________________
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ જો કે આ નિદ્રાપ્રિયા પણ સમયે સમયે આધુનિક બનતી રહી છે અને હવે તો તે મોટી પ્રચારસભાઓના મંચ પર કે આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં પણ ભાગ લેવા લાગી છે.
એક સમારંભમાં કાર્યક્રમ બહુ દીર્ઘસૂત્રી બની ગયો અને મધ્યાહુનના ભોજનનો સમય થયો છતાં વક્તાઓનાં વકતવ્યો ચાલુ રહ્યાં. એ સમયે થાકેલા શ્રોતાગણમાં એક વડીલની આંખો ઘેરાવા લાગી. થોડી વારમાં તો તેઓ બેઠાં બેઠાં ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. કેટલીક વાર પછી આ પરિસ્થિતિ સહન ન થતાં બાજુમાં બેઠેલી એક યુવતીએ વડીલને હડબડાવીને કહ્યું, “એય કાકા, કેટલું ઊંધો છો ?'
આંખો ચોળતાં કાકાએ કહ્યું, “બહેન માફ કરજો. એક તો મારે કાલનો ઉજાગરો છે અને એમાં આ વક્તાનું લાંબુ લચક ભાષણ, એટલે ઊંઘ ચડી ગઈ...પણ બહેન, તમે આટલા બધા રોષભર્યા અવાજે મને હડબડાવ્યો, તો હું એમ પૂછી શકું કે મારી બેઠકમાં હું ઊંઘતો હોઉં તો તમે તે સામે કાયદેસર કંઈ વાંધો લઈ શકો? શું મને ઊંઘવાનો અધિકાર નથી ?'
“કાકા, તમે ઊંધો એનો વાંધો નથી લેતી, પણ તમે આ જોરશોરથી નસકોરાં બોલાવો છો એનો વાંધો છે.”
ઓહ, માફ કરજો બહેન, મારાં નસકોરાંથી તમને સાંભળવામાં ખલેલ પહોંચી. મને ખબર નહિ કે તમને વક્તાના ભાષણમાં આટલો બધો રસ હશે !'
“મને વક્તાના ભાષણમાં જરા પણ રસ નથી, કાકા! પણ તમારા આ જોરશોરથી બોલતાં નસકોરાંથી મારી ઊંઘમાં ખલેલ પહોંચે છે. તમને તમારી બેઠકમાં ઊંઘવાનો અધિકાર છે, તો મને પણ અધિકાર
જાહેરમાં, સમુદાયમાં ઝોકાં ખાવાને લીધે ઝઘડા વારંવાર થતા રહે છે. પોતાનું મસ્તક બીજા અજાણ્યાના ખભા પર ઢળી પડતું હોય ત્યારે તો ઝઘડામાં ઉગ્રતા આવી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org