________________
બૌદ્ધ ધર્મ
૪૯ રીતે ગમે તેવા ભયંકર વાવાઝોડામાં પણ પર્વત પોતાના સ્થાન પર સ્થિર, અડોલ રહે છે તેવી રીતે સાધકે પોતાના અધિષ્ઠાનના દઢ નિશ્ચયમાં અચલ, સુસ્થિર રહેવું જોઈએ. (૯) મૈત્રી પારમિતા--જેવી રીતે જળ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર પાપી કે પુણ્યાત્મા બધાંને શીતળતા આપે છે અને બધાંનો મેલ દૂર કરે છે તેવી રીતે સાધકે સર્વ પ્રત્યે સમાન ભાવથી મૈત્રીની ભાવનાને વિકસાવવી જોઈએ. (૧૦) ઉપેક્ષા-પારમિતા–સાધકે સુખદુઃખ પ્રત્યે ઉપેક્ષાનો ભાવ રાખવો જોઈએ.
આ દસ પારમિતાનું છ પારમિતામાં પણ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. દાન, શીલ, શાન્તિ, વીર્ય, ધ્યાન અને પ્રજ્ઞા એમ છ પારમિતા પણ બતાવવામાં આવે છે અને તેમાં સૌથી મહત્ત્વની પારમિતા તે પ્રજ્ઞા પારમિતા છે. પ્રજ્ઞા એટલે યથાર્થ જ્ઞાન. એ વિના નિર્વાણ પ્રાપ્ત થતું નથી. બીજી પારમિતાઓ તે પ્રજ્ઞાની સિદ્ધિને અર્થે છે એમ મનાય
દશ સંયોજનો આર્ય અષ્ટાંગમાર્ગ પર સરળતાથી પ્રયાણ થઈ શકતું નથી. તેમાં આગળ વધવામાં માણસને કેટલાંક બંધનો નડે છે. એને “સંયોજન' કહેવામાં આવે છે. એવાં દશ સંયોજન છે. એમાંથી જેમ જેમ માણસ મુક્તિ મેળવે તેમ તેમ તે અહંતુ બનવાના માર્ગે પ્રગતિ કરી શકે. જે સાધક દસે સંયોજનોમાંથી મુક્ત થાય તે અહંતુ બને છે. એ સંયોજનો આ પ્રમાણે છે : (૧) સત્કાયદષ્ટિ-એટલે આત્માના સ્વરૂપ વિશે સંશયદષ્ટિ. આત્મા એ ભિન્ન પદાર્થ હોઇ નિત્ય છે એવી દષ્ટિ. (૨) વિચિકિત્સા--બુદ્ધનો ઉપદેશ સાચો હશે કે ખોટો એવી શંકા થવી, ધર્મ પ્રમાણે આચરણ કરવા છતાં તેનું ફળ કેમ મળતું નથી એવો પ્રશ્ન થવો. સંઘમાં અવિશ્વાસ થવો ઇત્યાદિ સંશય. (૩) શીલવ્રતપરામર્શ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org