________________
૧૪
સાંપ્રત સહચિંતન - ભાગ ૧૧ હોદો, સત્તા, શિક્ષણ વગેરે કશું જ ઊંઘમાં યાદ નથી રહેતું. વળી, ચિરનિદ્રામાં તો કશો જ ફરક રહેતો નથી.
શરીરને આહાર કરતાં નિદ્રાની વધુ આવશ્યકતા છે. માણસ આહાર વગર બેચાર મહિના જીવી શકે પણ નિદ્રા વગર એમ રહી ન શકે. એમ કહેવાય છે કે ઊંઘ અને આહાર વધાર્યાં વધે અને ઘટાડ્યાં ઘટે. એટલે વધારે ઊંઘવાથી ઊંઘ પૂરી થાય છે એવું નથી, પણ વધુ ને વધુ ઊંઘવાની ટેવ પડે છે. એટલે જ કહેવાયું છે કે ન વખેર કનિદ્રાં સ્વપ્ન અર્થાત્ ઊંઘ દ્વારા ઊંઘ પર વિજય મેળવવાનો પ્રયત્ન ન કરવો જોઇએ.
નિદ્રાદેવીનું જેમ અકાળે અકળ આગમન થાય છે તેમ બીજી બાજુ ઘણી આજીજી, કાલાંવાલાં કરવા છતાં નિદ્રાદેવી પધારતી નથી... એટલે નિદ્રાદેવીને પ્રસન્ન કરવાના વિવિધ પ્રયોગો થાય છે. એવો એક પ્રયોગ તે ઘેટાં ગણવાનો છે. એક ઘેટું, બે ઘેટાં, ત્રણ ઘેટાં એમ બોલતા જવાથી મગજ થાકી જાય છે અને ઊંઘ આવી જાય છે. એક દર્દીએ દાક્તરને કહ્યું, “ગઈ કાલે રાત્રે મેં કેટલાં ઘેટાં ગયાં, ખબર છે ? બે લાખ અને સાત હજાર.' દાક્તરે કહ્યું, “ભલેને એટલાબધાં ગયાં, પણ છેવટે તો ઊંઘ આવી ગઈ ને ?' દર્દીએ કહ્યું, “ના, ત્યારપછી સવાર પડી ગઈ, એટલે ગણવાનો કોઈ અર્થ નહોતો.”
કેટલાકને ઊંઘ લાવવા માટે કંઈક વાંચવું પડે છે. કેટલાકને કંઈક ખાવું પડે છે; ભૂખ્યા પેટે ઊંઘ નથી આવતી. કેટલાકને ભરેલા પેટે ઊંઘ નથી આવતી. કેટલાકને આંટા મારવા પડે છે. કેટલાક નવકાર મંત્ર કે અન્ય કોઈ મંત્રની માળા ફેરવે છે, કેટલાક કોઈ સ્તોત્રનું પઠન કરે છે. કોઈક દીર્ઘ શ્વાસ લેતા જઈ તેના આવાગમનનું અવલોકન (અનાપાન) કરે છે. કેટલાકને ઊંઘની ગોળી નિયમિત લેવી પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org