________________
जं छन्नं तं न वत्तव्वं
૨૧
આધ્યાત્મિક દષ્ટિએ તો દરેકે દરેક પાપનો હિસાબ ચૂકવવો જ પડે છે.) એ આચારનારાઓ અને એમની આખી પેઢી ચાલી જતાં વાત ભુલાઈ પણ જાય છે. નવા કાળસંદર્ભમાં એનું બહુ મૂલ્ય પણ રહેતું
નથી.
દુનિયામાં ગુનાહિત કૃત્યો અસંખ્ય પ્રકારનાં હોય છે. એવાં કૃત્યો કરનાર પહેલાં તો એમ માને છે કે પોતાની વાતની કોઈને પણ ખબર પડવાની નથી. એટલી બધી તકેદારી તેઓ રાખે છે. પરંતુ એમ કહેવાય છે કે ચોરી કરનાર કશીક તો પોતાની નિશાની મૂકતો જાય છે કે જેની એને પોતાને પણ ખબર નથી હોતી. અનેક વાતો પાછળથી પકડાઈ જાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બનેલી અનેક ઘટનાઓ પચાસ વર્ષે પણ પ્રકાશિત થઈ છે.
માણસને ગુપ્ત રાખવા જેવી બાબતો શુભ, શ્રેષ્ઠ, હિતકારી વગેરે પ્રકારની સામાન્ય રીતે નથી હોતી. હોય તો પણ એ પ્રગટ કરી દેવામાં સામાન્ય માણસોને અનૌચિત્ય નથી જણાતું. એથી ખાસ કંઈ નુકસાન થતું નથી. ક્યારેક તો લાભ થાય છે. સારી સાચી વાતનો પ્રચાર થવો જોઈએ એવો ભાવ ઘણાંને રહે છે. કોઈક માણસે મોટું ગુપ્ત દાન આપ્યું હોય, કોઈનો જીવ બચાવ્યો હોય, કોઈને પાપથી
અટકાવ્યો હોય, કોઈનાં દુરાચારી વ્યસનો છોડાવ્યાં હોય ને એના કત્વનો યશ પોતાને ન જ જોઈતો હોય-ઇત્યાદિ પ્રકારની ગુપ્ત વાતો એક અથવા બીજા સ્રોતથી પ્રસરે જ છે. એમાં કશું અજુગતું લાગતું નથી. પરંતુ માણસે જો ખોટાં કામ કર્યા હોય અથવા પ્રામાણિક ભૂલ થઈ ગઈ હોય તો એની એવી વાતમાં બીજાઓને બહુ રસ પડે છે. મનુષ્યનો નિદક સ્વભાવ ત્યારે પ્રવૃત્ત થઈ જાય છે. આવી વાતોથી સમાજનું વાતાવરણ કલુષિત થાય છે. ખોટા દાખલા બેસે છે. કલહ, સંઘર્ષ થાય છે. આથી એવી કેટલીક વાતો પ્રચ્છન્ન રહે એ વ્યક્તિ તથા સમાજના જ હિતમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org