________________
૫૦
સ્નાન, ઉપવાસ વગેરે ફક્ત વ્રતોથી જ મુક્તિ મળશે એવું ચિંતન કરવું. (૪) કામરાગ--કામવાસનાનું સેવન કરવું. (૫) પ્રતિધ ક્રોધ, દ્વેષ, વેર વગેરેના ભાવો થવા. (૬) રૂપરાગ--નજરે જોઇ શકાય તેવા સાંસારિક પદાર્થો પ્રાપ્ત કરવાની ઇચ્છા કરવી. (૭) અરૂપરાગ--નજરે ન જોઇ શકાય એવા સૂક્ષ્મ પદાર્થોની એટલે કે દેવલોક, સ્વર્ગનાં સુખો વગેરેની ઇચ્છા કરવી. (૮) માન--પોતાની શક્તિ અને સિદ્ધિઓ માટે અહંકાર કરવો. (૯) ઔદ્વત્ય--ઉદ્ધૃતપણું. ગર્વથી ઉત્પન્ન થતી ચિત્તની અવસ્થા. (૧૦) અવિદ્યા-અજ્ઞાન.
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧
d
જે સાધક અર્હત્ બને છે તેને પુનર્જન્મ હોતો નથી. તેઓ જીવનમુક્ત બને છે, નિર્વાણ પદનો સાક્ષાત્કાર છે. અર્હત્ અને બુદ્ધમાં થોડ ફેર છે. જે પોતાની મેળે જ્ઞાન પ્રાપ્ત કરી નિર્વાણનો સાક્ષાત્કાર કરે છે તે બુદ્ધ. જે બીજાનો ઉપદેશ સાંભળીને નિર્વાણને યોગ્ય બને છે તે અર્હત્ જ્યાં સુધી રાગ, દ્વેષ, લોભ, મોહ વગેરે મનના અકુશળ સંસ્કારો નષ્ટ થતા નથી ત્યાં સુધી નિર્વાણનો સાક્ષાત્કાર થતો નથી. જ્યારે એ બધી વાસનાઓનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે નિર્વાણનો સાક્ષાત્કાર થાય છે. આ સાક્ષાત્કાર થયા પછી અહ્ત કે બુદ્ધને માનસિક કષ્ટ કે દુઃખ ભોગવવાનાં રહેતાં નથી, પરંતુ રોગ, ટાઢ-તડકો ઇત્યાદિ શારીરિક દુઃખ સહન કરવાનાં રહે છે. અર્હત્ જ્યારે દેહ છોડે છે ત્યારે તેને પરિનિર્વાણ કહેવામાં આવે છે. બુદ્ધ જ્યારે દેહ છોડે છે ત્યારે તેને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે.
એક પછી એક સંયોજનોમાંથી મુક્ત થતા સાધકની ક્રમિક ચાર અવસ્થા બતાવવામાં આવી છે : (૧) સ્રોતાપન્ન-સ્રોત એટલે પ્રવાહ, સ્રોતાપન એટલે નિર્વાણના વહેણમાં જે પડે છે તે. એ વહેણમાં પડનારને પછી પાછા ફરવાનો પ્રશ્ન રહેતો નથી. સાધના કરવાવાળા જે ભિક્ષુ સત્કાયદષ્ટિ, વિચિકિત્સા અને શીવ્રતપરામર્શ એ ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org