________________
સાંપ્રત સહચિંતન
ભાગ૧૧
ખુલ્લી કિતાબ જેવું, સ્વચ્છ અને પારદર્શક હોય છે. મન, વચન અને કાયાની એકરૂપતા એમના જીવનમાં હોય છે. આત્મકલ્યાણ અને લોકકલ્યાણની એમની ભાવના બહુ પ્રબળ હોય છે. એમને પોતાનું કશું છુપાવવાનું હોતું નથી. એટલે એમને માટે કરાયેલા ખોટા આક્ષેપો કે એમના જીવનરૂપી સૂર્યના પ્રકાશને મેલો કરવાના પ્રયત્નો વૃથા નીવડે છે.
૨૬
કેટલાક માણસો પોતાનાથી થયેલી ભૂલને પોતાના હૃદયમાં ઝાઝો વખત રાખી શકતા નથી. એનો એમને એવો પસ્તાવો થાય છે કે જ્યાં સુધી એ વિશે તેઓ હૃદય ખોલીને કોઇને કંઇ વાત ન કરે ત્યાં સુધી તેમને ચેન પડતું નથી. પાપનો એકરાર અને પ્રાયશ્ચિત્ત એ મનુષ્ય જીવનનું સ્વાભાવિક લક્ષણ છે.
---
માણસે પોતાની પેટછૂટી વાત કોઈને કરવી જ હોય તો યોગ્ય પાત્રને, યોગ્ય સમયે જ કહેવી જોઇએ. જગતમાં બધા જ માણસો ખરાબ નથી હોતા. કેટલાયે બીજાની વાતોને જીવનભર સાચવી રાખે છે. પરંતુ અધકચરા, અણસમજવાળા, ઉતાવળિયા સ્વભાવના, વાતડાહ્યા, અતિ ઉત્સાહી, જશ ખાટવાની વૃત્તિવાળા, નિંદક સ્વભાવનાં, વૈરવૃત્તિવાળા, બીજાની ચડતી જોઇ ખેદ અનુભવનારા, બે જણને લડાવે નહિ ત્યાં સુધી સંતોષ ન અનુભવનારા, સ્વાર્થઘેલા, સંકુચિત મનોવૃત્તિ ધરાવનારા-એવા કોઇકને જો કોઇક ખાનગી નબળી વાતની ખબર પડે તો તેનો ગેરલાભ ઉઠાવ્યા વગર તેઓ રહી શકતા નથી, એવા માણસ આગળ પોતાની અંગત વાત કરતાં પહેલાં માણસે સો વખત વિચાર કરવો જોઇએ.
સમાજમાં કેટલીયે એવી સંનિષ્ઠ, પ્રામાણિક, નીતિમાન, આદરપાત્ર વ્યક્તિ હોય છે કે જે બધાંનો વિશ્વાસ ધરાવે છે. એની આગળથી કોઇની વાત બીજા પાસે જતી નથી. એવી વ્યક્તિ ખાનગી રાહે સાચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org