________________
जं छन्नं तं न वत्तव्वं
સલાહ પણ આપે છે. હૃદય ખોલીને પોતાની અંગત ગુપ્ત વાત કરવા માટે સાધુસંતો જેવું અન્ય કોઈ સ્થાન નથી. સાધુસંતો કોઈની ગુપ્ત વાત છતી કરતા નથી એટલું જ નહિ, કોઈની અંગત વાત જાણવામાં એમને રસ પણ નથી હોતો. પ્રશ્નો પૂછીને વાત કઢાવવાનો કે બીજાને શરમાવવાનો તેમનો સ્વભાવ હોતો નથી. એટલે જ સમાજમાં તેઓ સૌથી વધુ વિશ્વસનીય મનાય છે.
ભારતીય સંત પરંપરામાં હિંદુ, જૈન, બૌદ્ધ એ ત્રણે ઘર્મમાં પાપના એકરારની પ્રથા છે. ગુરુ સમક્ષ એકાંતમાં માણસ પોતાનાં પાપોની આલોચના' કરે છે અને ગુરુ મહારાજ કહે એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત લેવાય છે. પોતાના દોષોની કબૂલાત ગુરુ સમક્ષ ક્યારે અને કેવી રીતે કરવી એના નિયમો બહુ ઝીણવટપૂર્વક આપણાં શાસ્ત્રોમાં આપેલાં છે. “આલોયણા'નો વિષય એક સ્વતંત્ર વિષય છે.
ખ્રિસ્તી ધર્મમાં એકરાર (Confessions)ની પ્રથા હોય છે. માણસે કોઈ પાપ કર્યું હોય તો દેવળમાં જઈ પાદરી પાસે તેનો એકરાર કરે છે અને પાદરી કહે તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત લે છે. એક કેબિન જેવી રચનામાં પાદરી બેસે છે. પાદરીના કાન પાસે કેબિનના લાકડામાં એક કાણું કરેલું હોય છે. એકરાર કરનારી વ્યક્તિ ઘૂંટણીએ પડી બહારથી એ કાણામાં બોલે છે જે પાદરી સાંભળે છે. પાપનો એકરાર કરનારી વ્યક્તિને પાદરીએ જોઈ નથી હોતી કે એકરાર કરનારી વ્યક્તિએ પાદરીને જોયા નથી હોતા. આમ કોણે કોની પાસે એકરાર કર્યો તેની ખબર નથી પડતી. (એકબીજાને જોઈ-જાણી શકે એ રીતે પણ એકરાર થાય છે.) આવી એકરાર કરવાની પ્રથામાં પણ એકરાર સાંભળનાર પાદરી કાચી ઉંમરનો ન હોવો જોઇએ, તે એકરાર કરનાર પાપી સ્ત્રી-પુરુષનો તન, મન, ધનથી ગેરલાભ ઊઠાવનાર ન હોવો જોઇએ, એકરારની વાતને છતી કરી દે એવો ક્ષુલ્લક મનનો કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org