________________
બૌદ્ધ ધર્મ
૪૦ વ્યભિચાર એ ત્રણ કાયિક પાપકર્મો છે. અસત્ય, ચાડી, ગાળ-અપમાન અને વૃથા પ્રલાપ એ ચાર વાચસિક પાપકર્મો છે. પરદ્રવ્યનો લોભ, બીજાઓની પ્રત્યે દ્વેષ અને અશ્રદ્ધા અર્થાત્ નાસ્તિક દષ્ટિ એ ત્રણ માનસિક પાપકર્મો છે. આ પાપકર્મોથી નિવૃત્ત થવું તે કુશલ કર્મપથ
ચાર ભાવના અને દશ પારમિતા. બૌદ્ધ ધર્મમાં બ્રહ્મવિહારનો મહિમા ઘણો મોટો છે. બ્રહ્મ એટલે જીવલોક. એમાં વિહાર કરવો એટલે સમસ્ત જીવસૃષ્ટિ સાથે પ્રેમમૂલક વૃત્તિઓ કેળવવી. એ વૃત્તિઓ તે ચાર ભાવનાઓ છે : (૧) મૈત્રી, (૨) કરુણા, (૩) મુદિતા અને (૪) ઉપેક્ષા. આ ચાર ભાવનાઓ વડે રાગ, દ્વેષ, ઈર્ષા, અસૂયા વગેરે ચિત્તના મલિન ભાવો દૂર થાય
૧. મૈત્રી–સર્વ જીવો પ્રત્યે સ્નેહભાવ ઘારણ કરવો એ મૈત્રી છે. બીજા જીવો ઉપર ઉપકાર કરવો, એમનું સુખ ચિંતવવું, એમના પ્રત્યેના દેષ કે દ્રોહનો પરિત્યાગ કરવો એ મૈત્રીનું લક્ષણ છે.
૨. કરુણા--બીજાનું દુઃખ જોઈને સત્પુરુષોનું હૃદય દ્રવે છે. એને કરુણા કહેવામાં આવે છે. સંસારનાં દીનદુઃખી જીવોને કરુણાયુક્ત માણસોએ સુખી કરવા પ્રયત્ન કરવા જોઈએ.
૩. મુદિતા–એટલે હર્ષ. બીજાઓનાં ગુણલક્ષણો, પુણ્ય, સંપત્તિ, પ્રભાવ, કીર્તિ ઈત્યાદિ જોઈને ઈર્ષા, અસૂયા કે દ્વેષ ન થતાં આનંદ થાય તે મુદિતાનું લક્ષણ છે. * ૪. ઉપેક્ષા–જીવો પ્રતિ ઉદાસીન ભાવ રાખવો એ ઉપેક્ષા છે. બીજાઓ તરફથી પોતાના પ્રત્યે પ્રિય કે અપ્રિય, અનુકૂળ કે પ્રતિકૂળ વર્તન થતું હોય તો પણ તેમની તરફ ઉપેક્ષાની વૃત્તિ કેળવવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org