________________
૫૬.
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ શ્રામણેર એટલે શ્રમણ થવા માટે જેમને કાચી દીક્ષા આપવામાં આવી હોય છે. સામાન્ય રીતે વીસ વર્ષની અંદરના ભિક્ષુને સામણેર અને ભિક્ષુણીને શ્રામણેરી કહેવામાં આવે છે. ભગવાન બુદ્ધે પોતાના પૂર્વાશ્રમના પુત્ર રાહુલને નાની ઉંમરે દીક્ષા આપી પ્રથમ શ્રામણેર બનાવ્યો હતો. જેઓ બીજા સંપ્રદાયોમાંથી બૌદ્ધ ભિક્ષુ થવા આવતા તેઓને પણ ચાર મહિના શ્રામોર તરીકે રહેવું પડતું અને તે પછી તેમની પૂરી ચકાસણી કર્યા પછી વડી દીક્ષા આપીને તેમને સંઘમાં ભિક્ષુ તરીકે દાખલ કરવામાં આવતા.
ચારિકા, વર્ષાવાસ, પ્રવાસણા, ચીવરમાસા ભગવાન બુદ્ધ પોતાના ભિક્ષુઓ સાથે એક સ્થળેથી બીજે સ્થળે વિહાર કરતા રહેતા. તેઓ રોજ ભિક્ષુઓને ઉપદેશ આપતા, ઘમ અને વિનયની સમજણ આપતા અને ભિક્ષુઓની શંકાઓનું નિવારણ કરતા. વર્ષાઋતુમાં વિહાર બંધ કરી, ઉપાસકોએ જ્યાં પધારવા માટે નિમંત્રણ આપ્યું હોય ત્યાં તેઓ વર્ષાવાસ કરતા. ઉપાસકો તેમના રહેવા માટે તથા ભિક્ષા ઈત્યાદિ માટે વ્યવસ્થા કરતા. વર્ષાવાસ પૂરો થયા પછી ફરી પાછો વિહાર ચાલુ થતો. વર્ષાવાસ પૂરો થવા આવે ત્યારે વિહાર કરતાં પહેલાં ભિક્ષુઓ અને ઉપાસકોનો એક ઉત્સવ યોજવામાં આવતો, જેને “પ્રવારણાકહેવામાં આવે છે. તેમાં પાપનો સ્વીકાર થતો અને તેની આલોચના થતી, તથા તેમાં ઉપદેશ અપાતો અને ઉપાસકો ભિક્ષુઓને જરૂરિયાતની ચીજ-વસ્તુઓનું દાન આપતા.
ત્રિભુઓ ભગવા કે પીળા રંગનાં જે વસ્ત્ર ધારણ કરે છે તેને ચીવર' કહેવામાં આવે છે. તેઓએ ફક્ત ત્રણ ચીવર ધારણ કરવાનાં હોય છે. વર્ષાવાસ દરમિયાન છેલ્લા મહિનામાં ભિક્ષુઓને ગૃહસ્થો તરફથી ચીવર આપવામાં આવે છે, એટલે એ માસને ચીવરમાસ કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org