________________
૪૬
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ ચાડી, ઈર્ષા, નિંદા, ક્રોધ, ભય વગેરેને કારણે પણ અસત્ય બોલવું એ પાપ છે. (પ) સુરા-મૅરેય-પ્રમાદસ્થાનવિરતિ–મદ્યપાન ન કરવું. માદક પદાર્થો તથા જીવનને વિલાસમય અને આળસુ બનાવે તેવા પદાર્થોનું સેવન ન કરવું.
આ પંચશીલનું કડક પાલન ગૃહસ્થોએ અને ભિક્ષુઓએ કરવાનું હોય છે. આ ઉપરાંત ભિક્ષુઓએ બીજાં પાંચ શીલનું પણ પાલન કરવાનું હોય છે. તે આ પ્રમાણે છે : (૧) અકાલભોજનવિરતિ-- મધ્યાહન પછી ભોજન ન કરવું. (૨) નૃત્યગીતવાદિત્રવિરતિ–નૃત્ય, સંગીત વગેરેના સમારંભોથી દૂર રહેવું. (૩) માલ્યગંધવિલેપનવિરતિ--પુષ્પહાર, ચંદન, સુગંધી પદાર્થો વગેરેનો ઉપયોગ ન કરવો. (૪) ઉચ્ચાસનશયનવિરતિ-નવી, મોટી, ઊંચી પથારીમાં નહીં પણ જમીન ઉપર માત્ર સાદડી પાથરીને સૂઈ રહેવું.(૫) જાતરૂપરજતપ્રતિગ્રહવિરતિસોનું, ચાંદી, રત્નો જેવાં કિંમતી દ્રવ્યો, અલંકારો વગેરે પાસે ન રાખવાં.
જે ગૃહસ્થો ઘર્મમય જીવન ગાળવા ઇચ્છતા હોય તેમણે મહિનામાં ઓછામાં ઓછા ચાર દિવસ યથાશક્તિ પહેલાં આઠ વ્રતોનું પણ પાલન કરવું જોઇએ. આ પ્રકારની વ્રતચર્યાને “ઉપોસથ' કહેવામાં આવે છે.
આમ, સાધારણ ગૃહસ્થો માટે પંચશીલ, ઉપોસથ કરનારાઓ માટે અષ્ટશીલ અને ભિક્ષુ-ભિક્ષુણીઓ માટે દશશીલનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
જેમ દશશીલ બતાવવામાં આવ્યાં છે તે પ્રમાણે દશ પાપસ્થાન બતાવવામાં આવ્યાં છે. આ પાપસ્થાનોને “સ્કુશળ કર્મપથ' તરીકે ગણવામાં આવે છે. અકુશળ કર્મપથનું કાયિક, વાચસિક અને માનસિક એમ ત્રણ પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. પ્રાણઘાત, ચોરી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org