________________
૧૩.
નિદ્રાદેવીનું અકળ આવાગમન તો પણ એને એ કશું યાદ નથી હોતું. SOMNAMBULISTના પ્રકારના આવા માણસોમાં ગજબની શારીરિક તાકાત હોય છે.
આહાર, નિદ્રા, ભય, મૈથુન અને પરિગ્રહ એ જીવ માત્રની સંજ્ઞા તરીકે ઓળખાવાય છે. અનાદિકાળના આ સંસ્કાર છે. એમાં નિદ્રાને પણ ગણાવવામાં આવે છે. જીવે આ સંજ્ઞાઓ ઉપર વિજય મેળવવો જોઇએ, જો એણે આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય તો. એટલે નિદ્રા ઉપર પણ એનું પ્રભુત્વ હોવું જોઈએ. મહાત્માઓ, સ્વસ્થ નીરોગી માણસો સૂતાંની સાથે જ ઘસઘસાટ ઊંઘી જાય છે અને નિશ્ચિત સમયે એમની આંખ ઊઘડી જાય છે; જાણે કે એમના મગજમાં ઊંઘનું ‘ટાઈમર' મૂક્યું ન હોય !
અધ્યાત્મશાસ્ત્રીઓ કહે છે કે જ્યાં નિદ્રા છે ત્યાં પ્રમાદ છે અને જ્યાં પ્રમાદ છે ત્યાં મૃત્યુ છે. મૃત્યુ એટલે ચિરનિદ્રા. નિદ્રા એટલે મૃત્યુનો અભિનય, Death's Counterfeit. એટલે જ ક્યારેક ઊંઘતા માણસ અને તરતના મૃત્યુ પામેલા માણસ વચ્ચેનો ભેદ કળવો મુશ્કેલ થઈ જાય છે. ઊંઘવાની ગોળી વધારે પડતી લેવાથી માણસ નિદ્રામાંથી ચિરનિદ્રામાં સરી પડે છે.
ઊંઘની વિલક્ષણતા કેવી છે તે તો જુઓ ! જ્યારે બધા જાગતા હોય ત્યારે તે બધાને માટે દશ્યમાન એવું ફક્ત એક જ જગત હોય છે અને તે પ્રમાણે જ વ્યવહાર થાય છે, પરંતુ માણસો જ્યારે ઊંઘી જાય છે ત્યારે દરેકને પોતપોતાનું જગત-સ્વપ્નજગત ચાલુ થાય છે. બે સ્વપ્નજગત ક્યારેય એકસરખાં હોતાં નથી. બીજી બાજુ ઊંઘની બીજી વિલક્ષણતા એ છે કે માણસ જ્યારે જાગતો હોય છે ત્યારે સ્વતંત્ર વ્યક્તિ રૂપે-વૈયક્તિક સ્વરૂપે હોય છે. મનુષ્ય અને મનુષ્ય વચ્ચે પાર વગરની ભિન્નતા હોય છે, પણ માણસો ઊંઘી ગયા હોય છે ત્યારે રાજા હોય કે રંક, બધા એકસરખા બની જાય છે. પોતાનાં ધનવૈભવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org