________________
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ કેવા પ્રકારના સૂતેલા માણસોને જગાડવાનું આપણું કર્તવ્ય છે અને કેવા પ્રકારના જીવોને ન જગાડવામાં ડહાપણ રહેલું છે તે વિશે “ચાણક્યનીતિ'માં કહ્યું છે : . विद्यार्थी सेवकः पान्यः क्षुधार्तो भयकातर ।। भांडारी प्रतिहारश्च सप्त सुप्तान् प्रबोधयेत् ॥ (વિદ્યાર્થી, સેવક, પથિક, ભૂખથી પીડિત, ભયથી ડરપોક થયેલો, ભંડારી અને દ્વારપાળ એ સાત સૂતેલા હોય તો તેમને જગાડવા.)
अहिं नृपं च शार्दूलं किटिं च बालकं तथा । परश्वानं च मूर्ख च सप्त सुप्तान् न बोधयेत् ॥ (સાપ, રાજા, વાઘ, ભૂંડ, બાળક, બીજાનો પાળેલો કૂતરો અને મૂર્ખ એ સાત સૂતા હોય તો તેમને જગાડવા નહિ.).
કેટલાક લોકોનું જીવન જ રાત્રે ચાલુ થાય છે. અમુક વ્યવસાયવાળા, જુગારસટ્ટો રમવાવાળા, ચોરી લૂંટફાટ કરનારા, નાઈટ કલબોમાં રખડનારા એવા અનેક લોકો રાત પડે એટલે રાજા જેવા બની જાય છે. રાતના ઉજાગરા પછી દિવસે પણ કાર્ય કરવાનું આવે તો તેવા માણસો અચાનક ઊંઘનો શિકાર બની જાય છે.
નીરસ કાર્ય પરાણે કરવાનું આવે તો પણ ઊંઘ આવે છે. વિદ્યાર્થીઓને એનો બહોળો અનુભવ હોય છે. ધનાઢ્ય દેશોમાં વિશાળ હાઈવે પર ગાડી ચલાવાતી હોય, સામેથી કોઈ વાહન કે વ્યક્તિ આવવાની કોઈ સંભાવના ન હોય, સવાસો-દોઢસો કિલોમિટરની ગતિ હોય, રસ્તો સળંગ સીધો હોય ત્યારે નીરસપણે ગાડી ચલાવતાં ચલાવતાં દિવસે પણ ઝોકું આવી જવાનો સંભવ રહે છે. આથી જ રસ્તામાં થોડે થોડે અંતરે વિવિધ નિશાનીઓ, બોર્ડ વગેરે આવે છે, જેથી ચિત્ત નવરું ન પડે. વળી ચલાવનાર પણ સંગીત વગેરેની કેસેટ સાંભળવાનું રાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org