________________
પર
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ સમય એકાગ્ર થતું જાય છે. એમ કરતાં કરતાં નિયત સમય સુધી ચિત્ત એકાગ્ર રહે ત્યારે તેને અર્પણા સમાધિ કહેવામાં આવે છે.
અર્પણા સમાધિના પણ ઉત્તરોત્તર ચડિયાતા ચાર પ્રકાર છે. પ્રથમ પ્રકારમાં વિતક, વિચાર, પ્રીતિ, સુખ અને એકાગ્રતા એ પાંચ અંગો હોય છે. બીજામાં પ્રીતિ, સુખ અને એકાગ્રતા રહે છે. ત્રીજામાં માત્ર સુખ અને એકાગ્રતા એ બે રહે છે અને ચોથામાં એકાગ્રતાની સાથે ઉપેક્ષા આવે છે. જે પદાર્થોનું ધ્યાન કરતાં કુશળ સમાધિ સાધી શકાય છે તે પદાર્થોને “કર્મસ્થાન' કહેવામાં આવે છે.
સમથયાન' એટલે ચિત્તની એકાગ્રતામાં આવતાં વિનોને શાંત કરવાનો માર્ગ. એને લૌકિક સમાધિ કહેવામાં આવે છે. લોકોત્તર સમાધિને વિપશ્યના કહેવામાં આવે છે. શમથયાનની પ્રાપ્તિ પછી સાધકે વિપશ્યનાની વૃદ્ધિ કરવી જોઈએ, કારણ કે તે વિના અતિપદની પ્રાપ્તિ થતી નથી. જ્યારે એવા જ્ઞાનનો ઉદય થાય કે સંસારની સર્વ વસ્તુઓ અનિત્ય છે, દુ:ખમય છે અને અનાત્મ છે ત્યારે વિપશ્યનાનો પ્રાદુર્ભાવ થાય છે. એટલા માટે વિપશ્યના એ પ્રશાનો માર્ગ છે. શીલવિશુદ્ધિ, દષ્ટિશુદ્ધિ, કાંક્ષાવિતરણ (સંશયોથી પર થવું) ઈત્યાદિ સાત પ્રકારની વિશુદ્ધિ જ્યારે થાય છે ત્યારે વિપશ્યના માર્ગનું ફૂલ પ્રાપ્ત થાય છે.
પંચરૂંધ અને પ્રતીત્યસત્પાદ અન્ય ભારતીય દર્શનોની જેમ બૌદ્ધ ધર્મમાં પણ સમગ્ર વિશ્વ અને એના પદાર્થો, કાલ અને આકાશ, આત્મા અને પંચસ્કંધ, કર્મ અને પુનર્જન્મ, ચિત્ત અને વિજ્ઞાન ઇત્યાદિ વિષયોની ગહન તત્ત્વચર્ચા થયેલી છે. જૈન અને સાંખ્યદર્શનની જેમ બૌદ્ધ દર્શન પણ આ સૃષ્ટિના કર્તા અને પ્રેરક તરીકે ઈશ્વરને સ્વીકારતું નથી. આત્મા વિશે પણ બૌદ્ધ દર્શનની સ્વતંત્ર માન્યતા છે. તે એમ માને છે કે આત્મા નામનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org