________________
નિદ્રાદેવીનું અકળ આવાગમન
ભારતમાં મોટરકારના અકસ્માતો ઘણા થાય છે. એમાંથી બહુધા રાતના-અડધી રાતે થાય છે કે જ્યારે ઉજાગરાને લીધે કે નશો કરવાને લીધે અથવા ડ્રાઇવિંગની કંટાળાજનક એકવિધતાને લીધે કે ઠંડકને લીધે મગજ વિચારશૂન્ય બનતાં આંખો થોડીક ક્ષણ માટે ઘેરાઇ જાય છે અને તે જ વખતે અકસ્માત થાય છે.
જાણીને આશ્ચર્ય થશે પણ એ વાત સાચી છે કે લાંબા અંતરનાં વિમાન ચલાવનાર પાઇલોટો વિમાન ચલાવતાં ચલાવતાં કોકપિટમાં ઝોકાં ખાઇ લે છે. વિમાન આકાશમાં ઉપર એની ઊંચાઇએ પહોંચી ગયા પછી અને દિશાની ડિગ્રી મેળવી લીધા પછી બહુ કરવાનું રહેતું નથી. જાણે પોતે નિષ્ક્રિય બેઠા હોય એવો અનુભવ ઘણા પાઇલોટને થાય છે. એવા નીરસ કલાકોમાં તેઓ માંહોમાંહે વાતચીત કરતા રહે છે, પણ એથી પણ કંટાળી જાય છે ત્યારે ઝોકું આવી જાય છે. આવા બનાવોનું NASA કે AVA દ્વારા વખતોવખત જે સર્વેક્ષણ થાય છે એ પ્રમાણે એની ટકાવારી ઉત્તરોત્તર વધતી જાય છે.
2
કેટલાક સમય પહેલાં, ૧૯૯૭ના નવેમ્બરમાં અમેરિકામાં યુનાઈટેડ એરલાઈન્સના એક માલવાહક વિમાનમાં ફક્ત બે પાઇલોટ જ હતા. એક હવાઇ મથકેથી બીજા દૂરના લોસ એન્જલસના હવાઇ મથકે માલવાહક વિમાનને ઉતારવાનું જ એમનું કામ હતું. પ્રવાસીઓ અને એરહોસ્ટેસ તથા અન્ય કર્મચારીઓવાળાં વિમાનો સતત પ્રવૃત્તિશીલ હોય છે. પણ માલવાહક વિમાનને સીધી ગતિએ ઊડવા સિવાય બીજું કશું કરવાનું નહોતું. આથી બંને પાઇલોટોને ઊંઘ ચડી ગઇ, નીચે જમીન પર કોઇ આવી રીતે ચાલતું વાહન હોય તો ક્યાંક ભટકાઇ પડે. આકાશમાં એવું જવલ્લે જ બને. એટલે એ વિમાન એની મેળે પેસિફિક મહાસાગર પર ગતિ કરતું રહ્યું. પોતાનું માલવાહક વિમાન કેમ આવ્યું નહિ એની તપાસ ચાલુ થઇ અને નક્કી થયું કે વિમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org