________________
दुक्करं करे तारुण्णे समणत्तणं । સુખ છે એવી સાચી શ્રદ્ધા એનાં જન્મ અને ભૌતિક વૈભવ માટે ચિત્તમાં જરા સરખી પણ આસક્તિ ન રહે. તેવી જ રીતે બ્રહ્મચર્યના પાલન માટેનો એનો રસ એવો સરસ કેળવવો જોઈએ કે કામભોગ એને સાવ તુચ્છ, નીરસ, ધૃણાસ્પદ અને હાનિકારક તથા સંસારનું પરિભ્રમણ વધારનાર લાગે. પરંતુ આ બધું બેચાર દિવસ કે બેચાર મહિનામાં થતું નથી. શિષ્યને ચારપાંચ વર્ષ સતત પાસે રાખી, વાત્સલ્યપૂર્વક એની દેખરેખ રાખવાથી થાય છે. શિષ્યને ક્ષતિઓ માટે વારંવાર કડક શિક્ષા કરવાથી પરિણામ એટલું સારું નથી આવતું જેટલું વાત્સલ્યભાવથી પ્રસન્નતાપૂર્વક વશ રાખ્યાથી આવે છે. પરંતુ એમ કરવા માટે ગુરુ ભગવંતે પોતે પણ એટલી જ ઉચ્ચ પાત્રતા કેળવવાની રહે છે અને એટલો સમય આપવાનો રહે છે. જે ગુરુ ભગવંતમાં પોતાનામાં જ શિથિલતા હોય તે ચેલાને બહુ રોકી ન શકે. ગુરુ મહારાજને પોતાને જ ભોજનની વાનગીઓમાં રસ પડતો હોય ને તેવી વહોરી લાવવા માટે સૂચના અપાતી હોય, પોતાની યોજના માટે શ્રીમંતોએ લખાવેલી રકમોના અને યોજનામાં થતા ખર્ચના હિસાબો રાત દિવસ ચાલ્યા કરતા હોય, અન્ય સમુદાયના સાધુઓની નિંદા ચાલતી હોય, શ્રીમંત ગૃહસ્થો કે રાજદ્વારી પુરુષોની ખુશામત થયા કરતી હોય, વિજાતીય વર્ગની ઉપસ્થિતિ ગમતી હોય અથવા અન્ય કોઈ પણ પ્રકારની સ્વભાવગત નિર્બળતા હોય તો રાતદિવસ સાથે રહેનાર ચેલાઓથી એ વાત અજાણ રહેતી નથી. ક્યારેક તો આવી ગુપ્ત વાતના સાક્ષી ચેલાઓ પોતાનું કાર્ય કરાવવા માટે ગુરુને “બ્લેક મેઇલ' પણ કર્યા કરતા હોય છે. માટે જ દીક્ષા આપવી જેટલી સહેલી છે એથી વધુ કઠિન ગુરુ તરીકેની પોતાની પાત્રતા કેળવવાની છે.
જે ગુરુ ભગવંતો પોતે લૌકિક પ્રસિદ્ધિની ઘણી બધી પ્રવૃત્તિઓમાં પડી જાય છે અને અનેક ચાહકોથી વીંટળાયેલા રહે છે તેઓ પોતાના ચેલાઓનું બરાબર ધ્યાન રાખી શકતા નથી. એ માટે સમય રહેતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org