________________
સાંપ્રત સહચિંતન - ભાગ ૧૧
સગાંસંબંધીને વાત કર્યા વગર રહે નહિ. કેટલાંક શ્રીમંત કુટુંબોની વાત ઘરનોકર, રસોઇયો, ડ્રાઈવર વગેરે દ્વારા છતી થઇ જાય છે. કેટલાક દુશ્મનો વાત મેળવવા પોતાના માણસોને બીજાને ત્યાં ગુપ્ત રીતે નોકરીએ રખાવી દે છે, અને એની મારફત બાતમી મેળવતા રહે છે. કેટલાક ડ્રાઇવરોને ખબર હોય છે કે પોતાના શેઠ ક્યાં ક્યાં, કોને કોને ઘરે કે ઓફિસે જાય છે, શેઠ કોને વારંવાર ‘લિફ્ટ' આપે છે, કોને તેડવા માટે ખાનગીમાં ગાડી મોકલાવે છે. પોતાના શેઠ કોની સાથે પૈસાની હેરાફેરી કરે છે, દાણચોરીનો માલ સંતાડે છે, આડો વ્યવહાર રાખે છે, શસ્ત્રો પૂરાં પાડે છે વગેરે વિશેની બાતમી ડ્રાઇવરો જાણતા હોય છે. એવા ડ્રાઇવરોને મોટી બક્ષસની, મોટી નોકરીની કે બીજી કોઈ લાલચ બતાવીને કે ધમકી આપીને એમની પાસેથી સહજ રીતે વાતવાતમાં વાત કઢાવી લેવાની ચતુર માણસોને માનસશાસ્ત્રીય પદ્ધતિ આવડતી હોય છે. જાસૂસોને જાસૂસી કરવા માટે દરેક દેશમાં વૈજ્ઞાનિક પદ્ધતિની તાલીમ અપાય છે.
૨૪
કેટલાક માણસોની પ્રકૃતિ જ વાત કઢાવવાની અને ચગાવવાની હોય છે. ‘કેમ, શી નવાજૂની છે ?' અથવા ‘તમે સાંભળ્યું ?' જેવાં વાક્યો વારંવાર ઉચ્ચારનારા બીજાના મોંઢામાં આંગળા નાખીને વાત કઢાવવાનો પ્રયત્ન કરે છે. પ્રશ્નોની ઝડી તેઓ શરમ રાખ્યા વગર વરસાવે છે. થોડો વખત તેઓ સમાજમાં લોકપ્રિય કદાચ થાય છે, પરંતુ સરવાળે વગોવાય છે અને સૌ એમનાથી અંતર રાખે છે.
કેટલીક વાર ઘટના જ એવી રીતે બને છે કે બીજી ત્રીજી વ્યક્તિને અજાણતાં ખાનગી વાતની ખબર પડી જાય છે. તો કેટલીક વાર ડૉક્ટર, વકીલ, પોલીસ કે એવો વ્યવસાય કરનાર આગળ ગરજે પોતાની ખાનગી વાત કરવી પડે છે. કેટલીક વાર જેની સહાય વિના ઉકેલ આવે એમ ન હોય એવા માણસ આગળ સામે ચાલીને જવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org