________________
નિદ્રાદેવીનું અકળ આવાગમન
ભર ઉનાળામાં બપોરે પેટ ભરીને કેરીનો રસ કે અન્ય ભારે ભોજન લીધા પછી માણસની, વિશેષતઃ પ્રૌઢો-વૃદ્ધોની આંખ ન ઘેરાય એવું બને નહિ. ઠંડા દેશોમાં એવું ઓછું બને. એક વખત જાપાનથી મારા એક મિત્ર ઉનાળામાં ભારત આવેલા. એમણે મને પ્રશ્ન કર્યો, ડો. શાહ, ઇન્ડિયામાં કેટલાક લોકો બપોરે જમીને સૂઈ જાય છે એ સાચી વાત છે ?'
હા, કેમ ?'
પણ દિવસે ઊંઘ આવે કેવી રીતે ? અમારા જાપાનમાં દિવસે લોકો સૂતા નથી.'
એનું કારણ આબોહવા છે. માત્ર ભારતમાં જ નહિ યુરોપમાં સ્પેન, પોર્ટુગલ વગેરેમાં તથા લેટિન અમેરિકામાં લોકો બપોરે સૂઈ જાય છે. એને 'SIESTA (છા કલાકનો આરામ) કહે છે.”
બપોરે ઊંઘવાની વાતથી એમને બહુ આશ્ચર્ય થયું. અમે એમને કેનેરીની બૌદ્ધ ગુફાઓ જોવા લઈ ગયા હતા. ત્યાંથી બોરીવલીમાં એક મિત્રને ત્યાં રસપૂરીનું ભોજન લઈ અમે પાછા ફર્યા. એ જાપાનીઝ મિત્રે આખે રસ્તે ઊંધ્યા કર્યું. હોટેલ આવી ત્યારે એમને જગાડ્યા. એમણે કહ્યું, “ભારતમાં લોકો બપોરે કેમ સૂઈ જાય છે તે હવે મને જાત અનુભવથી સમજાઈ ગયું.”
કેટલાક લોકોને મન રાતની ઊંઘ કરતાં બપોરની ઊંઘનું મહત્ત્વ વધારે હોય છે. કોઈક લેખકે કહ્યું છે : “There is more refreshment and stimulation in a nap, even of the briefest, than in all the alcohol ever distiiied.'
કેટલાક માણસોને ઊંઘમાંથી જગાડીએ તો ગમે છે અને કેટલાકને ગમતું નથી. કેટલાક વિફરે પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org