________________
૨૦
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧
બીજાની છાની વાત, ગુપ્ત વાત કોઈને કહી દેવી, ચાડીયુગલી કરવી તે અધર્મ છે. પશુન્યને મોટા પાપસ્થાનક તરીકે ગણવામાં આવે
છે.
બીજાની છાની વાત કોઈને ન કહેવી જોઈએ એમાં વ્યવહારદષ્ટિએ કેટલું બધું ડહાપણ રહેલું છે ! પરંતુ આજની દુનિયા એનાથી ઊલટી દિશામાં ચાલી રહી છે. “બીજાની છાની વાત શોધી કાઢો એ જાણે કે વર્તમાનકાળનાં પ્રચાર માધ્યમોનો એક મુખ્ય ઉદ્દેશ બની ગયો છે. જો કે Investigative Journalism થી લાભ પણ થાય છે. ખાસ કરીને જાહેર જીવનમાં પહેલા માણસો કંઈપણ છાનુંછપનું કરતાં ડરે છે. અયોગ્ય, હીન, ગુપ્ત આચરણ પ્રગટ થવાથી સમાજને યોગ્ય ન્યાય મળી રહે છે. એ દષ્ટિએ સમાજને એટલો લાભ અવશ્ય થાય છે. કેટલાંયે માણસોનાં કરતૂકો બહાર આવતાં તેઓને યોગ્ય શિક્ષા અદાલત દ્વારા થાય છે અને ઘણીવાર જેમને અન્યાય થયો હોય અને એ વ્યક્તિ જો વિદ્યમાન હોય તો એને યોગ્ય ન્યાય કે વળતર મળી રહે છે. પ્રચારમાધ્યમોથી માણસ ડરતો રહે છે.
દુનિયાભરમાં મોટા મોટા સત્તાધીશોનાં અશિષ્ટ યૌન સંબંધો કે નાણાંકીય કૌભાંડો જ્યારે પ્રગટ થાય છે ત્યારે આપણને આશ્ચર્ય થાય છે કે અહો, આવા સાજન ગણાતા પુરુષે પણ કેવું અધમ આચરણ કર્યું હતું !
ચોરી, ખૂન, લૂંટ, લાંચરૂશ્વત, બળાત્કાર, ગર્ભપાત, વ્યભિચાર, નિદાકુથલી, રાજ્યદ્રોહ, વ્યક્તિદ્રોહ, ભાંગફોડ, નનામા પત્રો વગેરે અનેક પ્રકારની ગુપ્ત ઘટનાઓ દુનિયામાં બનતી રહે છે. એવી કેટલીયે ઘટનાઓ પરથી ક્યારેય પડદો ઊપડતો નથી. સંસારમાં કેટલાંયે ગુપ્ત પાપો, કાયમને માટે વિસ્મૃત થઈ જાય છે. કેટલાંયે રહસ્યો ક્યારેય પ્રગટ થતાં નથી. અલબત્ત આ સામાજિક દષ્ટિ છે, ધાર્મિક કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org