________________
૫૫
બૌદ્ધ ધર્મ શ્રામણેરી, ઉપાસક અને ઉપાસિકા એવા વર્ગ પાડવામાં આવ્યા હતા. જેઓ ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી સાધુ કે સાધ્વી થવા ઇચ્છતા હોય તેમને સંઘમાં ભિક્ષુ અને ભિક્ષુણી તરીકે દીક્ષા આપવામાં આવતી. તેમના નિવાસસ્થાનને વિહાર અથવા ઉપસથાગાર કહેવામાં આવે
બૌદ્ધ સંઘમાં વર્ણભેદ કે જાતિભેદને સ્થાન ન હતું. રોગી, ચોર, લૂંટારો, કેદી, ગુલામ, શરીરે ખોડવાળો ઇત્યાદિ સિવાયના લોકોને ભિક્ષુસંઘમાં દીક્ષા આપવામાં આવતી. એવી વ્યક્તિ માથાના વાળ ઉતરાવી, પીળાં વસ્ત્રો ધારણ કરી ભિક્ષુઓના ચરણમાં મસ્તક નમાવી ત્રણ વાર શરણત્રય ઉચ્ચારી ભિક્ષુ બને છે. પાલિ ભાષામાં એ શરણત્રય આ પ્રમાણે છે :
યુદ્ધ પર છાપી 1 -- હું બુદ્ધને શરણે જાઉં છું. ધનં ૨i છાની | -- હું ઘર્મને શરણે જાઉં છું. સંઘં સરળ છમી ! -- હું સંઘને શરણે જાઉં છું.
આ ત્રિશરણ અથવા જેને “રત્નત્રયી' કહેવામાં આવે છે એ બૌદ્ધ ઘર્મની મુખ્ય પ્રાર્થના છે. દરેક શુભ અને માંગલિક પ્રસંગે એનું ત્રણ વાર ઉચ્ચારણ કરવા-કરાવવામાં આવે છે.
ભગવાન બુદ્ધ પોતાના ઘર્મગ્રંથમાં આરંભમાં ફક્ત ભિક્ષુઓને જ સ્થાન આપ્યું હતું. તેઓ એમ માનતા હતા કે સંઘમાં ભિક્ષુણીઓને સ્થાન આપવાથી શિથિલાચાર પ્રવેશશે. પરંતુ ઘણી આનાકાની પછી ભગવાને શિષ્ય આનંદની ભલામણ સ્વીકારી ભિક્ષુસંઘમાં ગૌતમીને સ્થાન આપી, ભિક્ષુણી સંઘની સ્થાપના કરી. તેમાં ખેમા, ઉપલવણ વગેરે મુખ્ય ભિક્ષુણીઓ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org