________________
નિદ્રાદેવીનું અકળ આવાગમન
૧૫ પ્રાચીન સમયમાં જે જુદી જુદી ગુપ્ત રહસ્યમય વિદ્યાઓ હતી એમાંની એક તે “અવસ્થાપિની વિદ્યા” હતી કે જેના પાઠ-પ્રયોગથી ધાર્યું હોય તે માણસને ઘેન ચડાવી ઊંધાડી દેવાય. આજના ક્લોરોફોર્મ જેવી અસર એમાં થાય છે. પ્રભવ ચોરે જંબુકુમારના ઘરમાં ચોરી કરવા દાખલ થતાં પહેલાં આ વિદ્યાનો પ્રયોગ કર્યો હતો, પણ તે નિષ્ફળ થયો હતો કારણ કે જંબુકમાર ઊંચી કોટિના સાધક હતા. (જબુકુમારે ત્યાર પછી ખંભિની વિદ્યાનો પ્રયોગ કર્યો હતો કે જેથી ચોરો પોતાના સ્થાને એવા ચીટકી ગયા, સ્તંભ જેવા અક્કડ થઈ ગયા કે ત્યાંથી જરા પણ ચસકી ન શક્યા.).
યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં સારી મીઠી ગાઢ ઊંઘ આવે એ સૌને માટે મનગમતી વાત છે. એટલે નિદ્રાદેવીનું યોગ્ય સમયે આગમન આવકાર્ય છે. કવિ કોલરિજની જેમ સહુ કોઈ કહી શકે કે
Oh, Sleep ! it is a gentle thing, Beloved from pole to pole To Mary Queen the praise be given ! She sent the gentle sleep from Heaven. નિદ્રાની જીવનમાં આટલી બધી આવશ્યકતા હોવા છતાં પણ મૂલ્ય તો જાગૃતિનું જ ગણાયું છે. શાસ્ત્રકારોએ જાગતા રહેવાનો જ બોધ આપ્યો છે. “બૃહત્સલ્યભાષ્ય'માં કહ્યું છે : __ जागरह । नरा णिच्चं, जागरमाणस्स वड्ढते बुद्धी । जो सुवति न सो सुहितो, जो जग्गति सो सया सुहितो । सुवति सुवंतस्स सुयं, थिरपरिचितमप्पमत्तस्स ।
(હે મનુષ્પો, નિત્ય જાગતા રહો. જાગવાવાળાની બુદ્ધિ વધે છે. જે સૂઈ જાય છે તે સુખી થતા નથી. જે જાગે છે તે સદા સુખી રહે છે. સૂતા રહેનારનું શ્રુત-જ્ઞાન સૂઈ જાય છે. અપ્રમત્તનું શ્રુતજ્ઞાન સદા સ્થિર અને પરિચિત રહે છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org