________________
૨૨
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧
જ્યારે કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક બેશરમ બનીને વારંવાર અધમ કૃત્યો કરે છે ત્યારે તેને ઉઘાડો પાડવામાં સમાજનું હિત રહેલું હોય છે. ત્યાં વ્યક્તિએ કોઈને વિશ્વાસમાં રાખીને પોતાની ગુપ્ત વાત પશ્ચાત્તાપપૂર્વક કરેલી નથી હોતી. એણે પોતાની વાતો સંતાડેલી હોય છે. દુનિયાને શી ખબર પડવાની છે ? – એવો ધૃષ્ટતાભર્યો ભાવ એનામાં હોય છે. “ખબર પડશે તો હું પણ જોઈ લઈશ'-એવો મિથ્યાભિમાનનો હુંકાર એના અવાજમાં હોય છે. એવી વ્યક્તિ પકડાય અને એને સામાજિક કે સરકારી પ્રકારની શિક્ષા થાય તો એમાં તો સામાજિક ન્યાય રહેલો છે.
સમાજમાં સૌથી વધુ ગુપ્ત વાતો રાજકારણમાં થાય છે અને એટલી બધી વાતો ઉઘાડી પણ થઈ જાય છે. અસત્ય પણ એટલું જ બોલાય છે અને ખોટા આક્ષેપો પણ એટલા જ થાય છે. રાજકારણમાં પડેલા માણસોએ તો પોતાનું મોઢું ખોલતાં પહેલાં બહુ વિચાર કરવો જોઈએ. પોતાનો બીજાની આગળ બોલાયેલો એકે એક શબ્દ મોડોવહેલો જાહેર થઈ જ જવાનો છે એવી માનસિક પૂર્વતૈયારી એણે રાખવી જ જોઈએ. રાજકારણમાં કોઈ કાયમના મિત્ર રહેતા નથી કે નથી હોતા કાયમના શત્રુ. જે સમયે જે રીતે રીતે સ્વાર્થમૂલક સંબંધો ગોઠવીને સત્તા હાંસલ કરાતી હોય તે રીતે તેઓ સત્તા મેળવવા મથતા હોય છે. એટલે આજે આપેલી ગુપ્ત રહસ્યમય બાતમીને આવતી કાલે જાહેર કરીને એનો દુરુપયોગ કરનારા રહેવાના જ. હવે તો અવાજ અને દશ્યનું પોતાને ખબર પણ ન પડે એ રીતે રેકર્ડિંગ થઇ જાય છે. કોમ્યુટરની મદદથી ખોટાં બનાવટી પણ સાચાં લાગે એવાં દશ્યો બતાવી શકાય છે. ભીંતને પણ કાન હોય છે અને હવા પણ વાત લઈ જાય છે એ જૂની વ્યવહારુ શિખામણ આજે પણ એટલી જ સાચી અને ઉપયોગી છે.
સંપૂર્ણ પારદર્શક જીવન જીવવાનું ઘણું દુષ્કર છે. માણસને ધન, સ્ત્રી, સત્તા, કીર્તિ વગેરે માટેની જાતજાતની એષણાઓ હોય છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org