________________
૫૪
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ કે અકુશલ કર્મ કરવામાં આવે છે તેના ફળરૂપે આ જન્મમાં કે બીજા જન્મ આ પાંચ ઉપાદાનસ્કંધની ઉત્પત્તિ થાય છે. જ્યારે વાસના નિર્મૂળ થાય છે ત્યારે ઉપાદાન સ્કંધ ફક્ત સ્કંધ રહે છે અને તેથી પુનર્જન્મ થતો નથી. જેઓ અતિપદને પ્રાપ્ત કરે છે તેમની વાસનાઓનો ઉચ્છેદ થયેલો છે. એટલે કે એમને પુનર્જન્મ નથી હોતો. પરંતુ તેમના પંચસ્કંધ તેમના નિર્વાણ સુધી રહે છે. નિર્વાણ સમયે તેમના પંચસ્કંધોનો લય થાય છે અને તેમાંથી ફરીથી પંચસ્કંધ ઉત્પન્ન થતા નથી.
પ્રતીત્યસમુત્પાદ એટલે સાપેક્ષ કાર્યકારણવાદ અથવા હેતુ ફલપરંપરાની તાત્ત્વિક વિચારણા. “પ્રતીત્ય' એટલે કોઈ એક વસ્તુની પ્રાપ્તિ, “સમુત્પાદ' એટલે બીજી કોઈ વસ્તુ ઉત્પન્ન થવી તે. દુઃખનો નિરોધ કરવા માટે દુઃખની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તેનું જ્ઞાન આવશ્યક છે. અવિદ્યા એટલે પૂર્વજન્મની કલેશદશા. એમાંથી સંસ્કાર એટલે પૂર્વજન્મની કર્ભાવસ્થા ઉત્પન્ન થાય છે. તેવી રીતે સંસ્કારમાંથી વિજ્ઞાન, વિજ્ઞાનમાંથી નામરૂપ અને એ પ્રમાણે છેવટે જાતિમાંથી જરા, મરણ, શોક, દુઃખ વગેરે પેદા થાય છે. એ બધાંનો નિરોધ કરવો હોય તો અવિદ્યાના નિરોધથી શરૂઆત કરવી પડે. પૂર્ણ વૈરાગ્ય વડે અવિદ્યાનો નિરોધ થાય છે. અવિદ્યાના નિરોધથી સંસ્કારનો નિરોધ થાય છે. અને એ ક્રમે જરા, મરણ, શોક વગેરેનો નિરોધ થાય છે.
પ્રતીત્યસમુત્પાદ, અનાત્મવાદ, ક્ષણભંગવાદ, શૂન્યવાદ, સવસ્તિવાદ, વિજ્ઞાનવાદ, નિરીશ્વરવાદ વગેરેની ઘણી ગહન તત્ત્વચર્ચા બૌદ્ધદર્શનમાં થયેલી છે અને એના જુદા જુદા પંથો વચ્ચે પણ ઘણો મોટો વાદવિવાદ થયેલો છે.
બૌદ્ધ સંઘ બૌદ્ધ ધર્મમાં ભગવાન બુદ્ધ અને ધર્મ જેટલું જ ત્રીજું અગત્યનું અંગ તે સંઘ છે. બૌદ્ધ સંઘમાં ભિક્ષુ અને ભિક્ષુણી, પ્રામણેર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org