________________
બૌદ્ધ ધર્મ બંધનો તોડી નાખે છે ત્યારે તે સ્રોતાપન્ન કહેવાય છે. સ્રોતાપત્રને નિર્વાણપ્રાપ્તિ માટે વધુમાં વધુ સાત વાર જન્મ લેવો પડે છે. (૨)
કૃદાગામ--એટલે જેને હજી એક વાર જન્મ લેવાનો છે તે. સ્રોતાપન્ન ભિક્ષુ ઉત્સાહિત થઈને સાધનામાર્ગમાં આગળ જતાં જતાં કામરાગ અને પ્રતિધનાં બંધનો છેદીને મુક્તિના માર્ગે પ્રયાણ શરૂ કરે છે. એ માટે આમ્રવનો ક્ષય કરવો એ એનું પ્રધાન કાર્ય રહે છે. એમ કરવામાં જો તે એ જન્મમાં જ અહંતુ ન થઈ શકે તો તે માટે તેને વધુમાં વધુ એક જન્મ ધારણ કરવો પડે છે. (૩) અનાગામી–એટલે ફરી જેને પાછા આવવાનું રહેતું નથી તે. એટલે કે જેને હવે પછી જન્મ લેવાનો રહેતો નથી તે સાધક. કામરાગ અને પ્રતિધનો સર્વથા ત્યાગ જેણે કર્યો છે તેવો યોગારૂઢ ભિક્ષુ અનાગામી થાય છે. એ મૃત્યુ પામીને બ્રહ્મલોકમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી અહં થાય છે. (૪) અહે--જે ભિલું રૂપરાગ, અરૂપરાગ, માન, ઔદ્ધત્ય અને અવિદ્યાનાં બંધનો સર્વથા છેદી નાખે છે તે અત્ થાય છે. એના સર્વ કલેશો દૂર થઈ જાય છે અને સર્વ આસ્રવ ક્ષીણ થઈ જાય છે. એ જ્યારે દેહ છોડે છે ત્યારે જન્મમરણના ચક્રમાંથી તે સર્વથા મુક્ત થઇ જાય છે અને પરમપદની પ્રાપ્તિ કરે છે.
સમાધિ, કર્મસ્થાન, શમથયાન, વિપશ્યના આર્ય અશગિક માર્ગમાં ધ્યાન અથવા સમાધિ ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. સમાધિ બે પ્રકારની છે : કુશલ સમાધિ અને અકુશલ સમાધિ. શુભ વિચારોમાં ચિત્ત તલ્લીન થાય તે કુશલ સમાધિ અને અશુભ વિચારોમાં તલ્લીન થાય તે અકુશલ સમાધિ. કુશલ સમાધિના બે પ્રકાર છે : ઉપચાર સમાધિ અને અર્પણા સમાધિ. ઉપચાર સમાધિ એ યોગની શરૂઆતની સમાધિ છે, કારણ કે તેમાં ચિત્ત વધારે વખત ટકતું નથી. અભ્યાસ વડે ચિત્ત ધીમે ધીમે વધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org