________________
નિદ્રાદેવીનું અકળ આવાગમન
૧૧
(સુખપૂર્વકની સારી ઊંઘથી શરીરની પુષ્ટિ, બલ, વીર્યની વૃદ્ધિ, જ્ઞાન અને સારું આયુષ્ય પ્રાપ્ત થાય છે. અનિદ્રાથી રોગ, નિર્બળતા, નપુંસકતા, અજ્ઞાન, અલ્પાયુ પ્રાપ્ત થાય છે.)
ઊંધ ન આવતી હોય તો તે રોગરૂપ મનાય છે. શેક્સપિયરના મેક્લેથની જેમ કેટલાકને અનિદ્રાનો રોગ થાય છે, વૃદ્ધાવસ્થામાં તે સવિશેષ થાય છે. ઊંઘ માટે તેઓ તરફડે છે, પડખાં ફેરવે છે. એમ કરતાં પરોઢિયે માંડ કલાક-બે કલાકની ઊંઘ આવે છે. કેટલાકની ઊંઘ વૃદ્ધાવસ્થામાં કુદરતી રીતે ઓછી થઇ જાય છે. ત્યાગી સંત મહાત્માઓને બેત્રણ કલાકની ઊંઘ પૂરતી લાગે છે. રાતના તેઓ સૂતાં સૂતાં કે બેઠાં બેઠાં ધ્યાન ધરતા હોય છે, શુભ ચિંતન-આત્મચિંતન કરતા હોય છે કે જાપ જપતા હોય છે. પોતાનાં ત્યાગ અને સંયમને કારણે તેઓ દિવસ-રાત સતત પ્રસન્ન અને સ્ફુર્તિવાળા રહે છે. એટલે જ કહેવાયું છે કે યા નિશા સર્વ ભૂતાનાં તસ્યાં જ્ઞાતિ સંયમી સ્થૂલ દૃષ્ટિએ એ જેટલું સાચું છે તેથી વિશેષ સાચું સૂક્ષ્મ દૃષ્ટિએ છે
સામાન્ય રીતે સંધ્યા પછી રાત્રિની શરૂઆતથી બીજા દિવસની સવાર સુધીના કલાકોને રાત્રિના ચાર પ્રહરમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલા પ્રહરે સૌ કોઇ જાગતા હોય છે, બીજા પ્રહરે ભોગીઓ જાગતા રહે છે, ત્રીજા પ્રહરે ચોરો જાગે છે અને ચોથા પ્રહરે યોગીઓ જાગી જાય છે. ઊંઘનું પ્રમાણ બાળકોમાં સૌથી વધારે, યુવાનોમાં મધ્યમ અને વૃદ્ધોમાં અલ્પ હોય છે. બીજી બાજુ ઝોકાં યુવાનો કરતાં બાળકોને અને તેમના કરતાં વૃદ્ધોને વધુ આવતાં હોય છે.
કુંભકર્ણ અને રિપ વેન વિંકલની ઘોર નિદ્રાનાં ઉદાહરણો જેમ જાણીતાં છે તેમ સતત જાગૃતિપૂર્વકની નિદ્રા તરીકે શ્વાનનિદ્રા જાણીતી છે. કૂતરું જાગતું-ઊંઘતું પ્રાણી છે. ગમે તેવી નિદ્રા આવતી હોય, પણ અચાનક મોટો ભય આવી પડે તો માણસની ઊંઘ હરામ થઇ જાય છે. ધરતીકંપ, આગ, ઘરમાં ચોર ઘૂસ્યા હોય તો માણસની ઊંઘ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org