________________
૧૦
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧
-
-
આગળ નીકળી ગયું છે. પાયલોટોને જગાડવા માટે વાયરલેસ સંદેશાઓ સતત મોકલાતા રહ્યા. છેવટે પાયલોટ જગ્યા. પણ ત્યારે તો તે વિમાન એક કલાક જેટલું-પાંચસો છસો માઈલ જેટલું આગળ નીકળી ગયું હતું. વિમાનને ત્યાંથી પાછું વાળવામાં આવ્યું. પ્રમાદને માટે બંને પાયલોટને શિક્ષા થઈ.
માણસ અવાજથી, સ્પર્શ થવાથી, તીવ્ર વિચિત્ર દુર્ગધથી, શ્વાસ રૂંધાવાથી, ભૂખ, તરસ, શૌચાદિની શંકાથી, વિલક્ષણ કે ભયંકર સ્વપ્નથી અચાનક જાગી જાય છે. અન્યથા ઊંઘ પૂરી થતાં કુદરતી રીતે એની આંખ ઊઘડી જાય છે.
વીસમી સદીના આરંભકાળમાં જ્યારે માઈક વગર મુંબઈમાં નાટકો ભજવાતાં હતાં અને રાત્રે નવ વાગ્યાથી પરોઢિયે ત્રણચાર વાગ્યા સુધી ચાલતાં, ત્યારે એમ મજાકમાં કહેવાતું કે નાટક કંપનીના માલિકને કોઈ નવા નાટકલેખકે પોતાનું નાટક પસંદ કરવા માટે આપ્યું હોય ત્યારે માલિક છેલ્લો અંક પહેલાં વાંચતા અને છેલ્લાં એક બે દશ્યોમાં વીજળીના કડાકા, બંદૂકના ઘડાકા, યુદ્ધની રણભેરી, તલવારના અવાજો, ઢોલનગારાં વાગવાં વગેરે મોટા શોરબકોરની ઘટના ન હોય તો નાટક પસંદ કરતા નહિ, કારણ કે જો એવું કોઈ દશ્ય નાટકમાં છેલ્લે ન હોય તો થિયેટરમાં ઊંઘી ગયેલા શ્રોતાઓને એક પછી એક ઉઠાડીને રવાના કરવામાં તેઓને ઘણો શ્રમ પડતો.
થાક ઉતારવા માટે, શારીરિક ફુર્તિ અને ચિત્તની પ્રસન્નતા માટે યોગ્ય પ્રમાણમાં ઊંઘ દરેક જીવને જરૂરી છે. ઊંઘ અને અનિદ્રાની શરીર પર કેવી સારી અને માઠી અસર થાય છે એ વિશે કહ્યું છે : निद्रायत्तं सुखं दुःखं पुष्टिकायें बलाबलम् । वृषताऽकलीबता ज्ञानमज्ञानं जीवितं न च ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org