________________
जं छन्नं तं न वत्तव्वं
૨૩
બધી જ સ્પષ્ટપણે બીજાની આગળ વ્યક્ત કરાતી નથી. માણસને વિવિધ પ્રકારની ખાવાપીવાની, સૂવાબેસવાની, રહેણીકરણીની સુટેવો કે કુટેવો હોય છે. મનના ખૂણામાં કેટલીયે વાસનાઓ પડેલી હોય છે જેના ફક્ત એકમાત્ર પોતે જ સાક્ષી હોય છે. પરંતુ સંજોગવશાત્ માણસની એ વાતની જાણ ક્યારેક બીજાને જો થઇ જાય છે ત્યારે માણસ શરમાય છે કે ચિંતિત કે ભયભીત થઇ જાય છે.
સંસ્કૃતમાં એક વ્યવહારવચન છે : ષટ્ નેં મિત્તે વાર્તા | છ કાન જે વાત સાંભળે તે વાત ભેદાઇ જાય છે, તે ગુપ્ત રહેતી નથી. છ કાન એટલે ત્રણ વ્યક્તિ. જ્યાં સુધી બે વ્યક્તિ વચ્ચે અર્થાત્ ચાર કાન વચ્ચે વાત થાય છે ત્યાં સુધી તે ગુપ્ત રહેવાના સંજોગો સબળ હોય છે. બેમાંથી એકની મતિ બગડે ત્યારે તે વાતને ફોડી નાખે છે. ફોડનાર ત્યારે જાહેર થઈ જાય છે. ત્રણ વ્યક્તિ વચ્ચે વાત થઈ હોય ત્યારે બાકીના બેમાંથી કોણે વાત પ્રગટ કરી દીધી હશે તેની ખબર ન પડે. વાત ફોડનાર પણ બીજાના ઉપર આરોપ મૂકીને કહે કે પોતે વાત ફોડી નથી પણ બીજાએ ફોડી છે. માટે ડાહ્યા માણસે પોતાની ગુપ્ત વાત એક સાથે બે કે વધારે વ્યક્તિ ઉપસ્થિત હોય ત્યારે ન કરવી જોઇએ. બે વ્યક્તિને કહેવા જેવી હોય તો પણ તે દરેકને અંગત રીતે એકાંતમાં જુદા જુદા બોલાવીને કહેવી જોઇએ કે જેથી એ વાતનો બીજો કોઇ જાણકાર છે એવો વહેમ સાંભળનારને ન પડે.
કેટલાંયે કુટુંબો વર્ષો સુધી પોતાની કૌટુંબિક સ્વભાવની કે સુખદુઃખની નાનીમોટી વાતને ગુપ્ત રાખી શકે છે, પરંતુ એકાદ બે દીકરા-દીકરીનાં લગ્ન થતાં એ કુટુંબનો ગઢ ભેદાઇ જાય છે. ઘર પોલું થઈ જાય છે. વાતો બહાર જવા લાગે છે. નવી અણસમજુ પુત્રવધૂ પોતાની માને વાત કર્યા વગર રહે નહિ અને મા પોતાનાં
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org