________________
दुक्करं करेउं तारुण्णे समणत्तणं ।
૯૩ છે તેઓ એ વિશે ઉદાસીન રહે છે. કેટલાક મહાત્માઓ યુવતીજનવલ્લભ બને છે. રૂપાળી લલનાઓથી તેઓ વિંટળાયેલા રહે છે. ભક્ત મહિલાઓ તેમનો ચરણસ્પર્શ કરવા ઝંખે છે. ભોળી અને વેવલી ભક્તાણીઓ ગુરુમુખે પોતાનાં જરાક વખાણ થતાં રાજી રાજી થઈ જાય છે અને તેમને રાજી કરવા ગમે તે હદ સુધી જવા તૈયાર થઈ જાય છે. એમાં તેઓ પોતાને પરમ ભાગ્યશાળી, પરમ ધન્ય માનવા લાગે છે. તેઓ એમના નામની માળા ફેરવવા લાગે છે. કંઈક કાકતાલીય ન્યાયથી બનતી કે ઉપજાવી કાઢેલી ચમત્કારિક ઘટનાઓને તેઓ ગુરુએ કરેલા ચમત્કાર રૂપે માનવા લાગે છે. પરંતુ આવી ઘટનાઓ ગુરુ માટે લપસણી ભૂમિકા તૈયાર કરે છે અને પોતાને અત્યંત સાવધ માનવા છતાં એવા ગુરુઓ ક્યારે લપસી પડે છે તે અગાઉથી પોતે કળી શકતા નથી. પતન પણ જ્યાં સુધી ગુપ્ત હોય ત્યાં સુધી રોચક બને છે.
સારી વસ્તૃત્વશક્તિ એ સાધુના જેમ ગુણપક્ષે છે તેમ એમને માટે ભયસ્થાન પણ છે. એથી સાવધ રહેવાનું છે. સારી વસ્તૃત્વશક્તિથી ઘણો પ્રભાવ પડે છે. અનેકના જીવનને માટે તે પ્રેરણારૂપ બને છે. પરંતુ સારી વસ્તૂત્વશક્તિ મોટા ટોળાને ખેંચી લાવે છે. એમાં દુષ્ટ માણસો પણ ખેંચાઈને આવે છે. સારી વાકછટા ક્યારેક સાધુવકતાના મનમાં સૂક્ષ્મ માન કષાય જન્માવે છે. એ વખત જતાં મદિરાનું કામ કરે છે. તે વખતે કોઈનાં, પોતાના ગુરુનાં સુદ્ધાં, હિતવચન ગમતાં નથી. શ્રોતાભક્તો પાસે ધાર્યું કરાવવાની શક્તિ ખીલતાં આત્મવિશ્વાસ વિશ્વાસ વધે છે, સ્વતંત્ર થવાના વિચારો ચાલે છે, એમ થાય તો નિવહની જવાબદારી ઉઠાવી લેનારા ભક્તો મળી જ આવે છે અને એમ થતાં એક દિવસ સંયમત્યાગનો નિર્ણય લેવાય છે. સાધુ તરીકે પોતે જે જે લોકહિતનું કાર્ય કરે છે તે ગૃહસ્થ તરીકે વધારે સારી રીતે કરી શકશે એવો ભ્રમ પછી સેવાય છે. સૂમ આધ્યાત્મિક સ્વહિતના ભોગે લોકહિતની ભ્રામક પ્રવૃત્તિ થઈ રહી છે એવું ભાન મોહનીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org