________________
जं छन्नं तं न वत्तव्वं
૨૫ પડે છે અને પોતાની વાત કહેવી પડે છે. આવા અનપેક્ષિત સંજોગોમાં બીજી ત્રીજી વ્યક્તિ જ્યારે એક વાત જાણી જાય છે ત્યારે એને ચૂપ રાખવા માટે કિંમત ચૂક્વવી પડે છે. ક્યારેક એના બ્લેકમેઇલ'ના - ધાકધમકીના ભોગ થવું પડે છે.
કેટલીક ગુપ્ત બાબતો સમયબદ્ધ હોય છે. અમુક નિશ્ચિત સમય સુધી જ તે ગુપ્ત રાખવાની હોય છે. પછીથી એ ગુપ્ત રાખનારાઓ તરફથી જ એની જાહેરાત થાય છે અથવા આપોઆપ તે પ્રગટ થઈ જાય છે. કોઈકની સગાઈ કે લગ્નની વાત, કોઈક ધંધાની લેવડદેવડની વાત, ઘર, ગાડી કે બીજી કોઈ ખરીદીની વાત, કોઈકના ઓપરેશનની, કોઈક દીક્ષાની, સંન્યાસની, ગૃહત્યાગની વાત, કોઈકના અદાલતના ખટલાની વાત, પરીક્ષાના પરિણામોની વાત, રાજકીય દાવપેચની વાત નિર્ધારિત કાળ સુધી ગુપ્ત રાખવી પડે છે. સંરક્ષણના વિષયમાં શસ્ત્રોની, સૈનિકોની ટુકડીઓની હેરફેરની, આક્રમણની વાત અત્યંત ગુપ્ત રખાય છે. સરકારી પ્રધાનોને કેટલીક માહિતી સોગંદવિધિ પછી જ અપાય છે. આવી કાળબદ્ધ મર્યાદાની ગુપ્ત વાત અગાઉથી જો કોઈ જાહેર કરી દે તો યોજના બગડી જાય છે, પરિણામ ધાર્યું આવતું નથી અથવા ઊલટું આવે છે. ઘણી ગરબડ મચી જાય છે અને દુશ્મનો ગેરલાભ ઉઠાવી જાય છે. આવી ગુપ્ત વાતો જો જાણતા હોઈએ તો પણ તે પ્રગટ ન કરી દેવી જોઈએ.
કેટલાક માણસો એટલા જૂઠા અને એટલા હોંશિયાર હોય છે કે ન હોય એવી વાત ઉપજાવીને અંગત વર્તુળોમાં એનો પ્રચાર કરે છે અને પછી એવી ન બનેલી વાતો પણ લોકો માનવા લાગે છે. એટલા માટે માણસે પોતાનું જીવન જ એવું સ્વચ્છ અને સ્વસ્થ રાખવું જોઈએ કે ક્યારેક કોઈ ખોટું આળ મૂકીને પ્રચાર કરવા જાય તો તે ભોંઠો પડે. લોકો એ માનવા ક્યારેય તૈયાર ન થાય. સાધુસંતોનું જીવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org