વસ્થ, અવસત્ર, કુશીલ, સંસક્ત અને યથાછંદ-આ પાંચેના અનુક્રમે બે, બે, ત્રણ, અને અનેક-એવા પેટા પ્રકાર છે. આ પાંચેયને જૈન દર્શનમાં અવંદનીય કહ્યા છે.) પાસત્થા (પાર્શ્વસ્થ) એટલે બાજુમાં રહેલા. જેઓ આત્મામાં નહિ પણ બહાર કે બાજુમાં રહે છે, જેઓ ધર્મમાં નહિ પણ ધર્મની બહાર રહે છે, જેઓ જ્ઞાન, દર્શન અને અને ચરિત્રરૂપી રત્નત્રયીમાં નહિ, પણ એની બહાર રહે છે તે પાર્થસ્થ. પાર્થસ્થના બે પ્રકાર છે સર્વ પાર્શ્વસ્થ અને દેશ પાર્શ્વસ્થ. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ અવસત્ર એટલે જે સાધુઓ પોતાના આચારના પાલનમાં શિથિલ, પ્રમાદી કે અનુત્સાહી હોય છે. એમના બે પ્રકાર છે-સર્વ અવસત્ર અને દેશ અવસત્ર. કુશીલ એટલે ખરાબ આચરણવાળા. જેઓ જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચારના પાલનમાં ઘણા દોષવાળા હોય છે. કેટલાક સાધુઓમાં કેટલાક સારા ગુણ હોય અને કેટલાક દોષો હોય તો તેને “સંસક્ત' કહેવામાં આવે છે. યથાછંદ એટલે પોતાની મરજી મુજબ વર્તનારા, ગુરુની આજ્ઞામાં ન રહેનારા, ઉસૂત્ર પરૂપણા કરનારા, એશઆરામનું જીવન જીવવાવાળા શિથિલાચારી સાધુઓ. તેઓ અનેક પ્રકારના હોય છે. આ પાંચ પ્રકારના સાધુઓને જૈન ધર્મમાં અવંદનીય કહ્યા છે. સાધુઓમાં શિથિલતા આવવાના અઢાર સ્થાન દસવૈકાલિકસૂત્રમાં બતાવ્યાં છે. એમાં પાંચ મહાવ્રતનું પાલન મુખ્ય છે અને એમાં પણ કઠિન વ્રત બ્રહ્મચર્યનું છે. સાધુ-સાધ્વીઓ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાને અસમર્થ બને છે ત્યારે તેમનામાં આચારની શિથિલતા અને વિવિધ પ્રકારના દોષો ઉદ્ભવવા લાગે છે. બ્રહ્મચર્ય વ્રત એટલું દુષ્કર છે કે તેના યોગ્ય અને યથાર્થ પાલન માટે શીલની નવ વાડ બતાવવામાં આવે છે. એ વાડ સાચવવાથી વિકાર કે પતનનાં દ્વાર બંધ રહે છે. જેઓ આ વાડની બાબતમાં પ્રમાદ સેવે છે તેઓનું ક્યારે પતન થઈ જાય છે તે કહેવાતું નથી. હિંદુ, બૌદ્ધ, ઈસ્લામ કે યહૂદી વગેરે ધર્મોમાં પણ વિજાતીય સાથે દેહસંબંધ ન થયો હોય તો પણ સજાતીય સંબંધો કે સ્વયંઅલનાના પ્રસંગો પ્રાચીન કાળથી બનતા આવ્યા છે. અલબત્ત, આવો વર્ગ બહુ નાનો હોય છે, પણ નથી હોતો એમ નથી. વર્તમાનકાળમાં દરેક ધર્મના સાધુ-સાધ્વીઓને જ્યાં એકાંતમાં રહેવાની અને વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરવાની સગવડતા વધતી જાય છે ત્યાં શિથિલાચારનો અવકાશ વધવા લાગે ધો છે. જે ધર્મમાં સાધુ Page #98 -------------------------------------------------------------------------- ________________ दुक्करं करेउं तारुण्णे समणत्तणं । ૮૯ સાધ્વીજીઓને ફોટા, ટી.વી. કે ફિલ્મ જોવાનો પ્રતિબંધ હોતો નથી તેવાં સાધુ-સાધ્વીઓ એકાંતમાં અશ્લીલ દશ્યો પણ નિહાળી શકે છે. અન્ય ધર્મના સાધુ-સાધ્વીઓમાં પણ આ દુરાચાર વધવા લાગ્યો છે. દુનિયામાં અશ્લીલ ફોટાઓ, ચલચિત્રો વગેર પ્રકારની સામગ્રી પ્રતિદિન વધતી ચાલી છે અને ટી.વી. કે કોમ્પ્યુટર ઉપર પોતાના ઘરમાં સુલભ થવા લાગી છે. વિદેશોમાં કોમ્પ્યુટર ચલાવતાં કુમળી વયનાં બાળકો અજાણતાં આવાં દશ્યો ન નિહાળી લે એ માટે માબાપ બહુ સર્ચિંત રહે છે. સાધુપણામાં યૌવન વયનું એક મોટામાં મોટુ જોખમ તે કામવાસનાનું છે. દરેક મનુષ્યમાં (અને પશુઓમાં પણ) કાળક્રમે કામવાસનાનો ઉદય થાય છે. કિશોરાવસ્થા વટાવતાં શરીરમાં જે પ્રકારના ફેરફારો થવા લાગે છે તેથી માણસ કૌતુકવશ બને છે અને કુદરતી આવેગો આવતાં તે સંતોષવાના ઉપાયો શોધે છે. છેલ્લા થોડા વખતથી અમેરિકામાં ખ્રિસ્તી પાદરીઓ સામેના તહોમતનામાના દાખલાઓ વધતા જાય છે. અમેરિકા જેવા વિશાળ દેશમાં પાંચ હજારથી વધુ દેવળો છે અને તેમાં એથી પણ વધુ સંખ્યામાં પાદરીઓ ફરજ બજાવે છે. ખ્રિસ્તી ધર્મમાં પણ સામાન્ય રીતે રોમન કેથોલિક સંપ્રદાયમાં ‘ફાધર'ની દીક્ષા બાળ બ્રહ્મચારીને જ અપાય છે. ક્યારેય પરિણીત ન હોય એવી વ્યક્તિઓ પાદરી બની હોય તો તેમાંથી કોઇકની અતૃપ્ત સુષુપ્ત કામવાસના જાગ્રત ન થાય એવું નથી. એવી વાસના જાગ્રત થાય અને તે અદમ્ય બની જાય ત્યારે તેવી વ્યક્તિ પોતાની વાસના સંતોષવા વિવિધ ઉપાયો અજમાવે છે. દેવળમાં શીખવા આવતા કે ધર્મક્રિયા કરવા આવતા કુમળી વયના દસબાર કે વધારે ઓછા વર્ષના છોકરાઓ સાથે સજાતીય વ્યવહાર આવા પાદરીઓથી થઇ જાય છે. પછી ટેવ પડે છે અને પકડાય છે ત્યારે Page #99 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ ૯૦ તેમની સામે ખટલો ચાલે છે અને તેમને સજા થાય છે. છેલ્લા દાયકામાં એવા કેટલાક પાદરીઓ જેલજીવન ભોગવે છે. આપણે ત્યાં જૈન અને અન્ય ધર્મમાં તથા દુનિયાના બીજા દેશોમાં અને બીજા ધર્મોમાં પણ ઘણા આવા દાખલા બને છે. પણ ત્યાં કાયદો અને લોકમત એટલા પ્રબળ નથી. પરિણામે ગુપ્ત રીતે કામભોગ ભોગવતા સાધુઓ ઉપર કોર્ટમાં કેસ ચલાવવા અને સાક્ષી થવા બહુ ઓછા તૈયાર હોય છે. યૌવનાવસ્થા એ સાધુતાની કસોટી કરનારો કપરામાં કપરો કાળ ગણાય છે. ગૃહસ્થોનાં વૈભવી જીવન જોઇને તેવું જીવન જીવવાની ઇચ્છા થવી, કામવાસના જાગૃત થવી અને તેના આવેગોને શાંત કરવા અસમર્થ થવું, પ્રસિદ્ધ પુરુષ થવાના કોડ જાગવા અને લોકેષણાથી પરાજિત થવું એ યૌવનવયમાં સાધુઓ સામે મોટું ફાડીને બેઠેલા મોટા દુષ્ટ અસુરો છે. એમના ઉપર વિજય મેળવવા માટે અપૂર્વ પરાક્રમની અપેક્ષા રહે છે. યુવાન વયે મહાન તેજસ્વી સાધુઓએ સંયમની અને અધ્યાત્મની ઉત્તમ આરાધના કરી હોય એવા અનેક દૃષ્ટાન્તો જૈન શ્રમણ પરંપરામાં જોવા મળશે. જંબૂસ્વામી, સ્થૂલિભદ્ર, વજ્રસ્વામી, હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી વગેરે બેચાર નહિ, પણ અનેક નામો ગણાવી શકાય. અન્ય ધર્મોમાં પણ એવાં અનેક ઉદાહરણ વિશે જાણવા મળે છે. કેટલાયે મહાત્માઓ થઇ ગયા છે કે જેમનાં નામની આપણને જાણ નથી. કેટલાયે મહાત્માઓ પોતાની આરાધનાની અને આધ્યાત્મિક ઉચ્ચતાની વાત કોઇને જણાવા દેતા નથી કે જાતે પ્રસિદ્ધિમાં આવવા ઇચ્છતા નથી. એટલે સંયમની આરાધનાનો માર્ગ દુષ્કર છે, પણ અશક્ય નથી. મનુષ્યના ભોગોપભોગની અન્ય ઘણીખરી પ્રવૃત્તિઓ પ્રગટ હોય છે, પરંતુ કામભોગની પ્રવૃત્તિ ગુપ્ત હોય છે એટલે તે જલદી નજરમાં આવતી નથી, પણ એની વ્યાપકતા સમગ્ર સૃષ્ટિમાં પ્રસરેલી રહે છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૧ दुक्करं करेउं तारुण्णे समणत्तणं । બ્રહ્મચર્ય વ્રતને અસિધારા વ્રત તરીકે ઓળખાવવામાં આવે છે. ખાંડાની ધાર પર ચાલવાનું કદાચ એટલું કઠિન નથી જેટલું કઠિન બ્રહ્મચર્યવ્રતનું પાલન છે. ઇન્દ્રિયોનાં બીજાં ક્ષેત્રો કરતાં કામવાસનાનું ક્ષેત્ર અત્યંત બળવાન છે. એના ઉપર વિજય મેળવવાનું ઘણું જ અઘરું છે, કારણ કે કામવાસનાને સ્પર્શેન્દ્રિય સાથે સંબંધ છે અને સ્પર્શેન્દ્રિયના સંસ્કાર જીવમાં અનાદિકાળથી છે. એકેન્દ્રિય જીવોમાં અન્ય કોઈ ઇન્દ્રિયો નથી હોતી, પણ સ્પર્શેન્દ્રિય તો હોય જ છે. આ અનાદિના સંસ્કારમાંથી નિવૃત્ત થવા માટે ઘણા મોટા પુરુષાર્થની અપેક્ષા રહે છે. આહારને કામવાસના સાથે અવશ્ય સંબંધ છે. બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા સાધુ કે ગૃહસ્થો જો સ્નિગ્ધ, પૌષ્ટિક આહાર પૂરતા પ્રમાણમાં લેવા લાગે તો એમનામાં વાસનાઓ જાગ્યા વગર રહે નહિ. વચનથી કે કાયાથી કદાચ તે ચલિત ન થાય તો પણ પોતાને ખબર પણ ન પડે એ રીતે વિકારો એમના ચિત્તમાં દાખલ થઈ જાય છે. એવા વિકારી વિચારો હજારો પ્રકારના હોય છે. જૈન ધર્મમાં દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને સાકર એ દ્રવ્યોને વિગઈ' તરીકે ઓળખાવવામાં આવે છે. “વિગઈ' શબ્દ વિકૃતિ પરથી આવેલો છે. આ પદાર્થોમાં શરીરમાં વિકૃતિ જન્માવવાની શક્તિ રહેલી છે. એટલે એનો ઉપયોગ અત્યંત મર્યાદિત પ્રમાણમાં જ કરવાનો હોય છે. એની અતિ માત્રા વિકાર જન્માવ્યા વગર રહેતી નથી, કારણ કે એથી સપ્ત ધાતુના રૂપાંતરમાં ફરક પડે છે. અને એવો ફરક . શરીર ઉપર અથવા છેવટે ચિત્તની વિચારધારા ઉપર પ્રબળ અવળી અસર કરી જાય છે. જેઓ પોતાની વિચારધારાનું દિનરાત સતત અવલોકન કરતા રહે છે તેઓને આ વાત તરત સમજાય એવી છે. આથી જ કેટલાયે જૈન સાધુઓ વિગઈનો ઉપયોગ કરતા નથી અને કેટલાક તો જીવન પર્યંતનાં પચ્ચખાણ લે છે. વિગઈનો ઓછો ઉપયોગ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ થાય તો શરીર કુદરતી રીતે જ કૃશ રહે. સાધુ કૃશકાય હોય તો જ શોભે. સાધુ હોવું અને અલમસ્ત તગડા રહેવું એ બંને સાથે હોઇ ન શકે. (સિવાય કે જન્મજાત કોઇ ખોડ હોય). ‘તમારી તબિયત બહુ ફાંકડી થતી જાય છે’ એવું વચન સાધુ માટે શોભે નહિ. જે સંન્યાસીઓ રાત પડ્યા પછી મિષ્ટાન્ન સહિત ભારે ભોજન પેટ ભરીને કરે છે તેઓને નિદ્રાવસ્થામાં વિકાર અને સ્ખલનાના પ્રસંગો પ્રાપ્ત થાય છે. વારંવાર બનતા એવા આકસ્મિક પ્રસંગો ચિત્તને અવળી દિશામાં ધકેલે છે અને પછી પોતે પણ એમાં રાચવા લાગે છે. સંયમના પાલનને માટે સૂર્યાસ્ત પહેલાં અસ્નિગ્ધ, અમિષ્ટ આહાર અને તે પણ મિત પ્રમાણમાં હિતાવહ મનાયો છે. જૈન ધર્મમાં ઊઠવા બેસવાની કે સૂવાની ક્રિયાઓ વિશે પણ બહુ સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવ્યો છે. સાધુઓની બેસવાની મુદ્રા પણ સંયમિત હોવી જોઇએ. જૈન ધર્મમાં સાધુઓ અને ગૃહસ્થો માટે પંચાંગ પ્રણિપાત સ્વીકારાયો છે. દંડવત્ પ્રણામનો નિષેધ છે, કારણ કે પોતે કરેલા દંડવત્ પ્રણામ કે અન્ય સ્ત્રી કે પુરુષે કરેલા દંડવત્ પ્રણામનું અભદ્ર દર્શન ઉત્તેજનાનું નિમિત્ત બની શકે છે. જેઓ વિજાતીય વ્યક્તિનું મુખદર્શન પણ કરવા ઇચ્છતા નથી તેઓ દંડવત્ પ્રણામ ન કરે એ જ ઉચિત છે, કારણ કે એમાં પતનનાં સૂક્ષ્મ ભયસ્થાનો છે. સાધુઓએ પગ સંકોડીને પડખે જ સૂઇ જવું જોઇએ જેથી કુદરતી રીતે શારીરિક સંયમ જળવાય અને એથી મન પણ નિર્મળ રહે. દિગંબર મુનિઓ તો એક જ પડખે નિદ્રા કરી લેતા હોય છે. પડખું બદલવાનું થયું કે તરત બેઠા થઇ ધ્યાનમાં બેસી જવાનું હોય છે. વ્રતપાલનમાં શરીરની ક્રિયાઓ અને અવસ્થાઓનો પૂર્વાચાર્યોએ અભ્યાસ કરીને સંયમની દષ્ટિએ યોગ્ય નિયમો બતાવ્યા છે. દરેક ધર્મમાં તેજસ્વી સાધુઓ પ્રત્યે મહિલા વર્ગનું આકર્ષણ પરાપૂર્વથી ચાલતું આવ્યું છે. પરંતુ જેઓ પોતાની સાધનામાં સ્થિર Page #102 -------------------------------------------------------------------------- ________________ दुक्करं करेउं तारुण्णे समणत्तणं । ૯૩ છે તેઓ એ વિશે ઉદાસીન રહે છે. કેટલાક મહાત્માઓ યુવતીજનવલ્લભ બને છે. રૂપાળી લલનાઓથી તેઓ વિંટળાયેલા રહે છે. ભક્ત મહિલાઓ તેમનો ચરણસ્પર્શ કરવા ઝંખે છે. ભોળી અને વેવલી ભક્તાણીઓ ગુરુમુખે પોતાનાં જરાક વખાણ થતાં રાજી રાજી થઈ જાય છે અને તેમને રાજી કરવા ગમે તે હદ સુધી જવા તૈયાર થઈ જાય છે. એમાં તેઓ પોતાને પરમ ભાગ્યશાળી, પરમ ધન્ય માનવા લાગે છે. તેઓ એમના નામની માળા ફેરવવા લાગે છે. કંઈક કાકતાલીય ન્યાયથી બનતી કે ઉપજાવી કાઢેલી ચમત્કારિક ઘટનાઓને તેઓ ગુરુએ કરેલા ચમત્કાર રૂપે માનવા લાગે છે. પરંતુ આવી ઘટનાઓ ગુરુ માટે લપસણી ભૂમિકા તૈયાર કરે છે અને પોતાને અત્યંત સાવધ માનવા છતાં એવા ગુરુઓ ક્યારે લપસી પડે છે તે અગાઉથી પોતે કળી શકતા નથી. પતન પણ જ્યાં સુધી ગુપ્ત હોય ત્યાં સુધી રોચક બને છે. સારી વસ્તૃત્વશક્તિ એ સાધુના જેમ ગુણપક્ષે છે તેમ એમને માટે ભયસ્થાન પણ છે. એથી સાવધ રહેવાનું છે. સારી વસ્તૃત્વશક્તિથી ઘણો પ્રભાવ પડે છે. અનેકના જીવનને માટે તે પ્રેરણારૂપ બને છે. પરંતુ સારી વસ્તૂત્વશક્તિ મોટા ટોળાને ખેંચી લાવે છે. એમાં દુષ્ટ માણસો પણ ખેંચાઈને આવે છે. સારી વાકછટા ક્યારેક સાધુવકતાના મનમાં સૂક્ષ્મ માન કષાય જન્માવે છે. એ વખત જતાં મદિરાનું કામ કરે છે. તે વખતે કોઈનાં, પોતાના ગુરુનાં સુદ્ધાં, હિતવચન ગમતાં નથી. શ્રોતાભક્તો પાસે ધાર્યું કરાવવાની શક્તિ ખીલતાં આત્મવિશ્વાસ વિશ્વાસ વધે છે, સ્વતંત્ર થવાના વિચારો ચાલે છે, એમ થાય તો નિવહની જવાબદારી ઉઠાવી લેનારા ભક્તો મળી જ આવે છે અને એમ થતાં એક દિવસ સંયમત્યાગનો નિર્ણય લેવાય છે. સાધુ તરીકે પોતે જે જે લોકહિતનું કાર્ય કરે છે તે ગૃહસ્થ તરીકે વધારે સારી રીતે કરી શકશે એવો ભ્રમ પછી સેવાય છે. સૂમ આધ્યાત્મિક સ્વહિતના ભોગે લોકહિતની ભ્રામક પ્રવૃત્તિ થઈ રહી છે એવું ભાન મોહનીય Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ કર્મ પોતાને થવા દેતું નથી અને એક ઉત્તમ જીવ પોતાનું સંસારપરિભ્રમણ વધારી દે છે. એમ થવાનું હતું માટે થયું એવી માન્યતાનું પછી સમર્થન કર્યા વગર છૂટકો નથી રહેતો. સારી વક્નત્વશક્તિને લીધે મળતી મોટાઇ ક્યારેક યુવાન મુનિને આત્મવંચના તરફ ધકેલે છે. બહારથી ઘર્મની વાત ચાલે, પણ અંતરમાં માયાચાર વધવા લાગે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ લખ્યું છે : માચે મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા; શુદ્ધ પરૂપક ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહિટમાલા. નિજ ગણ સંચે, મન નવિ પંચે, ગ્રંથ ભણી જન વંચે; ઉંચે કેશ, ન મુંચે માયા, તો વ્રત ન રહે પંચે. યુવાન શિષ્યોને સંયમના માર્ગે કેળવવાની જવાબદારી ગુરુભગવંતની ઘણી મોટી રહે છે. ગુરુ-પારતંત્ર્ય ઉપર જૈન ધર્મમાં ઘણો ભાર મૂકાયો છે. એક આચાર્ય ભગવંતે કહ્યું હતું કે ડૉક્ટર કે એન્જિનિયરિંગની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી અને ડિગ્રી મળી એટલે તે સારામાં સારા દાક્તર કે એન્જિનિયર થઈ જ જાય એવું નથી. એ માટે ક્ષેત્રના વડીલ અનુભવીની સાથે કામ કરવાથી સારું માર્ગદર્શન અને સારો અનુભવ મેળવીને સારા દાક્તર કે ઈજનેર થઈ શકાય છે. તેવી રીતે ચેલાને દીક્ષા આપવાથી તે ઉત્તમ સાધુ થઈ જશે એવા ભ્રમમાં ગુરુએ ન રહેવું જોઇએ પણ પોતાની પાસે રાખીને સંયમના સુંદર પાઠ એને ભણાવવા જોઈએ. નાની ઉંમરનાં છોકરાઓ કે છોકરીઓ માબાપને મૂકીને આવ્યાં હોય તો તેને સતત પાસે રાખીને એટલું વાત્સલ્ય આપવું જોઈએ કે માબાપની યાદ તેઓને ન આવે કે ઘરે જવાનું નામ પણ લે. તેવી જ રીતે ચેલાઓને એવી તાલીમ આપવી જોઇએ કે જેથી ભૌતિક વૈભવમાં જેટલું સુખ છે તેના કરતાં ત્યાગમાં ઘણું ચડિયાતું Page #104 -------------------------------------------------------------------------- ________________ दुक्करं करे तारुण्णे समणत्तणं । સુખ છે એવી સાચી શ્રદ્ધા એનાં જન્મ અને ભૌતિક વૈભવ માટે ચિત્તમાં જરા સરખી પણ આસક્તિ ન રહે. તેવી જ રીતે બ્રહ્મચર્યના પાલન માટેનો એનો રસ એવો સરસ કેળવવો જોઈએ કે કામભોગ એને સાવ તુચ્છ, નીરસ, ધૃણાસ્પદ અને હાનિકારક તથા સંસારનું પરિભ્રમણ વધારનાર લાગે. પરંતુ આ બધું બેચાર દિવસ કે બેચાર મહિનામાં થતું નથી. શિષ્યને ચારપાંચ વર્ષ સતત પાસે રાખી, વાત્સલ્યપૂર્વક એની દેખરેખ રાખવાથી થાય છે. શિષ્યને ક્ષતિઓ માટે વારંવાર કડક શિક્ષા કરવાથી પરિણામ એટલું સારું નથી આવતું જેટલું વાત્સલ્યભાવથી પ્રસન્નતાપૂર્વક વશ રાખ્યાથી આવે છે. પરંતુ એમ કરવા માટે ગુરુ ભગવંતે પોતે પણ એટલી જ ઉચ્ચ પાત્રતા કેળવવાની રહે છે અને એટલો સમય આપવાનો રહે છે. જે ગુરુ ભગવંતમાં પોતાનામાં જ શિથિલતા હોય તે ચેલાને બહુ રોકી ન શકે. ગુરુ મહારાજને પોતાને જ ભોજનની વાનગીઓમાં રસ પડતો હોય ને તેવી વહોરી લાવવા માટે સૂચના અપાતી હોય, પોતાની યોજના માટે શ્રીમંતોએ લખાવેલી રકમોના અને યોજનામાં થતા ખર્ચના હિસાબો રાત દિવસ ચાલ્યા કરતા હોય, અન્ય સમુદાયના સાધુઓની નિંદા ચાલતી હોય, શ્રીમંત ગૃહસ્થો કે રાજદ્વારી પુરુષોની ખુશામત થયા કરતી હોય, વિજાતીય વર્ગની ઉપસ્થિતિ ગમતી હોય અથવા અન્ય કોઈ પણ પ્રકારની સ્વભાવગત નિર્બળતા હોય તો રાતદિવસ સાથે રહેનાર ચેલાઓથી એ વાત અજાણ રહેતી નથી. ક્યારેક તો આવી ગુપ્ત વાતના સાક્ષી ચેલાઓ પોતાનું કાર્ય કરાવવા માટે ગુરુને “બ્લેક મેઇલ' પણ કર્યા કરતા હોય છે. માટે જ દીક્ષા આપવી જેટલી સહેલી છે એથી વધુ કઠિન ગુરુ તરીકેની પોતાની પાત્રતા કેળવવાની છે. જે ગુરુ ભગવંતો પોતે લૌકિક પ્રસિદ્ધિની ઘણી બધી પ્રવૃત્તિઓમાં પડી જાય છે અને અનેક ચાહકોથી વીંટળાયેલા રહે છે તેઓ પોતાના ચેલાઓનું બરાબર ધ્યાન રાખી શકતા નથી. એ માટે સમય રહેતો Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૬. સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ નથી. વખત જતાં એક બે ચેલાઓ માંહોમાંહે મળી જાય છે અને શિથિલાચારના વિચારો પોષાવા લાગે છે અને એમાંથી અનર્થ ઉદ્દભવે છે. જે મહાત્માઓ ચેલા વધારવાની ધૂનમાં યોગ્યાયોગ્યતા કે પૂરી પાત્રતા જોયા વગર જેને તેને નાની વયમાં મુંડી નાંખે છે તેવા ચેલાઓ જ્યારે તારુણ્યમાં આવે છે ત્યારે પોતાના દેહમાં ઉત્પન્ન થતી વિકૃતિઓને વશ થઈ જાય છે અને અંગત રીતે શિથિલાચરી બની જાય છે. અસંયમની ગુપ્ત તક શોધવા માટે તેઓ ફાંફા માટે છે. જ્યારે તેઓનો લાભાવ નીકળી જાય છે, પ્રતિષ્ઠાહાનિનો ભય ચાલ્યો જાય છે, અપકીર્તિની પરવા રહેતી નથી ત્યારે તેઓ દીક્ષા છોડી દે છે. એમાં પણ ચતુર દીક્ષિતો પૂરો આર્થિક પ્રબંધ કરીને તથા ગૃહસ્થ જીવન માટે સાથી પાત્ર બનવા તત્પર વ્યક્તિ સાથે પાકું કરીને, જરૂર પડ્યે ક્ષેત્રાંતર કરીને દીક્ષા છોડી દે છે. મોહાંધ ગુરુઓની ત્યારે આંખ ખૂલે છે. યુવાન સાધુઓને સંયમમાં સ્થિર રાખવાના જે વિવિધ ઉપાયો છે તેમાંના મુખ્ય બે છે : (૧) તપથી કૃશ શરીર અને ઉચિત આહાર તથા (૨) સતત સ્વાધ્યાય અને શ્રુતજ્ઞાનનો ઉછળતો રસ. સાચા આરાધક ગુરુ મહારાજ યુવાન ચેલાઓના આહાર પર ચાંપતી નજક રાખતા હોય છે. તેમનામાં રસગારવ ન આવી જાય તે માટે ચીવટ રાખે છે. જે ગુરુ મહારાજ સવારના પહોરમાં છાપું વાંચવા બેસી જતા હોય છે તેઓ પછી ચેલાઓને છાપું વાંચતા અટકાવી શકતા નથી. છાપાંઓમાં વિવિધ મસાલેદાર માહિતી સછવિ આવતી હોય છે. એક વખત છાપાંઓ, ચોપાનિયાંઓ વાંચવાનો અને ખૂન, અપહરણ, વ્યભિચાર, બળાત્કાર વગેરેના વૃત્તાંતો જાણવાનો ચટકો લાગે છે, પછી શ્રુતજ્ઞાનમાં એટલો રસ નથી પડતો. આપણું શ્રુતજ્ઞાન સાગર જેવું અગાધ છે. એ એટલું વિપુલ છે કે માણસ એક જિંદગીમાં For Private & F Page #106 -------------------------------------------------------------------------- ________________ दुक्करं करेउं तारुण्णे समणत्तणं । ૯૭ પૂરું ન કરી શકે. એમાં પણ પસંદગી કરવી પડે. પણ એક વખત જો એમાં ઉત્કટ રસ પડવા લાગ્યો, અને મોક્ષાભિલાષા દૃઢ બનતી ગઈ તો પછી સંસારનાં ભૌતિક સુખો સાવ તુચ્છ, ક્ષણિક અને ભારે કર્મબંધ કરાવનારાં લાગશે. એટલે જે ગુરુમહારાજો પોતાના યુવાન ચેલાઓના વિષયમાં સતત સચિંત રહેતા હોય છે તેઓ તેમને ક્ષતગંગામાં સતત સ્નાન કરાવતા હોય છે. સાધુપણામાં, સંયમમાં સ્થિર રહેવાના વિવિધ ઉપાયો શાસ્ત્રકારોએ દર્શાવ્યા છે. ઉત્તરાધ્યયનસૂત્ર'ના આ ઓગણીસમાં અધ્યયનનું જ ફક્ત જો ભાવપૂર્વક વારંવાર પરિશીલન થયા કરે તો પણ સાધુ ભગવંતો પોતાના સંયમમાં-ચારિત્રની આરાધનામાં હોંશપૂર્વક સ્થિર અને દૃઢ રહી શકે. જે યુવાન સાધુઓને પોતાનું ઘર યાદ આવતું હોય તેઓએ બનારસીદાસની નીચેની પંક્તિઓનુ સ્મરણ કરવા જેવું છે : ધીરજ-તાત, ક્ષમા–જનની, પરમારથ-મિત, મહારુચિ-માસી; જ્ઞાન-સુપુત્ર, સુતા-કરુણા, મતિ-પુત્રવધૂ, સમતા-પ્રતિભાસી; ઉઘમ-દાસ, વિવેકસહોદર, બુદ્ધિ-કલત્ર, શુભોદય-દાસી; ભાવ-કુટુંબ સદા જિનકે ઢિગ, યોં મુનિ કો કહિયે ગૃહવાસી. આમ તારુણ્યમાં શ્રામણ્ય દુષ્કર છે, પણ જેઓ એને સુકર બનાવી શકે છે તેઓના આનંદની તોલે જગતમાં બીજો આનંદ નથી. કહેવાય છે : સાધુમારગ સાંકડા, જૈસા પેડ ખજૂર; ચડે તે ચાખે પ્રેમરસ, પડે તો ચકનાચૂર. Page #107 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક અસભ્યતા સ્થળ અને જળમાં ઝડપી ગતિ કરવાનાં સાધનો વિકસાવવાની સાથે માનવજાતે આકાશમાં વિચરવાનું પણ શોધી કાઢ્યું છે. છેલ્લા એક સૈકામાં હવાઇ માર્ગે ગતિ કરવા માટે માનવે જે સંશોધનો * છે તે અદ્ભુત છે. ઓગણીસમી સદી સુધી જેનું નામનિશાન નહોતું એવા કેટલાયે પ્રકારના પ્રશ્નો વીસમી સદીમાં ઉદ્ભવ્યા છે અને તે વધતા ચાલ્યા છે. વીસમી સદીના ઉત્તરાર્ધમાં વિજ્ઞાને જાણે હરણફાળ ભરી છે એમ કહેવાય છે. જો કે હરણફાળ શબ્દ પણ હવે નાનો પડે એટલી પ્રગતિ વૈજ્ઞાનિક ક્ષેત્રે થઇ છે. વર્તમાન જગતની નવી સમસ્યાઓમાંની એક સમસ્યા તે વધતી જતી વૈમાનિક અસભ્યતાની છે. વિમાન સેવાનું ક્ષેત્ર દિન પ્રતિદિન વધી રહ્યું છે. દુનિયામાં સેંકડો વિમાન કંપનીઓ છે. મોટી મોટી વિમાન કંપનીના પ્રત્યેકના હજારો કર્મચારીઓ છે. હજારો એરપોર્ટ છે. રોજ સવારથી સાંજ સુધીના બાર કલાકમાં આખી દુનિયામાં મળીને એક લાખથી વધુ વિમાન જમીન પરથી આકાશમાં ઊડે છે અને પાછાં જમીન પર ઊતરે છે. સમગ્ર જગતમાં રોજ સરેરાશ ત્રણ કરોડથી વધુ પ્રવાસીઓ એક સ્થળેથી ઊડીને અન્ય સ્થળે પહોંચી જાય છે. આ સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. આટલા બધાં વિમાનોની અને પ્રવાસીઓની આટલી મોટી અવરજવર હોય અને લાખો કર્મચારીઓ તેમાં સંકળાયેલા હોય તો ત્યાં કંઈક તો એવી ઘટનાઓ બનવાની કે જે સુખદ ન હોય. દરેક પ્રવૃત્તિક્ષેત્રમાં પોતાની લાક્ષણિક એવી કેટલીયે સમસ્યાઓ ઉદ્દભવે છે અને તેના ઉપાયો વિચારાય છે. વિમાન-વ્યવહારના ક્ષેત્રે વિમાનના અકસ્માતની, વિમાનના અપહરણની, વિમાનમાં બોમ્બ મૂકી અને ઉડાવી દેવાની કે હવાઇ સીમાના ઉલ્લંઘન માટે વિમાનને Page #108 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક અસભ્યતા ૯૯ તોડી પાડવાની ઘટનાઓ ગંભીર પ્રકારની છે. આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામંડળો તે વિશે ઉપાયો વિચારે છે અને અમલમાં મૂકે છે. પરંતુ વ્યવસ્થાપકો કરતાં ગુનેગારોનું ભેજું વધુ ફળદ્રુપ હોય છે એટલે નવી નવી તરકીબો વખતોવખત અમલમાં આવે છે. વિમાન-વ્યવહારના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય મંડળોને મૂંઝવતી વર્તમાન સમયની બીજી એક નાની સમસ્યા તે અસભ્યતાની છે. છેલ્લા કેટલાક સમયથી ઉતારુઓની અને કર્મચારીઓની ગેરવર્તણૂકના કિસ્સા વધતા જાય છે. આવા કિસ્સાનું પ્રમાણ ધનાઢ્ય દેશોમાં વધુ જોવા મળે છે. આપણા ભારત દેશમાં હાલ કુલ પ્રજાના એક ટકા જેટલા માણસો પણ વિમાનમાં બેસતા નથી. એટલે આપણે માટે આ પ્રશ્ન તદ્દન ગૌણ ગણાય, પરંતુ જે વર્ગ વિમાનમાં સફર કરે છે તે વર્ગની દષ્ટિએ આવી સભ્યતાનો પ્રશ્ન વિચારણીય છે. વિમાનપ્રવાસ એટલો મોંધો છે કે તેમાં બેસનારો વર્ગ એકંદરે સાધનસંપન્ન હોવાનો. કેટલાક મધ્યમ કે ઉચ્ચ મધ્યમ કક્ષાના લોકો પણ પોતાની કંપનીના ખર્ચે વિમાનની સફર કરતા હોય છે. સરકારી ખાતાઓના પ્રધાનો, અમલદારો વગેરે સરકારના ખર્ચે પ્રવાસ કરે છે. વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, દાક્તરો, ઇજનેરો, પ્રોફેસરો વગેરે પણ આવા પ્રવાસનો લાભ મેળવે છે. સંક્ષેપમાં કહીએ તો જે વર્ગ વિમાનમાં પ્રવાસ કરે છે તે એકંદરે સુશિક્ષિત હોય છે અને તેથી જ તે સંસ્કારી અને સારી વર્તણૂકવાળો હોવાની અપેક્ષા બંધાય છે. વિમાનમાં કર્મચારીઓ પણ સુશિક્ષિત જ હોય છે. તેમના પગારો સારા હોય છે. એટલે નોકરીમાં પસંદગીનું ધોરણ ઊંચું રહે છે. આમ છતાં સ્વભાવની વિચિત્રતા કહો કે લાક્ષણિકતા કહો તે કેટલીક વાર તેમનામાં પ્રગટ થયા વગર રહેતી નથી. કેટલાક મોટા મોટા ઉદ્યોગપતિઓ, કંપનીઓના મેનેજિંગ ડાયરેક્ટરો, દાક્તરો, અધ્યાપકો, અમલદારો, રાજદ્વારી નેતાઓ, Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સાંપ્રત સહચિંતન –- ભાગ ૧૧ સંસદના સભ્યો વગેરેને અસભ્ય વર્તન કરતા જોવા હોય તો દિલ્હી, મુંબઈ, કલકત્તા જેવા એરપોર્ટ પર એક ફલાઇટ રદ થયા પછી બીજી લાઇટમાં નંબર લગાવવા માટે તેઓ જે ઘૂસણખોરી, ધક્કાબક્કી, બોલાચાલી, રાડારાડી, ગાળાગાળી, લાંચ માટેની સાંકેતિક ભાષાના પ્રયોગો વગેરે કરતા હોય છે ત્યારે તેમના અસભ્ય વર્તનનું દશ્ય જોવા જેવું બને છે. કોઇક વાર કોઇ એક ક્લાઈટ મોડી થવાની વારંવાર જાહેરાત થયા પછી મુસાફરો ટોળે વળી સત્તાવાળાઓ સમક્ષ જે તોફાન મચાવે છે, રાડારાડ કરે છે, ક્યારેક ગુસ્સામાં આવી ભાંગફોડ કરે છે ત્યારે તેઓમાં રહેલી અસભ્યતાનો પરિચય થાય છે. શ્રીમંતાઈનો ઘમંડ ત્યારે છતો થાય છે, કારણ કે પોતે અઢળક કમાણી કરનાર છે અને સામે પક્ષે કર્મચારી એક નોકરિયાત મધ્યમ કક્ષાનો માણસ છે એ વિશે તેઓ સભાન બની જાય છે. ઉહાપોહ અને ધાંધલ-ધમાલ વગર સત્તાવાળાઓની આંખ ખૂલતી નથી એવી ધારણા પણ તેમાં કામ કરે છે. વસ્તુતઃ સાચી શ્રીમંતાઇથી સંસ્કાર અવશ્ય આવવા જોઈએ. પરંતુ વાસ્તવમાં શ્રીમંતાઈ આવી એટલે સંસ્કાર આવી ગયા એવું નથી. ક્યારેક શ્રીમંતાઇના જોરે જ માણસ અસંસ્કારી કે અસભ્ય બની જાય છે. બીજી બાજુ વિમાની કંપનીઓના કર્મચારીઓનાં મંડળો થયાં છે. એ મંડળો એટલાં જબરાં હોય છે કે એકાદ કર્મચારીને વધુ પડતો ઠપકો મળ્યો હોય, નોકરીમાંથી રજા અપાઈ હોય તો કર્મચારીઓ અનેક પ્રવાસીઓને પડનારી હાડમારીનો વિચાર કર્યા વગર અચાનક હડતાલ પર ઊતરી જાય છે અથવા વિમાનસેવાને ઈરાદાપૂર્વક અનિયમિત કરી નાખે છે. ધૂમ કમાણી કરતી કેટલીક વિમાન કંપનીઓ એના કર્મચારીઓની અયોગ્ય હડતાલને કારણે, ગેરશિસ્તને કારણે કે Page #110 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક અસભ્યતા ૧૦૧ ઇરાદાપૂર્વકના અસહકારને કારણે અચાનક ખોટ કરતી થઈ જાય છે અને કોઇકને માટે તો તે બંધ કરી દેવાનો વખત આવ્યો છે. વિમાની કર્મચારીઓમાં પણ અસભ્ય વર્તનના આવા બનાવો ઉત્તરોત્તર વધતા જાય છે. પ્રવાસીઓને અસભ્ય થવા માટેનાં કારણોમાં મુખ્ય કારણ તે અસંતોષ છે. વિમાનનો પ્રવાસી ઘણી મોટી રકમ ખર્ચે છે. એટલે એ સંતોષકારક કામગીરીની અપેક્ષા રાખે છે. બેદરકારી, અનિયમિતતા, અછત વગેરેને કારણે તથા સ્વાર્થની અતૃપ્તિને કારણે થતા ઘર્ષણમાંથી ઉતારુ અને ઉતારુ વચ્ચે, ઉતારુ અને કર્મચારી વચ્ચે, કર્મચારી અને કર્મચારી વચ્ચે, કર્મચારીઓ અને સત્તાવાળાઓ વચ્ચે વિવાદ કે સંઘર્ષ થાય છે. જ્યારે બોલાચાલી, જીભાજોડી, અપમાન- જનક વચનો કે હાથોહાથની મારામારીના પ્રસંગો બને છે ત્યારે ત્યાં અસભ્યતાનું, અસંસ્કારિતાનું, અશિષ્ટતાનું પ્રદર્શન થાય છે. - દુનિયાના ઘણા દેશોમાં, વિશેષતઃ આપણા દેશમાં રેલવેના બીજાત્રીજા વર્ગમાં પ્રવાસ કરનારાઓમાં ઝઘડા, મારામારી વારંવાર થતાં હોય છે. સ્વાર્થનું ઘર્ષણ થતાં માણસ રોષે ભરાય છે, અવિનયી બની જય છે, અસંસ્કારી કે અસભ્ય વર્તન કરવા લાગે છે. ગીચ વસ્તી અને અછતવાળા દેશોમાં આવી ઘટના ઘણી બને છે. એની સરખામણીમાં વિમાન સેવા વધુ વ્યવસ્થિત હોવાને કારણે જગ્યા માટે પડાપડીના કે એવા બીજા કારણો એમાં નથી હોતાં કે જેથી ઝઘડા થાય. પરંતુ અધીરા કે ઉતાવળિયા મુસાફરોને કારણે બીજાને વાગી ગયું હોય અને બોલાચાલી થઈ હોય એવા બનાવો તો વારંવાર બનતા રહે છે. વિમાન ઊતરીને મથકના દરવાજે આવે ત્યાં સુધીમાં ઊભા ન થવાની સૂચના અપાઈ હોવા છતાં કેટલા બધા ઉતારુઓ ઊભા થઇ જાય છે. વિમાનની અંદર ધાંધલધમાલ મચાવવાના ઘણાખરા બનાવો માટે એરહોસ્ટેસોની અસંતોષકારક સેવા જવાબદાર ગણાય છે. કેટલીક Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૧ વા બહુ ભોળી ભજથી વ પ્રવાસ કોટાને માઇક કરો અને એ વિમાન કંપનીના વિમાનોમાં મુસાફરોની સંખ્યાના પ્રમાણમાં એર હોસ્ટેસોની સેવા બહુ ધીમી હોય છે અથવા બેદરકારીભરી હોય છે. તેઓ બધાને ચા-નાસ્તો, ભોજન વગેરે આપવામાં જલ્દી પહોંચી વળતી નથી. આથી કોઈક પ્રવાસીઓ મિજાજ ગુમાવી બેસે છે. તેઓ અપમાનજનક શબ્દો ઉચ્ચારે છે અને અસભ્યતાથી વર્તે છે. ક્યારેક એરહોસ્ટેસો પણ વધારે પડતા રૂઆબથી વર્તતી હોય છે. પ્રવાસી એટલે પોતાનો નોકર એવા ભાવથી તેઓ પટો બાંધવા માટે હુકમથી કહેતી હોય છે. પરિણામે કોઇક રોષે ભરાયેલો પ્રવાસી ઈરાદાપૂર્વક પટ્ટો મોડો બાંધે અથવા ન બાંધે અને બંને વચ્ચે ચકમક ઝરતી હોય છે. જૂના વખતમાં જ્યારે પંખાવાનાં નાનાં વિમાનો હતાં ત્યારે તે બહુ હાલકડોલક થતાં. એથી વિમાનમાં ઊલટી થવાના બનાવો ઘણા બનતા. કેટલાયને વિમાનમાં ડર લાગતો. એ વખતે કુંવારી, દેખાવડી, ચબરાક કન્યાઓની એરહોસ્ટેસ તરીકે પસંદ કરવામાં આવતી કે જેથી ડર લાગવાવાળાને બીજા કહી શકતા કે “આટલી નાની છોકરીને ડર નથી લાગતો અને તમને શાનો ડર લાગે છે?' એરહોસ્ટેસો ડરવાળા, ગભરાતા, ઊલટી કરવાવાળા મુસાફરોનું ધ્યાન સારી રીતે રાખી શકતી, તેમને સાંત્વન આપતી. પરંતુ બહુ દેખાવડી એરહોસ્ટેસો રાખવાના બીજા ગેરલાભ થવા લાગ્યા હતા. મુસાફરોએ એરહોસ્ટેસો સાથે અડપલાં કર્યા હોય એવા બનાવો ઘણા બનતા. આપણા એક પ્રધાને જર્મનીમાં એક એરહોસ્ટેસ સાથે અડપલાં કર્યાના બનાવનો અહેવાલ ત્યારે છાપાઓમાં પ્રસિદ્ધ થયો હતો. જેટ વિમાનો આવ્યા પછી વિમાનમાં ઊલટી થવાના બનાવો નહિવત્ બની ગયા છે. મોટા સમુદાયને કારણે મુસાફરોનો ડર નીકળી ગયો છે. સભાગૃહમાં બેઠા હોઈએ એવું લાગે. આકાશમાં ચડતાં ઊતરતાં આંચકાઓ આવતા બંધ થઈ ગયા. જ્યારે વિમાન ઉપર ચડી Page #112 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક અસભ્યતા ૧૦૩ ગયું તે પણ ખબર ન પડે. આથી એરહોસ્ટેસોની પસંદગીમાં અપરિરીત, દેખાવડી અને આકર્ષકની અનિવાર્યતા નીકળી ગઈ. હોંશિયાર, કામગરી, વિનયી તે હોવી જોઈએ એવું ધોરણ સ્વીકારાયું. પુરુષ પ્રવાસીઓના એરહોસ્ટેસ સાથેના અસભ્ય વર્તન ઉપરાંત વિમાનના પુરુષ કર્મચારીના એરહોસ્ટેસ સાથેના અસભ્ય વર્તનની ઘટનાઓ વધુ બને છે. ક્યારેક તો કોર્ટ સુધી મામલા ગયા છે. કોઈકે આપઘાત કર્યા છે. લાંબી સફરને અંતે એક જ હોટેલમાં બાજુબાજુના રૂમમાં એક બે રાત રોકાવાનું થાય, સાથે શરાબ પણ પીવાય. એમાંથી લફરાં પણ થાય. આ બાબતમાં પુરુષ પ્રવાસીઓને કે કર્મચારીઓનો જ વાંક હોય છે અને એરહોસ્ટેસોનો નથી હોતો એવું નથી. કેટલીક કુંવારી એરહોસ્ટેસો મોજમજા માટે શિકારની શોધમાં હોય છે અને ક્યારેક તો લગ્ન કરવા માટે વારંવાર સફર કરતા કુંવારા શ્રીમંત વેપારી, રાજકુમાર કે અન્યની પાછળ પડતી હોય છે અને પોતાની મોહજાળમાં તેને ફસાવે છે. આંતરરાષ્ટ્રીય વિમાનસેવામાં તો આવાં પ્રેમપ્રકરણો ઉપરાંત કર્મચારીઓ પોતાની નાની બેગમાં સમાઈ જાય એવી ચીજવસ્તુઓનીદવાઓ, સ્પેર પાર્ટ્સ, ઘરેણાં વગેરેની દાણચોરીમાં સંડોવાય છે, માંહોમાંહે તકરાર થતાં એક્બીજાની ચાડી ખવાય છે અને એમાંથી ગેરવર્તણૂકના પ્રસંગો બને છે. પાંચેક દાયકા પહેલાં અગિયાર કે એકવીસ બેઠકવાળાં પંખાવાળા ડાકોટા વિમાન હતાં ત્યારે દરેક પ્રવાસીના સામાનના વજન ઉપરાંત દરેક પ્રવાસીનું પોતાનું વજન પણ કરવામાં આવતું. વિમાન માટેના નિર્ધારિત વજન કરતાં જો કુલ વજનનો સરવાળો વધી જાય, તો જે પ્રવાસીનું સૌથી વધુ વજન હોય તેને વિમાનમાં લેવાતો નહિ. બહુ જાડા, બમણા વજનવાળા પ્રવાસીઓ ચિંતિત રહેતા કે વિમાનમાં Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૧ પોતાનો નંબર લાગશે કે નહિ. એ વખતે એવા જાડા પ્રવાસીઓને સમજાવવા-મનાવવા જતાં ઝઘડા થતાં, બોલાચાલી થતી, અસભ્ય વર્તન થતું. એવી જ રીતે સામાનની વજનની બાબતમાં પણ ઝઘડા થતા, લાંચ અપાતી, લાગવગ લગાડાતી. જૂના વખતમાં શ્રીમંતો જ મુખ્યત્વે વિમાનની સફર કરતા. રાજકુટુંબના સભ્યો, મિલમાલિકો, ઉદ્યોગપતિઓ વિમાનમાં બેસે ત્યારે ઘણો રુઆબ બતાવતા. ઘણાં વર્ષો પહેલાં હું ભાવનગરથી મુંબઇ વિમાનમાં આવતો હતો. ઉનાળાના દિવસો હતા. બપોરે એક વાગે ફ્લાઈટ ઊપડવાની હતી. જૂના વખતનાં ૨૧ ઉતારનાં નાનાં વિમાન હતાં. પ્રવાસીઓ વિમાનમાં બેસી ગયા હતા, પણ વિમાન ઊપડવાને હજુ વાર હતી. મારી બેઠક બારી પાસે હતી. મારી બાજુમાં કોઇ એક શ્રીમંત વેપારી આવીને બેઠા હતા. તેમને પરસેવો થતો હતો. એમણે કહ્યું, ‘ભાઈ સાહેબ, જરા બારી ખોલી કાઢોને, બહુ ધામ થાય છે.’ મેં કહ્યું, ‘તમે વિમાનમાં પહેલી વાર બેસો છો ?' તેમણે રુઆબથી કહ્યું, ‘પહેલી વાર કે બીજી વાર, તેની તમારે શી પંચાત? બારી ખોલી કાઢો એટલે હવા આવે.’ મેં કહ્યું, ‘આ બારી મારાથી ખૂલે એવી નથી. એ માટે એરહોસ્ટેસને કહો.' એમણે એરહોસ્ટેસને કહ્યું. તે હસી પડી અને સમજાવ્યું. એ સમજીને એ શ્રીમંત વેપારી ભોંઠા પડી ગયા હતા. કેટલાક સમય પહેલાં અમેરિકામાં એક બેંકના માલિકને એના અસભ્ય વર્તન માટે સજા થઇ હતી. તે વિમાનમાં પ્રથમ વર્ગમાં મુસાફરી કરતો હતો. એરહોસ્ટેસ પાસે વારંવાર જાતજાતની વાનગીઓ મંગાવતાં કંટાળેલી એરહોસ્ટેસે ઉદ્ધતાઇભર્યા શબ્દ કહ્યા. એથી Page #114 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક અસભ્યતા ૧૦૫ ઉશ્કેરાયેલા તે બેંકરે ખાવાનું ભરેલી પ્લેટો લઈ આવતી હતી તે એરહોસ્ટેસને એવો જોરથી ધક્કો માર્યો કે બધી પ્લેટો પડી ગઈ. ખાવાનું એરહોસ્ટેસ પર અને બીજા પ્રવાસીઓ પર પડ્યું. ઘમાલ મચી ગઈ. શ્રીમંત બેંકરને એથી કંઈ ચિંતા થઈ નહિ. વિમાનમાંથી પોલીસને સંદેશો અપાઈ ગયો. વિમાન ઊતરતાં એની ધરપકડ કરવામાં આવી. જામીન પર છોડવામાં આવ્યો. કોર્ટમાં કેસ ચાલ્યો. એણે તરત ગુનો કબૂલ કરી લીધો. કોર્ટે એને એરહોસ્ટેસ, કેટલાક પ્રવાસીઓ અને વિમાન કંપનીને જે નુકશાન થયું તે ભરપાઈ કરી આપવાનું ફરમાવ્યું અને તદુપરાંત પાંચ હજાર ડોલરના દંડની સજા કરી. એ બેંકરે હસતે મોઢે એ બધાને ચેક મોકલી આપ્યા. દુનિયામાં આવા માણસો પણ હોય છે ! એના મનમાં હતું કે જે થશે તે ભોગવી લઈશ, પણ એરહોસ્ટેસને તો સીધી કરવી જ જોઈએ. એક વખત એક વિમાનમાં મુસાફર અને વિમાનના કર્મચારીઓ વચ્ચે ઝઘડો થયો. મુસાફર ઇમરજન્સી બારણા પાસે બેઠો હતો. એણે ધમકી આપી કે હવે વધુ ગરબડ કરશો તો “ઈમરજન્સી બારણું" ખોલી નાંખીશ. એમ કહીને એણે બારણું ખોલવા માંડ્યું. એથી કર્મચારીગણે ગભરાઈને એની માફી માગી. પણ પછી વિમાન ઊતર્યું ત્યારે અસભ્ય વર્તન માટે એની ધરપકડ કરાવી અને એને સજા થઈ. અમેરિકામાં એક યુનિવર્સિટીના સ્નાતક થયેલા દોઢસો જેટલા વિદ્યાર્થીઓએ મેક્સિકોમાં જઈ ઉત્સવ મનાવવા માટે પોર્ટલેન્ડથી ફોલ્કન એરલાઈનની ચાર્ટર્ડ ક્લાઈટ કરી. બધા જ વિદ્યાર્થીઓ યુવાન છોકરા-છોકરીઓ હતાં. પછી પૂછવું જ શું? છોકરાઓએ “Wet T Shit'ની રમત શરૂ કરી અને છોકરીઓ પર પાણીની પિચકારીઓ ઉડાડવા લાગ્યા. આ રંગોત્સવમાં વિમાનના કર્મચારીઓ પણ ભળ્યા. તેઓએ પણ પિચકારીઓ ઉડાવી. કઈ છોકરી વધારે ભીની થઇ છે Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સાંપ્રત સહચિંતન ભાગ ૧૧ એનો નિર્ણય કેપ્ટન આપે એમ નક્કી થયું. એટલે ભીની છોકરીઓ કેપ્ટનની કેબીનમાં ધસી ગઇ. નિર્ણાયક તરીકે માન કેપ્ટનને મળ્યું એટલે એ પણ પલળી ગયો. વિમાનમાં ઉડ્ડયન માટે બધું ગોઠવાયેલું હોય અને વિમાન સીધી દિશામાં સરખી ગતિએ ઊડતું જતું હોય તો પંદરપચીસ મિનિટ કેપ્ટન ધ્યાન ન આપે તો ચાલે. કેપ્ટન અને સાથી પાયલોટ નિર્ણાયક તરીકે ભીની છોકરીઓને નિહાળવામાં લાગી ગયા. એવું એમનાથી થાય નહિ. ફરજ ચૂક્યા એમ ગણાય. પણ આનંદનો નશો ચડે ત્યારે કોણ વિચારે ? એમ કરવામાં પંદર વીસ મિનિટ નીકળી ગઇ. આનંદોત્સવ થઇ ગયો. પણ પાછા ફર્યા પછી કોઈક છોકરીના માબાપે આ વાત જાણી અને કાયદેસરની ફરિયાદ કરી. પરિણામે કેપ્ટન સહિત વિમાનના બધા કર્મચારીઓના લાયસન્સ અમુદ મુદત માટે રદ થયા. કેટલાક વખત પહેલાં સાઉથ આફ્રિકન એરવેઝના એક વિમાનમાં રાતની સફર દરમિયાન એક્સિક્યુટિવ કલાસમાં પ્રવાસ કરનાર એક શ્રીમંત દંપતી, એ ક્લાસમાં બીજા કોઇ મુસાફર ન હોવાથી, એકાન્ત મળતાં પ્રણયચેષ્ટા કરવા લાગ્યાં, એરહોસ્ટેસો શરમાઇને બહાર નીકળી ગઇ. પણ તેઓની પ્રણયચેષ્ટા વધતી ગઈ અને વસ્ત્રવિહીન થઇ તેઓ કામક્રીડા કરવા લાગ્યા. કેપ્ટને આવીને તેમને ધમકી આપી. પણ તેઓ માન્યા નહિ. છેવટે વિમાનના ઊતરાણ પછી તેમની ધરપકડ થઈ અને તેમને દંડ કરવામાં આવ્યો. ટ્રેન કે બસમાં ધાંધલધમાલ થાય તો એને રસ્તામાં વચ્ચે થોભાવી દઇ શકાય છે. ઉતારુઓને બહાર કાઢી શકાય છે. પચીસ હજારથી પાંત્રીસ હજારની ઊંચાઇએ પાંચસો-છસો માઇલની ગતિએ ઊડતા વિમાનને અચાનક રોકી શકાતું નથી કે અધવચ્ચે કોઇને ઉતારી શકાતા નથી. મામલો અતિશય ગંભિર કે જોખમકારક હોય અને છૂટકો ન હોય તો નજીકના એરપોર્ટ પર ઉતરાણ કરી લેવું પડે છે. એટલે ઘણું Page #116 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક અસભ્યતા ૧૦૭ ખરું તો પોતાના એરપોર્ટ પર પહોંચ્યા પછી જ ગુનેગારોને પકડવામાં આવતા હોય છે. જેમ હીંચકા ખાતાં કોઈકને ચક્કર આવે છે, મોટરકાર કે બસમાં મુસાફરી કરતાં કોઇકને બેચેની લાગે છે, સમુદ્રમાં જહાજમાં સફર કરતાં કોઈકને સામુદ્રિક માંદગી (Sea Sickness) થાય છે કે સામુદ્રિક ગાંડપણ (Sea Madness) થાય છે તેવી જ રીતે કોઇકને-(લાખો કે કરોડોમાં કોઇકને-)હવાઈ ઉન્માદ (Aerial Imbalance અથવા air-craziness) પણ થાય છે. અલબત્ત, મોટાં જેટ વિમાનની શોધ પછી જેમ ઊલટીનું પ્રમાણ નહિવતુ થઈ ગયું છે તેમ હવાઈ ઉન્માદનું પ્રમાણ પણ નહિવત્ થઈ ગયું છે. છતાં કોઈક વાર આવા કિસ્સા બને છે ખરા. કેટલાક સમય પહેલાં એક ઘટના એવી બની હતી કે વિમાનમાં એક માણસ ઉન્માદમાં આવી ગયો. તે ટોયલેટમાં ગયો અને ત્યાંથી પછી તદ્દન નગ્નાસ્થામાં બહાર આવ્યો અને બરાડા પાડતો આમથી તેમ આંટા મારવા લાગ્યો. તે એવો જબરો હતો કે કોઈ તરત એને વશ કરી શક્યું નહિ. એરહોસ્ટેસો ગભરાઈ ગઈ. બીજા મુસાફરો પણ મારામારી થઈ જવાની બીકે ચૂપ રહ્યા. કેપ્ટન કે સ્ટાફના માણસો ચાલુ વિમાને કશું કરી શકે એમ નહોતા. એને સમજાવવા પ્રયત્ન કર્યા, પણ તે સમજવા માગતો જ ન હતો. છેવટે એરપોર્ટ ઉપર વિમાન ઊતર્યું ત્યારે સંદેશો મળતાં હાજર રહેલાં પોલીસોએ એને પકડી લીધો. એના પર કેસ ચાલ્યો અને સજા થઇ પણ થોડા કલાક એણે વિમાનમાં હાહાકાર મચાવી દીધો હતો. આમ, વૈમાનિક અસભ્યતાના, ગેરવર્તણૂકના પ્રસંગો વધતા જાય છે. પરંતુ આ મોંઘી સેવાને સુરક્ષિત સલામતભરી અને આરામદાયક બનાવવા માટે વિમાન કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય મંડળો પોતે જ વધુ સચિત હોય છે. એટલે જે જે ઘટનાઓ નોંધાય છે તે માટે કેવાં Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ પગલાં લેવાં જોઈએ તેની તરત વિચારણા થાય છે અને યોગ્ય ઉપાયોનો અમલ થાય છે. જેમ કે જૂના વખતમાં વિમાનમાં ૧૩ નંબરની અપશુકનિયાળ બેઠક જેને મળી હોય તે ઝગડો કરે અને બેસે નહિ. એટલે વિમાન કંપનીઓએ ત્યારે વિમાનમાંથી ૧૩ નંબરની બેઠક જ કાઢી નાખી હતી. આકાશમાં નિશ્ચિત દિશામાં નિશ્ચિત ગતિએ નિશ્ચિત અંતર સુનિશ્ચિત સમયમાં કાપીને નિર્ધારિત સ્થળે અવતરણ કરવું એ વિજ્ઞાનની બહુ મોટી સિદ્ધિ છે. આકાશમાં અડધી ડિગ્રીનો ફરક પડે તો વિમાન ક્યાં ને બદલે ક્યાં પહોંચી જાય. પરંતુ વિમાનો આકાશમાં ભૂલાં પડી ગયાં હોય એવા બનાવો બનતા નથી. વિજ્ઞાનની આ સિદ્ધિ અને એના વધતા જતા પ્રચારની સાથે નાની મોટી સમસ્યાઓ જે ઊભી થાય છે એમાં અસભ્યતાની સમસ્યા તો આપણા જેવા માટે તો તદન સામાન્ય ગણાય. પરંતુ વિમાન-વ્યવસ્થાવાળા આંતરરાષ્ટ્રીય મંડળો એનો ગંભીરતાથી વિચાર કરે છે તે યોગ્ય જ છે. અહીં તો વૈમાનિક અસભ્યતાની યત્કિંચિત વાત કરી છે. એ ક્ષેત્રના વ્યવસાયી અનુભવી કર્મચારીઓ અને એ વિષયના નિષ્ણાતો આ વિષયમાં ઘણી બધી વિગતો આપી શકે. પ્રાચીન ભારતીય માન્યતા પ્રમાણે દેવો વિમાનમાં ઊડતા. એમાં પણ વૈમાનિક પ્રકારના દેવો તો ઘણા સંયમી મનાય છે. હવે મનુષ્ય વૈમાનિક બન્યો છે, એટલે એણે પોતાની વૈમાનિકતાની યોગ્યતા સમજવી જોઈએ અને એને શોભાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. Page #118 -------------------------------------------------------------------------- ________________ ડૉ. શિવાનંદ અધ્વર્યુ સમગ્ર રાષ્ટ્ર જેમને માટે ગૌરવ અનુભવી શકે એવા, ગુજરાતની એક મહાન વિભૂતિ સમા ડૉ. શિવાનંદ અધ્વર્યુ (પૂ. સ્વામી યાજ્ઞવલ્કયાનંદજી) દિવાળી પછી ભાઇબીજના દિવસે તા. ૨૨મી ઓક્ટોબર ૧૯૯૮ના રોજ સાંજે ઋષિકેશમાં શિવાનંદ આશ્રમમાં ૯૨ વર્ષની વયે દેહ છોડી બ્રહ્મલીન થયા. એમના જવાથી ગુજરાત પોતાનું એક નરરત્ન ગુમાવ્યું છે. બીજે દિવસે સવારે ગંગાતટે એમના દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. એમના અંતિમ સમયે એમનાં સ્વજનો-એમનાં પત્ની જયાબહેન (મૈત્રેયીદેવી), પુત્રી ઉષાબહેન, એમનાં પુત્રીસમ કાયમંત્રી અનસૂયાબહેન વગેરે પાસે હતાં. સ્વામીજીનું આ જાણે ઈચ્છામૃત્યુ હતું. તેઓ ઋષિકેશમાં પોતાના આશ્રમમાં સ્વામી ચિદાનંદજીના સાંન્નિધ્યમાં ગંગાકિનારે દેહ છોડવા ઇચ્છતા હતા અને એ પ્રમાણે જ થયું. જાણે એ માટે જ તેઓ વિરનગરથી ઋષિકેશ પરિવાર સાથે ગયા હતા. સૌરાષ્ટ્રમાં વીરનગરની શિવાનંદ મિશન હોસ્પિટલના સૂત્રધાર, નેત્રયજ્ઞો દ્વારા અને હોસ્પિટલોમાં આંખના ત્રણ લાખથી વધુ ઓપરેશન મફત કરનાર, વિવિધ પ્રકારની વિદ્યાકીય પ્રવૃત્તિઓના સંયોજક, કુશળ વહીવટકર્તા, અનેક સંતો, મહંતો, શ્રેષ્ઠીઓ, મંત્રીઓ વગેરે સાથે આત્મીયતાભર્યો સંબંધ ધરાવનાર, મહાન યોગસાધક ડૉ. શિવાનંદ અધ્વર્યુ (સ્વામી યાજ્ઞવલ્કયાનંદજી)ને છેલ્લાં ઘણાં વર્ષોથી અમારી જેમ સૌ “બાપુજી' કહીને બોલાવતા. બાપુજી જેવું વાત્સલ્ય એમના સાનિધ્યમાં હંમેશાં અનુભવવા મળતું. છેલ્લાં કેટલાંયે વર્ષથી બાપુજી દર વર્ષે દિવાળી ઋષિકેશના શિવાનંદ આશ્રમમાં જ ઊજવતા. તેઓ કહેતા કે ત્યાં જવાથી સ્થાનિક ધાંધલમાંથી Page #119 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ થોડા દિવસ મુક્તિ મળે, ગંગાના પવિત્ર કિનારે પવિત્ર પર્વના દિવસો પસાર થાય, થોડી યોગસાધના થાય અને આશ્રમ સાથેનું પોતાનું અનુસંધાન સતત ચાલુ રહે. આશ્રમમાં એમનું પોતાનું ઘર છે. એ ઘર પણ પાછું વ્યવસ્થિત થઇ જાય. ઋષિકેશ જવા માટે બાપુજીને ટ્રેનની મુસાફરી કરતાં મોટરકારની મુસાફરી વધુ પસંદ પડે, કારણ કે યથેચ્છ જઇ શકાય. એકાદ બે દિવસ આગળપાછળ કરવા હોય કે એકબે વ્યક્તિ વધારે-ઓછી સાથે લેવી હોય તો લઇ શકાય. ૧૧૦ ટ્રેનના રિઝર્વેશનમાં પડતી તકલીફને લીધે આમ કરવું જરૂરી તો ખરું જ, પણ મોટરકારના પ્રવાસની મઝા જુદી. રસ્તામાં મિત્રોને, પરિચિતોને મળવું હોય તો મળતા જવાય. એમના ડ્રાઇવર પણ એવા હોંશિયાર અને રસ્તાઓના ભોમિયા. હજાર કિલોમિટર કરતાં વધુ લાંબા મોટરકારના પ્રવાસથી બાપુજી ટેવાઇ ગયા હતા. નેત્રયજ્ઞોને નિમિત્તે અને અન્ય કાર્યક્રમોને નિમિત્તે બાર મહિને એક લાખ કિલોમિટર કરતાં વધુ પ્રવાસ તેઓ મોટરકારમાં કરતા રહ્યા હતા. સપ્ટેમ્બર ૧૯૯૮ના બીજા અઠવાડિયામાં હું અને મારાં પત્ની તારાબહેન સાયલાના રાજસોભાગ આશ્રમમાં હતાં. એ આશ્રમમાં દર મહિનાની ૧૪મી તારીખે શિવાનંદ મિશન દ્વારા નેત્રનિદાન શિબિર અને ૧૪મી જાન્યુઆરીએ નેત્રયજ્ઞનું આયોજન થાય છે. આ વખતે ૧૪મી સપ્ટેમ્બરે અમે આશ્રમમાં હતાં એટલે પૂ. બાપુજી-ડૉ. અધ્વર્યુ સાહેબને વીરનગરમાં મળવાની અમારી ભાવના હતી. ડૉ. અધ્વર્યુ સાહેબે એક દાક્તર બહેન સાથે સંદેશો મોકલાવ્યો એટલે તે દિવસે અમે સાયલાથી વીરનગર પહોંચ્યાં અને રાત ત્યાં રોકાયાં. બાપુજીનું આ છેલ્લું પ્રત્યક્ષ મિલન અમારે માટે છે એવી ત્યારે કલ્પના નહોતી. બાપુજી સશક્ત હતા અને ઉંમરને કારણે આંખે ઓછું દેખાતું હતું છતાં બધું કામ બરાબર નિયમિત કરતા હતા. શિવાનંદ પરિવારની Page #120 -------------------------------------------------------------------------- ________________ ડૉ. શિવાનંદ અધ્વર્યુ ૧૧૧ બધી પ્રવૃત્તિઓ બાપુજીની સાથે ફરીને અમે નિહાળી. પૂ. બાને હૃદયરોગની થોડી તકલીફ થઈ હતી એની વાત પણ નીકળી. બાનું સારું સ્વાથ્ય જોઇને અમને આનંદ થયો. તેઓ બધાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઋષિકેશમાં દિવાળી કરવા માટે થોડા દિવસમાં નીકળવાનાં હતાં તેની પણ વાત થઈ. દિવાળી પછી બાપુજી મુંબઈ આવવાનું વિચારતા હતા અને ત્યારે અમારા ઘરે પધારવા માટેની અમારી વિનંતી સ્વીકારી હતી. અમે મુંબઈ આવ્યા પછી બાપુજીનો પત્ર આવ્યો હતો. એમાં અમારી વીરનગરની મુલાકાત માટે એમણે આનંદ વ્યક્ત કર્યો હતો. પણ સાથે એમાં એક વાક્ય લખ્યું હતું કે પોતાનો જીવનદીપ હવે બુઝાઈ જવાની તૈયારીમાં છે. બાપુજીને વીરનગરમાં સ્વસ્થપણે હરતાફરતા જોયા પછી એમનું આ વાક્ય અમને એટલું ગંભીર લાગ્યું નહોતું, પરંતુ તા. ૨૩મીએ સવારે છાપામાં એમના સ્વર્ગવાસના સમાચાર વાંચતાં એમણે કરેલી આગાહીના આ વાક્યની યથાર્થતા સમજાઈ હતી. મહાન સંતોના હૃદયમાં કેટલીક વાતો ઊગી આવતી હોય છે. દિવાળી માટે ઋષિકેશ જવા માટે બાપુજી જ્યારે હોસ્પિટલના પ્રાંગણમાંથી પ્રયાણ કરવાના હતા ત્યારે એમને વિદાય આપવા માટે શિવાનંદ મિશનના-પરિવારના સૌ સભ્યો એકત્ર થયા હતા. એ વખતે બાપુજીએ કહ્યું, “અમે બધાં જઈએ છીએ, પણ પાછા ફરતાં એક સંખ્યા ઓછી પણ હોય.' આ સાંભળી બાએ ટકોર કરતાં કહ્યું, “આવું કેમ બોલો છો ? શું હું પાછી નથી આવવાની ?' હદયરોગની બીમારીને કારણે બાને એમ લાગ્યું કે પોતાને માટે બાપુજીએ આવો સંકેત કર્યો છે, પણ બાપુજીએ કહ્યું, “એવું કોણે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ કહ્યું? કદાચ હું જ પાછો ન આવું. મારો જીવનકાળ હવે પૂરો થવામાં છે. મૃત્યુ તો મંગળ છે.' બાપુજીના મુખમાંથી સહજ રીતે નીકળેલા ઉગારો કેવા સાચા પડ્યા ! બાપુજીનું સમગ્ર જીવન અત્યંત સક્રિય અને જનસેવાની સુરભિથી મઘમઘતું રહ્યું હતું. ડૉ. શિવાનંદ અધ્વર્યુનો જન્મ ઇ.સ. ૧૯૦૬ના ડિસેમ્બરની ૧૮મી તારીખે પોતાના મોસાળમાં સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસેના અનીડા નામના ગામમાં થયો હતો. એમનું જન્મ નામ ભાનુશંકર હતું. બાંદરા ગામના વતની એમના પિતાનું નામ ગૌરીશંકર અધ્વર્યુ હતું અને માતાનું નામ પાર્વતીબહેન હતું. એમના પિતા યજમાનવૃત્તિ છોડીને ગોંડલ રાજ્યના પોલિસખાતામાં પોલિસ ઓફિસર તરીકે નોકરી કરતા હતા. ભાનુશંકરે ગોંડળની શાળામાં અભ્યાસ કર્યો હતો. એ જમાનામાં સૌરાષ્ટ્રના દેશી રાજ્યોમાં શિક્ષણ-સાહિત્ય અને સંસ્કારના ક્ષેત્રે ગોંડળ રાજ્ય અગ્રસ્થાને હતું. તે વખતે ગોંડળની શાળામાં ત્રણ શિક્ષકો પાસે ભાનુશંકરને અધ્યયન કરવા મળ્યું હતું, જેઓ પછીથી ખ્યાતનામ સાહિત્યકારો થયા હતા. એ ત્રણ તે સમર્થ વાર્તાકાર-નવલકથાકાર ગૌરીશંકર જોશી-ધૂમકેતુ, કુમારના તંત્રી બચુભાઈ રાવત અને કવિ દેશળજી પરમાર. (સમર્થ પત્રકાર, જન્મભૂમિના ભૂતપૂર્વ મંત્રી રવિશંકર મહેતા પણ આ ત્રણેના સમવયસ્ક હતા અને ગોંડળમાં એમની સાથે જ વિદ્યાભ્યાસ કર્યો હતો.) ભાનુશંકરે મેટ્રિક પાસ થયા પછી કૉલેજની વિજ્ઞાન શાખાની કેળવણી અમદાવાદમાં લીધી. તેઓ ત્યાર પછી તબીબી કૉલેજમાં દાખલ થયા. એ જમાનામાં એલ.સી.પી.એસ. અને એમ.બી.બી. એસ. એમ બે ડિગ્રી અપાતી. એમાં એમ.બી.બી.એસ. વધારે ચડિયાતી Page #122 -------------------------------------------------------------------------- ________________ ડૉ. શિવાનંદ અધ્વર્યુ ૧૧૩ ડિગ્રી ગણાતી. ભાનુશંકર ૧૯૩૦માં એલ.સી.પી.એસ. થયા. તે વખતે કરાંચીથી હુબલી (કર્ણાટક) સુધીનો પ્રદેશ મુંબઈ ઇલાકા તરીકે તરીકે ગણાતો. આખા ઇલાકામાં તેઓ એલ.સી. પી.એસ. પરીક્ષામાં પ્રથમ નંબરે આવ્યા હતા. દાક્તર થયા પછી તેઓ સરકારી ખાતામાં દાક્તર તરીકે જોડાયા. યુવાનવયે ભાનુશંકરનાં લગ્ન જયાબહેન સાથે થયાં. તેમને એક દીકરી થઈ. એનું નામ ઉષા રાખવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લામાં અને પછી ડાંગ જિલ્લામાં ડૉ. ભાનુશંકરે સરકારી દાક્તર તરીકે ચાર વર્ષ કાર્ય કર્યું અને ત્યાર પછી તેઓ મુંબઈની સરકારી હોસ્પિટલમાં જોડાયા. તેમણે કેટલોક વખત ગોધરા અને પાટણમાં પણ કામ કર્યું. દાક્તરી સેવા સાથે તેમણે એમ.બી.બી.એસ. થવા માટેનો પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને ૧૯૪૦માં તેઓ એમ.બી.બી.એસ. થયા હતા. એ સાથે તેમણે આંખના દાક્તર તરીકે પણ અભ્યાસ કરીને તાલીમ લઈ લીધી હતી. ભાનુશંકર જ્યારે અમદાવાદની કૉલેજમાં વિદ્યાભ્યાસ કરતા હતા ત્યારે યુવાન હતા. એ દિવસોમાં તેઓ દર રવિવારે સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીજીને સાંભળવા જતા. જ્યારે એમણે સાંભળ્યું કે મહાત્મા ગાંધીજી સાબરમતી આશ્રમમાંથી પગપાળા દાંડીયાત્રા માટે નીકળવાના છે અને ત્યાં જઈ મીઠા માટે સત્યાગ્રહ કરવાના છે ત્યારે એ યાત્રાનું પ્રયાણ નજરે નિહાળવા માટે તેઓ પણ સાબરમતી આશ્રમ પાસે ગયા હતા. ત્યારે એ જોવા ત્યાં હજારો માણસો એકત્ર થયા હતા. પરોઢિયે પોતાને યાત્રા સરખી રીતે જોવા મળે એટલા માટે યુવાન ભાનુશંકર બીજા કેટલાયે લોકોની જેમ આગલી રાતે એક વૃક્ષ પર ચડી ગયા હતા. પોતે નજરે જોયેલી એ યાત્રાથી અને મહાત્મા ગાંધીજીથી તેઓ એટલા બધા પ્રભાવિત થયા હતા કે દેશની આઝાદી Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ માટે અને ગરીબો માટે કશુંક કરી છૂટવાની ભાવના એમના મનમાં જાગ્રત થઈ હતી અને ઉત્તરોત્તર એ દઢ થતી ગઈ હતી. ડૉ. અધ્વર્યુની જુદે જુદે સ્થળે બદલી થતી. પાટણમાં તેઓ હતા ત્યારે જૈન મુનિ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી મહારાજમાંના એક અને “જૈન દર્શન' ગ્રંથના લેખક)ના સંપર્કમાં આવ્યા હતા. એમની પાસેથી ડૉ. અધ્વર્યુને ઘણી પ્રેરણા અને માર્ગદર્શન મળતાં. એમની સાથેના સંબંધથી ધર્મનો, જનકલ્યાણનો રંગ લાગ્યો હતો. ડૉ. ભાનુશંકર અધ્વર્યુ સરકારી નોકરીમાં હતા એટલે એમની વખતોવખત જુદે જુદે સ્થળે બદલી થતી. આથી તેઓને નવાં નવાં સ્થળ અને નવા નવા લોકોને પોતાના બનાવી લેવાની તથા ઠેર ઠેર ફરવાની સારી ફાવટ આવી ગઈ હતી. એટલે જ તેઓ પ્રવાસથી ક્યારેય થાકતા નહિ. પોતે સરકારી દાક્તર હતા ત્યારે એક વખત એમની બદલી ધંધુકા ખાતે થઈ હતી. એ વખતે એમણે જોયું કે એ વિસ્તારમાં- ખારાપાટમાં દૂષિત પાણી વગેરેને કારણે લોકોની આંખ પર વધારે અસર થતી હતી. એવામાં એ ભાલ નળકાંઠા વિસ્તારમાં ધર્મબોધ સાથે લોકસેવાનું કાર્ય કરતા જૈન મુનિ પૂજ્ય સંતબાલજીના સંપર્કમાં તેઓ આવ્યા. તેઓ સંતબાલજીની ઉદાત્ત ભાવનાઓથી અને નિર્મળ ચારિત્ર્યથી પ્રભાવિત થયા અને સંતબાલજીની જ પ્રેરણાથી એમણે નેત્રયજ્ઞનું ત્યાં આયોજન કર્યું. ગામડાના ગરીબ દર્દીઓને વિના મૂલ્ય દાક્તરી સેવા આપવામાં આવે તો જ ગરીબ લોકો લાભ લઈ શકે. જ્યાં પૂરતો પોષક ખોરાક ન પરવડે, ત્યાં દવાના પૈસા તો ક્યાંથી કાઢી શકે? આ રીતે નેત્રયજ્ઞની એક યોજના આકાર લેવા લાગી. એવા નેત્રયજ્ઞના આયોજનથી કેટલાયે દર્દીઓને લાભ થયો. સમાજના આગેવાનોની, ધનિક વેપારીઓની તથા બીજા કેટલાયની કરુણાભરી નજર ગરીબો પ્રત્યે વળી અને નેત્રયજ્ઞોનો પ્રચાર થયો. Page #124 -------------------------------------------------------------------------- ________________ ડૉ. શિવાનંદ અધ્વર્યુ ૧ ૧૫ - સરકારી ખાતામાં બઢતી પામતાં પામતાં ડૉ. ભાનુશંકર અધ્વર્યુને મુંબઈ ઈલાકાના આંખના મુખ્ય સસ્પેન તરીકે સ્થાન મળ્યું. અંગ્રેજોના વખતમાં પહેલી જ વાર એક ભારતીય નાગરિકને આ સ્થાન અપાયું. આ માન જેવું તેવું નહોતું. તેઓ એ માટે ત્રણ વર્ષ મુંબઈમાં રહ્યા હતા. એમની સરકારી કારકિર્દીનો આ એક ઉત્તમ કાળ હતો. ભારતને આઝાદી મળી ત્યારે ડૉ. ભાનુશંકર હજુ સરકારી નોકરીમાં જ હતા. આઝાદી પછી સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર સરકારની સ્થાપના થઈ. (ત્યારે મુંબઇનું જુદું રાજ્ય હતું જેમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટાં પડ્યાં નહોતાં.) એ વખતે શેઠ વીરચંદ પાનાચંદ શાહ નામના એક અગ્રણી ગાંધીવાદી સામાજિક કાર્યકર્તાની સૌરાષ્ટ્ર સરકારમાં કેળવણી અને આરોગ્ય ખાતાના મંત્રી તરીકે નિયુક્તિ થઈ હતી. શ્રી વીરચંદ પાનાચંદ શાહ સૌરાષ્ટ્રમાં રાજકોટથી ૪૭ કિલોમિટર દૂર આવેલા જામ સમઢિયાળા નામના નાનકડા ગામના વતની હતા. દેશી રાજ્યના તાબાનું એ ગામ હતું. ગાંધીજીનાં ગ્રામસેવાનાં કાર્યોમાંથી પ્રેરણા લઈ સ્વ. વીરચંદ પાનાચંદ શાહે પોતાના ગામમાં ગામસુધારણા મંડળીની રચના ૧૯૩૩માં કરી હતી. ત્યારપછી આ મંડળીની પ્રવૃત્તિઓનો વ્યાપ વધતાં જામ સમઢિયાળામાં સૌરાષ્ટ્ર સેન્ટ્રલ હોસ્પિટલની સ્થાપના ૧૯૩૭માં કરવામાં આવી હતી. દેશી રાજ્યનું એક નાનું ગામડું હોવાથી એની પ્રવૃત્તિઓનું ક્ષેત્ર ત્યારે મર્યાદિત હતું, પરંતુ એ ગ્રામ વિસ્તારમાં બીજી કોઇ હોસ્પિટલ ન હોવાથી એની જરૂરિયાત લોકોમાં ઉત્તરોત્તર વધતી જતી હતી. ડૉ. ભાનુશંકર અધ્વર્યુ ઇ.સ.૧૯૫૧માં બદ્રીકેદારની યાત્રાએ જતાં ઋષિકેશ ગયા હતા. ત્યાં શિવાનંદ આશ્રમના સ્વામી શિવાનંદ સરસ્વતીના પ્રત્યક્ષ સંપર્કમાં તેઓ આવ્યા. અગાઉ મુંબઈમાં તેમનાં Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ વ્યાખ્યાનો સાંભળી તેઓ પ્રભાવિત થયા હતા. ઋષિકેશમાં તેમને આશ્રમ, ગંગામૈયાનો કિનારો અને સ્વામી શિવાનંદજીનું સાંનિધ્ય વગેરે એટલા બધાં ગમી ગયાં કે તેઓ ત્યાં વારંવાર જવા લાગ્યા અને પછી તો એવો રંગ લાગ્યો કે ૧૯૫૬માં એમણે સ્વામીજીની સલાહ અનુસાર સરકારી નોકરી છોડી દીધી અને આજીવન બ્રહ્મચર્ય વ્રત લઈ, સંન્યાસ ધારણ કરી સ્વામીજીના શિષ્ય થઈ ગયા. એમનું નામ “શિવાનંદ' રાખવામાં આવ્યું. પોતાના ગુરુ પૂ. સ્વામી શિવાનંદ સરસ્વતીની આજ્ઞા અનુસાર એમણે ગૃહસ્થ જીવનમાં જ રહી, આંખના દાક્તર તરીકે જ સૌરાષ્ટ્રમાં આવી તબીબી ક્ષેત્રે લોકસેવાનું કાર્ય ચાલુ કર્યું. સાથે સાથે “દિવ્ય જીવન સંઘ'ની પ્રવૃત્તિઓ પણ ચાલુ કરી. શ્રી વીરચંદ પાનાચંદ શાહે લોકસેવાનું જે સંગીન કાર્ય કર્યું હતું એથી પ્રેરાઈને સૌરાષ્ટ્ર સરકારે જામ સમઢિયાળાને નવું નામ આપ્યું “વીરનગર'. ડૉ. અધ્વર્યુ એમના સંપર્કમાં આવ્યા અને વીરનગરની હોસ્પિટલમાં જોડાઈ ગયા. શેઠ વીરચંદ પાનાચંદ બહુ ઉદાર મહાનુભાવ હતા. ડૉ. અધ્વર્યુ હંમેશાં એમની પ્રશંસા કરતાં થાકે નહિ. ડૉ. અધ્વર્યુએ સંન્યાસ સ્વીકાર્યા પછી પોતાની અંગત કમાણી છોડી દીધી હતી. ૧૯૫૬માં તેઓ વીરનગર આવી ગયા અને શિવાનંદ મિશનના નામથી હોસ્પિટલ ચાલુ થઈ. ઉત્તરોત્તર આ હોસ્પિટલનો વિકાસ થતો રહ્યો અને ચાર દાયકામાં તો એણે દેશવિદેશમાં ખ્યાતિ મેળવી લીધી. હોસ્પિટલમાં હવે આશરે અઢીસો જેટલી પથારીની વ્યવસ્થા થઈ ગઈ. આંખના દર્દીઓ ઉપરાંત અન્ય રોગના દર્દીઓને પણ દાખલ કરવાનું ચાલુ થયું અને સૌથી મહત્ત્વનું બીજું એક કાર્ય ચાલુ થયું તે ચરસ-ગાંજો વગેરેના વ્યસનીઓને વ્યસનમુક્ત કરવા માટેના ઉપચારની સુવિધા પણ ત્યાં દાખલ કરવામાં આવી. સ્વામી શિવાનંદ સરસ્વતી બ્રહ્મલીન થયા ત્યારપછી ઋષિકેશના શિવાનંદ આશ્રમનું સુકાન પૂ. સ્વામી ચિદાનંદજીએ સ્વીકાર્યું. બાપુજી Page #126 -------------------------------------------------------------------------- ________________ ડૉ. શિવાનંદ અધ્વર્યુ ૧૧૭ માટે એમને અપાર લાગણી હતી. બાપુજીને જ્યારે ૮૦ વર્ષ થયાં ત્યારે પૂ.ચિદાનંદજીએ બાપુજી અને બાને ઋષિકેશ આશ્રમમાં બોલાવી ખાસ આશીર્વાદ આપ્યા હતા અને ત્યારે બાપુજીનું નામ “સ્વામી યાજ્ઞવલ્કયાનંદજી અને પૂ. બાનું નામ એમણે “મૈત્રેયીદેવી' રાખ્યું હતું. એમાં આપણાં પૌરાણિક નામોની પૂરી સાર્થકતા રહેલી છે. બાપુજીએ ત્યારથી ભગવાં વસ્ત્ર ધારણ કર્યા હતાં. ડૉ. અધ્વર્યુ “સ્વામી યાજ્ઞવક્યાનંદજી' બન્યા, પરંતુ શિવાનંદ આશ્રમના અંતેવાસી હોવાથી અને સ્વામી શિવાનંદના શિષ્ય હોવાથી તેઓ ડૉ. શિવાનંદ અધ્વર્યુ તરીકે જ વધુ જાણીતા રહ્યા હતા. - વીરનગરની હોસ્પિટલ દ્વારા તેમણે નેત્રયજ્ઞોનું વિવિધ સ્થળે, વિવિધ સંસ્થાઓને ઉપક્રમે આયોજન ચાલુ કર્યું અને એક મિશનરીની જેમ તેઓ ગરીબ દર્દીઓની સેવામાં લાગી ગયા. ચાર દાયકાથી અધિક સમય સુધી તેઓ આંખના ઓપરેશન મફત કરતા રહ્યા અને પોતે એકલા આશરે ત્રણ લાખથી વધુ ઓપરેશન કર્યા. સમગ્ર ભારતમાં આંખના કોઈ દાક્તરે આટલાં બધાં ઓપરેશન કર્યા નથી. (ડૉ. શિવાનંદ અધ્વર્યુ પછી બીજે નંબરે ચિખોદરાના ડૉ. રમણીકલાલ દોશી આવે કે જેમણે અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ ઓપરેશન કર્યા છે અને હાલ ૮૦ વર્ષની વયે પણ રોજેરોજ સવારે ઓપરેશન કરતા રહ્યા છે.) ડૉ. અધ્વર્યુ સાહેબે ક્રમે ક્રમે વીરનગરની શિવાનંદ મિશન હોસ્પિટલ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં નેત્રનિદાન શિબિરો અને નેત્રયજ્ઞો દ્વારા એવું સરસ વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું કે જેથી રોજેરોજ નિશ્ચિત સ્થળે નિયમિત તારીખે એનું આયોજન ચાલ્યા કરે. પાળિયાદ, સાયલા, બાંટવા, શિવરાજગઢ, ધોરાજી વગેરે ભિન્ન ભિન્ન સ્થળે, દરેક જિલ્લામાં સ્થાનિક સંસ્થાઓ અને કાર્યકરોના સહયોગથી દર મહિનાની ચોક્કસ તારીખે Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સાંપ્રત સહચિંતન ભાગ ૧૧ નેત્રનિદાન શિબિર હોય અને એમાંથી જે દર્દીઓને ઓપરેશનની જરૂર હોય તેઓને વીરનગર તે જ દિવસે વાહનમાં લઇ આવવામાં આવે, બીજે દિવસે ઓપરેશન થાય, ચાર દિવસ એમને રાખવામાં આવે, મફત ચશ્મા આપવામાં આવે અને દરેકને વાહનમાં પાછા એમના સ્થળે પહોંચાડવામાં આવે. દર્દીએ એ માટે કશું જ આપવાનું ન રહે. પૈસાના અભાવે કોઇ દર્દી પાછો જવો ન જોઇએ. દર મહિનાની તારીખો નિશ્ચિત હોય એટલે લોકો આપોઆપ જાણતા જ હોય. એટલે એ માટે પ્રચારપત્રિકાઓ, જાહેરાતો કે બીજા કશાની જરૂર ન રહે અને ખર્ચ પણ ન થાય. એ રીતે દરેક સ્થળે નિશ્ચિત દિવસે બસો-ત્રણસો દર્દીઓ આંખ બતાવવા આવી પહોંચ્યા જ હોય. શિવાનંદ મિશન એક સેવાભાવી સંસ્થા એટલે એના દાક્તરો અને કર્મચારીઓની દર્દીઓ સાથેની રીતરસમ પણ એટલી સરળ, સહજ અને સહાનુભૂતિ ભરેલી હોય કે દર્દી ગભરાય નહિ. એ માટે ડૉ. અધ્વર્યુ સાહેબે બધાંને સારી રીતે તૈયાર કરેલા છે. -- આ રીતે વીરનગરની હોસ્પિટલમાં મોતિયો વગેરેનાં મહિને સરેરાશ દોઢ-બે હજાર જેટલાં ઓપરેશન થાય અને દરેક જિલ્લામાં નેત્રયજ્ઞોમાં થાય તે ઓપરેશન વધારામાં, આ રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં અંધત્વ નિવારણનું કાર્ય એટલું બધું સરસ થયા કરે છે કે ત્યાં મોતિયા વગેરેના કારણે થતા અંધત્વની ટકાવારી સાવ ઓછી થઇ ગઇ છે. કેટલાંક વર્ષથી બાપુજીને પોતાના કાર્યમાં મદદરૂપ થાય એવાં, એમનાં અંગત મંત્રી જેવા એક બહેનની સેવાનો લાભ મળતો રહ્યો હતો. એ છે અનસૂયાબહેન. બાપુજીની બધી જ વહીવટી જવાબદારી એમણે ઉપાડી લીધી હતી. અનસૂયાબહેન એક સુશિક્ષિત, સંસ્કારી, કાર્યદક્ષ અને વ્યવહારકુશળ સન્નારી છે. એમણે અંગત રીતે તો બાપુજીની દીકરીનું સ્થાન લીધું અને બાપુજીના વાત્સલ્યનો સૌથી વધુ Page #128 -------------------------------------------------------------------------- ________________ - - - - - ડૉ. શિવાનંદ અધ્વર્યુ ૧૧૯ લાભ અનસૂયાબહેનને મળ્યો. તેઓ બાપુજીના કાર્યનો ભાર સંભાળે, બાપુજીની તબિયતની દેખરેખ રાખે અને બાપુજી બહારગામ ક્યાંય પણ જવાના હોય તો સાચવીને લઈ જાય. બાપુજીની વૃદ્ધાવસ્થામાં અનસૂયાબહેન એમની લાકડી સમાન હતાં. બાપુજીનો એક શિરસ્તો સરસ આવકાર્ય રહ્યો હતો. રોજ સવારે ફરજ પર જતાં પહેલાં બધા ડૉક્ટરો અને સ્ટાફના અન્ય મહત્ત્વના સભ્યો સાથે બાપુજી ચા-નાસ્તો લેતા. એ વખતે બધાંની પ્રવૃત્તિઓ, ફરજો વગેરેની વાતચીત તો થાય, પણ સૌના ખબરઅંતર પુછાય અને કોઇને પોતાના કાર્યમાં કે ઘરની બાબતમાં કંઈ મુશ્કેલી હોય તો તરત નિવારણ થાય. બધાંની સાથે હળીમળીને રહેવું. શેઠ-નોકર જેવો નહિ પણ સમાન સ્વજન જેવો સંબંધ રાખી, આત્મીયતા કેળવી કાર્યને વધુ દીપાવવાની ભાવના બાપુજીના અને સૌના અંતરમાં રહેતી. બાપુજી વારંવાર કહેતા કે “અમારી સંસ્થા સેવાભાવી છે, પરંતુ તેમ છતાં દાક્તરોને ઓછો પગાર આપવાનું હું માનતો નથી.' એથી એકંદરે દાક્તરો અને સ્ટાફના અન્ય સભ્યો સંતુષ્ટ અને પ્રસન્ન રહ્યા કર્યા છે. દરેકને પોતાના કામની સ્વતંત્રતા. કોઈના કાર્યમાં દખલગીરી નહિ કે ઠપકો આપવાની પદ્ધતિ નહિ. પ્રેમથી કામ લેવાની અનોખી પદ્ધતિ ત્યાં જોવા મળે. આથી જ બાપુજીના સ્વર્ગવાસ પછી સૌ દાક્તરોએ પ્રતિજ્ઞા લીધી કે “પોતે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવશે અને શિવાનંદ મિશનનું કામ એવું જ શોભી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે.” ઋષિકેશના શિવાનંદ આશ્રમ અને ડિવાઇન લાઇફ સોસાયટી સાથે સંલગ્ન થવાને કારણે ડૉ. અધ્વર્યુ સ્વામી શ્રી યાજ્ઞવક્યાનંદજીને એક વિશિષ્ટ લાભ થયો. શિવાનંદ આશ્રમની શાખાઓ દેશવિદેશમાં છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આ આશ્રમમાં વિદેશોમાંથી કેટલાયે Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ સાધકો આવીને રહે છે. એમાંની સ્વિન્ઝરલેન્ડની કેટલીક વ્યક્તિઓ સાથે-ખાસ તો આંખના દાક્તરો સાથે ડૉ. અધ્વર્યુને પરિચય થયો. એમના નિમંત્રણથી ડૉ. અધ્વર્યુ યુરોપની આંખની અને અન્ય હોસ્પિટલની મુલાકાત લઈ આવ્યા. દરમિયાન એવા કેટલાક સ્વિસ દાક્તરોએ વીરનગરની શિવાનંદ મિશનની હોસ્પિટલની મુલાકાત લીધી અને એના સેવાભાવી કાર્યથી બહુ રાજી થયા. કોઈક દાક્તરોએ તો ત્યાં રહીને પોતાની સેવા આપવી ચાલુ કરી. એક દાક્તર તો વર્ષોથી દર વર્ષે એક મહિનો વીરનગર આવીને ઓપરેશન કરતા રહ્યા છે અને હવે એમના પુત્ર પણ આવે છે. વીરનગર આવે ત્યારે તેઓ વીરનગરના થઈને જ રહે. બાપુજીની સાથે શુદ્ધ શાકાહાર ગ્રહણ કરે અને રોજેરોજ પ્રાર્થનામાં જમીન પર પલાંઠી વાળીને બેસે. સ્વિસ ડૉક્ટરોના સહકારને લીધે સ્વિત્સરલેન્ડ તરફથી વીરનગરની હોસ્પિટલને આંખની તપાસ અને શસ્ત્રક્રિયા માટે મોંઘામાં મોંઘાં અદ્યતન સાધનો ભેટ મળતાં રહ્યાં છે. વીરનગરના કાર્યથી સ્વિસ ડૉક્ટરો એટલા બધા પ્રભાવિત થયા છે કે એક દાક્તરે તો લખ્યું છે કે શિવાનંદ મિશન હોસ્પિટલનું ધોરણ જોતાં કહેવું પડે કે હવેથી કોઈ ભારતીય નાગરિકે આંખની શસ્ત્રક્રિયા માટે વિદેશ જવાની આવશ્યકતા નથી. ભારતમાં સારામાં સારાં ઓપરેશન થાય છે. - ડૉ. શિવાનંદ અધ્વર્યુને પ્રત્યક્ષ મળવાનો પહેલો અવસર મને ૧૯૯૨માં મળ્યો હતો. મારા મિત્ર અને શિવાનંદ મિશનના એક ટ્રસ્ટી, રાજકોટના શ્રી શશિકાન્તભાઈ મહેતા મને ડૉ. અધ્વર્યુ સાહેબને મળવા માટે કહેતા. પણ એવો અવસર પ્રાપ્ત થતો નહોતો. રાજકોટમાં હું હોઉં અને તપાસ કરાવીએ તો ડૉ. અધ્વર્યુ સાહેબ બહારગામ હોય. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રતિવર્ષ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન કોઈ એક સંસ્થાને આર્થિક સહાય માટે શ્રોતાઓને અપીલ Page #130 -------------------------------------------------------------------------- ________________ ડૉ. શિવાનંદ અધ્વર્યુ ૧૨૧ કરવામાં આવે છે અને એકત્ર થયેલ નિધિ તે સંસ્થાને અર્પણ કરવામાં આવે છે. એ માટે પહેલાં સમિતિના સભ્યો તે સંસ્થાની મુલાકાત લે છે. ૧૯૯૨માં અમે કેટલાક સભ્યો એ પ્રમાણે શિવાનંદ મિશનની મુલાકાત માટે મુંબઇથી નીકળ્યા હતા. મુંબઇથી સૌરાષ્ટ્ર મેઇલમાં નીકળી અમે રાજકોટ પહોંચ્યા ત્યારે સ્ટેશન પર અમારું સ્વાગત કરવા બાપુજી પોતે આવ્યા હતા. એથી અમે બધાંએ સાનંદાશ્ચર્ય અનુભવ્યું હતું. બાપુજીનું દાક્ષિણ્ય, એમની ઉદારતા, એમની વ્યવહારકુશળતા, એમનું સૌજન્ય, એમનો વિવેક આ બધાં ગુણોના મઘમઘાટનો આ એક નાની ઘટનાથી જ પ્રથમ દર્શને પરિચય થઈ ગયો હતો. એમના અવાજમાં પ્રેમ અને વાત્સલ્ય હતાં. અમારી મુલાકાત પછી મારે મુંબઈ, સાયલા અને વીરનગરમાં બાપુજીને મળવાનું વારંવાર થતું. પૂજ્ય બાપુજી મને અને મારાં પત્ની તારાબહેનને પોતાનાં સંતાનોની જેમ રાખતા. એમના વ્યક્તિત્વમાંથી, એમના ગોરા પ્રભાવશાળી ચહેરામાંથી, એમની ઊંચી સમપ્રમાણ કાયામાંથી, એમનાં નેહનીતરતાં નયનોમાંથી અને એમનાં ભગવાં વસ્ત્રોમાંથી પવિત્રતાની સુરભિ સતત વહેતી રહેતી. આ મુલાકાત પછી બાપુજી ૧૯૯૩માં મુંબઇ પધાર્યા હતા. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં એમણે સરસ ઉબોધન કર્યું હતું. એ વખતે અગિયાર લાખ રૂપિયા અને શિવાનંદ મિશન માટે એકત્ર કરી શક્યા હતા. એ નિધિ અર્પણ કરવાનો કાર્યક્રમ વીરનગરમાં શાનદાર રીતે યોજાયો હતો. એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મારે પીએચ.ડી.ના એક વિદ્યાર્થીની મૌખિક પરીક્ષા (Viva) લેવા જવાનું હતું. બાપુજીને એની Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ જાણ થતાં તરત મુંબઇ મને ફોન કર્યો અને હ્યું કે યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રાત ન રોકાતાં વીરનગરમાં રાત રોકાવ. યુનિવર્સિટી પર ગાડી તમને તેડવા આવી જશે અને બીજે દિવસે એરપોર્ટ પર મૂકી જશે. બધી વ્યવસ્થા થઇ જશે.’ બાપુજીનું નિમંત્રણ મળે પછી વિચારવાનું જ શું હોય ? હું વીરનગ૨ પહોંચ્યો. અને એમનું આતિથ્ય માણ્યું. આવા સંત મહાત્માનો યોગ મળવો એ પણ દુર્લભ. બાપુજીએ ઋષિકેશમાં શિવાનંદ આશ્રમમાં યોગાસનો ર્યાં હતાં, સંસ્કૃત ભાષાના અભ્યાસ ઉપરાંત એમણે પાતંજલ યોગસૂત્રનો અભ્યાસ કર્યો હતો અને અષ્ટાંગયોગની સાધના કરી હતી. પાતંજલ યોગસૂત્ર જીવનભર એનનો પ્રિય ગ્રંથ રહ્યો હતો અને એ વિશે એમણે અનેક સ્થળે પ્રવચનો આપ્યાં હતાં. બાપુજીનો જીવ વસ્તુતઃ અધ્યાપકનો જીવ હતો. પોતે અઠવાડિયે એક દિવસ રાજકોટની એક સંસ્થામાં જીવનના અંત સુધી ભણાવવાનું ચાલુ રાખ્યું હતું. સણોસરાની લોકભારતી સંસ્થામાં ‘અહિંસા’ વિશે મારું પ્રવચન હતું એ વાત જાણીને તેઓ અનસૂયાબહેન સાથે સણોસરા આવી પહોંચ્યા હતા. વ્યાખ્યાનને અંતે એમણે મને કહ્યું કે ‘અહિંસા વિશે ભગવાન પતંજલિનું અવતરણ તમે ટાંક્યું તે મન બહુ જ ગમ્યું છે.' તે સમયે એમણે મને કહ્યું હતું કે ‘યોગસૂત્ર' એમનો અત્યંત પ્રિય વિષય છે. ક્યાંય પણ એ વિશે પ્રવચન આપવાનું આવે તો એ માટે પોતાને કશી પૂર્વ તૈયારીની જરૂર નથી, કારણ કે બધું કંઠસ્થ છે. છેલ્લાં કેટલાંક વર્ષથી બાપુજીએ પોતાની લોકકલ્યાણની પ્રવૃત્તિઓનો વ્યાપ વધાર્યો હતો. ખેતી, સીંચાઇ, પશુકેન્દ્ર, છાશકેન્દ્ર, અનાજરાહત અને ગરીબ દર્દીઓને તબીબી સેવા આપવા ઉપરાંત એમણે શિક્ષણના ક્ષેત્રે પોતાની પ્રવૃત્તિઓ શિવાનંદ પરિવારના ઉપક્રમે ચાલુ Page #132 -------------------------------------------------------------------------- ________________ ડૉ. શિવાનંદ અધ્વર્યુ ૧૨૩ કરી. શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે છાત્રાલય તથા બાળમંદિરની પ્રવૃત્તિ વીરનગરના સંકુલમાં જ નવા સરસ મકાનો બંધાવી ચાલુ કરાવી છે. તદુપરાંત શિક્ષકો માટે ભિન્ન ભિન્ન સ્થળે શિબિરોનું આયોજન કરાય છે કે જેથી શિક્ષકોનું અને શિક્ષણનું અને સાથે સાથે સંસ્કારિતાનું સ્તર ઊંચું આવે. આવી શિબિરોમાં બાપુજી જાતે હાજર રહીને પ્રવૃત્તિઓની દેખરેખ રાખતા અને માર્ગદર્શન આપતા રહેતા. દેશને સુધારવો હોય તો શિક્ષકોને સુધારવા જોઇશે. તો જ આવતી પેઢીમાં શિસ્ત, વિનય, નિયમિતતા, પ્રામાણિકતા, ધર્મશ્રદ્ધા વગેરે ગુણો ખીલશે. શિક્ષણ ક્ષેત્રે આવા આવા આવશ્યક ગુણોની હાલ ઓટ સમગ્ર દેશમાં વરતાય છે. બાપુજી જાહેર જનતાનાં નાણાંથી ચાલતી સેવાભાવી સંસ્થાનું સંચાલન જૂનવાણી પદ્ધતિથી કે કરકસરના ભ્રામક વિચારોથી કરતા નહિ. એમની પાસે આધુનિક પરિણામલક્ષી અભિગમ હતો. કામ જલદી થતું હોય તો ટપાલને બદલે ટેલિફોનનું ખર્ચ કરવું વ્યાજબી છે અને ટેલિફોન કરતાં રૂબરૂ મુલાકાતથી કામ વધારે સારું થતું હોય તો એટલું પ્રવાસ ખર્ચ કરવાનું વધુ ઉચિત છે. વસ્તુતઃ સંસ્થાની સુવાસ પ્રસરવી જોઈએ. તેઓ માનતા કે સારું કામ પૈસાના અભાવે ક્યારેય અટકતું નથી. કામ નિષ્ઠાથી અને સારી, સંતોષકારક રીતે થવું જોઇએ. નિયમોમાં જડતા ન આવી જવી જોઈએ. બાપુજી સાચા અર્થમાં એક ઉત્તમ કર્મયોગી હતા. તેઓ જીવનભર સતત અનાસક્તભાવે કાર્ય કરતા રહ્યા હતા. ૯૨ વર્ષની જિંદગીમાં એમણે સવાસો વર્ષ જેટલું કાર્ય કર્યું હશે. તેઓ પોતાના સમયનો ક્યારેય દુર્વ્યય કરતા નહિ. પોતે સવારમાં ચાર વાગે ઊઠી જાય અને આખો દિવસ કામ કરતા રહે. એકલા પડે ત્યારે તે સતત પોતાના કાર્યમાં ગૂંથાયેલા રહે. પરંતુ બીજી બાજુ તેઓ પોતાને સમય નથી' એવી કૃત્રિમ મોટાઇ પણ ક્યારેય બતાવતા નહિ. કોઇની સાથે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ મળવામાં, વાતો કરવામાં તેઓ કૃત્રિમ સભાન ઉતાવળ દાખવતા નહિ. સૌને સંતોષ થાય એવી સહજ રીતે સમય આપતા. રોજ સાંજે ભોજન પહેલાં તેઓ ઘરના આંગણામાં ખુલ્લામાં સ્વચ્છ વાતાવરણમાં બેસતા. જેમણે આવીને મળવું હોય, વાતો કરવી હોય તે નિઃસંકોચ આવી શકે. બહારગામ પોતે ગયા હોય તો સ્થાનિક કાર્યકર્તાઓ, નેતાઓ, મહાનુભાવોને તેઓ નિરાંતે મળતા, વાર્તાલાપ કે વિચારવિનિમય કરતા. એમના સાનિધ્યમાં વાતાવરણ પ્રેરક અને પ્રોત્સાહક બની રહેતું. એમનું નિઃસ્વાર્થ, સેવાપરાયણ, પ્રભુમય પવિત્ર જીવન એમાં મહત્ત્વનું કાર્ય કરતું. - સ્વામી શિવાનંદ સરસ્વતીએ સેવા અને અધ્યાત્મનો સમન્વય કર્યો છે. દિવ્ય જીવન સંઘમાં સેવા દ્વારા અધ્યાત્મના માર્ગે આગળ વધવા માટે છ પગથિયાય બતાવવામાં આવ્યાં છે : (૧) સેવા (૨) પ્રેમ (૩) દાન (૪) પવિત્રતા (૫) ધ્યાન અને (૬) આત્મસાક્ષાત્કાર. બાપુજીએ સેવા અને અધ્યાત્મના સમન્વયની આ દીક્ષા પોતાના જીવનમાં ચરિતાર્થ કરી હતી. બાપુજીને દીર્ધાયુષ્ય મળ્યું હતું. લોકજીવનના ભૌતિક અને આધ્યાત્મિક ઉત્કર્ષમાં એમનું નિઃસ્વાર્થ, ત્યાગપરાયણ યોગદાન ઘણું મોટું રહ્યું છે. દેશ અને વિશેષતઃ ગુજરાત એમનું હંમેશાં એ માટે ઋણી રહેશે. સંતસ્વરૂપ પૂ. બાપુજીના પુણ્યાત્માને નતમસ્તકે અંજલિ અર્પીએ છીએ ! Page #134 -------------------------------------------------------------------------- ________________ એન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ મુંબઈની દ્વારા સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપનકાર્યની સાથે વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમ આપવાનું કાર્ય મેં ૧૯૫૧થી ૧૯૭૦ સુધી કર્યું હતું. એ માટે મેં પોતે ૧૯૫૧ના માર્ચ, એપ્રિલ અને મે એમ ત્રણ મહિના કર્ણાટકના બેલગામમાં ‘મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી'માં લશ્કરી તાલીમ લીધી હતી. ત્યારપછી પણ બેલગામ, દહેરાદૂન, કામટી વગેરે સ્થળે આવેલાં લશ્કરી કેન્દ્રોમાં ઉનાળાની રજામાં ફરીથી વિશેષ તાલીમ મેળવી હતી. સેકન્ડ લેફ્ટેનન્ટ, લેફ્ટેનન્ટ, કેપ્ટન અને છેલ્લે મેજર એમ મારી રેન્ક રહી હતી. બેરરથી બ્રિગેડિયર' નામના મારા પુસ્તકમાં મેં એન.સી.સી.ના કેટલાક અનુભવો લખ્યા છે. અહીં એન.સી.સી.નો પરિચય આપવામાં આવ્યો છે. એન.સી.સી. એટલે નેશનલ કૅટેડ કોર (National Cadet corps)--રાષ્ટ્રીય વિદ્યાર્થીસેના. કોઇપણ રાષ્ટ્રની ભૌગોલિક લાલસા જ્યારે વધે છે ત્યારે આરંભમાં પાડોશી રાષ્ટ્રો સાથે સંઘર્ષ શરૂ થાય છે. તે રાજ્યો નાનાં અને નબળાં હોય તો તેના પર આધિપત્ય મેળવવું સહેલું બને છે. આવા સંઘર્ષોમાંથી મોટાં યુદ્ધો સરજાય છે. યુદ્ધ એટલે શરીર અને શસ્ત્રની તાકાતની કસોટીનું ક્ષેત્ર. શારીરિક તાકાત એની સીમાએ પહોંચે છે યૌવનમાં. એટલા માટે સેના અને યુદ્ધ એ યુવાનોનું સક્રિય કાર્યક્ષેત્ર છે. આક્રમક યુદ્ધ માટે, સંરક્ષણ માટે, આંતરિક સલામતી માટે, શાંતિ અને વ્યવસ્થા માટે દરેક રાષ્ટ્ર પાસે વિવિધ પ્રકારનો વ્યવસ્થિત રીતે કેળવાયેલો યુવાનવર્ગ હોય છે. ભિન્નભિન્ન પ્રકારની રાષ્ટ્રીય સેના, પ્રાદેશિક સેનાઓ, અનામત દળો, સરહદી ચોકિયાતો, પોલીસદળ, હોમગાર્ડઝ વગેરે પ્રકારનાં દળો તૈયાર રાખવામાં આવે છે. દુનિયામાં પ્રતિવર્ષ લાખો યુવાનો આવાં દળોમાંથી નિવૃત્ત થાય છે અને લાખો Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ નવા યુવાનોની એમાં ભરતી થાય છે. ભરતી થયેલા નવા યુવાનોને તાલીમ આપવાનું કાર્ય દરેક રાષ્ટ્રમાં સતત ચાલતું હોય છે. આવી તાલીમના યુદ્ધેતર લાભ પણ રાષ્ટ્રને સાંપડતા હોય છે. યુ.ટી.સી. અને યુ.ઓ.ટી.સી. શાળા અને કૉલેજોનાં યુવક-યુવતીઓને તેમના અભ્યાસકાળ દરમ્યાન લશ્કરી તાલીમ આપવાની પ્રવૃત્તિ ઘણાં રાષ્ટ્રોમાં ચાલે છે. ભારતમાં આઝાદી મળી તે પહેલાં, બ્રિટિશ શાસન દરમ્યાન, ભારતીય વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમ આપવા માટેની લોકોની માંગણીનો સ્વીકાર કરીને બ્રિટિશ સરકારે પ્રાદેશિક સેના (ટેરિટોરિયલ આર્મી)ના એક ભાગ તરીકે યુ.ટી.સી. (યુનિવર્સિટી ટ્રેનિંગ કોર)ની સ્થાપના ૧૯૨૫માં કરી હતી. એમાં ફક્ત કોલેજમાં અભ્યાસ કરતા યુવાનોને જ લેવામાં આવતા. કૉલેજના અધ્યાપકોને લશ્કરી તાલીમ આપી તેમની યુ.ટી.સી.ના ઑફિસર તરીકે નિમણૂંક કરવામાં આવતી. યુ.ટી.સી.નું સૌથી પહેલું યુનિટ મુંબઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મુંબઇમાં સ્થપાયું. બીજું યુનિટ કલકત્તામાં અને ત્રીજું યુનિટ મદ્રાસમાં સ્થપાયું. એ જાણવા જેવી હકીકત છે કે આઝાદ હિંદ ફોજના સેનાપતિ નેતાજી સુભાષચંદ્ર બોઝે કલકત્તાની યુનિવર્સિટીના સેકન્ડ બેંગાલ બૅલિયનના કડટ તરીકે લશ્કરી તાલીમ લીધી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ઑફિસરોની વધુ જરૂરિયાતને લક્ષમાં રાખીને બ્રિટિશ સરકારે બ્રિટનની યુનિવર્સિટીઓમાં અપાતી લશ્કરી તાલીમની વ્યવસ્થા અનુસાર ભારતમાં પણ તે પ્રમાણે કૉલેજોના યુવકોને લશ્કરી તાલીમ આપવા માટે યુ.ટી.સી.નું યુ.ઓ.ટી.સી. (યુનિવર્સિટી ઑફિસર્સ ટ્રેનિંગ કોર)માં રૂપાંતર કર્યું. અલબત્ત, આમ કરવા છતાં લશ્કરી તાલીમ લેવા માટે બ્રિટનમાં વિદ્યાર્થીઓમાં જેટલો ઉત્સાહ જણાતો તેટલો ઉત્સાહ ભારતમાં જણાતો નહોતો. આથી ભારતમાં યુનિવર્સિટીના ક્ષેત્રે અપાતી લશ્કરી તાલીમ અંગે ૧૯૪૬માં WWW.jainelibrary.org Page #136 -------------------------------------------------------------------------- ________________ એન.સી.સી. દ્વારા કરી તાલીમ ૧૨૭ પંડિત હૃદયનાથ કુંઝરના અધ્યક્ષપદે એક તપાસપંચ નીમવામાં આવ્યું. એ તપાસપંચે તપાસ કરી પોતાના અહેવાલમાં મહત્ત્વની બે બાબતોનો નિર્દેશ ક્યે : (૧) યુ.ઓ.ટી.સી. દ્વારા અપાતી લશ્કરી તાલીમ માટે જે સાધન-સગવડ છે તે પૂરતાં અને સારાં નથી. પરિણામે તાલીમનું ધોરણ બહુ ઊંચુ જણાતું નથી. (૨) યુ.ઓ.ટી.સી.ના કેડેટોને તાલીમ આપવા માટે લશ્કરમાંથી જે શિક્ષકો, ઑફિસરો વગેરે ૧૯૩૯ પછીથી મોકલવામાં આવે છે, તે બીજા વિશ્વયુદ્ધ પહેલાં હતા તેવા, બહુ ઊંચી લાયકાતવાળા હોતા નથી. સરકાર જો ભારતના યુવાનોને સારી રીતે તાલીમ આપવા ઇચ્છતી હોય તો આ વ્યવસ્થાતંત્રની “નેશનલ કેડેટ કોર'ના નામથી નવેસરથી રચના કરવી જોઈએ અને તેને સારા શિક્ષકો અને પૂરાં સાધનો આપવાં જોઈએ..તપાસપંચે વળી એવી પણ ભલામણ કરી કે લશ્કરી તાલીમ યુવકો ઉપરાંત યુવતીઓને પણ આપવામાં આવે અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને પણ આપવામાં આવે. તપાસપંચનો અહેવાલ આવ્યો, પણ ૧૯૪૭માં બ્રિટિશ સરકારે વિદાય લીધી. પરંતુ સ્વતંત્ર ભારતની સરકારે તપાસપંચનો અહેવાલ મંજૂર રાખ્યો અને તે અનુસાર ખાસ ધારો (એન.સી.સી. એક્ટ) ઘડી ૧૯૪૮ના એપ્રિલની ૧૬મી તારીખે પસાર કર્યો અને ખાસ ગેઝેટમાં તે છાપવામાં આવ્યો. આમ, ૧૯૪૮ના એપ્રિલની ૧૬મીએ એન.સી.સી.નો જન્મ થયો. એન.સી.સી. એ ભારતની મોટી અને ઉત્તમ યુવા-પ્રવૃત્તિ છે. ઉદેશ અને મુદ્રાલેખ જ્યારે લોકસભામાં એન.સી.સી. વિશે ઘારો પસાર કરવામાં આવ્યો ત્યારે એન.સી.સી.ના ઉદ્દેશ અથવા ધ્યેય તરીકે નીચેની ક્લમો જાહેર કરવામાં આવી : Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ ભારતના યુવાનોમાં અને યુવતીઓમાં ચારિત્ર, બંધુત્વની ભાવના, ખેલદિલી, સેવાનો આદર્શ અને નેતાગીરીની શક્તિ વિકસાવવાં. (૨) યુવાનો અને યુવતીઓને લશકરી તાલીમ આપવી અને એ દ્વારા રાષ્ટ્રના સંરક્ષણની બાબતમાં તેમને રસ લેતાં કરવાં. (૩) લશ્કરી તાલીમ પામેલાં શિસ્તબદ્ધ યુવાનો અને યુવતીઓનો અનામત સમુદાય ઊભો કરવો કે જેથી રાષ્ટ્રની કટોકટીના સમયમાં લશ્કરનો ઝડપી વિસ્તાર કરતી વખતે તેઓ ઑફિસર તરીકે કામ લાગે. એન.સી.સી.નો મુદ્રાલેખ “એકતા અને અનુશાસન' એવો રાખવામાં આવ્યો છે. એન.સી.સી.ના કેડેટોમાં કર્તવ્ય (યુટી) અને શિસ્ત (ડિસિપ્લિન)ની ભાવનાનાં બીજ રોપવામાં આવે છે. તેમને સમજાવવામાં આવે છે કે “અંતરાત્મા દ્વારા પ્રાપ્ત થયેલ પરમાત્માના આદેશને અનુસરવું તે કર્તવ્ય. સાચી સત્તા ધરાવતી વ્યક્તિએ આપેલા હુકમનું પાલન કરવું તે શિસ્ત. બંનેના પાયામાં રહેલી ભાવના એ છે કે ઉચ્ચતર ધ્યેયને માટે અંગત સ્વાર્થનો ઇન્કાર કરવો. જ્યાં સુધી કર્તવ્યનો પાઠ જીવનમાં બરાબર ઊતરે નહીં ત્યાં સુધી શિસ્તના પાઠનું શિક્ષણ અધૂરું રહે છે.” એન.સી.સી.ના કાયદા પ્રમાણે એમાં જોડાનાર વિદ્યાર્થીઓ માટે શાંતિ કે યુદ્ધના સમયમાં લશ્કરમાં જોડાવાનું ફરજિયાત નથી. આમ છતાં સરકાર ક્યારેક આંતરિક સલામતી કે વ્યવસ્થા માટે એન.સી.સી.ની સેવાનો ઉપયોગ કરી શકે છે. એટલા માટે એન.સી.સી.ને સંરક્ષણની ત્રીજી હરોળ તરીકે ઓળખાવવામાં આવે છે. પ્રાદેશિક સેના એ સંરક્ષણની બીજી હરોળ ગણાય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ એન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ ૧૨૯ એન.સી.સી.નું વ્યવસ્થાતંત્ર એન.સી.સી.ના તંત્રની બહુ વ્યવસ્થિત રીતે યોજના કરવામાં આવી છે. એન.સી.સી.નું ખાતું કેન્દ્ર સરકારના સંરક્ષણ ખાતા હેઠળ આવેલું છે. એન.સી.સી.ની વડી મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે. અને તેના વડા તે ડાઈરેક્ટર જનરલ કહેવાય છે. લગભગ દરેક રાજ્યમાં એન.સી.સી.ની એક મુખ્ય કચેરી--ડાઇરેક્ટોરેટ-- હોય છે અને તેના વડા ડાઇરેક્ટર કહેવાય છે. ભારતમાં હાલ સોળ ડાઈરેક્ટોરેટ છે. ડાઈરેક્ટર જનરલ તરીકે સૈન્યમાં મેજર જનરલનો અથવા હવાઈ કે નૌકાદળમાં સમકક્ષ દરજ્જો ધરાવતી હોય એવી વ્યક્તિની નિમણૂક થાય છે અને ડાઈરેક્ટર તરીકે, કેડેટોની સંખ્યા અનુસાર બ્રિગેડિયર, કર્નલ અથવા લેફ્ટનન્ટ કર્નલનો કે સમકક્ષ દરો ધરાવતી વ્યક્તિની નિમણૂક થાય છે. એન.સી.સી.ના પ્રથમ ડાઈરેક્ટર જનરલ તે મેજર જનરલ વીરેન્દ્રસિંહ હતા. એન.સી.સી. ડાઈરેક્ટોરેટની હેઠળ કેટલાંક ગ્રુપ હોય છે. રાજ્યનાં મોટાં શહેરોમાં ગ્રુપની વડી કચેરી હોય છે અને એની હેઠળ જુદી જુદી શાખાનાં જુદાં જુદાં યુનિટો અથવા બેટેલિયનો હોય છે. દરેક યુનિટમાં નિશ્ચિત કરેલી સંખ્યામાં કંપની હોય છે. દરેક કંપનીમાં નિશ્ચિત સંખ્યામાં કેડેટોની ભરતી થાય છે. દરેક કંપની, પ્લેન કે ટુપ માટે નિશ્ચિત કરેલી કૉલેજ કે શાળાનાં વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીની ભરતી થાય છે. એન.સી.સી.માં શાખાઓ એન.સી.સી.ની જ્યારે શરૂઆત થઈ ત્યારે તેમાં મુખ્ય બે વિભાગ રાખવામાં આવ્યા હતા : (૧) સિનિયર ડિવિઝન, અને (૨) જુનિયર ડિવિઝન. શાળાના વિદ્યાર્થીઓ માટે જે એન.સી.સી. તે જુનિયર ડિવિઝન અને કૉલેજના વિદ્યાર્થીઓ માટે તે સિનિયર ડિવિઝન. ૧૯૫૦થી છોકરીઓને પણ લશ્કરી તાલીમ આપવાનું નક્કી થયું અને FO! ' Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સાંપ્રત સહચિંતન- ભાગ ૧૧ કૉલેજની છોકરીઓ માટે ગર્લ્સ ડિવિઝન (સિનિયર) શરૂ કરવામાં આવ્યું અને ૧૯૫૪માં શાળાની છોકરીઓ માટે ગર્લ્સ ડિવિઝન (જુનિયર) શરૂ કરવામાં આવ્યું. એન.સી.સી.નાં સિનિયર અને જુનિયર બંને ડિવિઝનોમાં લશ્કરી પદ્ધતિ પ્રમાણે મુખ્ય ત્રણ શાખાઓ (વિંગ) રાખવામાં આવી: (૧) આર્મી હિંગ, (૨) નેવલ વિંગ, (૩) ઍર વિંગ, એન.સી.સી.માં ઑફિસરો તથા કેડેટોની પસંદગી બહુ જ કડક ધોરણે થતી હોય છે. એર વિંગમાં તો આરોગ્યની સામાન્ય યોગ્યતા ઉપરાંત જે વિદ્યાર્થીઓને ચશ્માં આવ્યાં ન હોય અને જેઓ પોતાનાં માતાપિતાના એકના એક દીકરા ન હોય અને જેઓ અમુક વયમર્યાદા વટાવી ચૂક્યા ન હોય તેઓને જ લેવામાં આવે છે. એમાં જોડાયેલા વિદ્યાર્થીઓને વિમાન ચલાવવાની, ગ્લાઇડિંગની તથા પેરેશૂટની તાલીમ આપવામાં આવે છે. એર વિંગની “સી” સર્ટિફિકેટની પરીક્ષા પસાર કરી હોય તેવા કેડેટોને ભારતીય હવાઈ દળમાં પસંદગી આપવામાં આવે છે. તેવા કેડેટોને પાઈલટ તરીકે વિમાન કંપનીઓમાં પણ પસંદગી અપાય છે. એન.સી.સી.ની નેવલ વિંગમાં જોડાયેલા કંડટોને મુંબઇ, કોચીન, વિશાખાપટ્ટનમ વગેરે નૌકાદળનાં મથકોમાં લઇ જઇ નૌકાદળનાં જહાજોમાં ખાસ તાલીમ આપવામાં આવે છે. આર્મી વિંગ, નેવલ વિંગ અને ઍર વિંગ ઉપરાંત કૉલેજના વિદ્યાર્થીઓ આર્ટિલરી બૅટરી, આર્મી સ્કવૉડન, સિગ્નલ યુનિટ, મેડિકલ યુનિટ, એન્જિનિયર્સ યુનિટ વગેરેમાં પણ યોગ્યતા પ્રમાણે જોડાઈ શકે છે. શાળા અને કોલેજની કન્યાઓને માટે પણ એન.સી.સી.માં જોડાવાની વ્યવસ્થા થતાં તેઓને આર્મી વિંગની કેટલીક તાલીમ ઉપરાંત રેડ ક્રોસ, મોર્સ કોડ વગેરેની તાલીમ પણ આપવામાં આવે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ એન.સી.સી. દારા લશ્કરી તાલીમ ૧૩૧ એન.સી.સી.ની સ્થાપના થઈ ત્યારે આરંભનાં કેટલાંક વર્ષ એન.સી સી.ના કેડેટો અને ઑફિસરોનો ગણવેશ લશ્કરના ગણવેશ જેવો જ આપવામાં આવ્યો હતો, પરંતુ પછી જેમ એન.સી.સી.નો વિસ્તાર થતો ગયો તેમ તેમ તેના ગણવેશમાં ફેરફાર કરવામાં આવ્યા. એકંદરે કેડિટોને પહેરવો ગમે, શોભે અને તે ચબરાક દેખાય તેવો જુદી જુદી શાખાને જુદો જુદો ગણવેશ આપવામાં આવ્યો છે. શાળા અને કૉલેજનાં યુવક-યુવતીઓને લશ્કરી તાલીમ આપવાનું કાર્ય ખર્ચાળ છે. તેઓને માટેના ગણવેશ અને તેની ધોલાઈ, તાલીમ માટેનાં સાધનો, તાલીમ માટે ફાજલ પાડવામાં આવેલા લશ્કરી શિક્ષકો અને અધિકારીઓના પગાર, શાળા અને કોલેજના એન.સી.સી. ઑફિસરોનાં માનદ વેતન, તાલીમ છાવણી માટે ગાડીભાડું, ભોજન અને ઈતર વ્યવસ્થાનો ખર્ચ, એન.સી.સી.ની કચેરીઓનો ખર્ચ––આમ પ્રમાણમાં ઘણો મોટો ખર્ચ વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમ આપવા પાછળ થાય છે. આમાંનો કેટલોક ખર્ચ રાજ્યની સરકારો ભોગવે છે અને કેટલોક ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે. પરીક્ષાઓ એન.સી.સી.માં જોડાયેલા કેડેટોને અઠવાડિયામાં એક અથવા બે પરેડ ભરવાની હોય છે. લગભગ છ મહિનામાં તેમને લશ્કરી અભ્યાસક્રમ પૂરો કરવાનો હોય છે. તેમની પરેડ શાળા કે કૉલેજના અભ્યાસમાં અવરોધરૂપ ન બને એ રીતે સવારે કે સાંજ કે ગોઠવાતી હોય છે. તાલીમ લીધા પછી એક, બે કે ત્રણ વર્ષને અંતે તેઓ પરીક્ષાઓ આપે છે. એમાં જુનિયર ડિવિઝનમાં લેવાતી પરીક્ષા તે “એ' સર્ટિફિકેટના નામથી ઓળખાય છે. સિનિયર ડિવિઝનમાં લેવાતી પરીક્ષાઓ “બી” અને “સી” સર્ટિફિકેટના નામથી ઓળખાય છે. કેડેટોએ પસાર કરેલી પરીક્ષાઓના આધારે તેમને એન.સી.સી.ના WWW.jainelibrary.org Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ દરજજા અને હોદ્દાઓની બઢતી આપવામાં આવે છે. કેટલીક યુનિવર્સિટીઓમાં તેવા કેડેટોને પરીક્ષાના કેટલાક વિષયોમાં રાહત અથવા વધુ ગુણ આપવામાં આવે છે. એન.સી.સી.ના કેડેટો માટે સૈન્યમાં જોડાવું ફરજિયાત નથી, પરંતુ ખડકવાસલાની ડિફેન્સ એકેડેમીમાં અને દેહરાદૂનની મિલિટરી એકેડેમીમાં એન.સી.સી.ના કૅટો માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. એન.સી.સી.ની તાલીમ લઇ જોડાયેલા કેડેટો એકેડેમીની પરીક્ષાઓમાં ઘણું સારું પરિણામ લાવે છે અને તેઓ ઘણા સારા ઑફિસર નીવડે છે એવો ઉચ્ચ લશ્કરી સત્તાવાળાઓનો અભિપ્રાય છે. એન.સી.સી.માં દરજો અને હોદો. આજ્ઞાપાલન વગર સૈન્યની વ્યવસ્થા ટકી ન શકે અને યુદ્ધમાં તો એનું પરિણામ ભયંકર આવે. કોણે કોની આજ્ઞા માનવી, કોણે કોને સલામ કરવી તે માટે સૈન્યમાં દરજ્જો (રેન્ક) અને હોદ્દો આપવામાં આવે છે. પ્રત્યેકનો દરજ્જો દૂરથી પણ ઓળખાય એ માટે ગણવેશમાં ખભા ઉપર પહેરવાની જુદી જુદી નિશાનીવાળી પટ્ટી કરવામાં આવે છે. જેમ સૈન્યમાં તેમ એન.સી.સી.માં પણ કેડેટો અને ઑફિસરોને દરજ્જો અને હોદ્દો આપવામાં આવે છે. એન.સી.સી.માં દાખલ થયેલા વિદ્યાર્થીને કેડેટ કહેવામાં આવે છે. ત્યારપછી (૧) લાન્સ કોર્પોરલ, (૨) કોરલ, (૩) સાર્જન્ટ, (૪) કંપની ક્વાર્ટર માસ્ટર સાર્જન્ટ, (૫) કંપની સાર્જન્ટ મેજર, (૬) રેજિમેન્ટલ ક્વાર્ટર માસ્ટર સાર્જન્ટ, (૭) રેજિમેન્ટલ સાર્જન્ટ મેર, (૮) અન્ડર ઑફિસર, અને (૯) સિનિયર અન્ડર ઑફિસર—એ પ્રમાણે ઉત્તરોત્તર ચડિયાતો દરજ્જો લાયકાત પ્રમાણે આપવામાં આવે છે. એન.સી.સી.માં જોડાનાર ઑફિસરોને (૧) સેકંડ લેફ્ટનન્ટ, (૨) લેફ્ટનન્ટ, (૩) કૅપ્ટન અને (૪) મેજર એ પ્રમાણે ઉત્તરોત્તર ચડિયાતો Page #142 -------------------------------------------------------------------------- ________________ એન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ ૧૩૩ દરજ્જો મળે છે. તેમાંથી કેટલાકની ઐમ્પટન્ટ ક્વાર્ટર માસ્ટર, સેકન્ડ ઈન કમાન્ડ વગેરે તરીકે નિમણૂક કરવામાં આવે છે. એન.સી.સી.માં દરજાઓ અને હોદ્દાઓ ઘણુંખરું લશ્કરના દરજાઓ અને હોદ્દાઓ પ્રમાણે જ આપવામાં આવે છે. લશ્કરમાં સિપાઈઓ અને ઑફિસરો એમ બે વિભાગ હોય છે. સિપાઇઓમાં (૧) લાન્સ નાયક, (૨) નાયક, (૩) હવાલદાર, (૪) હવાલદાર મેજર, (૫) જમાદાર, (૬) જમાદાર મેજર, (૭) સૂબેદાર અને (૮) સૂબેદાર મેજર એવો દરજ્જો અપાય છે. લશ્કરી ઓફિસરોમાં (૧) સેકન્ડ લેફ્ટનન્ટ, (૨) લેફ્ટનન્ટ, (૩) કેપ્ટન, (૪) મેજર, (૫) લેફ્ટનન્ટ કર્નલ, (૬) કર્નલ, (૭) બ્રિગેડિયર, (૮) મેજર જનરલ, (૯) લેફ્ટનન્ટ જનરલ, (૧૦) જનરલ એવો ઉત્તરોત્તર ચડિયાતો દરો અપાય છે. યુદ્ધના સમયે ઝડપી બઢતી આપીને પ્રોત્સાહિત કરવાના હેતુથી જનરલને ફીલ્ડ માર્શલ બનાવવામાં આવે છે. નૌકાદળમાં ઓફિસરોમાં (૧) ઍક્ટિગ સબ લેફ્ટનન્ટ, (૨) સબ લેફ્ટનન્ટ, (૩) લેફ્ટનન્ટ, (૪) લેફ્ટનન્ટ કમાન્ડર, (૫) કમાન્ડર, (૬) કૅપ્ટન, (૭) કોમોડોર, (૮) રિઅર એડમિરલ, (૯) વાઇસ એડમિરલ અને (૧૦) એડમિરલ એ પ્રમાણે ઉત્તરોત્તર ચડિયાતો દરજ્જો આપવામાં આવે છે. વાયુસેના અથવા હવાઈદળમાં ઑફિસરોમાં (૧) પાઇલટ ઑફિસર, (૨) ફુલાઈગ ઑફિસર, (૩) ફૂલાઇટ લેફ્ટનન્ટ, (૪) સ્કવૉડન લીડર, (૫) વિંગ કમાન્ડર, (૬) ગ્રુપ કૅટન, (૭) ઍર કામોડોર, (૮) ઍર વાઈસ માર્શલ, (૯) એર માર્શલ એ પ્રમાણે ઉત્તરોત્તર ચડિયાતો દરજ્જો આપવામાં આવે છે. વાર્ષિક તાલીમ છાવણી એન.સી.સી.ના કેડેટોને દર વર્ષે દસ, બાર કે ચૌદ દિવસ માટે બહારગામ વાર્ષિક તાલીમ માટે લઈ જવામાં આવે છે. ત્યાં તેઓને એક સ્થળે છાવણીમાં રહેવાનું હોય છે. ત્યાં તાલીમ અને રહેવા તથા ખાવાપીવાની તમામ વ્યવસ્થા સરકારને ખર્ચ કરવામાં આવે છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૧ તાલીમ છાવણીમાં રહેવાની વ્યવસ્થા કેટલીક વાર ખુલ્લામાં તંબૂઓમાં કરવામાં આવે છે તો કેટલીક વાર લશ્કરી બેરેક કે મકાનોમાં કરવામાં આવે છે. વસ્તુતઃ ખુલ્લા મેદાનોમાં અપાતી આ પ્રકારની તાલીમ જ વધારે સારી અને ઉપયોગી તાલીમ થઈ પડે છે, કારણ કે કેડેટો દિવસ-રાત ત્યાં સાથે રહે છે. વિષયાંતરો કે બીજા કોઈ વિક્ષેપો માટે ત્યાં એકંદરે અવકાશ હોતો નથી. તેઓ ત્યાં લશ્કરી તાલીમમાં પોતાના ચિત્તને સારી રીતે પરોવી શકે છે. તાલીમ છાવણીમાં તેઓએ સવારે ઘણું વહેલું ઊઠવાનું હોય છે અને સમયપત્રક પ્રમાણે બધું કાર્ય કરવાનું હોય છે. તેમાં તેઓને જુદા જુદા વિષયોની વ્યવહારુ તાલીમ પણ અપાય છે. રૂટ માર્ચ, નાઈટ માર્ચ, ગોળીબાર વગેરેની તાલીમ પણ અપાય છે. તેમાં રમતગતમ અને બીજી સ્પર્ધાઓ માટે પણ સમય ફાજલ રાખવામાં આવે છે. આમ એકંદરે કેડેટોને સમૂહમાં રહેવાની, સંઘભાવનાની, ખડતલ થવાની અને લશ્કરી તાલીમ સારી રીતે મેળવવાની સુંદર તક સાંપડે છે. તાલીમ છાવણીમાં કેડેટોને દિવસે કે રાત્રે જુદી જુદી ફરજો સોંપવામાં આવે છે. કોઈને શસ્ત્રાગારની, કોઈને પરેડની, કોઇને રમતગમતની, કોઈને રસોડાની, કોઈને ધોબીની. એ બધી ફરજો તેઓએ બરાબર બજાવી છે કે કેમ તેનો હિસાબ પણ લેવાય છે. બરાબર ન હોય તો તરત ઠપકો અપાય છે. લશ્કરી તાલીમમાં નાનામાં નાની ક્ષતિને બરાબર ધ્યાનથી પકડી તે માટે તરત ઠપકો આપવો એ ઉપરીનું સારું લક્ષણ મનાય છે. તો જ કાર્યદક્ષતાનું ધોરણ ઊંચું રહે. તાલીમ છાવણીમાં સૌથી અગત્યનું સ્થળ તે ક્વાર્ટર ગાર્ડ છે, જ્યાં ચોવીસ કલાક ચોકીપહેરો રહેતો હોય છે. પહેરા ઉપરના કેડેટો જતા-આવતા ઓફિસરોને સલામી આપે છે. ક્વાર્ટર ગાર્ડ માટે ચબરાક અને તેજસ્વી કેડેટોની પસંદગી થાય છે. ક્યારેક એ માટે જુદી જુદી કંપનીઓ વચ્ચે સ્પર્ધા પણ થાય છે. ક્વાર્ટર ગાર્ડ માટે રોજ નવા Page #144 -------------------------------------------------------------------------- ________________ - - -- - --- - - - - - - - - - - - એન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ ૧૩૫ ગાર્ડ આવતા હોય છે. ગાર્ડની બદલીનો કાર્યક્રમ આત્મવિશ્વાસ જન્માવનાર રસિક અને નિહાળવા જેવો હોય છે. છાવણીમાં સ્વચ્છતા ઉપર પણ ઘણો ભાર મૂકવામાં આવે છે. લશ્કરી કેન્દ્રોની જેમ તાલીમ છાવણીઓમાં સવારથી ભોજનના સમય સુધી કેડેટોએ પોતાનો સામાન એકસરખી રીતે, એકસરખા માપે, સ્વચ્છતાપૂર્વક ગોઠવવાનો હોય છે જેને લાઈન રેસિંગ કહેવામાં આવે છે. જુદાં જુદાં લેટૂન અને કંપનીનાં કેડેટો વચ્ચે એ માટે સ્પર્ધા પણ યોજવામાં આવે છે. સમાજજોવા માટે તાલીમ છાવણીઓ એન.સી.સી.ના કેડેટોને શારીરિક શ્રમનું ગૌરવ સમજાય એટલા માટે એન.સી.સી.ની શરૂઆત થઈ ત્યારથી લગભગ ૧૯૬૫ સુધી વાર્ષિક તાલીમ છાવણીમાં રોજના બે કલાકના હિસાબે નિશ્ચિત કરેલા કલાક સમાજસેવા માટે આપવાના રહેતા. તાલીમ છાવણીનું સ્થળ નક્કી થાય તેની સાથે કેડેટોએ ત્યાં સમાજસેવાનું કેવા પ્રકારનું કાર્ય કરવાનું છે તે પણ નક્કી થઈ જતું. કાચા કે પાકા રસ્તાઓ બાંધવા, કાચાં મકાનો બાંધવાં, ગ્રામસફાઈ, સ્નાનાગાર, તરણહોજ માટે ખોદકામ કરવું, સાક્ષરતાપ્રચાર, વૃક્ષારોપણ, રક્તદાન ઇત્યાદિ પ્રકારનું સ્થાનિક લોકોને ઉપયોગી એવું સમાજસેવાનું કાર્ય કરવામાં આવતું. રજાઓમાં સામાજિક સેવા માટે જ ખાસ હોય એવી સંયુક્ત તાલીમ છાવણીઓ, પાસે પાસેનાં રાજ્યોની પણ યોજવામાં આવતી. કેડેટો તેમાં ઉત્સાહભેર ભાગ લેતા. સામાજિક સેવાને હવે એન.સી.સી.માં ફરજિયાત ન રાખતાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે એનું જુદું વ્યવસ્થાતંત્ર એન.એસ.એસ. (નેશનલ સોશિયલ સર્વિસ) શરૂ કરવામાં આવ્યું છે. આમ છતાં એન.સી.સી.ના કેડેટો દ્વારા પણ સમાજ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ સેવાની પ્રવૃત્તિ વખતોવખત જુદી જુદી યોજના હેઠળ છાવણીમાં હાથ ધરવામાં આવે છે. પ્રજાસત્તાક દિનની પરેડ એન.સી.સી.માં જોડાયેલા વિદ્યાર્થીઓને એન.સી.સી.ની પ્રવૃત્તિમાં વધુ રસ પડે અને તેઓ ગૌરવ અનુભવે તે માટે જુદી જુદી યોજનાઓ અમલમાં આવેલી છે. તેમાંની એક તે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં દિલ્હીમાં એન.સી.સી.ના કેડેટોની પરેડ પણ છે. દર વર્ષે પ્રત્યેક રાજ્યના એન.સી.સી.ના કેડેટોમાંથી સૌથી વધુ તેજસ્વી, ચબરાક અને કવાયત વગેરેમાં અત્યંત નિપુણ યુવક-યુવતીઓની પસંદગી કરવામાં આવે છે અને તેઓને દિલ્હી મોકલવામાં આવે છે. આ રીતે દરેક રાજ્યમાંથી આવેલાં, દિલ્હીમાં એકત્ર થયેલાં યુવક-યુવતીઓને કેટલાક દિવસ સુધી ખાસ તાલીમ આપવામાં આવે છે અને તેઓ ૨૬મી જાન્યુઆરીની પરેડમાં ભાગ લે છે. દિલ્હીની પરેડમાં પોતાની પસંદગી થવી એ એન.સી.સી.ના કેડેટ માટે ઘણાં ગૌરવની વાત છે. પરેડના બીજા દિવસે વડા પ્રધાન એન.સી.સી.ના કેડેટોની જુદી પરેડનું ખાસ નિરીક્ષણ કરે છે અને જે રાજ્યના કેડેટો સૌથી વધુ ગુણ મેળવે છે તેમને ઉત્તમ રાજ્ય-એન.સી.સી. માટેનું વિજયપક્વ આપવામાં આવે છે. તદુપરાંત વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ ઠરેલા કેડેટોને ચંદ્રક, પારિતોષિક ઇત્યાદિ આપવામાં આવે છે. જુદાં જુદાં રાજ્યોમાંથી આવતા કેડેટોની રહેવા-જમવાની સગવડ માટે દિલ્હીમાં કાયમી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વિશિષ્ટ તાલીમ છાવણીઓ એન.સી.સી.ના કેડેટોને માટે પર્વતારોહણની તાલીમ આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દાર્જિલિંગની હિમાલયન માઉન્ટેનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટમાં દર વર્ષે ચારેક વખત આ પ્રકારની Page #146 -------------------------------------------------------------------------- ________________ એન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ ૧૩૭ તાલીમ અપાય છે. જે કેડેટોને પર્વતારોહણમાં રસ હોય તેવા કેડેટોની કડક ધોરણે પસંદગી થાય છે અને તેમને પર્વતારોહણની ઉચ્ચ પ્રકારની તાલીમ અપાય છે. યુવતીઓને પણ તાલીમ અપાય છે અને શિખર સર કરવા તેઓની ટુકડી પણ મોકલાય છે. પર્વતારોહણની તાલીમ ઉપરાંત એન.સી.સી.માં પસંદ કરાયેલા કેડેટોને દર વર્ષે ઉચ્ચ નેતૃત્વ (એડવાન્સ લીડરશિપ)ની તાલીમ આપવા માટેની ખાસ છાવણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જુદાં જુદાં રાજ્યોમાંથી આવેલા કેડેટો એકબીજાની સાથે હળીમળીને રહે અને નેતૃત્વની તાલીમ પામે એ માટે મનાલી, કોડાઇ કેનાલ, પહેલગાંવ વગેરે સુંદર સ્થળોમાં આવી છાવણીઓ યોજવામાં આવે છે. ખાસ પસંદ કરાયેલા કેડેટોને લશ્કરી મથકોમાં તાલીમ અને અનુભવ લેવા માટે પણ મોકલવામાં આવે છે. લશ્કરી તાલીમ-ફજિયાત અને મરજિયાત ૧૯૬૨ના ઓક્ટોબરમાં ચીને ભારત પર આક્રમણ કર્યું તે સમયે ભારતની સરહદનું સંરક્ષણ કરવા માટે ભારત પાસે પૂરતી સંખ્યામાં સૈન્ય નથી એવું લાગ્યું. આથી ભારતના સૈન્યની સંખ્યા વધારવાની સાથે સૈન્યને સહેલાઇથી લશ્કરી તાલીમ પામેલા યુવાનો સાંપડી રહે તે હેતુથી સમગ્ર ભારતમાં કૉલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે લશ્કરી તાલીમ ફરજિયાત બનાવવામાં આવી હતી. એ સમયના વાતાવરણમાં યુવાનો માટે લશ્કરી તાલીમ ફરજિયાત બની એ વસ્તુ આવશ્યક અને ઈષ્ટ ગણાય. પહેલે વર્ષે વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ સારો રહ્યો. પરંતુ ફરજિયાત લશ્કરી તાલીમને કારણે કેડેટોની સંખ્યા ઘણી વધી ગઈ અને એન.સી.સી.માં “રાઇફલ” નામનાં ઓછાં ખર્ચાળ યુનિટો પણ ઊભાં કરાયાં. પરંતુ દેશ ઉપર ઘણો મોટો આર્થિક બોજો આવી પડ્યો. ઉતાવળે થયેલી એની વ્યવસ્થામાં ઘણી ત્રુટિઓ રહી. કેટલાંક કેન્દ્રોમાં તો ઑફિસરોની પૂરતી સંખ્યા કે પૂરતાં સાધનો કે Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૧ ગણવેશ વગર પણ તાલીમ અપાવી શરૂ થઈ. પરિણામે યુવાન વિદ્યાર્થીઓનાં મન ઉપર લશ્કરી તાલીમની આવશ્યકતાની જે ગૌરવભરી સ્પષ્ટ છાપ અંકિત થવી જોઈએ તે થઈ નહીં. વળી લશ્કરી તાલીમ” એ દરેક વિદ્યાર્થીની પ્રકૃતિને રુચે એવી બાબત નથી. પોતાના અભ્યાસની કારકિર્દીની આડે લશ્કરી તાલીમ આવતી હોય એવું કેટલાકને લાગ્યું. યુદ્ધ પછી તંગદિલીનું વાતાવરણ હળવું બનતાં ફરજિયાત તાલીમનો પ્રભાવ ઘટવા લાગ્યો અને વિદ્યાર્થીઓ તેમાંથી ધીમે ધીમે છટકવા લાગ્યા. તાલીમમાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી મોટી થતી. એટલી મોટી સંખ્યાની સામે શિસ્તનાં કચ્છ પગલાં લેવાનું યુનિવર્સિટીઓને યોગ્ય ન લાગ્યું. તેથી ફરજિયાત લશ્કરી તાલીમનું ધોરણ કથળતું ગયું. રાજ્યની સરકારો માટે ખર્ચનો પ્રશ્ન તો હતો જ. પરિણામે છએક વર્ષને અંતે એન.સી.સી.ની તાલીમ ફરીથી વિદ્યાર્થીઓ માટે મરજિયાત બનાવી દેવામાં આવી. ૧૯૪૮માં એન.સી.સી.ની શરૂઆત થઈ ત્યારે આરંભમાં તાલીમ લેનાર સિનિયર ડિવિઝનના કેડેટોની સંખ્યા લગભગ ૫૦,૦૦૦ની હતી. પ્રતિવર્ષ તે વધતી ચાલી અને ૧૯૬૨માં તે ત્રણ લાખ ઉપર પહોંચી ગઈ હતી. લશ્કરી તાલીમ ફરજિયાત બનાવવામાં આવી ત્યારે કેડેટોની સંખ્યા લગભગ દસ લાખ ઉપર પહોંચી ગઈ હતી. ફરજિયાત તાલીમ કાઢી નાખવામાં આવી ત્યારે કેડેટોની સંખ્યા ફરી ઘટી ગઈ. પરંતુ ત્યાર પછી ૧૯૭૨માં કેટલાક ફેરફારો કરાયા તે પછી ધીમે ધીમે ફરી ઉત્સાહ વધવા લાગ્યો. ભારતમાં હાલ સિનિયર ડિવિઝનમાં અને જુનિયર ડિવિઝનમાં મળીને પંદર લાખથી વધુ કેડેટો તાલીમ લઇ રહ્યા છે. આ સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. એન.સી.સી. ઑફિસરો માટેનાં તાલીમ કેન્દ્રો ૧૯૪૮માં એન.સી.સી.ની સ્થાપના થઈ ત્યારે યુ.ઓ.ટી.સી.ના ઑફિસરોને એન.સી.સી.ના ઑફિસર તરીકે સ્વીકારી લેવામાં આવ્યા. Page #148 -------------------------------------------------------------------------- ________________ એ ન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ ૧૩૯ પરંતુ ત્યાર પછી પ્રતિ વર્ષ જેમ જેમ એન.સી.સી.નો વિકાસ થતો ગયો તેમ તેમ વધુ ને વધુ ઑફિસરોની જરૂર પડવા લાગી. ઑફિસર તરીકે સ્કૂલ અને કૉલેજોમાંથી અધ્યાપકોની જ પસંદગી કડક ધોરણે કરવામાં આવે છે. આરંભમાં તેઓને ત્રણ માસની (પ્રિકમિશન) સખત લશ્કરી તાલીમ આપવામાં આવે છે અને તેમાં જેઓ ઉત્તીર્ણ થાય તેમને જ ઑફિસર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. શરૂઆતમાં લગભગ એક દાયકા સુધી આ પ્રકારની લશ્કરી તાલીમ જુદાં જુદાં રાજ્યોમાં આવેલાં નિયમિત લશ્કરી મથકોમાં અથવા લશ્કરી તાલીમકેન્દ્રોમાં આપવામાં આવતી. લશ્કરી તાલીમનું ક્ષેત્ર જ એવું છે કે જેમાં વખતોવખત ફેરફાર થયા જ કરે છે. ભારતનાં જુદાં જુદાં રાજ્યોના એન.સી.સી. ઑફિસરોને અપાતી તાલીમનું ધોરણ ઘણું ઊંચું રહેતું, પરંતુ પદ્ધતિમાં ક્યારેક ફરક પડતો. આથી ભારતના તમામ ઑફિસરોને એકસરખી પદ્ધતિની તાલીમ આપવી જોઇએ એમ નક્કી થયું. એ માટે સૌ પ્રથમ ૧૯૫૫માં દેહરાદૂનમાં લશ્કરી કેન્દ્રમાં પસંદ કરાયેલા એન.સી.સી. ઑફિસરો માટે કાયમી તાલીમકેન્દ્રો સ્થાપવાની જરૂર જણાઈ. નાગપુર પાસે કામ્પ્ટીમાં કાયમી તાલીમકેન્દ્રની સ્થાપના કરવામાં આવી અને ત્યાર પછી યુવતીઓ માટેનું અલગ તાલીમ કેન્દ્ર ગ્વાલિયર ખાતે સ્થાપવામાં આવ્યું. આ તાલીમ કેન્દ્રોમાં જુદા જુદા પ્રકારના તાલીમવર્ગો બારે માસ ચાલે છે અને તેમાં ભારતભરમાંથી સેંકડો અધ્યાપકોઅધ્યાપિકાઓ આવીને તાલીમ લે છે. અલબત્ત, લશ્કરી મથકોનાં તાલીમકેન્દ્રોની તાલીમ કરતાં એન.સી.સી.ના તાલીમકેન્દ્રોની તાલીમનું ધોરણ થોડુંક ઊતરતું છે એમ બંને જગ્યાએ મેં પોતે લીધેલી તાલીમને આધારે હું કહી શકું છું. લશ્કરી તાલીમ એ એક એવી વસ્તુ છે કે જેમાં નિયમિત મહાવરાની જરૂર પડે છે અને જેમાં નવાં નવાં સંશોધનો મુજબ નવા નવા ફેરફાર Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કરવામાં આવે છે. એટલા માટે એક વખત તાલીમ પામેલા ઑફિસરોએ પણ દર ત્રણ વર્ષે ઓછામાં ઓછું એક વાર ફરીથી તાલીમ લેવા જવું પડે છે, જેથી લશ્કરી તાલીમના વિષયમાં તેઓ હંમેશાં તાજા રહી શકે. આવી તાલીમને રિફ્રેશર કોર્સ કહે છે. સાંપ્રત સહચિંતન - ભાગ ૧૦ - પાયાના વિષયોની તાલીમ એન.સી.સી.ના કૅડેટોને તેમની શાખા પ્રમાણે જુાદ જુદા કેટલાક વિષયોની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં પાયાના વિષયો તરીકે કવાયત અને કસરત, શસ્ત્રોનો ઉપયોગ, નકશાવાચન, સૈન્યની રચના, વ્યૂહાત્મક ગતિવિધિ, ગોળીબારની શિસ્ત, પ્રાથમિક તબીબી સારવાર વગેરે વિષયોની તાલીમ તમામ શાખાના કૅડેટોને અપાય છે. ક્વાયત અને કસરત સમૂહમાં ચાલનારા માણસો સૌથી વધુ વ્યવસ્થિત અને ક્રમબદ્ધ હોય તો તે લશ્કરના જ માણસો છે, કારણ કે તેમને કવાયત (ડ્રિલ)ની સુંદર તાલીમ આપવામાં આવે છે. કવાયતની તાલીમ મળ્યા પહેલાંની માણસની ચાલ અને તાલીમ મળ્યા પછીની ચાલ વચ્ચેનો ફરક તરત નજરે ચડે એવો હોય છે. કવાયતની જરૂર શિસ્ત માટે છે. કવાયત દ્વારા શિસ્ત આવવા ઉપરાંત એક જ વ્યક્તિનો હુકમ સામૂહિક રીતે ઉઠાવવાની તાલીમ પણ મળે છે. લશ્કરના સૈનિકોને સામાન્ય નાગરિકો કરતાં પોતે કંઇક જુદા છે તેવું જરૂરી આત્મભાન કવાયત દ્વારા થાય છે. કવાયતથી સૈનિકોનું શરીર તો સુદૃઢ થાય છે, પણ સાથે સાથે મન પણ સુદૃઢ થાય છે: કવાયતથી સૈનિકોની પોતાના ઉપરીઓ સાથેની રીતભાતમાં પણ છટા આવે છે. કવાયત તેઓને ચાલાક, ચબરાક, તેજસ્વી, આત્મવિશ્વાસવાળા, પ્રસન્ન, ગૌરવયુક્ત અને ચપળ બનાવે છે. દસ-પંદર મિનિટની સતત કવાયત કવનારી હોય છે. એક જ સ્થળે બોલ્યાચાલ્યા વિના સીધી દષ્ટિ રાખી સ્થિર ઊભો રહેલો Page #150 -------------------------------------------------------------------------- ________________ - એન.સી.સી. તારા લશ્કરી તાલીમ ૧૪૧ માણસ પાંચેક મિનિટમાં ચક્કર ખાઈને નીચે પડે છે, પરંતુ તાલીમ પામેલો સૈનિક ઘણા લાંબા સમય સુધી સ્થિર રહી શકે છે. કવાયતમાં સૈનિકોએ પોતાનો ગણવેશ સ્વચ્છ અને ગૌરવવાળો દેખાય તેની પણ કાળજી રાખવાની હોય છે. બકલ, બિલ્લો, બટન, બૂટ, બૂટની દોરી, હજામત, કપડાંની ઈસ્ત્રી વગેરે બાબતમાં બિલકુલ ખામી ન રહે એ રીતે સૈનિકે સજ્જ થવાનું હોય છે. કવાયતમાં કૂચ કરતી વખતે દરેકના પગ અને હાથ એકસરખી રીતે એક્સરખા અંતરે રહેવા જોઈએ. જાણે યંત્રની જેમ બધા ગતિ કરતા હોય એવી છાપ ઊભી થવી જોઈએ. કવાયત કરાવનાર ઉપરીનું પણ પ્રત્યેક પગલું નમૂનારૂપ હોવું જોઈએ અને તેનો હુકમ સ્પષ્ટ અવાજ સાથે મોટો અને રણકારયુક્ત હોવો જોઈએ જેથી બધાને બરાબર સંભળાય અને હુકમનું સહજ રીતે પાલન કરવાનું મન થાય. ભારતને આઝાદી મળી તે પછી કવાયત માટેના હુકમો અંગ્રેજીને બદલે હિંદીમાં દાખલ કરવામાં આવ્યા છે. સાવધાન (એટેન્શન), વિશ્રામ (સ્ટેન્ડ એટ ઈઝ), આરામ સે (સ્ટેન્ડ ઈઝી), તેજ ચલ (ક્વિક માર્ચ), બાયે મૂડ (લેટ ટન), દાહીને મૂડ (રાઈટ ટન), પીછે મૂડ (અબાઉટ ટન) વગેરે હુકમો ભારતીય સૈનિકો અને કેડેટો માટે હવે સહજ અને સ્વાભાવિક થઇ ગયા છે. આરંભમાં શસ્ત્ર વગરની કવાયત શીખવવામાં આવે છે અને પછી શસ્ત્ર સાથેની કવાયત શીખવાય છે. સૈનિકો અને કેડેટોને લાંબા અંતર સુધી એકસાથે કૂચ કરતા લઈ જવામાં આવે છે જેને “રૂટ માર્ચ કહેવામાં આવે છે. કવાયત ઉપરાંત કસરત (ફિઝિકલ ટ્રેનિંગ–પી.ટી.)–ની તાલીમ પણ આપવામાં આવે છે, જેથી સૈનિકોનાં શરીર ખડતલ થાય. લશ્કરના સૈનિકોની જેમ એન.સી.સી.ના કેડેટોને વાર્ષિક છાવણીમાં Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ સવારે પ્રથમ કસરત કરાવવામાં આવે છે જેથી શરીરમાં સ્કૂર્તિ અને તાજગી આવે અને શરીર ખડતલ રહે. શસ્ત્રનો ઉપયોગ એન.સી.સી.માં જોડાયેલા કેડેટોને શસ્ત્રોની તાલીમ આપવામાં આવે છે. શાસ્ત્રોમાં સૈનિકનું સૌથી અગત્યનું શસ્ત્ર તે રાઈફલ છે. રાઈફલની ગણના નાનાં શસ્ત્રોમાં થાય છે. ટૂંકા અંતરમાં સામે મળેલા દુશ્મનને ગોળીથી વીંધવા માટે તે બહુ અનુકૂળ શસ્ત્ર છે. ત્રણસો વાર સુધી જો નિશાન બરોબર તાક્યું હોય તો તે દુશ્મનને જરૂર વીંધી નાખે છે. રાઈફલના જુદા જુદા ઘણાં પ્રકાર છે. ભારતીય સૈન્યમાં વપરાતી રાઈફલમાં મુખ્યત્વે ૩૦૩ના પ્રકારની બહુ જાણીતી રાઈફલ છે. તે ૩૦૩ના નામથી જાણીતી છે તેનું કારણ એ કે તેની નળીના પોલાણનું માપ ૩૦૩ ઇંચ છે. આરંભમાં તાલીમ માટે .૨૨ના પ્રકારની રાઈફલ વપરાય છે કારણ કે તેમાંથી ગોળી છોડતી વખતે છાતી ઉપર જોરથી ધક્કો લાગતો નથી, જ્યારે ૩૦૩માંથી છોડતી વખતે છાતી પર જોરથી ધક્કો લાગે છે. અને વાપરનારે જો બરાબર તાલીમ ન લીધી હોય તો હાંસડી કે પાંસળીના હાડકાને ઈજા થવાનો સંભવ છે. રાઈફલ ઉપરાંત બીજું મહત્ત્વનું શસ્ત્ર તે મશીનગન અથવા બ્રેનગન છે. તે લાઈટ, મિડિયમ અને હેવી એમ ત્રણ પ્રકારની હોય છે. મશીનગનમાં એક વખત ઘોડો દબાવવાથી એક પછી એક ઘણીબધી ગોળીઓ છોડી શકાય છે કારણ કે તે સ્વયંસંચાલિત (ઑટોમેટિક) હથિયાર છે. રાઈફલમાં એક વખત ઘોડો દબાવીને એક જ ગોળી છોડી શકાય છે, જ્યારે મશીનગનમાંથી ઘણી ગોળી છોડી શકાય છે. પરંતુ મશીનગન કરતાં રાઈફલમાં તાકેલું નિશાન બરાબર રહે છે અને છોડેલી ગોળીઓના પ્રમાણમાં તે વધુ સારું પરિણામ આપે છે. એકસાથે ઘણા વધારે દુશમનો હોય ત્યારે મશીનગન ઉપયોગી થઈ Page #152 -------------------------------------------------------------------------- ________________ એન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ ૧૪૩ પડે છે. લશ્કરના દરેક સેક્શન પાસે ઓછામાં ઓછી એક મશીનગન હોય છે આ શસ્ત્રોમાં વખતોવખત નવાં નવાં મોડેલ દાખલ કરાતાં જાય છે. રાઈફલ કે મશીનગનમાં ગોળી કેવી રીતે ભરવી, કેવી રીતે નિશાન તાકવું, કેવી રીતે ગોળી છોડવી, વાપર્યા પછી રાઈફલ કે મશીનગન કેવી રીતે સાફ કરવી, તેમાં કંઈ બગાડ કે રુકાવટ હોય તો તે કેવી રીતે દૂર કરવો વગેરેની તાલીમ સૈનિકોની જેમ ડિટોને પણ અપાય છે. રાઈફલ અને મશીનગન ઉપરાંત નાનાં શસ્ત્રોમાં સ્ટેનગન, પિસ્તોલ વગેરે પણ હોય છે. એ શસ્ત્રોની કારગત મર્યાદા રાઈફલ કે મશીનગન જેટલી દૂરની હોતી નથી. પાંચ-પચીસ વારના અંતરમાં તે ધાર્યું નિશાન આપી શકે છે. તેની ગોળીનું માપ પણ જુદું હોય છે. તે સૈનિકોનું નહીં પણ ઑફિસરોનું શસ્ત્ર ગણાય છે. એન.સી.સી.માં આ ઉપરાંત પસંદ કરાયેલા કેડેટો અને ઑફિસરોને ગ્રેનેડ એટલે કે હલકા નાના બોમ્બ ફોડવાની તાલીમ પણ અપાય છે. છોડ્યા પછી અમુક સેકંડે ફૂટનારા એ બૉમ્બ ખાસ પ્રકારની રાઈફલ વડે અથવા હાથ વડે ફેંકી શકાય છે. આ ઉપરાંત બે ઈચના નાના તોપગોળા અને બે માઈલ સુધી દૂર જનારા મોટા તોપગોળા ફોડવાની તાલીમ આર્ટિલરીમાં જોડનારા કેડેટોને આપવામાં આવે છે. નકશા-વાચન નકશો એ સૈન્યનું એક મહત્ત્વનું સાધન છે. યુદ્ધના સમયમાં ક્યા સમયે કયા પ્રદેશમાં જવાનું આવશે તે નિશ્ચિત હોતું નથી. એટલે અજાણી ભૂમિમાં યૂહરચના કરવા માટે એ ભૂમિ આક્રમણની અને સંરક્ષણની દષ્ટિએ કેવી છે તે જાણવું જરૂરી છે. તે નકશાની મદદથી Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જાણી શકાય છે. એટલા માટે નકશો કેવી રીતે વાંચવો તેની તાલીમ સૈનિકોની જેમ કૅડેટોને આપવામાં આવે છે. સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ - નદી, નાળાં, પુલ, રેલવે, ડુંગરા, કાચા કે પાકા રસ્તાઓ, ગીચ ઝાડી, ખુલ્લાં મેદાનો, મકાનો, મંદિરો, મસ્જિદો વગેરે ક્યાં ક્યાં, કેટલા અંતરે આવેલાં છે અને તેનો વ્યૂહરચનાની દૃષ્ટિએ તથા ગુપ્ત માહિતી મેળવવાની દૃષ્ટિએ કેવો ઉપયોગ કરી શકાય એમ છે તેની સમજ સૈનિકોને હોવી જરૂરી છે. એક સ્થળેથી બીજા નિશ્ચિત કરેલા સ્થળે પહોંચવા માટે પણ નકશાની મદદ જરૂરી નીવડે છે. અંધારી રાતે પણ નકશો અને મેગ્નેટિક કંપાસની મદદ વડે અંતર અને દિશાનો અભ્યાસ કરી એક સ્થળેથી બીજા નિશ્ચિત સ્થળે પકડાયા વગર પહોંચવાની ‘નાઇટ માર્ચ’ની તાલીમ પણ આપવામાં આવે છે. સૈન્યની રચના બીજા કોઇ પણ વ્યવસ્થાતંત્ર કરતાં સૈન્યની રચના નિશ્ચિત, વ્યવસ્થિત અને પાકા પાયા ઉપર કરવાની અનિવાર્યતા હોય છે, કારણ કે તેમાં જો શિથિલતા, અનિશ્ચિતતા કે ગેરવ્યવસ્થા હોય તો યુદ્ધના કે કટોકટીના પ્રસંગે તે સફળ નીવડી શકે નહીં. આ વ્યવસ્થામાં નાનામાં નાનું એકમ તે સેક્શન ગણાય છે. એક સેક્શનમાં જેમને જુદી જુદી ફરજ સોંપવામાં આવી હોય તેવા દસ અથવા અગિયાર સૈનિકો હોય છે. એમાં એક સેક્શન કમાન્ડર હોય છે. ત્રણ સેક્શન મળીને એક પ્લેન થાય છે. ત્રણ પ્લેન મળીને એક કંપની થાય છે. ત્રણ અથવા ચાર કંપની મળીને એક બૅટેલિયન થાય છે. ત્રણ બૅટેલિયન મળીને એક બ્રિગેડ થાય છે અને ત્રણ બ્રિગેડ મળીને એક ડિવિઝન થાય છે. ડિવિઝન એ મોટામાં મોટું એકમ છે. આ વ્યવસ્થામાં સેક્શનથી ડિવિઝન સુધી દરેક તબક્કે હેડ ક્વાર્ટર્સ તથા બીજા કેટલાક વિભાગો અને એના સૈનિકો પણ ઉમેરાતા હોય છે. એ રીતે બૅટેલિયન, બ્રિગેડ કે ડિવિઝનની સંખ્યા દરેક દેશની જુદી જુદી હોય છે. કોઈ Page #154 -------------------------------------------------------------------------- ________________ એન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ ૧૪૫ પણ દેશમાં પણ તે સંખ્યા સમયે સમયે બદલાયા કરતી હોય છે. પોતાની પાસે કેટલી સૈન્ય-સંખ્યા છે તે દરેક દેશ ગુપ્ત રાખવાનો પ્રયત્ન કરે છે. સૈન્યના અમુક નીચા હોદાવાળા પોતાના ઑફિસરોને સુદ્ધાં એ માહિતી આપવામાં આવતી નથી. આમ છતાં કોઈપણ દેશ પાસે કેટલાં ડિવિઝનો છે તે જાણવા અને તેને આધારે તે દેશની અંદાજે સૈન્યસંખ્યાની માહિતી મેળવવા માટે બીજા દેશની ગુપ્તચર સંસ્થાઓ પ્રયત્ન કરતી હોય છે. દરેક દેશ પાસે પાયદળ, હવાઈદળ અને નૌકાદળ હોય છે અને તેની જુદી જુદી શાખાઓના જુદા જુદા એકમોની હેરફેર તથા સ્થળાંતર સતત ચાલ્યાં જ કરતાં હોય છે જેથી પોતાના દેશની ભૌગોલિક પરિસ્થિતિથી સૈનિકો માહિતગાર રહ્યા કરે, સૈનિકોમાં સતત તાજગી રહ્યા કરે અને પોતાના સૈન્યની દેશમાં અને દેશ બહાર ગુપ્તતા કેટલી સચવાય છે તેનો તાગ પણ મળી રહે. વળી સતત સ્થળાંતરને કારણે સૈનિકોમાં કોઈ એક જ અનુકૂળ અને આરામદાયક પ્રદેશમાં વધુ વખત રહેવાની મમતા પણ ન બંધાય. ભારતીય પાયદળના બૅટેલિયનની રચના જરૂરિયાત પ્રમાણે જુદા જુદા ઘોરણે કરવામાં આવે છે. જેમ કે ટૅન્ક બ્રિગેડના એક ભાગ તરીકે તે હોય અથવા યુદ્ધમાં વિજય મેળવેલા પ્રદેશનો કબજો મેળવવા માટે હોય અથવા યુદ્ધમાં સંરક્ષણની હરોળ ઊભી કરવા માટે પણ હોય. આમ છતાં સામાન્ય રીતે પાયદળમાં ઑફિસરો, જુનિયર કમિશન્ડ ઑફિસરો (સૂબેદાર જમાદાર વગેરે) અને બીજા વધુ ઑફિસરો સહિત લગભગ સાડા આસોની સંખ્યા ચાલુ બેટેલિયનની ગણાય છે. એમાં વખતોવખત ફેરફાર થતા રહે છે. બૅટલિયનમાં કમાન્ડિંગ ઓફિસર, સેકન્ડ ઇન કમાન્ડ, જ્યુટર, ઈન્ટલિજન્સ ઑફિસર વગેરે હેડ ક્વાર્ટર્સના સભ્યો ઉપરાંત બીજા કેટલાક વિભાગો હોય છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૧ એન.સી.સી. બૅટલિયનના બૅટલિયન કમાન્ડર તરીકે લશ્કરના ઑફિસરની નિમણૂક થાય છે. શાળા અને કોલેજના અધ્યાપકો સેકન્ડ ઈન કમાન્ડ, ઍજ્યુટન્ટ, ક્વાર્ટર માસ્ટર, કંપની કમાન્ડર કે પ્લેન કમાન્ડર તરીકે હોય છે. કેટલીક વાર સિનિયર અન્ડર ઓફિસરને પણ પ્લેટુન કમાન્ડરનો હોદ્દો અપાય છે. એન.સી.સી. બેટેલિયનની સંખ્યા એની પાસે કેટલી કંપની છે તેના ઉપર આધાર રાખે છે તથા તે કયા પ્રકારની બેટેલિયન છે તેના ઉપર પણ આધાર રાખે છે. વ્યુહાત્મક ગતિવિધિના પ્રકારો યુદ્ધભૂમિમાં સૈનિકો એક સ્થળેથી બીજે સ્થળે જતા હોય ત્યારે તેઓ ટોળાની જેમ જતા નથી. તેમની ગતિવિધિ હંમેશાં વ્યવસ્થિત અને યૂહાત્મક હોય છે. નદી, નાળાં, પુલ, ખુધ્ધાં ખેતરો, ડુંગરો, રસ્તાઓ વગેરે લક્ષમાં રાખીને એકબીજાનો સંપર્ક રહે તથા ઉપરીનો હુકમ પણ સંભળાય કે સમજાય તે રીતે તેઓ ગતિ કરતા હોય છે. એમાં તેઓને જે જુદા જુદા પ્રકારની ભૂuત્મક પદ્ધતિએ ચાલવાની તાલીમ આપવામાં આવે છે તેને સેક્શન ફૉર્મેશન કહેવામાં આવે છે. કોઈ વાર એકની પાછળ એક અથવા બેની પાછળ બે અથવા કોઈ વાર હારબંધ અથવા બાણ કે ભાલાના આકારે કે ચોકના આકારે વ્યવસ્થિત અંતરે ગોઠવાઈને નિશ્ચિત ક્રમે આગળ વધવાનું હોય છે જેથી આગળપાછળ ચાલવામાં ગેરસમજ કે ગોટાળો થવાનો સંભવ ન રહે. સ્થળ, સમય અને જરૂરિયાત અનુસાર એક ક્રમમાંથી આગળ બીજા ક્રમમાં ત્વરિત રૂપાંતરિત થઈ ને આગળ જવાની તાલીમ પણ. તેઓને આપવામાં આવે છે. જેવી રીતે “સેક્શન ફોર્મેશન' હોય છે તવી રીતે પ્લેન ફૉર્મશન”, “કંપની ફૉર્મેશન' વગેરેની ગતિવિધિ કરવાની પદ્ધતિ પણ શીખવવામાં આવે છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ એન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ ૧૪૭ રંગાકૃતિ વડે રક્ષણ (äમોફલાજ) રણભૂમિ ઉપર ભૂમિની ભૌગોલિક રચનાનો વિચાર યુદ્ધની દષ્ટિએ જેમ અગત્યનો છે તેમ યુદ્ધકલામાં રંગાકૃતિ વડે રક્ષણ (કંમોફલાજ)ની તાલીમ પણ મહત્ત્વની ગણાય છે. પોતાના રક્ષણને માટે કુદરતે કેટલાંક પશુપક્ષીઓને એવા આકાર અને રંગ આપ્યા હોય છે કે જેથી તે પોતાની જાતને જલદી આસપાસની વસ્તુઓ વચ્ચે ભેળવી કે સંતાડી દઈ શકે છે. એથી તેને શોધવાનું અઘરું થઈ પડે છે. સાપનો રંગ માટીના રંગ જેવો અથવા વૃક્ષની ડાળી કે પાંદડાંના રંગ જેવો હોય છે. પતંગિયું, તીતીઘોડો વગેર કેટલાંક નાનાં પ્રાણીઓના રંગ અને આકાર લીલાં પાંદડાં જેવા અથવા લીલા કે સૂકા ઘાસ જેવા હોય છે અને ભય આવી પડે ત્યારે તેની મદદથી તેઓ એવી રીતે સ્થિર થઈ જાય છે કે જેથી જોનારને તે તરત નજરે ન આવે. આવી રીતે દુમનો પોતાને તરત જોઈ ન જાય તે માટે સૈનિકોને કૅમોકલાજની તાલીમ આપવામાં આવે છે. યુદ્ધ ભૂમિમાં ક્યાંક ટેન્ક ઊભેલી હોય અથવા સૈનિકોની છાવણી હોય તો ટૅન્ક અને તંબૂઓ ઉપર ઘાસ અને પાંદડાં એવી રીતે પાથરવામાં આવ્યાં હોય છે કે જેથી દુશમનોને દૂરથી અથવા વિમાનમાંથી તે સ્પષ્ટ દેખાય નહીં. જૂના વખતમાં સૈનિકોને લાલ રંગનો પોશાક આપવામાં આવતો હતો, પરંતુ તેને લીધે તે સૈનિકોને ઘણે દૂરથી પણ દુશ્મનો જોઈ શકતા અને દુશ્મનોની ગોળીનું નિશાન તે તરત બની જતા. એવા કેટલાક અનુભવો પછી યુદ્ધમાં સૈનિકોને માટે જમીનનાં રંગ પ્રમાણે અને આસપાસની વનસ્પતિના રંગ પ્રમાણે ખાખી કે લીલા રંગના ગણવેશ આપવાનું ચાલુ થયું. ગણવેશના રંગ ઉપરાંત પોતે જલદી દેખાઈ ન જાય એ માટે સૈનિકોને પોતાના ટોપામાં અને કપડાંમાં ઘાસ, પાંદડાં વગેરે ભરાવવાનું જરૂરી છે. પોતાના બૂટ કે પટ્ટાનાં બકલ ચમકે નહીં તે માટે તેને Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ - - - - - સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ ઝાંખાં કરી નાંખવાં જોઈએ. પોતાની આકૃતિની રેખાઓ પરખાઈ ન જાય તે માટે તે રેખાઓને બદલી નાખવી જોઈએ. પોતાની આસપાસની વસ્તુઓ અને વાતાવરણ પ્રમાણે કેમોફલાજ કરીને ગતિ કરવી જોઈએ. જેમ કે સૈનિકે પોતાના ટોપા અને શરીર પર ઘાસપાંદડાં ભરાવ્યાં હોય તો ખેતરની વાડે વાડે પસાર થાય તો તે પરખાય નહીં, પરંતુ કોઈ તરત ખેડેલા મોટા ખેતરની માટીમાં વચ્ચેથી પસાર થાય તો તે તરત દેખાઈ આવે. કૅમોફલાજનો ઉપયોગ દુશ્મનની નજીક જતી વખતે પોતે પરખાઈ ન જાય તે માટે પણ થાય છે. એવી રીતે કૅમોકલાજના લાભથી દુશ્મનની વધુ પાસે જઇને અચાનક તેના ઉપર છાપો મારી શકાય છે. આ ઉપરાંત પોતાને સંતાવા માટે કોઈ મોટી આડશ ન મળે તો તે વખતે પણ કૅમોકલાજનો ઉપયોગ કામ લાગે છે. કૅમોકલાજ કરનારી વ્યક્તિએ આકાર, સપાટી, છાંયડો, ચમકતી વસ્તુઓ, પચ્છાયો, અંતર, ગતિ વગેરેને લક્ષમાં રાખવાની જરૂર છે. ખુલ્લા મેદાનમાં, પાણીની સપાટી પર અને આકાશરેખાની પશ્ચાભૂમિ આગળ ઊભેલી વ્યક્તિઓ ઘણે દૂરથી પણ દેખાઈ જાય છે. સૈનિકોએ તેવે વખતે વાંકા વળીને કે સૂઈને પેટે ચાલીને તેટલું અંતર કાપવું જોઈએ. ગોળીબારની શિસ્ત યુદ્ધભૂમિ ઉપર સૈનિકને ખોરાક અને પાણીની જેટલી અગત્ય છે કદાચ તેથી વધુ અગત્ય ગોળીની છે, દારૂગોળાની છે. દારૂગોળા વગરનું સૈન્ય ઝાઝો સમય યુદ્ધભૂમિ પર ટકી શકતું નથી. આક્રમણ કે સ્વરક્ષણને માટે તેની પાસે શસ્ત્ર-સરંજામનો પુરવઠો સતત ચાલુ રહેવો જોઈએ. એટલા માટે શસ્ત્રસરંજામનો ઉપયોગ ચીવટપૂર્વક અને કરક્સરથી કરવાની સૈનિકોને પહેલેથી જ પુષ્કળ તાલીમ આપ Page #158 -------------------------------------------------------------------------- ________________ એન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ ૧૪૯ વામાં આવે છે. “એક ગોળી એક દુશ્મન' એ એમનું ધ્યેય હોવું જોઇએ. પોતાની ગોળી નિરર્થક વેડફાઈ જવી ન જોઇએ. છૂટેલી ગોળીએ દુશ્મનનો જાન લેવો જોઈએ. યુદ્ધભૂમિ ઉપર દુશ્મન દેખાતાં જ ગભરાટને કારણે કે ઉતાવળને કારણે કે અનિશ્ચિતતાને કારણે દુમન ઉપર કોઈ સૈનિકો તરત ગોળીબાર કરી બેસે તો તેનું માથું પરિણામ આવવાનો સંભવ છે. દૂર હોય ત્યારે તેના ઉપર છોડેલી ગોળીનું જોર અમુક અંતર પછી નબળું પડવાને કારણે દુશમનને તે લાગવાનો સંભવ નથી. પરંતુ એથી દુશમન ચેતી જઈને પોતાની ભૂહરચના બદલી કાઢે એવો સંભવ રહે છે. એથી જ્યાં સુધી સેક્શન કમાન્ડર હુકમ ન કરે ત્યાં સુધી સૈનિકોએ ગોળીબાર કરવાનો હોતો નથી. હુકમની બાબતમાં ગેરસમજ ન થાય અને ગોળીઓનો દુર્વ્યય ન થાય એ માટે ગોળીબારના હુકમની પણ એક વ્યવસ્થિત પદ્ધતિ હોય છે. એ અંગેની શિસ્ત માટે બહુ જ કડક આગ્રહ રાખવામાં આવે છે. સેક્શન કમાન્ડરે દિશા, અંતર, મદદરૂપ નિશાની અને સેક્શનના કયા કયા સૈનિકોએ ગોળીબાર કરવાનો છે તેનો ઊંચા અવાજે સ્પષ્ટ આદેશ આપવાનો હોય છે. આદેશ મળતાં ફક્ત તે સૈનિકોએ જ ગોળીબાર કરવાનો હોય છે. એને માટે શાંતિના સમયમાં સૈનિકોને બહાર ખુલ્લામાં લઈ જઈને વારંવાર તાલીમ આપવામાં આવે છે કે જેથી યુદ્ધભૂમિ ઉપર ભૂલચૂક થવાનો સંભવ ન રહે. આ પ્રકારની ગોળીબારની શિસ્તની તાલીમ “ફાયર કન્ટ્રોલ ઓર્ડર્સ' તરીકે ઓળખાય ઇશારાથી સંદેશાઓ યુદ્ધભૂમિમાં છૂટા છૂટા અંતરે રહેલા સૈનકો વચ્ચે દુશ્મનને ખબર ન પડે એ રીતે વ્યવહાર કરવા માટે ઈશારાઓ દ્વારા સંદેશા (સિગ્નલ) પહોંચાડવામાં આવતા હોય છે. બૂમ પાડીને એકબીજાને કહેવામાં પકડાઈ જવાનો કે સંદેશાની બાબતમાં ગેરસમજ થવાનો ભય રહે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ આથી હાથ અથવા રાઈફલ વગેરે શસ્ત્રના હલનચલન દ્વારા સંદેશાઓ અપાય છે. “ઊભા રહો”, “આગળ વધો', “જમણી બાજુ વળો', ડાબી બાજુ વળો', “પાછા વળો', “ધીમે ચાલો', “દોડો', “મારી પાછળ આવો', “બધા એકત્ર થાઓ', “દુશ્મનો દેખાઈ ગયા છે', દુશ્મનોએ આપણને જોઈ લીધા છે' ઈત્યાદિ સંદેશાઓ સૈનિકો એકબીજાને પોતાના હાથ કે શસ્ત્રના નિશ્ચિત કરેલા ઈશારા વડે પહોંચાડતા હોય છે. એ માટે તેઓને વારંવાર તાલીમ આપવામાં આવે છે. પ્રાથમિક સારવાર સૈન્યને યુદ્ધ સાથે સંબંધ છે. યુદ્ધ શરૂ થતાં જ સંખ્યાબંધ સૈનિકો ઘાયલ થાય છે અને કેટલાક મૃત્યુ પામે છે. ઘાયલ થયેલા સૈનિકોને જો તાત્કાલિક તબીબી સારવાર ન મળે તો એનું દર્દ વધી જાય અને કદાચ મૃત્યુ પણ પામે. વળી ઘાયલ સૈનિકોને સમયસર ખસેડી લેવામાં ન આવે તો એમના દ્વારા સૈન્યની ગુપ્ત માહિતી પ્રગટ થઈ જવાનો પણ ભય રહે. આથી પ્રત્યેક સૈનિકને પ્રાથમિક તબીબી સારવાર (ફર્સ્ટ એઈડ)ની અને સૈનિકોને વ્યવસ્થિત રીતે ખસેડવાની તાલીમ આપવામાં આવે છે. સૈન્યના કોઈપણ દળોનો, કોઈ પણ દરાનો સૈનિક પ્રાથમિક તબીબી સારવાર વિષે જાણતો જ હોવો જોઈએ. પ્રાથમિક સારવાર ઉપરાંત સૈનિકોને સ્વચ્છતા અને આરોગ્ય જાળવવા વિશે પણ શિક્ષણ અને તાલીમ આપવામાં આવે છે. સૈનિકોની જેમ એન.સી.સી.ના કેડેટોને પણ પ્રાથમિક તબીબી સારવાર, સંદેશાલેખન, નાગરિક સંરક્ષણ, અગ્નિશમન, બૅયોનેટ વડે લડાઈ વગેરે વિષયો લશ્કરી પદ્ધતિએ શીખવવામાં આવે છે. કેટલાંક યુનિટોમાં ઘોડેસવારીની, ધનુષ-બાણની, બરફમાં સ્કીઈંગ કરવાની, વિમાનમાંથી પેરેશૂટ સાથે છલંગ લગાવવાની, લાંબા અંતર Page #160 -------------------------------------------------------------------------- ________________ એન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ ૧૫૧ સુધી સાઈકલ ચલાવવાની, રેડ ક્રોસ સોસાયટીની, ટ્રાફિક કન્ટ્રોલની વગેરે તાલીમ પણ અપાય છે. એન.સી.સી.માં એ રીતે પાયાની લશ્કરી તાલીમ ઉપરાંત અનુકૂળતા અને અવકાશ પ્રમાણે વિદ્યાર્થીઓને હોશિયાર, ખડતલ અને નીડર બનાવે એવી જુદા જુદા પ્રકારની તાલીમ વખતોવખત ઉમેરાય છે. એન.સી.સી.માં વિદ્યાર્થીઓએ, અલબત્ત, તાલીમ લેવા માટે સમય પુષ્કળ આપવો પડે છે, પરંતુ તેના બદલામાં તેમનામાં જીવનભર કામ લાગે એવા ઉત્તમ ગુણો ખીલે છે અને કેળવાય છે. સાવ સામાન્ય હોય એવા વિદ્યાર્થીઓ બે કે ચાર વર્ષની એન.સી.સી.ની તાલીમ પછી બહુ તેજસ્વી બન્યા હોય એવા અનેક દાખલા એન.સી.સી.ના ઑફિસર તરીકેના વીસ વર્ષના મારા અનુભવમાં મને જોવા મળ્યા નિયમિતતા, ચપળતા, સહનશીલતા, નીડરતા, સાહસિકતા, ફરજ માટેની તત્પરતા, આજ્ઞાંકિતતા, તેજસ્વિતા, સેવા, બંધુત્વ, રાષ્ટ્રપ્રેમ, બલિદાનની ભાવના ઈત્યાદિના પાઠો જેના દ્વારા શીખવા મળે છે એવી પાયાની લશ્કરી તાલીમ મેળવવા માટે એન.સી. સી.માં જોડાવાની તક વિદ્યાર્થીઓએ ચૂકવા જેવી નથી. Page #161 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ધર્મવિષયક જૈન પપરંપરા ભારતીય સાંસ્કૃતિક પરંપરાને હજારો વર્ષથી જીવંત રાખનારા પરિબળોમાં એક મોટામાં મોટું પરિબળ ધર્મતત્ત્વ છે. જીવ, જગત અને જગદીશ્વરની એની મીમાંસાએ અને તદનુરૂપ ધર્મકરણીએ મનુષ્યજીવનના પોષણ-સંવર્ધનનું મહત્ત્વનું કાર્ય કર્યું છે અને પોતપોતાના કાળમાં વર્તમાન વિષમ પરિસ્થિતિ સામે ટકી રહેવાનું એને બળ આપ્યા કર્યું છે. જીવનનાં અન્ય ક્ષેત્રોની જેમ ધર્મના ક્ષેત્રે પણ, વિશેષતઃ એની આચારપરંપરામાં, બદલાતા જતા કાળસંદર્ભમાં કેટકેટલી વિસંવાદી કે વિઘાતક વસ્તુઓ ખરી પડી છે, તો કેટકેટલી અભિનવ અને અભિજાત વસ્તુઓ ઉમેરાઇ છે. જીવન સતત પરિવર્તનશીલ છે એની એ સાક્ષી પૂરે છે. ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસમાં બ્રાહ્મણ પરંપરા અને શ્રમણ પરંપરાનું અને શ્રમણ પરંપરામાં જૈન પરંપરા અને બૌદ્ધ પરંપરાનું યોગદાન મહત્ત્વનું છે. શિલ્પસ્થાપત્ય, ચિત્રકલા, તત્ત્વજ્ઞાન, વિવિધ વિદ્યાઓ, સાહિત્ય ઇત્યાદિ વિષયોમાં ભારતનો સાંસ્કૃતિક વારસો મૂલ્યવાન છે. સાહિત્યના ક્ષેત્રે કૃતિઓના લેખન અને જાળવણીની બાબતમાં જૈન જ્ઞાનભંડારોની સેવા અત્યંત નોંધપાત્ર છે. એટલે જ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં, જ્ઞાનભંડારોની સાચવણીને કારણે મોટો હિસ્સો જૈન કવિઓનો રહ્યો છે. મધ્યકાલીન ધર્મવિષયક જૈન ગુજરાતી પદ્યપરંપરામાં શ્વેતામ્બર મૂર્તિપૂજક સાધુકવિઓનું અર્પણ અદ્વિતીય છે. જૈનોના મુખ્ય બે વિભાગ છેઃ શ્વેતામ્બર અને દિગંબર. શ્વેતામ્બરોમાં મુખ્ય ત્રણ સંપ્રદાય છેઃ ૧. મૂર્તિપૂજક ૨. સ્થાનકવાસી અને ૩. તેરાપંથી. કોઇ સાંપ્રદાયિક સંકુચિતતાની દૃષ્ટિથી નહિ પણ તટસ્થ ઐતિહાસિક દષ્ટિએ આ વર્ગીકરણ નિહાળીશું તો પરિસ્થિતિ બરાબર સમજાશે. દિગંબરો જેટલા ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં હતા અને Page #162 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ધર્મવિષયક જૈન પદ્યપરંપરા ૧૫૩ અને છે તેટલા પશ્ચિમ ભારતમાં, ગુજરાત-રાજસ્થાનમાં નહોતા અને નથી. શ્વેતામ્બરોમાં તેરાપંથી સંપ્રદાયનો ઉદ્દભવ અને વિકાસ છેલ્લા લગભગ અઢી સૈકા જેટલો છે, જ્યારે સ્થાનકવાસી સંપ્રદાયનો આશરે સાડાચાર સૈકા જેટલો છે. એટલે તેમાથી અઢારમા સૈકા સુધીના ગુજરાતી સાહિત્યમાં મુખ્ય કાર્ય શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયનું રહે એ સ્વાભાવિક છે. મધ્યકાલીન જૈન ગૂર્જર કવિઓએ રાસ, પ્રબંધ, રૂપક, ચરિત, ફાગુ, બારમાસી, વિવાહલુ, સ્તવન, થોય, છંદ, સઝાય, ગહેલી, આરતી, પૂજા, દૂહા, આધ્યાત્મિક પદો વગેરે અનેકવિધ પ્રકારની રચના કરી છે, જેમાંથી ઘણી બધી હજુ અપ્રકાશિત છે. આ અનેકવિધ સાહિત્યમાંથી અહીં આપણે ફક્ત પ્રભુભક્તિ વિશેની પદ્યરચનાઓનું કેટલાક નમૂના સાથે, સંક્ષેપમાં અવલોકન કરીશું. જૈન ભક્તિસાહિત્યમાં પ્રભુભક્તિ, ગુરુભક્તિ, દેવદેવીઓની ભક્તિ, ઈત્યાદિ વિષયની રચનાઓ સાંપડે છે. એમાંથી માત્ર પ્રભુ ભક્તિનો વિષય આપણે લઇશું. પ્રભુભક્તિ માટે સ્તવન, થોય, મોટી પૂજા ઇત્યાદિ પ્રકારની રચનાઓ થયેલી છે. પ્રભુભક્તિ એટલે તીર્થંકર પરમાત્માની ભક્તિ. “તીર્થંકર' શબ્દ જૈનોમાં વિશિષ્ટ અર્થમાં પ્રયોજ્યો છે. તારે તે તીર્થ અને તીર્થ પ્રવર્તાવે તે તીર્થકર એવી એક વ્યાપક વ્યાખ્યા આપવામાં આવે છે. તીર્થકર માટે “અરિહંત', “અહ”, “જિનેશ્વર” જેવા શબ્દો પણ પ્રયોજાય છે અને પ્રભુ, ભગવાન, પરમાત્મા, પરમેશ્વર જેવા રૂઢ શબ્દો પણ પ્રયોજાય છે. જેમણે પોતાના તીર્થકર નામકર્મના ઉદયથી જેઓએ તીર્થ પ્રવર્તાવ્યું છે એવા ચરમશરીરી અરિહંત પરમાત્માની ભક્તિ જીવને મુક્તિ તરફ લઈ જાય છે. કાળગણના પ્રમાણે વર્તમાન અવસર્પિણીમાં ચોવીસ તીર્થંકરો થઈ ગયા. એમાં પહેલા તે ભગવાન ઋષભદેવ અને છેલ્લા તે મહાવીર Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ સ્વામી. તદુપરાંત હાલ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા સીમંધરાદિ વીસ વિહરમાન તીર્થકરો પણ છે. ગત ચોવીસી અને અનાગત ચોવીસીના તીર્થંકરોનાં નામ પણ ઉપલબ્ધ છે અને એમની ભક્તિ માટે પણ સ્તવનોની રચના થાય છે. બધા તીર્થંકરો સ્વરૂપની દષ્ટિએ એક સરખા છે. એમની ભક્તિનું રહસ્ય ઘણું ઊંડું છે. દેવદેવીઓની-યંક્ષયક્ષિણીઓની ભક્તિ ભૌતિક, ઐહિક સુખની અપેક્ષાથી થઈ શકે છે. જિનેશ્વર ભગવાનની ભક્તિ એક માત્ર મોક્ષની અભિલાષાથી કરવાની હોય છે. એ ભક્તિ દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ ઉભય પ્રકારે થાય છે. દ્રવ્યપૂજામાંથી ભાવપૂજા પ્રતિ જવાનું હોય છે. બધા ભક્તોની કક્ષા એકસરખી ન હોય અને એક જ ભક્તની ભાવોર્મિ પણ પ્રત્યેક પ્રસંગે એકસરખી ન હોય. એટલે ભક્તિમાં વૈવિધ્ય રહેવાનું અને ભક્તિ-સાહિત્યમાં પણ વૈવિદ્ય રહેવાનું. મધ્યકાલીન જૈન પરંપરાનું અવલોકન કરીએ તો કેટલા બધા કવિઓએ પોતાની પ્રભુભક્તિને અભિવ્યક્ત કરી, પદ્યદેહ આપી સ્તવનોની રચના કરી છે ! વિક્રમના પંદરમા શતકથી અઢારમા અને ઓગણીસમા શતક સુધીમાં વિનયપ્રવિજયજી, લાવણ્યસમયજી, સમયસુંદરજી, ભાવવિજયજી, જિનહર્ષજી, જિનરત્નજી, વિનયવિજયજી, આનંદઘનજી, યશોવિજયજી, માનવિજયજી, નયવિજયજી, મેઘવિજયજી, પદ્મવિજયજી, ભાણવિજયજી, રામવિજયજી, જ્ઞાનવિમલજી, લમીસાગરજી, મોહનવિજયજી, ઉદયરત્નજી, જિનવિજયજી, દેવચંદ્રજી, દાનવિજયજી, દીપવિજયજી, પ્રમોદવિજયજી, પાર્શ્વચન્દ્રજી વગેરે ૬૦ થી અધિક સાધુકવિઓએ સ્તવનચોવીસીની રચના કરી છે જે પ્રકાશિત થઈ ગયેલી છે. હજુ ઘણી સ્તવનચોવીસીઓ અપ્રકાશિત છે. ચોવીસી એટલે પ્રત્યેક તીર્થકર માટે એક સ્તવન, એ રીતે ચોવીસે તીર્થકર માટે ચોવીસ સ્તવનની Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ મધ્યકાલીન ધર્મવિષયક જૈન પદ્યપરંપરા રચના તે સ્તવનચોવીસી. આ ઉપરાંત સીમંધરાદિ વીસ વિહરમાન તીર્થકર માટેની વીસ રચના તે “વિહરમાનવીસી'. આ ઉપરાંત સંખ્યાબંધ કવિઓએ છૂટક સ્તવનોની રચના કરી છે. તદુપરાંત વિવિધ તીર્થોને અનુલક્ષીને સ્તવનોની રચના પણ થઈ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ એક નહિ પણ ત્રણ ચોવીસીની રચના કરી છે, જે કવિ તરીકેના એમના સામર્થ્યની પ્રતીતિ કરાવે છે. જૈનોમાં આ સ્તવનો ઉપરાંત મોટી પૂજાઓ પણ ગવાય-ભણાવાય છે. સ્નાત્રપૂજા, પંચ કલ્યાણકની પૂજા, અષ્ટપ્રકારી પૂજા, સત્તરભેદી પૂજા, ચોસઠ પ્રકારી પૂજા, નવાણુ પ્રકારી પૂજા, વીસ સ્થાનક તપ પૂજા, નવપદ પૂજા, પંચ જ્ઞાનની પૂજા, પિસ્તાલીસ આગમની પૂજા, બાર વ્રતની પૂજા વગેરે વિવિધ પ્રકારની પૂજાઓ વીરવિજયજી, રૂપવિજયજી, દીપવિજયજી, જ્ઞાનવિમલજી, સકલચંદ્રજી, ક્ષમાલાભજી, યશોવિજયજી, પદ્મવિજયજી, બુદ્ધિસાગરજી, આત્મારામજી વગેરેએ કરી છે, જેમાં તે તે વિષયનો મહિમા વિવિધ ઢાળમાં, દષ્ટાન્તો કે વૃત્તાન્તો સાથે દર્શાવાયો છે. આ બધી પૂજાઓમાં શ્રી વીરવિજયજી મહારાજની પૂજાઓ અત્યંત લોકપ્રિય બની ગઈ છે અને એના ગાવા-ભણાવવાનું સાતત્ય આજ પર્યત અખંડ રહ્યું છે. એમની પૂજાની ઢાળો સૌ કોઈને ગાવી ગમે એવી સંગીતમય, સરળતાથી કંઠસ્થ થઈ શકે એવી, પ્રેરક, ઉત્સાહક, બોધક અને શાસ્ત્રીય આધારવાળી છે. મધ્યકાળમાં જૈન સાધુકવિઓએ બધું મળીને ત્રણ હજારથી વધુ સ્તવનો લખ્યાં છે. સ્વરૂપની દષ્ટિએ કે ગુણલક્ષણોની દષ્ટિએ જોઈએ તો બધા તીર્થંકરો સરખા જ છે. જૈન મંદિરોમાં જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓ એકસરખી જ હોય છે. નીચે એમનું લાંછન જોઈએ તો ખબર પડે કે તે કયા ભગવાનની પ્રતિમા છે. વળી પ્રભુભક્તિના Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ સિદ્ધાન્તની દષ્ટિએ જોઇએ તો કોઈપણ એક જિનેશ્વર ભગવાનની સ્તુતિમાં બધા જ ભગવાનની સ્તુતિ આવી જાય છે. હરિભદ્રસૂરિએ કહ્યું છે : जे एगं पूईया ते सव्वे पूईया हुँति । એકની પૂજામાં બધાની પૂજા આવી જાય છે. આથી જ શાન્તિનાથ ભગવાનના મંદિરમાં ઋષભદેવ ભગવાનનું સ્તવન ગાઈ શકાય છે અને પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં વિમલનાથ કે અન્ય કોઈ તીર્થકર ભગવાનનું સ્તવન પણ લલકારી શકાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે જો સ્વરૂપની દષ્ટિએ આ એત્વ હોય તો ચોવીસ સ્તવનોમાં કવિ કેવી રીતે વૈવિધ્ય આણી શકે? પરંતુ એમાં જ કવિની કવિત્વશક્તિની કસોટી છે. આપણે જોઈ શકીએ છીએ કે આટલી બધી ચોવીસી લખાઈ છે પણ કોઈપણ કવિની સ્તવનરચનામાં પુનરુક્તિનો દોષ એકંદરે જોવા મળતો નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ તો ત્રણ ચોવીસી અને અન્ય કેટલાંક સ્તવનો લખ્યાં છે. અને છતાં એમાં પુનરુક્તિનો દોષ જોવા મળતો નથી. એ કવિપ્રતિભાનું લક્ષણ છે. વળી ભક્તિનો વિષય એવો છે કે જેમાં અંગત ઊર્મિઓની અભિવ્યક્તિ થાય છે. ઊર્મિકાવ્યના પ્રકારમાં અપાર વૈવિઘને અવકાશ છે. આ ઉપરથી જોઈ શકાશે કે મધ્યકાલીન જૈન ગુજરાતી સ્તવન સાહિત્ય કેટલું બધું સમૃદ્ધ સ્તવનોમાં રચયિતાની પ્રભુ પ્રત્યેની પ્રીતિ, ભક્તિ, શ્રદ્ધા, યાચના, શરણાગતિ ઈત્યાદિ વ્યક્ત થાય છે. આત્મનિવેદન, પ્રાર્થના, વિનય વગેરે રજૂ થાય છે અને પરમાત્માનાં ગુણોનું સંકીર્તન પણ થાય છે. તીર્થકર ભગવાનના જીવનની ધૂલ હકીકત, જેમકે નામ, વંશ, જન્મનગરી, માતાપિતા, લાંછન, આયુષ્ય, શરીરનો વર્ણ, યક્ષયક્ષિણી, તદુપરાંત આઠ પ્રાતિહાર્ય, અતિશયો, વાણીના ગુણો, સમવસરણ, સમ્યગુદર્શન, મોક્ષમાર્ગ, આંતરિક શત્રુઓ પર વિજય, Page #166 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ધર્મવિષયક જૈન પદ્યપરંપરા ભાવની વિશુદ્ધિ, વર્તમાન પરિસ્થિતિમાં ભક્તની અસહાયતા, મોક્ષ માટેની તીવ્ર અભિલાષા ઇત્યાદિ વિવિધ વસ્તુઓમાંથી પોતાની ભાવોર્મિ અનુસાર કવિ વર્ણવે છે. કેટલાક કવિઓએ પોતાના સ્તવનોમાં તત્ત્વજ્ઞાનની છણાવટ પણ ગૂંથી લીધી છે. યશોવિજયજી, આનંદઘનજી, મોહનવિજયજી, દેવચંદ્રજી વગેરે કેટલાક સમર્થ કવિઓનાં ઉત્તમ સ્તવનો તત્ત્વજ્ઞાનગર્ભિત છે. ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા ઇત્યાદિ અલંકારયુક્ત કવિની વાણી મનોહર, સુગેય રૂપ ધારણ કરે છે. કવિની પોતાની ઉત્કટ સંવેદના અને મોક્ષપ્રાપ્તિ માટેની તીવ્ર અભિલાષા વિના આવા ઉદ્ગારો એમના મુખમાંથી સરી પડે નહિ. સ્તવન દ્વારા એના રચિયતા કવિનું અને એ ગાનાર ભક્તોનું મુખ્ય લક્ષ્ય તો મોક્ષપ્રાપ્તિનું જ હોવું ઘટે. પણ વ્યવહારમાં હંમેશા તેમ બનતું નથી. લૌકિક ફળ માટે પણ પ્રભુભક્તિ કરનારા હોય છે અથવા ભવાન્તરમાં દેવલોકના સુખોની અભિલાષા પણ થવા સંભવ છે. ભક્તોની વિવિધ અવસ્થા અને ભાવનાને લક્ષમાં રાખીને હરિભદ્રસૂરિએ પ્રભુભક્તિના પાંચ પ્રકાર ચઢતા ક્રમે દર્શાવ્યા છે ઃ (૧) વિષાનુષ્ઠાન, (૨) ગરાનુષ્ઠાન, (૩) અનનુષ્ઠાન, (૪) તદ્ભુતુ અનુષ્ઠાન અને (૫) અમૃતાનુષ્ઠાન. ભક્તની ભક્તિ પ્રથમ બે પ્રકારની તો ન જ હોવી જોઇએ. એની ભક્તિ પરાભક્તિ સુધી પહોંચે તો જ તે મોક્ષપ્રાપક બની શકે. સામાન્ય ભક્તિ તો પુણ્યબંધનું નિમિત્ત બની શકે અને તે સ્વર્ગનું સુખ અપાવી શકે. ઉપાધ્યાય શ્રી યશો-િ વજયજીએ શ્રી અરનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે : ભક્તને સ્વર્ગ, સ્વર્ગથી અધિક જ્ઞાનીને ફળ દેઇ રે. કાયાકષ્ટ વિના ફળ લીએ મનમાં ધ્યાન ધરેઈ રે. ૧૫૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ આમ હોવા છતાં સાચા ભક્તનું મન તો ભક્તિમાં જ લીન રહેવાનું. એને શ્રદ્ધા છે કે ભક્તિ દ્વારા મુક્તિ મળવાની જ છે. માટે ભક્તિને છોડવાની જરૂર નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ઋષભદેવ ભગવાનના સ્તવનમાં કહ્યું છે : મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી. જેહશું સબળ પ્રતિબંધ લાગો; ચમક પાષાણ જેમ લોહન ખેંચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. એટલે જ તેઓ શ્રી શ્રેયાંસનાથ ભગવાનના સ્તવનમાં કહે છે : નિરાગીશું રે કિમ મિલે, પણ મળવાનો એકાન્ત; વાચક જશ કહે મુજ મિલ્યો, . ભક્તિએ કામણ તંત. સાચી જિનભક્તિમાં એટલું બળ છે કે પ્રથમ દર્શનવિશુદ્ધિ અપાવે છે અને અનુક્રમે મુક્તિ પણ અપાવે છે. જિનેશ્વર ભગવાનનાં ગુણગ્રામનું કીર્તન કરતાં એવા ગુણ પોતાનામાં પણ અવશ્ય આવે જ છે જે મુક્તિ અપાવ્યા વિના રહેતા નથી. આમ ભક્તિ પરંપરાએ જ્ઞાનનું કારણ બને છે અને જ્ઞાન પરંપરાએ મોક્ષનું કારણ બને છે. આટલા બધા કવિઓએ આટલાં બધાં સ્તવનોની રચના કરી છે અને એમાંની કેટલીક કૃતિઓ તો કાવ્ય તરીકે પણ ખરેખર ઉત્તમ કોટિની છે. તેમ છતાં છેલ્તાં ત્રણસો-ચારસો વર્ષની સ્તવનપરંપરા નિહાળીશું તો જૈન મંદિરોમાં મુખ્યત્વે યશોવિજયજી, આનંદઘનજી, દેવચંદ્રજી, પદવિજયજી, મોહનવિજયજી, માનવિજયજી, ઉદયરત્નજી, જિનહર્ષજી, વિનયવિજયજી વગેરેનાં સ્તવનો અત્યંત Page #168 -------------------------------------------------------------------------- ________________ - - - મધ્યકાલીન ધર્મવિષયક જૈન પદ્યપરંપરા ૧પ૯ લોકપ્રિય રહ્યાં છે. એનાં કેટલાંક કારણોમાંનું એક મુખ્ય કારણ તે એની રચના પ્રચલિત લોકપ્રિય ઢાળમાં છે. સુગેયતા એ પણ ઊર્મિગીતનું એક મહત્ત્વનું લક્ષણ છે. ગેયત્વથી ભાવની વૃદ્ધિ થાય છે. મધુર કંઠે ગવાયેલી રચના હૃદયને સ્પર્શી જાય છે. ભક્તિગીતોનાં સૂર, લય, ઢાળ વગેરે સંવેદનાઓને આંદોલિત કરીને એને ઉચ્ચ આધ્યાત્મિક અનુભૂતિ કરાવવાની ક્ષમતા ધરાવે છે. મધ્યકાલીન જૈન સ્તવનોમાં (અને રાસ, ફાગુ, બારમાસી વગેરેમાં પણ) જે જે દેશીઓ પ્રયોજાઈ છે તેના પર નજર કરવાથી એ વાતની પ્રતીતિ થશે કે શાસ્ત્રીય અને સુગમ સંગીતની દષ્ટિએ પણ આપણાં ભક્તિગીતો કેટલાં બધાં સમૃદ્ધ છે. જૈન મંદિરોમાં તીર્થંકર પરમાત્માની સન્મુખ બેસી મધુર, ભાવવાહી સ્વરે કોઇ સ્તવન ગાતું હોય તે સાંભળીએ તો હૃદય ભાવવિભોર બની જાય છે. મધુર સંગીતમાં જન્માન્તરના સંસ્કાર જગાડવાની શક્તિ છે એની ત્યારે પ્રતીતિ થાય છે. આનંદઘનજી, યશોવિજયજી, દેવચંદ્રજી વગેરેની નીચેની પંક્તિઓ ક્યારેક સાંભળવા મળે તો હૈયું ભક્તિરસથી ઉભરાય છે : ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું કે કંથ. અમીયભરી મૂરતી રચી રે, ઉપમા ન ઘટે કોય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય, વિમલ જિન, દીઠાં લોયણ આજ મારાં સીધ્યાં વાંછિત કાજ. ધાર તલવારની સોહ્યલી, દોહ્યલી ચૌદમા જિનતણી ચરણસેવા. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જગજીવન જગવાલહો, મરુદેવીનો નંદ લાલ રે, મુખ દીઠે સુખ ઊપજે, દરિક્ષણ અતિહી આણંદ, લાલ રે X X X સેવો ભવિયાં વિમલ જિનેસર, દુાહા સજ્જન સંગાજી, એહવા પ્રભુનું દરિશણ લહેવું, તે આલસમાંહિ ગંગાજી. X X X તોરણથી રથ ફેરી ગયા રે હાં, પશુઆં શિર દેઇ દોષ મેરે વાલમા. X X X ગિરુઆ રે ગુણ તુમ તણાં, શ્રી વર્ધમાન જિનરાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિરમલ થાએ કાયા રે. X X X તાર ો તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજસ લીજે. X X Xx ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસનાનો ફલ લીધો ૨ X X હું તો માગું છું દેવાધિદેવા, ભવોભવ તુમ ચરણોની સેવા. X X સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ X X પ્રથમ જિનેશ્વર પ્રણમીએ, જાસ સુગંધી રે કાય. X * * સુણો ચંદાજી ! સીમંધર પરમાતમ પાસે જાજો X X *. Page #170 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન ધર્મવિષયક જૈન પદ્યપરંપરા માતા મરુદેવીના નંદ, દેખી તાહરી મૂરતિ મારું મન લોભાણું જી. શેત્રુંજા ગઢના વાસી રે, મુજરો માનજો રે. અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમ્હારો રે. પ્રીતલડી બંઘાણી રે અજિત જિરાંદડ્યું. શ્રી અનંત જિનશું કરો સાહેલડિયાં, ચોલ મજીઠનો રંગ, રે, ગુણવેલડિયાં. મારો મુજરો લ્યો ને રાજ, સાહિબ, શાંતિ સલૂણા ! સિદ્ધિરથના રે નંદન વિનવું, વિનતડી અવધારો. આ તો ઉદાહરણરૂપ કેટલીક પંક્તિઓ છે. આવી તો સેંકડો મનોરમ પંક્તિઓ જૈન સ્તવન સાહિત્યમાંથી સાંપડશે કે જેમાં કવિના અંતરની સ્વાભાવિક સઘન ઊર્મિઓ લયબદ્ધ શબ્દદેહ પામી હોય ! જૈન સ્તવન-સાહિત્યનો ખજાનો ભરપૂર છે. જૈન સ્તવનસાગરમાં વર્ણ, જાતિ, સંપ્રદાયના ભેદ ભૂલીને જે કોઈ ડૂબકી લગાવે એના હાથમાં સાચા મૌક્તિક આવ્યા વગર રહે નહિ. Page #171 -------------------------------------------------------------------------- ________________ પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા ભારત સરકારે ડૉ. ઉષાબહેન મહેતાને પદ્મવિભૂષણનો ઇલકાબ સ્વતંત્રતાની સુવર્ણજયંતી પ્રસંગે આપીને એમનું યોગ્ય ગૌરવ તો કર્યું જ છે, પણ સાથે સાથે સરકારે પોતે પોતાને પણ ગૌરવ અપાવ્યું છે. · ડૉ. ઉષાબહેન મહેતાને સ્વતંત્રતાની સુવર્ણ જયંતીના અવસરે આ ઇલકાબ મળ્યો છે તે સમયોચિત અને ગૌરવપૂર્ણ ગણાય. ઉષાબહેને આઝાદી પૂર્વે જેલજીવન ભોગવ્યું હતું અને પછીથી પણ રાષ્ટ્રભક્તિના કાર્યમાં સંનિષ્ઠાથી લાગેલાં રહ્યાં છે એ પણ એટલા જ આનંદ અને ગૌરવની વાત છે. સરકારે પચાસ વર્ષે પણ કદર કરી એ મોટા સંતોષની વાત છે. મારી જેમ કેટલાકને એમ અવશ્ય લાગ્યું હશે કે ઉષાબહેનને આ ઇલકાબ ઘણો વહેલો મળવો જોઇતો હતો. સરકાર સારા અવસરની રાહ જોતી હતી એમ કહેવા કરતાં ઉષાબહેને એ માટે કંઇ પ્રયત્નો નથી કર્યા એમ કહેવું જ વધુ યોગ્ય છે. ઉષાબહેનનું એ સદ્ભાગ્ય છે કે સ્વતંત્રતાની સુવર્ણજયંતી જોવા તેઓ વિદ્યમાન રહ્યાં છે. ઉષાબહેનની સરળ, નિઃસ્વાર્થ, નિર્દભ, નિષ્ઠાવાન પ્રકૃતિનો પરિચય એમાંથી મળી રહે છે. આવું સન્માન મળે તો ય શું અને ન મળે તોય શું ?-એવો જ ઉદાર, સમત્વયુક્ત પ્રતિભાવ એમનો રહ્યો છે. હું એવા કેટલાક મિત્રોને ઓળખું છું કે જેઓએ પોતાના જીવનનો ઘણો મોટો ભોગ દેશની આઝાદી માટે આપ્યો હોવા છતાં સ્વાતંત્ર્ય સૈનિકનું પ્રમાણપત્ર મેળવવા માટે પણ તેઓએ અરજી કરી નથી, તો તે માટેના ભથ્થાની કે રેલવેમાં એકંડિશન કલાસમાં મિત્રને સાથે લઇને મફત પ્રવાસ કરવાની (કે તેવા પ્રવાસ કરાવવા દ્વારા કમાણી કરવાની) તો વાત જ શી ? ‘કોઇપણ પ્રકારના બદલાની અપેક્ષા વિના અમે માતૃભૂમિ માટે બલિદાન આપ્યું હતું. એનો આનંદ એજ અમારે માટે ઇલકાબરૂપ છે.' આવું એવા સ્વાતંત્ર્ય સૈનિકો પાસેથી Page #172 -------------------------------------------------------------------------- ________________ પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા ૧૬૩ સાંભળીએ છીએ ત્યારે હર્ષ-રોમાંચ અનુભવીએ છીએ અને ત્યારે એમ લાગે કે ગાંધીજીનો આત્મા હજુ પણ કેટલાંકના હૈયામાં વસેલો ડૉ. ઉષાબહેન મહેતાનું નામ તો મેં ૧૯૪૨ની લડત વખતે પહેલી વાર સાંભળ્યું હતું. કોંગ્રેસ રેડિયો પર એમનો અવાજ સાંભળ્યો હતો. તેઓ પકડાયાં અને એમને સજા થઇ એ સમાચાર ત્યારે છાપામાં વાંચ્યા હતા. પરંતુ ઉષાબહેનને રૂબરૂ મળવાનું તો ૧૯૪૮માં એમના ઘરે થયેલું. એમના વડીલબંધુ ડૉ. ચન્દ્રકાન્ત મહેતા ગુજરાતી વિષયના અધ્યાપક. ૧૯૪૮માં બી.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેં ગુજરાતી વિષય સાથે એમ.એ.નો અભ્યાસ ચાલુ કર્યો ત્યારે ડૉ. ચન્દ્રકાન્ત મહેતા પણ, બીજા અધ્યાપકો સાથે, અમારા વર્ગ લેતા. તે વખતે વિદ્યાર્થીને કંઈ માર્ગદર્શન જોઈતું હોય તો તેઓ પોતાને ઘરે બોલાવતા. ઓપેરા હાઉસ પાસે લક્ષ્મી બિલ્ડિંગમાં એમનું સંયુક્ત કુટુંબ રહે. એ વખતે ઉષાબહેનને મળવાનો પ્રસંગ પ્રાપ્ત થતો. ૧૯૭૦માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગની સ્થાપના થઈ. એ વિભાગના અધ્યક્ષ તરીકે યુનિવર્સિટીએ મારી નિમણુંક કરી હતી. એ વખતે મેં રજિસ્ટ્રાર શ્રી ચિદમ્બરમુને પૂછ્યું મારે કયા રૂમમાં બેસવાનું છે? તો એમણે જણાવ્યું કે “તમારે ડૉ. ઉષાબહેન મહેતાના રૂમમાં બેસવાનું છે, કારણ કે ઉષાબહેનનો ડિપાર્ટમેન્ટ હવે સાંતાક્રુઝ ખાતે કાલિના કેમ્પસમાં ખસેડવામાં આવ્યો છે.” આમ, મુંબઈ યુનિવર્સિટીમાં જોડાતાં જ ઉષાબહેનના રૂમમાં બેસવાનું મળ્યું એથી મને ઘણો આનંદ થયો. એને હું મારું સદ્ભાગ્ય માનું છું. પછી તો ઉષાબહેનને યુનિવર્સિટીની ઘણી મિટિંગોમાં મળવાનું થતું, સાથે કામ કરવાનું થતું. ઉષાબહેન સાથેનો પરિચય યુનિવર્સિટીને નિમિત્તે વધુ ગાઢ થયો. પછી તો અંગત રીતે પણ તેઓ અમારા કુટુંબના સર્વ સભ્યો સાથે વડીલ સ્વજન જેવાં બની રહ્યાં. WWW.jainelibrary.org Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ --- ઉષાબહેન મહેતાનો જન્મ ૧૯૨૦ના માર્ચમાં સુરત જિલ્લામાં સરસ નામના ગામમાં થયો હતો. એમના પિતા હરિપ્રસાદ મહેતા ન્યાયાધીશ એટલે સરકારી કર્મચારી. એમનાથી આઝાદીની લડતમાં ભાગ ન લેવાય. પણ કુટુંબના બધા સભ્યો લડતના રંગે રંગાયેલાં હતાં. સરસ એટલે દરિયાકિનારા તરફનું ગામ. જ્યારે અંગ્રેજ કુમતે મીઠા પર કરવેરો નાખ્યો ત્યારે ગાંધીજીએ દાંડીયાત્રા કાઢેલી અને એ કાયદાનો ભંગ કરેલો. ઉષાબહેનનાં દાદીમાએ દરિયાનું પાણી હાંડામાં લાવી, ચૂલે ગરમ કરી એમાંથી મીઠું પકાવી, પોતે સરકારી કાળા કાયદાનો ભંગ કર્યો એ વાતે અનહદ આનંદ અનુભવેલો. આવું વાતાવરણ આ કુટુંબનું હતું. લોકજાગૃતિ માટે ગાંધીજીએ સુરત જિલ્લામાં એક ગામમાં એક શિબિર યોજેલી. ત્યારે કિશોરી ઉષાબહેન ગાંધીજીને મળવા ગયેલાં. સત્યાગ્રહમાં એમને ભાગ લેવો હતો પરંતુ ગાંધીજી એમની સાથે બોલ્યા નહિ, કારણ કે મૌનવાર હતો. પણ હાથના ઇશારાથી ગાંધીજીએ ના પાડી કારણ કે ઉષાબહેને ખાદી પહેરેલી નહિ. પછી બીજે દિવસે ખાદીનાં વસ્ત્રો ધારણ કરીને ઉષાબહેન ગયાં ત્યારે ગાંધીજીએ એમની સાથે સરસ વાત કરી હતી. સત્યાગ્રહમાં જોડાવું હોય તો ગાંધીજીએ શરત મૂકી કે આજીવન બ્રહ્મચર્ય પાળવું પડશે; અપરિણીત રહેવું પડશે. ઉષાબહેને એ શરત બૂલ કરેલી. આ છોકરીઓ બહુ નાની છે. એમને એવું આકરું વ્રત ન અપાય, એમ ગાંધીજીને કહેવામાં આવ્યું ત્યારે ગાંઘીજીએ તેવું વ્રત ન આપતાં લગ્ન કરવાની છૂટ આપેલી, પણ એ શરતે કે પતિ ખાદી પહેરતો હોય અને લગ્નમાં કોઈ દાયજો લે નહિ. પરંતુ ઉષાબહેન તો પોતે લીધેલા બ્રહ્મચર્યના વ્રતમાં જ અડગ રહ્યા. તેઓ આજીવન અપરિણીત રહ્યાં. ગાંધીજીની ભાવનાને તેમણે શોભાવી. ગાંધીજીની દેશભક્તિ અને ધર્મભાવના સાથે તેઓ ઓતપ્રોત બની રહ્યાં. Page #174 -------------------------------------------------------------------------- ________________ પાવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા ૧૬૫ ઉષાબહેનની શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. એમના પિતા ન્યાયાધીશ હતા અને એમની બદલી થતી, એટલે ઉષાબહેને પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ ખેડા, ભરુચ, મુંબઈ વગેરે સ્થળે લીધું હતું. કૉલેજનું શિક્ષણ એમણે મુંબઇની વિલસન કૉલેજમાં લીધું હતું. તેમણે બી.એ.માં તત્ત્વજ્ઞાનનો વિષય લીધો હતો અને ૧૯૩૯માં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે પાસ થયાં હતાં. ત્યાર પછી એમણે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને ૧૯૪૧માં તેઓ એલ.એલ.બી. થયાં. એમના પિતા ન્યાયાધીશ હતા એટલે એમનાં • સંતાનોને કાયદાશાસ્ત્રમાં રસ પડે એ સ્વાભાવિક છે. ઉષાબહેન ભરૂચની શાળામાં અભ્યાસ કરતાં હતાં ત્યારે કોંગ્રેસમાં સ્વયંસેવિકા તરીકે પણ જોડાયાં હતાં. છોટા સરદાર તરીકે જાણીતા ભરૂચના શ્રી ચંદુલાલ દેસાઈની આગેવાની હેઠળ પ્રભાતફેરી, ઝંડાવંદન, સરઘસ, સત્યાગ્રહ વગેરે જે પ્રવૃત્તિઓ ચાલતી તેમાં બાલિકા તરીકે ઉષાબહેન પણ સક્રિય ભાગ લેતાં હતાં. એમણે પોતાના સંસ્મરણોમાં નોંધ્યું છે કે પોલીસનો લાઠીમાર થાય તો પણ ધ્વજને નીચે પડવા ન દેવાય. “ઝંડા ઊંચા રહે હમારા', અથવા “ચલાવ લાઠી, ચલાવ ઈંડા, ઝૂક ન સકેગા અમારા ઝંડા” જેવા પોકારો કરતા કરતા તેઓ દરેક પોતાના ઝંડા સાથે આગળ વધતા. એક વખત એક છોકરી બેહોશ બનીને પડી ગઈ અને એના હાથમાંનો ઝંડો નીચે પડી ગયો. એમાં તો ઝંડાનું અપમાન અને પોલીસનો વિજય થયો કહેવાય. એમ ન થવા દેવું હોય તો હવે શું કરવું? ઉષાબહેને ચંદુભાઈને ઉપાય સૂચવ્યો કે હાથમાં ઝંડા રાખવાને બદલે અમારો ગણવેશ જ ઝંડાના રંગનો કરી નાખો. તરત ખાદીના તાકા લેવાયા. સફેદ, કેસરી અને લીલા રંગની ખાદીમાંથી વસ્ત્રો એવી રીતે બનાવાયાં કે તે ઝંડા જેવા લાગે. હવે લાઠીમાર થાય તો Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ પણ ઝંડો પોલીસ ઝૂંટવી નહિ શકે કે ફેંકી નહિ દે. એ સમયના લડત માટેના ઉત્સાહની ભરતી કિશોર-કિશોરીઓમાં પણ કેટલી બધી હતી તે આ પ્રસંગ બતાવે છે. લડત માટે ચંદુલાલ દેસાઈએ છોકરાઓની વાનરસેના તૈયાર કરી તો ઉષાબહેનની ભલામણથી છોકરીઓની “માંજારસેના' પણ તૈયાર કરી. છોકરા પોલીસને હુપ હૂપ કરે તો છોકરીઓ મ્યાંઉ મ્યાંઉ કરે. એક સાથે અનેક છોકરા-છોકરી લડત લડવાના ભાવથી આવા પોકારો કરતા હશે ત્યારે એ દશ્ય હાસ્યજનક નહિ પણ શૂરતાપ્રેરક બની જતું હશે ! બી. એ. થયા પછી ઉષાબહેને એમ. એ.નો અભ્યાસ મુંબઇ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર-Political scienceનો વિષય લઈને ચાલુ કર્યો હતો, પરંતુ તે દરમિયાન સ્વતંત્રતાની ચળવળ જોર પકડતી જતી હતી એટલે એમણે અભ્યાસ છોડી લડતમાં સક્રિય ભાગ લેવાનું ચાલુ કર્યું. ૧૯૪૨ની “હિંદ છોડો'ની લડતમાં ઉષાબહેનનું મહત્ત્વનું કાર્ય તે ગુપ્ત રીતે કોંગ્રેસ રેડિયો'ની પ્રવૃત્તિ ચલાવવાનું હતું. ૧૯૪રની ચળવળમાં ગાંધીજી, સરદાર, નહેરુ, મૌલાના વગેરેને જેલમાં પૂરવામાં આવ્યા તે વખતે બીજી ત્રીજી હરોળના ઘણા નેતાઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. એ બધાંની પ્રવૃત્તિના અહેવાલ એકબીજાને પહોંચાડવા માટે ગુપ્ત પત્રિકાઓ રોજ નીકળતી અને ઘરે ઘરે પહોંચતી કરવામાં આવતી. એની સાથે આ વાયરલેસ ટ્રાન્સમિશનની પ્રવૃત્તિ પણ ચાલુ થઈ. એક ભાઈએ વાયરલેસ સેટ બનાવી આપ્યો. આ કાર્યમાં ડૉ. રામમનોહર લોહિયા, અશ્રુત પટવર્ધન વગેરે પણ જોડાયા. રોજ સાંજે નિશ્ચિત સમયે રેડિયો વાગતો : “This is Congress Radio, speaking somewhere in India from 42.34 meter.' Page #176 -------------------------------------------------------------------------- ________________ પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા ૧૬૭ અમારી કિશોરાવસ્થામાં અમે પત્રિકાઓ વહેંચવા જતા અને રાતના રેડિયો પણ સાંભળતા. યરવડાની જેલમાં બાપુ સાથે રહેલા મહાદેવભાઈ દેસાઈ જ્યારે અવસાન પામ્યા, ત્યારે બ્રિટીશ સરકારે એ સમાચાર દબાવી દીધા. છાપામાં એ વિશે કશું આવ્યું નહિ પણ કોંગ્રેસ રેડિયોએ એ સમાચાર મેળવીને પ્રસારિત કર્યા ત્યારે છાપાંવાળાઓને ખબર પડી હતી. પછી એ સમાચાર છાપાંઓમાં છપાયા હતા. રેડિયોની આ પ્રવૃત્તિમાં બાબુભાઇ, વિઠ્ઠલભાઇ, ચંદ્રકાંતભાઇ, મોટવાની વગેરે જોડાયા હતા. દર દસ પંદર દિવસે તેઓ જગ્યા બદલતા કે જેથી પોલીસ પકડી ન શકે. છેવટે પારેખવાડીમાંથી એમને પકડવામાં આવ્યાં હતાં. એમાં ઉષાબહેનને ચાર વર્ષની અને એમના મોટા ભાઈ ચંન્દ્રકાન્તભાઇને એક વર્ષની સજા થઈ હતી. એમને પૂનાની યરવડા જેલમાં રાખવામાં આવ્યાં. આ બધા અનુભવો રોમહર્ષણ હતા. ભારતમાતા માટે ઉલ્લાસપૂર્વક ભોગ આપવાની તમન્ના ગાંધીજીએ દેશના કરોડો લોકોમાં જગાવી હતી. ઉષાબહેને પોતાના જેલના અનુભવો પણ નોંધ્યા છે. પોતે પાંજરામાં સંતાઈને જેલના અધિકારીઓને કેદીઓની ગણતરીમાં કેવી થાપ ખવડાવી હતી એનું પણ રસિક બયાન એમાં વાંચવા મળે છે. ઉષાબહેન ચાર વર્ષ જેલમાં ગાળીને ક્યાં અને ઘરે આવ્યાં ત્યારે એમને જોઈને એમનાં બા રડી પડ્યાં હતાં. ચાર વર્ષ જેલમાં કાંકરીવાળા રોટલા ખાઈને ઉષાબહેનની તબિયત ખલાસ થઈ ગઈ. એમનું શરીર ગળી ગયું હતું. એમની પાચનશક્તિ બગડી ગઈ હતી. “આવું પાતળું નાજુક શરીર એ તો બ્રિટીશ સરકારની ભેટ છે” એમ તેઓ હળવી રીતે કહે છે. એમનું શરીર ફરી ક્યારેય વળ્યું નહિ. કુશકાય ઉષાબહેનનું નૈતિક બળ એટલું મોટું છે કે આવી કાયા છતાં તેમણે સેવાનું સતત કાર્ય નિષ્ઠાપૂર્વક કર્યા કર્યું. Page #177 -------------------------------------------------------------------------- ________________ - ૧૬૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ - ૧૯૪૬માં ઉષાબહેન જેલમાંથી છૂટ્યાં. દેશને આઝાદી મળી તે પછી એમણે પોતાનું લક્ષ અધ્યયન-અધ્યાપન તરફ રાખ્યું. તેઓ એમ. એ. થયાં અને મુંબઇમાં વિલસન કૉલેજમાં તત્ત્વજ્ઞાન અને તર્કશાસ્ત્રના અધ્યાપિકા તરીકે કામ શરૂ કર્યું. ૧૯૪૭થી ૧૯૪૯ સુધી એ કાર્ય કર્યા પછી એક વર્ષ માટે તેઓ રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં અધ્યાપિકા તરીકે કામ કરી આવ્યાં. મુંબઈ પાછાં આવીને એમણે “મહાત્મા ગાંધીજીની સામાજિક અને રાજકીય વિચારસરણી” એ વિષય પર પીએચ.ડી.ની ડિગ્રી માટે મહાનિબંધ લખ્યો. ત્યાર પછી તેઓ મુંબઈ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના વિભાગમાં અધ્યાપિકા તરીકે જોડાયાં. અહીં એમના વિભાગના ડૉ. આલુબહેન દસ્તુર સાથે ગાઢ પરિચય થયો. પછી તો આલુબહેન અને ઉષાબહેન બંને ઘણી યુનિવર્સિટીઓની અને યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનની સમિતિઓમાં સાથે જ હોય. યુનિવર્સિટીના ક્ષેત્રે ત્રણ દાયકા જેટલું એમનું અધ્યાપન કાર્ય બહુ સંગીન રહ્યું છે. મુંબઈ યુનિવર્સિટી ઉપરાંત અન્ય યુનિવર્સિટીઓમાં પણ તેઓ પીએચ. ડી.ના માર્ગદર્શક તરીકે કાર્ય કરતાં રહ્યાં હતાં. મુંબઈ યુનિવર્સિટીમાં અધ્યાપિકા તરીકે જોડાયા પછી અમેરિકામાં અભ્યાસ કરવા માટે ૧૯૫૩-૫૪ની કુલ બ્રાઈટ શિષ્યવૃત્તિ માટે તેમની પસંદગી થઇ હતી. તેમણે એ વર્ષોમાં અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ગાંધીજીની ભાવનાને ચુસ્તપણે અનુસારી અલ્પસંખ્ય વિદ્યમાન વ્યક્તિઓમાં ઉષાબહેન એક મુખ્ય ગણાય. તેમની ગાંધીસ્મારક નિધિના પ્રમુખપદે વરણી થઈ એ સર્વથા યોગ્ય જ થયું. તેઓ નિયમિત મણિભુવનમાં જઈ પોતાની સેવા આપતાં રહ્યાં. એમને પોતાને મનગમતું કાર્ય મળી ગયું. એક મિશનરીની જેમ તેઓ આ કાર્ય કરતાં રહ્યાં. Page #178 -------------------------------------------------------------------------- ________________ પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા ૧૬૯ ઉષાબહેનના ઘરમાં શુદ્ધ ગુજરાતી ભાષાનું વાતાવરણ. એમના વડીલ બંધુ ડૉ. ચંદ્રકાન્તભાઇ ગુજરાતી વિષયના અધ્યાપક. એટલે શુદ્ધ સંસ્કારી ગુજરાતીમાં બોલવું, લખવું એમના કુટુંબ માટે સહજ, ઉષાબહેન રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના કાર્યમાં જોડાયેલાં. હિંદીમાં કોવિદની પરીક્ષા પ્રથમ નંબરે પસાર કરેલી. એટલે હિંદી ઉપર પણ એમનું એટલું જ પ્રભુત્વ. હિંદી સાહિત્યના વાંચનનો એમને શોખ પણ ખરો. વળી વિલસન કૉલેજ અને યુનિવર્સિટીમાં અધ્યાપિકા તરીકે અંગ્રેજીમાં વર્ગો લેવાના. એટલે ઇંગ્લિશ ભાષા પર એમનું એટલું જ પ્રભુત્વ. આમ લેખનકાર્ય કરવા માટે તથા વ્યાખ્યાન આપવા માટેનું ત્રણ ભાષા ઉપર પ્રભુત્વ બહુ ઓછી વ્યક્તિઓમાં જોવા મળે. ઉષાબહેન જરા પણ આયાસ વિના, સહજ રીતે આ ત્રણે ભાષામાં બોલતાં લખતાં રહ્યાં છે એ એમના ભાષા-સામર્થ્યની પ્રતીતિ કરાવે છે. પહેરવેશ, ખાનપાન, રહેણીકરણીમાં સાદાઇ અને સ્વભાવમાં સરળતા, લઘુતા અને નિખાલસતા એ ઉષાબહેનનાં વ્યક્તિત્વનાં લક્ષણો થોડા પરિચયે પણ માણસને જણાયા વગર રહે નહિ. તેઓ હંમેશાં ખાદીની સફેદ સાડી જ પહેરતાં રહ્યાં છે. ઉષાબહેનને બસમાં જતાં, ટેક્ષીમાં જતાં, ક્યાંક પગે ચાલીને પહોંચી જતાં કોઇ સંકોચ નહિ. કોઇ કાર્યક્રમ માટે નિમંત્રણ મળ્યું હોય તો પોતાને તેડી જવા માટેનો આગ્રહ નહિ. પોતાની મેળે પણ પહોંચી જાય. સભામાં મંચ પર સ્થાન મેળવવા કે આગલી હરોળમાં બેસવા માટે આગ્રહ નહિ, તેવી વૃત્તિ પણ નહિ. પાછળ બેસવામાં કોઇ ક્ષોભ નહિ. બધું સરળ અને સહજ. એ માટે માઠું લાગે નહિ, તો પછી કોઇ વ્યવસ્થાપકને ઠપકો આપવાનો કે કટાક્ષ કરવાનો પ્રશ્ન જ ક્યાંથી હોય ? આ બધા ગુણો ગાંધીજીની વિચારસરણીથી રંગાયેલી વ્યક્તિના જીવનમાં સ્વાભાવિક રીતે વિકસેલા હોય જ. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ -- શાસ્ત્રીય સંગીત ઉષાબહેનની એક શોખની પ્રવૃત્તિ રહી છે. તેઓ રાગ-રાગિણીનાં જાણકાર છે અને હવે જો કે મહાવરો ઘણો ઓછો થઇ ગયો છે તો પણ સિતારવાદન એ એમની એક પ્રિય પ્રવૃત્તિ રહી છે. . ઉષાબહેને ઠીક ઠીક લેખનકાર્ય પણ કર્યું છે. એમણે પોતાના અધ્યયન-અધ્યાપનના વિષયોને લક્ષમાં રાખી ‘લોકશાહી શા માટે?’, ‘પક્ષો શા માટે?’, ‘ભારતના રાજકીય પક્ષો’, ‘ રાષ્ટ્રપતિની કામગીરી’ વગેરે વિશે પરિચય પુસ્તિકાઓ લખી છે. આ ઉપરાંત એમણે ‘ગવર્મેન્ટ એન્ડ ધ ગવર્ન્સ' ‘કોંગ્રેસ રૂલ ઇન બોમ્બ' ‘કૌટિલ્ય અને તેનું અર્થશાસ્ત્ર', ‘અમર શહીદો', ‘ગાંધીજી', ‘વિશ્વની મહાન વિભૂતિઓ' જેવાં પુસ્તકો પણ લખ્યાં છે જે ઐતિહાસિક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનાં છે. ઉષાબહેનની અનેકવિધ સંનિષ્ઠ, સભર સેવાભાવી પ્રવૃત્તિઓ અને એમનું સમગ્ર જીવનકાર્ય અનેકને માટે પ્રેરણારૂપ બની રહે એવું છે. આવી વ્યક્તિઓથી સમાજ ઉજ્જવળ રહે છે અને આપણે ધન્યતા અનુભવી શકીએ છીએ. Page #180 -------------------------------------------------------------------------- ________________ काले कालं समायरे । --ભગવાન મહાવીર [[યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી લેવું] ભગવાન મહાવીર સ્વામીએ સાધુઓને પોતાના આચાર-પાલનમાં કાળનો પૂરેપૂરો ખ્યાલ રાખવાની દષ્ટિથી કહ્યું છે કે જે કાર્ય જે સમયે કરવાનું હોય તે કાર્ય તે સમયે જ કરી લેવું જોઈએ. ઊઠવું, બેસવું, સૂવું, ગોચરી વહોરવી, આહાર લેવો, તથા પ્રતિલેખન, પ્રતિક્રમણ ઈત્યાદિ ધર્મક્રિયાઓ સમયસર કરી લેવી જોઇએ. કસમયે એ કરવાથી ઘણી ક્ષતિઓ થવાનો સંભવ છે, ક્યારેક પશ્ચાત્તાપ કરવાનો વખત આવે છે અને ધારેલું પરિણામ આવતું નથી. એથી સાધુજીવનના ગૌરવને હાનિ પહોંચે છે. મનુષ્યના જીવન ઉપર જે જુદાં જુદાં તત્ત્વોનો પ્રભાવ પડે છે એમાં સૌથી વધુ પ્રભાવ કાળનો પડે છે. કાળ સતત વહેતો રહે છે. કાળ એટલો સૂક્ષ્મ છે કે એને પકડી શકાતો નથી. વર્તમાન કાળ ક્ષણ માત્રમાં ભૂતકાળમાં સરી પડે છે. ભવિષ્યકાળ ક્યારેય ખતમ થવાનો નથી. ભૂતકાળની શરૂઆત ક્યારે થઈ તે કોઈ કહી શકે નહિ. એટલે કે એ અનાદિ છે. ભવિષ્યકાળ અને ભૂતકાળ બંને અનંત છે, તો બીજી બાજુ વર્તમાન કાળ માત્ર એક ક્ષણ (કાળનું એક લઘુતમ એકમ જેને જૈન ધર્મ ‘સમય’ કહે છે) જેટલો જ છે. છતાં સામર્થ્ય વર્તમાનનું છે. કાળના સ્વરૂપની આ તે કેવી વિચિત્રતા! માટે જ વર્તમાનનું માહાભ્ય છે. કાળની અસર જડ અને ચેતન એમ બંને તત્ત્વો પર થાય છે. નાનાં બાળકો ઘડીકમાં મોટાં થઈ જાય છે. યુવાનો વૃદ્ધ થાય છે અને વૃદ્ધો પોતાનો કાળ પાકતાં સંસારમાંથી વિદાય લે છે. જન્મ-મરણનું ચક્ર દિવસરાત સતત ચાલતું રહે છે. જડ પદાર્થોમાં પણ રૂપાંતર થતાં For P Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ રહે છે. આજની નવી ચીજવસ્તુ કાલે જૂની થાય છે અને વખત જતાં નષ્ટ થાય છે. જગતમાં અનેક લોકો પોતાના જીવનને સફળ બનાવી લે છે, તો અનેક લોકોનું જીવન બરબાદ થઇ જાય છે. આમ થવાનાં ઘણાં કારણોમાંનું એક મોટું કારણ તે કાળ છે. જેમણે પોતાના જીવનને સફળ બનાવવું હોય તેમણે યોગ્ય કાળે યોગ્ય કાર્ય કરી લેવું જોઇએ. काले कालं समायरे । ‘ઉત્તરાધ્યયન સૂત્ર’માં પ્રથમ અધ્યયનમાં ભગવાન મહાવીરે કહ્યું છે : कालेण णिक्खमे भिक्खू कालेण य पडिक्कमे । अकालं च विवज्जिता काले कालं समायरे ॥ [ ભિક્ષુએ વેળાસર નીકળવું (ભિક્ષા માટે) અને વેળાસર પાછું આવી જવું. કવેળાએ કાર્ય કરવું નહિ. યોગ્ય કાળે યોગ્ય કાર્ય કરી લેવું. ] જેમ સાધુઓએ તેમ ગૃહસ્થોએ પણ યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી લેવું જોઇએ. કાળરૂપી આખલાને શિંગડેથી પકડીને વશ રાખવો જોઇએ. જેઓ અવસર ચૂકે છે તેમને નિરાશ થવાને વખત આવે છે. રાંડ્યા પછી ડહાપણ આવે છે. સમયનો ત્વરિત સદુપયોગ કરી લેવા માટે ઠેઠ પ્રાચીનકાળથી બોધવચનો પ્રચલિત છે, કારણ કે સમયનો અનુભવ સર્વકાલીન છે. માર્યાણમતિપાતયેત્ । (કાર્યકાળને વેડફી ન નાખો) 1 ામતિવર્તો મહાન્તઃ સ્વેપુ ર્મવું । (મહાન માણસો પોતાના કાર્યમાં કાળનું અતિક્રમણ નથી કરતા અર્થાત્ વિલંબ નથી કરતા.) પ્રકૃતિના નિયમો છે. એ નિયમોની સતત અવગણના કરનારની પછી પ્રકૃતિ અવગણના કરે છે. અકાળે ખાવું, અકાળે જાગવું, અકાળે Page #182 -------------------------------------------------------------------------- ________________ काले कालं समायरे । ૧૭૩ ઊંઘવું એ બધી વિપરીત ક્રિયાઓનાં પરિણામ મનુષ્યને ભોગવવાં પડે છે. જ્યાં કાળની બાબતમાં માણસ નિયમિત છે ત્યાં પ્રકૃતિ પણ એને સહાય કરે છે. જલ, વાયુ, પ્રકાશ વગેરેના સહારે વ્યવસાય કરનારા ખેડૂત, નાવિક વગેરેને એનો અનુભવ હોય છે. Stike when the iron is hot 244191 Make hay when the sun shines જેવી કહેવતો પ્રચલિત છે. જે માણસ સમયની બાબતમાં સભાન છે તે પોતાનાં કાર્યોનું આયોજન વ્યવસ્થિત રીતે કરી લે છે. વિશ્વના મહાપુરુષોના જીવનનો ઇતિહાસ જોઈએ તો જણાશે કે તેઓએ પોતાના સમયને બરબાદ કર્યો નથી. જેઓ સમય બરબાદ કરે છે તેઓ જીવનમાં અપેક્ષિત સિદ્ધિઓ મેળવી શકતા નથી. તેઓ મહાન બની શકતા નથી. કાળ ધસમસતો જાય છે. એને અટકાવી શકાતો નથી. Time and Tide wait for none. જે માણસે અંગત જીવનમાં સિદ્ધિ મેળવવી હોય તેણે કાળને વશ કરવો જોઈએ. જે સમય જાય છે તે પાછો આવતો નથી. સિદ્ધિની ટોચે પહોંચેલા માણસોના જીવનનો જો બરાબર અભ્યાસ કરીએ તો જોઈ શકાશે કે તેઓએ પોતાનાં વર્ષોનો હિસાબ બરાબર રાખેલો છે. ક્યારેક તો આશ્ચર્ય થાય કે આટલી નાની જિંદગીમાં આટલું બધું કાર્ય તેઓ કેવી રીતે કરી શક્યા હશે! વસ્તુતઃ કાળને બરાબર પરખવાવાળા કેટલાક મહાત્માઓ પચાસ-સાઠ વર્ષની જિંદગીમાં સો વર્ષ જેટલું કાર્ય કરી જાય છે. તેઓ સમય બગાડતા નથી એ તો ખરું જ, પણ ક્યારેક તો એક સાથે બે કે ત્રણ કામ કરતા હોય છે કે જે સાથે સાથે થઇ શકે. ગાંધીજી મુલાકાતીની સાથે વાતો કરતાં કરતાં રેંટિયો કાંતતા. એક સાથે બે કામ કરવાનો મહાવરો ઘણાંને હોય છે. અલબત્ત, એમ કરતી વખતે માણસની સ્વસ્થતા અને પ્રસન્નતા ન હણાવી જોઈએ. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ જે પ્રજા પોતાના માનવ કલાકોનો બરાબર સદુપયોગ કરી લે છે તે પ્રજા શીઘ્રતાથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી લે છે. સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા બરાબર ગોઠવાયેલી હોય તો મનુષ્યને પોતાના કલાકોને સાર્થક કરવાનું સૂઝે છે અને આવડે છે. સમૃદ્ધ દેશોમાં માણસો પોતાના પ્રત્યેક કલાકનો વિચાર કરે છે. નિયમિતતા અને સમયપાલનની ચુસ્તતા પર ભાર ત્યાં મૂકવામાં આવે છે. બીજાનો સમય બગાડવાનો પોતાને અધિકારી નથી એવી પ્રામાણિક સભાનતા તેઓ ધરાવે છે. પછાત, અર્ધવિકસિત દેશોમાં ઠેર ઠેર માણસો નવરા બેઠા હોય છે, ગામગપાટા મારતા હોય છે અને નિંદાકુથલીમાં કે યુદ્ધ બાબતોમાં પોતાનો અને બીજાનો સમય વેડફી નાખતા હોય છે. એ વેડફાયેલા કલાકોનું સ્વૈચ્છિક આયોજન જો થાય તો પણ કેટલાંયે વિકાસ-કાર્યો સહેલાઈથી થઈ શકે. - વર્તમાન વિશ્વ સમયની બાબતમાં ઉત્તરોત્તર વધુ સભાન થતું જાય છે. અવકાશ સંશોધનમાં, અણુક્ષેત્રમાં, ક્ષેપકાસ્ત્રો (Missiles) વગેરેમાં કલાક અને મિનિટ ઉપરાંત સેકન્ડની પણ વિચારણા થાય છે. રમતગમતના વિક્રમોમાં સેકન્ડનો તફાવત મહત્ત્વનો બની જાય છે. ઔદ્યોગિક ઉત્પાદનોમાં સમય કેવી રીતે ઘટાડાય કે જેથી ઉત્પાદનની પડતર કિંમત ઓછી થાય અને નફો વધુ થાય એની વિચારણા થાય છે. કાળની ગતિ સમ છે પણ મનુષ્યને એની ગતિ વિષમ લાગવાનો સંભવ છે. મિલનનો સમય ટૂંકો લાગે અને વિરહકાળ દીર્ધ લાગે. દુખમાં દહાડા લાંબા લાગે. કેટલીક ઘટનાઓ વર્તમાનમાં જેટલી મોટી લાગતી હોય તે થોડો કાળ વીત્યા પછી કેવી ગૌણ કે શુદ્ર બની જાય છે ! ક્યારેક તો વહી ગયેલો કાળ જ નવી પરિસ્થિતિનો સાચો વાસ્તવિક ખ્યાલ આપે છે. એ પરિસ્થિતિની પહેલેથી ખબર હોત તો પોતે જે કાર્ય કર્યું તે ન ક્યું Page #184 -------------------------------------------------------------------------- ________________ काले कालं समायरे । ૧૭૫ હોત. વળી એટલો સમય બરબાદ ન કર્યો હોત. ભૂતકાળ પર નજર ફેરવતાં દરેક વ્યક્તિને થોડુંઘણું એવું લાગવાનું જ કે પોતાનો અમુક સમય ખોટી રીતે બગડી ગયા હતો. સમયની બાબતમાં સભાન રહેવું એનો અર્થ એ નથી કે સમય સાચવવા સતત ચિંતિત રહેવું. સમયની બાબતમાં સમજણપૂર્વક સભાન હોવું તે એક વાત છે અને ઉતાવળિયા થવું, રઘવાટ કરવો, તંગ થઇ જવું, ચિંતિત થઈ જવું તે બીજી વાત છે. માણસે સમયને દાસ બનાવવો જોઇએ. એના પોતે ગુલામ ન બનવું જોઇએ. કેટલાક લોકો સમય સાચવે છે, ઘડિયાળના ટકોરે બધું કરે છે, પણ એમના જીવનમાં કોઇ પ્રગતિ કે શાન્તિ દેખાતી નથી. વર્તમાન જગતમાં Time Stress ઘણા માણસો અનુભવે છે અને એથી હૃદયની બીમારીના કે માનસિક તનાવના, ડિપ્રેશનના ભોગ બની જાય છે. જેમ સમયની સભાનતાની જરૂર છે તેમ નિરાંતની પણ એટલી જ જરૂર છે. કહ્યું છે ઃ What is this life full of care, If there is no time to stand and stare. એટલા માટે જ એક લેખકે કહ્યું છે કે To do great work a man must be idle as well as very industrious. zalj તાત્પર્ય એ છે કે સ્વસ્થતા, સંયમ, ધીરજ, ધૈર્ય વગેરે સદ્ગુણો કાળના સ્વરૂપને સમજવામાં અને એનો વધુમાં વધુ લાભ લેવામાં ઉપયોગી નીવડે છે. આપણે જોઇએ છીએ કે દંભી માણસો પોતાની મોટાઇ બતાવવા માટે બીજાની સાથે સરખી વાત કરતા નથી. સમય વિશેની તેમની કૃત્રિમ સભાનતામાં એમનું મિથ્યાભિમાન ડોક્યિાં કરતું હોય છે. પોતાને જરા પણ ફુરસદ નથી એવું બતાવીને ભાગનારા પછી સમય પસાર કરવા માટે વલખાં મારતા હોય છે. માણસ સમયની બાબતમાં સતત સભાન હોય અને છતાં એની સભાનતા બીજાને કળાતી ન Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ હોય અને એના વર્તનને જરા પણ કૃત્રિમ ન બનાવતી હોય તેવા માણસોએ કાળના મર્મને પચાવ્યો છે એમ કહી શકાય. કડિ ઘડિયાળ પહેરી હોય છતાં અનેક માણસો પોતાનો કિંમતી સમય વેડફી નાખે છે. જાણે કેટલો સમય વેડફાઇ ગયો એ જાણવા માટે જ ઘડિયાળ ન પહેરી હોય ! જો કે એ જાણવાની દરકાર પણ કેટલાને હોય છે? વસ્તુતઃ સમયને પારખવા માટે પોતાની પાસે ઘડિયાળ હોવી જરૂરી નથી. અનેક અપરિગ્રહી સાધુસંતો પાસે ઘડિયાળ નથી હોતી, પરંતુ સમયનો ખ્યાલ આપણા કરતાં તેમને વધુ હોય છે. સમય એમની આસપાસ સતત રમતો હોય છે. કોઈક મહાત્માઓને તો એવો મહાવરો થઈ ગયો હોય છે કે તેઓ કહે તે સમય સાચો જ હોય. કદાચ ઘડિયાળ ખોટી પડે, પણ તેઓ ખોટા ન પડે. જીવનમાં ભૌતિક સિદ્વિઓમાં કાળનું મહત્વ હોય કે ન હોય, આધ્યાત્મિક સિદ્ધિઓ માટે કાળનું મહત્ત્વ અનિવાર્ય છે. એક ક્ષણનો પણ પ્રમાદ જીવને દુર્ગતિમાં લઈ જાય છે. મેળવેલી આધ્યાત્મિક સિદ્ધિઓને સ્થિર રાખવા માટે નિરંતર અપ્રમત્તાવસ્થા જરૂરી છે. એટલા માટે જ ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને વારંવાર કહ્યું હતું કે હૈ ગૌતમ ! “સમય” માત્રનો પ્રમાદ ન કરશો. સમય જોયમ મા પથR | કાળ સાપેક્ષ છે. સૂર્યચંદ્ર કરે છે માટે કાળ ફરતો દેખાય છે, પણ અંતરીક્ષમાં એવાં પણ સ્થળો છે કે જ્યાં કાળ થંભી ગયેલો લાગે. જેઓની આત્મસ્વભાવમાં રમણતા છે ત્યાં કાળ જાણે સ્થિર થઇ ગયો હોય એવી સૂક્ષ્માનુભૂતિ થાય છે. જ્યાં ત્રિકાળ જ્ઞાન છે, કેવળજ્ઞાન છે ત્યાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળનું જ્ઞાન એકરૂપ હોય છે, યુગપ હોય છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રબુદ્ધ જીવન’માં લેખકના પ્રગટ થયેલા લેખોમાંથી ગ્રંથસ્થ થયેલા લેખોની યાદી સાંપ્રત સહચિંતન’-ભાગ ૧ (૧) લગ્ન સંસ્થાનું ભાવિ (૨) અસત્યના પ્રયોગો (૩) સન્માન પ્રતીકો ( ૪) કેફી પદાર્થોનો વધતો પ્રચાર (૫) પદ અને પાત્રતા (૬) જીવ છોડાવવાની પ્રવૃત્તિ (૭) નાતાલની એક વિશિષ્ટ ઉજવણી (૮) કવિનું સન્માન (૯) મોટાં પ્રલોભનો (૧૦) નિર્દોષ, અજ્ઞાન અને દિવ્ય (૧૧) તીર્થયાત્રા (૧૨) કરચોરી ( ૧૩) જાહેર સંસ્થાઓમાં કરકસર (૧૪) ભાષા સાહિત્યનું અધ્યયન-અધ્યાપન (૧૫) વર્તમાનપત્ર અને સત્યનિષ્ઠા (૧૬) કૂતરાંઓની સમસ્યા (૧૭) વિદ્યોપાસના અને વિદ્યાપોષણ (૧૮) વિશ્વ સંમેલનો (૧૯) નારૂં વેરું વપ્ના (૨૦) નવી દવાઓ-નવી સમસ્યાઓ (૨૧) પશુપંખીઓની નિકાસ (૨૨) પાશવી રમત-બોક્સિંગ (૨૩) પ્રવાસઉદ્યોગ (૨૪) ધાર્મિક સ્થળોનો અધાર્મિક ઉપયોગ. ૨. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૨ (૧) ક્રાંતિનાં પરિણામ (૨) રાજકારણમાં હિંસા (૩) લોકમત (૪) ન્યાય અને દયા (૫) સામુદાયિક માનવહત્યા (૬) રાજકારણમાં નિવૃત્તિ (૭) આત્મહત્યા (૮) જાસૂસી અને રાષ્ટ્રદોહ (૯) વ્યક્તિ, પક્ષ, રાષ્ટ્ર અને વિશ્વ (૧૦) દેહાંતદંડ (૧૧) ભાષાવાદનું વિશ્વ (૧૨) સરદાર પટેલના કારાવાસના દિવસો (૧૩) પ્રતિષ્ઠાનો પ્રશ્ન (૧૪) લગ્નવિચ્છેદ અને પુનર્લગ્ન (૧૫) એક વ્યક્તિ-એક સંસ્થા (૧૬) વિશ્વનું પર્યાવરણ (૧૭) ક્રિકેટનો અતિરેક (૧૮) ભૌતિક સમૃદ્ધિ (૧૯) કમ્પ્યુટર સગાઇ (૨૦) લોકવિદ્યાલયો (૨૧) ભ્રામક ઉક્તિઓ. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ ૩. “સાંપ્રત સહચિંતન-ભાગ ૩ (૧) મણિલાલ દ્વિવેદીનું આત્મવૃત્તાંત (૨) લેખકનો શબ્દ (૩) ટેનેસી વિલિયમ્સ અને આર્થર કોસ્વર (૪) શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજી (૫) “વિશ્વવત્સલ મહાવીર' (૬) આપણાં સામયિકો (૭) નામકરણ (૮) જૈન સાહિત્યક્ષેત્ર અને દિશાસૂચન (૯) પંડિતોનું ગૃહજીવન (૧૦) સાધનાં લક્ષણો (૧૧) અર્લ્ડ વાઈ ફળ (૧૨) વગોવાતી સાધુસંસ્થા (૧૩) સ્તોત્રકાર હેમચંદ્રાચાર્ય અને વીતરાગસ્તોત્ર (૧૪) બલવાન ઇન્દ્રિયગ્રામ (૧૫) ભાષામાં ઉત્ક્રાંત અને ક્રાંતિ (૧૬) અસ્વીકાર શા માટે? (૧૭) અણયુદ્ધોત્તર શિયાળો (૧૮) ઋણાનુબંધ. ૪. સાંપ્રત સહચિંતન'-ભાગ ૪ (૧) નિવૃત્તિકાળ (૨) રમકડાં (૩) મોર્તિ સજ્જવયાસ (૪) અળશ (૫) લેડી નિકોટીન સાથે છૂટાછેડા (૬) કોપીરાઈટ (૭) પક્ષ, વિપક્ષ, લઘુમતી, બહુમતી (૮) લગ્નોત્સવ (૯) લેખન, પઠન, ઉચ્ચારણ, શ્રવણ (૧૦) યુરોપમાં સામ્યવાદી શાસનપદ્ધતિ. પ. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૫ (૧) અવિનાશી ૨ ફુ તા સેવવો (૨) અમારિ પ્રવર્તન (૩) કુદરતી આપત્તિઓ (૪) સિલપ્તદિકાર (૫) નિર્દય હત્યાની પરંપરા (૬) માયને અસMવાસ (૭) જે. કૃષ્ણમૂર્તિ (૮) ખાલી'નો સભર ઇતિહાસ (૯) બાદશાહખાન (૧૦) ચિખોદરાની આંખની હૉસ્પિટલ (૧૧) ઇન્દિરા ગાંધી (૧૨) રાતા મહાવીર (૧૩) ચરણ-ચલણનો મહિમા (૧૪) શ્રવણબેલગોડા. ૬. “સાંપ્રત સહચિંતન-ભાગ (૧) નિઃસંતાનત્વ (૨) રંગભેદ (૩) રોગવિજે આયર્ડ અકત્ત (૪) વૃતકલ્લોલ પાર્શ્વનાથ (૫) સ્વ. ડૉ. ચંદ્ર જોશી (૬) સૂકમ એકેન્દ્રિય Page #188 -------------------------------------------------------------------------- ________________ લેખોની યાદી ૧૭૯ જીવોનું સામૂહિક આક્રમણ (૭) સંકલ્પી હિંસા (૮) સ્વ. ચીમનભાઇ પટેલ (૯) દાણચોરીનું નવું ક્ષેત્ર (૧૦) લેખકો અને રાજ્યસત્તા (૧૧) રાણકપુર તીર્થ. ૭. સાંપ્રત સહચિંતન'-ભાગ ૭ (૧) વારસદારો (૨) બાળમજૂરોની સમસ્યા (૩) મોરારજી દેસાઇ (૪) પદિ નિવિટ્કળ વેર તેમિં_પવ′′ । (૫) પોપની ભારતની મુલાકાત (૬) પોલીસ અને ન્યાયતંત્ર (૭) શ્રી યશોવિજયજી કૃત ‘ઉપદેશરહસ્ય' (૮) કે. પી. શાહ (૯) લેનિનસ્કી ગેરુ ઉપરથી (૧૦) ભારતનાં કતલખાનાં (૧૧) દુર્ઘટના અને કુમરણ (૧૨) હંસાબહેન મહેતા (૧૩) ડૉ. ભોગીલાલ સાંડેસરા (૧૪) હરીન્દ્ર દવે. ૮. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૮ (૧) મારા પિતાશ્રી (૨) રાણકી વાવ (૩) કન્ફયુશિયસ (૪) કન્ફ્યુશિયસની નીતિધર્મની વિચારણા (૫) નાતિવર્ણ સે મુળી (૬) શાન્તિદૂતોની હત્યા (૭) બળાત્કાર (૮) પંડિત વીરવિજયજી રચિત મોતીશાહ શેઠ વિશે ઢાળિયાં (૯) સ્વ. જોહરીમલજી પારેખ (૧૦) મારી જીવનયાત્રાનું શબ્દ-સંબલ (૧૧) બાલહત્યા (૧૨) સ્વ. હીરાબહેન પાઠક. ૯. ‘સાંપ્રત સહચિંતન'-ભાગ ૯ (૧) કલામાં અશ્લીલતા (૨) ગન કંટ્રોલ (૩) માંગી-તંગી (૪) આયવંશી ન રેફ્ પાવું (૫) ગાંડી ગાય (૬) અપંગો માટે (૭) સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ-પત્રકાર તરીકે (૮) પંડિત કવિશ્રી વીરવિજયજી (૯) શ્રી માણિભદ્રવીરની સહાય-મારા બાલ્યાકાળના અનુભવો (૧૦) તીર્થ વિશેનાં ફાગુકાવ્યો (૧૧) ફાધર બાલાગેર (૧૨) સામૂહિક આત્મઘાત Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૧ ૧૦, ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૧૦ (૧) રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા, (૨) બહુસુરંગા વસુંધરા, (૩) અને રતિ તે વિત્ત, (૪) સ્વ. લાડકચંદભાઇ વોરા, (૫) પશુહિંસાનું વિસ્તરતું ક્ષેત્ર, (૬) વિનયમૂહો છો (૭) શેરીનાં સંતાનો, (૮) સ્વતંત્રતાનો સુવર્ણ મહોત્સવ (૯) સમયસુંદર વિશે શોધપ્રબંધ (૧૦) સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો, (૧૧) સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી. ૧૧. સાંપ્રત સહચિંતન’-ભાગ ૧૧ (૧) નિદ્રાદેવીનું આવાગમન, (૨) નં છનું તું મૈં વત્તત્રં, (૩) કચરો વીણનારા (૪) બૌદ્ધ ધર્મ, (૫) ફાગુનો કાવ્યપ્રકાર, (૬) ટુર રેડ ને તાડુળે સમત્તળ (૭) વૈમાનિક અસભ્યતા, (૮) સ્વ. ડૉ. શિવાનંદ અધ્વર્યુ, (૯) એન. સી. સી. દ્વારા લશ્કરી તાલીમ, (૧૦) મધ્યકાલીન ધર્મવિષયક જૈન પરંપરા, (૧૧) પદ્મમભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા, (૧૨) હ્રાછે. હ્રાસમાએ 1 ૧૨. અભિચિંતના (૧) આતુરા પરિશ્તાવેન્તિ, (૨) રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા (૩) દવાઓમાં ગેરરીતિઓ (૪) નેતાગીરી અને મોવડીમંડળ (૫) પત્રકારોની મુલાકાતો (૬) ચૂંટણી (૭) કચ્છમાં પુરુત્થાન (૮) આઝાદીની લડત-કિશોરવયનાં સંસ્મરણ (૯) દુરારાધ્ય રેવામાતા (૧૦) સિંગાપુરની પ્રગતિ (૧૧) જાતિવાદ વિશે ભગવાન મહાવીર (૧૨) તાઓ તત્ત્વદર્શન (૧૩) ‘પ્રબુદ્ધ જીવન'નાં પચાસ વર્ષ ( ૧૪) અપહરણ. ૧૩. ‘વંદનીય હૃદયસ્પર્શ’-ભાગ ૧ (૧) પંડિત સુખલાલજી (૨) બચુભાઇ રાવત (૩) અગરચંદજી નાહટા (૪) પરમાનંદભાઇ કાપડિયા (૫) ચીમનલાલ ચકુભાઈ શાહ Page #190 -------------------------------------------------------------------------- ________________ - - - - - લેખોની યાદી ૧૮૧ (૬) મેડમ સોફિયા વાડિયા (૭) ગૌરીપ્રસાદ ઝાલા (૮) પંડિત ધીરજલાલ ટોકરશી શાહ (૯) જ્યોતીન્દ્ર દવે (૧૦) યશભાઈ હરિહર શુકલ (૧૧) ઉમેદભાઈ મણિયાર (૧૨) મનસુખલાલ તારાચંદ મહેતા (૧૩) ઉમાશંકર જોશી (૧૪) ભૃગુરાય અંજારિયા (૧૫) ઈશ્વર પેટલીકર (૧૬) મૂળશંકર મો. ભટ્ટ (૧૭) મોહનલાલ મહેતાસોપાન (૧૮) રંભાબહેન ગાંધી. ૧૪. ‘વંદનીય હૃદયસ્પર્શ-ભાગ ૨ (૧) ચંદ્રવદન મહેતા (૨) વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (૩) જયમલ્લ પરમાર (૪) પંડિત હીરાલાલ દુગડ (૫) અમૃતલાલ યાજ્ઞિક (૬) ચંચળબહેન (૭) કાન્તિલાલ કોરા (૮) ઈન્દ્રજિત મોગલ (૯) વિજય મરચન્ટ. ૧૫. તિવિહેણ વંદામિ’ (૧) પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ (૨) પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ (૩) પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ (૪) પૂ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ (૫) પૂ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ (૬) પૂ. શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજ (૭) પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ (૮) પૂ. શ્રી લીલાવતીબાઈ મહાસતીજી (૯) પૂ. શ્રી કુંદકુંદસૂરિજી મહારાજ (૧૦) પૂ. અભયસાગરજી મહારાજ. ૧૬. “જિનતત્વ -ભાગ ૧ (૧) ત્રિવિજય (૨) પ્રતિસેવના (૩) નિયાણુ (૪) સંલેખના (૫) કરુણાની ચરમ કોટિ (૬) સાંવત્સરિક ક્ષમાપના (૭) સમુદ્યાત અને શૈલેશીકરણ (૮) કાઉસગ્ગ (૯) કલ્પસૂત્ર (૧૦) પચ્ચક્ષ્મણ (૧૧) આલોચના (૧૨) જૈન દષ્ટિએ તપશ્ચર્યા (૧૩) સંયમની સહચરી ગોચરી (૧૪) વર્ધમાન તપની ઓળી (૧૫) પર્વાધિરાજ પર્યુષણ-૧ (૧૬) પર્વાધિરાજ પર્યુષણ-૨. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ ૧૭. ‘જિનતત્ત્વ’-ભાગ ૨ (૧) લાંછન (૨) પ્રભાવના (૩) પરીષહ (૪) ઉપસર્ગ (૫) કેશલોચન (૬) લબ્ધિ (૭) સમવસરણ (૮) નિરામિષાહાર-જૈન દૃષ્ટિએ (૯) મલ્લિનાથની પ્રતિમા. ૧૮. જિનતત્ત્વ’-ભાગ ૩ (૧) સમય ગોયમ મા પમાય ્ (૨) ધર્મધ્યાન (૩) પ્રતિક્રમણ (૪) દાનધર્મ (૫) સ્વાધ્યાય (૬) જાતિસ્મરણ જ્ઞાન (૭) સંયમનો મહિમા (૮) શીલવિધાતક ૧૯. ‘જિનતત્ત્વ’-ભાગ ૪ (૨૧) મનુષ્યજન્મની દુર્લભતા (૨) નવકારમંત્રમાં સંપદા (૩) નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી (૪) નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ (૫) દિવ્યધ્વનિ (૬) લોગસ્સ સૂત્ર (૭) દયપ્રેરિત હત્યા– ઇતર અને જૈન તત્ત્વદષ્ટિ (૮) ભક્તામર સ્તોત્ર. ૨૦. ‘જિનતત્ત્વ’-ભાગ ૫ (૧) પર્વારાધના (૨) અભ્યાધ્યાન (૩) નવકારમંત્રની શાશ્વતતા (૪) ઉપાધ્યાય પદની મહત્તા (૫) સામાયિક (૬) બોધિદુર્લભ ભાવના. ૨૧. જિનતત્ત્વ’-ભાગ ૬ (૧) અદત્તાદાન વિરમણ (૨) અવધિજ્ઞાન (૩) સિદ્ધ પરમાત્મા. ૨૨. પ્રભાવક સ્થવિરો’-ભાગ ૧ (૧) ગણિવર્ય શ્રી મુક્તવિજયજી (શ્રી મૂળચંદજી મહારાજ) (૨) શ્રી વિજયાનંદસૂરિ મહારાજ (શ્રી આત્મારામજી મહારાજ) (૩) શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ (૪) શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ (૫) શ્રી ચરિત્રવિજયજી મહારાજ. Page #192 -------------------------------------------------------------------------- ________________ લેખોની યાદી ૧૮૩ ૨૩. પ્રભાવક સ્થવિરો'-ભાગ ૨ (૧) શ્રી બુટેરાયજી મહારાજ (૨) શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ (૩). શ્રી મોહનલાલજી મહારાજ (૪) શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ. ૨૪. પ્રભાવક સ્થવિરો'-ભાગ ૩ (૧) શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ (૨) શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ (૩) શ્રી અજરામર સ્વામી. ૨૫. પ્રભાવક સ્થવિરો'-ભાગ ૪ (૧) શ્રી વિજયધર્મસૂરિ મહારાજ (૨) શ્રી આનંદસાગરસૂરિ મહારાજ (શ્રી સાગરજી મહારાજ) ૨૬. પ્રભાવક સ્થવિરો'-ભાગ ૫ (૧) શ્રી વીરવિજયજી મહારાજ (૨) શ્રી વિજયનેમિસૂરિ મહારાજ (૩) શ્રી વિજયરામચન્દ્રસૂરિ મહારાજ ૨૭. શેઠ મોતીશાહ (૧) શેઠ મોતીશાહ (૨) જીવદયાની એક વિરલ ઘટના ૨૮, રાણકપુર તીર્થ (૧) રાણપુર તીર્થ Page #193 -------------------------------------------------------------------------- ________________ Page #194 -------------------------------------------------------------------------- ________________