________________
બૌદ્ધ ધર્મ
૫૩
કોઇ પદાર્થ સ્વભાવતઃ નથી. આત્માનું સ્વતંત્ર કોઇ અસ્તિત્વ નથી. રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન એ પાંચ ધર્મો અથવા સ્કંધોનો સમુદાય છે. જેમ રથ નામનો કોઇ સ્વતંત્ર પદાર્થ નથી, પરંતુ જુદા જુદા ભાગોનો સમુદાય થાય છે ત્યારે રથ નામની આકૃતિ થાય છે. તેવી રીતે માત્ર પાંચ સ્કંધનો સમુદાય થાય છે. એને બીજાં કેટલાંક દર્શનો આત્મા કહે છે. આ પાંચ સ્કંધ ક્ષણિક છે. દુઃખકારક છે અને અનાત્મ છે. ભગવાન બુદ્ધનો આ અનાત્મવાદ છે, જેનો ઉપદેશ ઇન્દ્રિયસંયમ અને અહંકારમુક્તિ માટે અપાયો છે, જેથી આધ્યાત્મિક પ્રજ્ઞા ઉત્પન્ન થઇ શકે.
પૃથ્વી, પ્રાણી, તેજ અને વાયુ એ ચાર મહાભૂતોને અને તેમાંથી ઉત્પન્ન થનારા પદાર્થોને રૂપસ્કંધ કહેવામાં આવે છે. વેદના ત્રણ પ્રકારની હોય છે ઃ સુખ, દુઃખ અને ઉપેક્ષા. એ વેદનાઓને વેદનાસ્કંધ કહેવામાં આવે છે. સ્ત્રી, પુરુષ, ગાય, બળદ, ઘર, ગામ ઇત્યાદિ વિશેની કલ્પનાઓને, પદાર્થોને ભિન્નભિન્ન નામથી ઓળખવાની ચિત્તની શક્તિને સંજ્ઞાસ્કંધ કહેવામાં આવે છે. સંસ્કાર ત્રણ પ્રકારના છે : કુશલ, અકુશલ અને અવ્યાકૃત. પ્રેમ, દયા, સ્વાર્પણ, જાગૃતિ વગેરે કુશલ સંસ્કારો છે. ક્રોધ, માન, માયા, લોભ, દ્વેષ, મત્સર વગેરે અકુશલ સંસ્કારો છે. જે કુશલ પણ નથી અને અકુશલ પણ નથી એવા કેટલાક સંસ્કારો જે પૂર્વકર્મના ફળ રૂપ છે તે અવ્યાકૃત છે. વિજ્ઞાન એટલે ચિત્ત અને એના દ્વારા થતી જાણવાની ક્રિયા. ચક્ષુવિજ્ઞાન, શ્રોત્રવિજ્ઞાન, ઘ્રાણવિજ્ઞાન, જિાવિજ્ઞાન, કાર્યવિજ્ઞાન અને મનોવિજ્ઞાન-એ છનો સમુદાય તે વિજ્ઞાનસ્કંધ.
આ પાંચ સ્કંધો અનિત્ય હોવાથી ક્ષણે ક્ષણે નાશ પામે છે, શૂન્યમાં પરિણમે છે અને ફરી નવા ઉત્પન્ન થાય છે. આ પાંચ સ્કંધો જ્યારે વાસનાયુક્ત હોય છે ત્યારે એમને ઉપાદાનસ્કંધ કહેવામાં આવે છે. ઉપાદાનસ્કંધને લીધે જ પુનર્જન્મ થાય છે. એક જન્મમાં જે કંઇ કુશલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org