________________
૯૪
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ કર્મ પોતાને થવા દેતું નથી અને એક ઉત્તમ જીવ પોતાનું સંસારપરિભ્રમણ વધારી દે છે. એમ થવાનું હતું માટે થયું એવી માન્યતાનું પછી સમર્થન કર્યા વગર છૂટકો નથી રહેતો.
સારી વક્નત્વશક્તિને લીધે મળતી મોટાઇ ક્યારેક યુવાન મુનિને આત્મવંચના તરફ ધકેલે છે. બહારથી ઘર્મની વાત ચાલે, પણ અંતરમાં માયાચાર વધવા લાગે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ લખ્યું છે :
માચે મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા; શુદ્ધ પરૂપક ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહિટમાલા. નિજ ગણ સંચે, મન નવિ પંચે, ગ્રંથ ભણી જન વંચે; ઉંચે કેશ, ન મુંચે માયા, તો વ્રત ન રહે પંચે.
યુવાન શિષ્યોને સંયમના માર્ગે કેળવવાની જવાબદારી ગુરુભગવંતની ઘણી મોટી રહે છે. ગુરુ-પારતંત્ર્ય ઉપર જૈન ધર્મમાં ઘણો ભાર મૂકાયો છે. એક આચાર્ય ભગવંતે કહ્યું હતું કે ડૉક્ટર કે એન્જિનિયરિંગની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી અને ડિગ્રી મળી એટલે તે સારામાં સારા દાક્તર કે એન્જિનિયર થઈ જ જાય એવું નથી. એ માટે ક્ષેત્રના વડીલ અનુભવીની સાથે કામ કરવાથી સારું માર્ગદર્શન અને સારો અનુભવ મેળવીને સારા દાક્તર કે ઈજનેર થઈ શકાય છે. તેવી રીતે ચેલાને દીક્ષા આપવાથી તે ઉત્તમ સાધુ થઈ જશે એવા ભ્રમમાં ગુરુએ ન રહેવું જોઇએ પણ પોતાની પાસે રાખીને સંયમના સુંદર પાઠ એને ભણાવવા જોઈએ. નાની ઉંમરનાં છોકરાઓ કે છોકરીઓ માબાપને મૂકીને આવ્યાં હોય તો તેને સતત પાસે રાખીને એટલું વાત્સલ્ય આપવું જોઈએ કે માબાપની યાદ તેઓને ન આવે કે ઘરે જવાનું નામ પણ લે. તેવી જ રીતે ચેલાઓને એવી તાલીમ આપવી જોઇએ કે જેથી ભૌતિક વૈભવમાં જેટલું સુખ છે તેના કરતાં ત્યાગમાં ઘણું ચડિયાતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org