________________
૧૨
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ ઊડી જાય છે. ઘરમાં સાપ ક્યાંક ભરાઈ ગયો છે એવી ખબર પડ્યા પછી કયો માણસ ઘરમાં નિરાંતે ઊંઘી જાય ? યુદ્ધના મોરચે અડધી રાતે ગોળીઓ છૂટતી હોય ત્યાં કયા સૈનિકને ઊંઘ આવે?
આયુર્વેદની દષ્ટિએ કફની પ્રકૃતિના માણસને વધુ ઊંઘ આવે છે, કારણ કે કફનું સ્થાન મસ્તક છે. ભારે ભોજન પછી લોહીમાં ચરબીનું પ્રમાણ વધી જતાં માણસને તરત સૂવાનું ગમે છે. ન સૂવે તો બેઠાં બેઠાં ઝોકાં આવે છે.
આયુર્વેદમાં નિદ્રાનાં કારણો બતાવવામાં આવ્યાં છે. ચરકસંહિતા'માં કહ્યું છે : तमोभवा श्लेष्मसमुद्भवा च मनः शरीरश्रमसंभवा च ।। आगन्तुकी व्याध्यनुवर्तिनी च रात्रिस्वभावप्रभवा च निद्रा ॥ ઊંઘ છ પ્રકારની છે : (૧) તમોભવ-મૃત્યુ સમીપ આવી રહ્યું હોય તે સમયની નિદ્રા, (૨) શ્લેષ્મ અર્થાત્ કફની વૃદ્ધિથી આવતી નિદ્રા, (૩) મન અને શરીરના પરિશ્રમથી સંભવતી નિદ્રા, (૪) અચાનક આવી ચડતી નિદ્રા, (૫) વ્યાધિને કારણે આવતી નિદ્રા અને (૬) રાત પડતાં કુદરતી રીતે આવતી નિદ્રા.
જૈન ધર્મમાં દર્શનાવરણીય કર્મના ઉદય રૂપે આવતી નિદ્રાના પાંચ પ્રકાર નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા છે :
निद्दा तहेव पयला निद्दानिद्दा पयलापयला च ।
तत्तो य थिणगिद्दी उ पंचमा होइ नायव्वा ॥ નિદ્રાના પાંચ પ્રકાર આ પ્રમાણે છે : (૧) નિદ્રા, (૨) પ્રચલા એટલે કે બેઠાં બેઠાં કે ઊભાં ઊભાં ઊંઘ લેવી, (૩) નિદ્રા-નિદ્રા એટલે કે પ્રગાઢ નિદ્રા, (૪) પ્રચલા-પ્રચલા અને (૫) સ્વાનગૃદ્ધિ અથવા થિણદ્ધિ'. આ પાંચમા પ્રકારની નિદ્રા એટલી ભારે હોય છે કે વચ્ચે જાગીને માણસ કશુંક કામ કરી લે, બહાર જઈને પાછો આવી જાય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org