________________
४८
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ પારપામવાની, અંતિમ કોટી સુધી પહોંચવાની, પૂર્ણતાને પામવાની સાધના તે પારમિતા. આ સંસારને પાર પામવા માટે, બુદ્ધત્વની પ્રાપ્તિ માટે, સાધન તરીકે એવી દશ પારમિતાઓ અનિવાર્ય છે. સાધકે એ માટે દઢ સંકલપવાળા બનવું જોઈએ અને પોતાના સંકલ્પો પાર પાડવા માટે પોતાના શરીરની પણ પરવા ન કરવી જોઈએ. એ દશ પારમિતા આ પ્રમાણે છે :
(૧) દાન પારમિતા–ધન, અન્ન વગેરેનું દાન મુક્ત મનથી કરવું. દાન કરતી વખતે પોતાના યશ, પત્ની, પુત્ર વગેરે કશાનો વિચાર કરવો નહીં. કશા પણ ફળની અપેક્ષા વગર દાન આપવું. સર્વ દાનમાં ધર્મોપદેશનું દાન ઉત્તમ દાન છે. (૨) શીલ પારમિતા--સાધકે પોતાના પ્રાણના ભોગે પણ પોતાના શીલની રક્ષા કરવા માટે હંમેશાં પ્રવૃત્ત રહેવું જોઈએ. (૩) નૈષ્કર્મે પારમિતા–જેમ કારાગારમાં ભલે લાંબો વખત માણસ રહ્યો હોય તોપણ એને કારાગાર પ્રત્યે સ્નેહ થતો નથી, પરંતુ એમાંથી છૂટવાની ઇચ્છા રહ્યા કરે છે, તેવી રીતે બધી યોનિઓમાં જીવે ઘણું પરિભ્રમણ કર્યું છે, પરંતુ હવે તેમાંથી મુક્ત થવાની એને તાલાવેલી લાગવી જોઈએ. (૪) પ્રજ્ઞા પારમિતા--ભિક્ષુએ સર્વ પ્રકારના પંડિતો, જ્ઞાનીઓ પાસેથી પ્રશ્નો પૂછતાં પૂછતાં જે જ્ઞાન મળે તેની ચરમ સીમા સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઇએ. (૫) વીર્ય પારમિતા--સાધકે હંમેશા ઉદ્યમશીલતાની અંતિમ કોટી સુધી પહોંચવું જોઈએ. (૬) સાત્તિ પારમિતા–જેવી રીતે પૃથ્વી ઉપર અશુભ વસ્તુઓ ફેંકવામાં આવે છે છતાં તે ક્રોધ કરતી નથી, પરંતુ ક્ષમાભાવ ધારણ કરી હંમેશાં પ્રસન્ન રહે છે, તેવી રીતે સાધકે માન-અપમાન હંમેશાં સહન કરી ક્ષમાભાવ કેળવવો જોઈએ. (૭) સત્ય પારમિતા–ધન વગેરેનાં પ્રલોભનો કે અનેક સંકટો આવે તો પણ સાઘકે સત્યના માર્ગ પરથી વિચલિત ન થવું જોઈએ. (૮) અધિષ્ઠાન પારમિતા--જેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org